રાજ્યમાં 24 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. 22 અને 23 ઓગસ્ટે ઘણાં ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડશે. 24થી 28 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, વડોદરાના ભાગોમાં 3થી 4 ઇંચ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. કેટલાંક વિસ્તારોમાં 6થી 7 ઇંચ વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના છે.
અંબાલાલ પટેલના કહ્યું કે, આગામી 24 તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. જો કે 24 થી 27 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ખાસ કરીને ડાંગ, સુરત અને ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં એક જ દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ તૂટી પડશે. જ્યારે કેટલાક ભાગોમાં 6 થી 8 ઈંચ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવા વરસાદની શક્યતા છે. તેમજ છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.
આ પણ વાંચો :-