Sunday, Mar 23, 2025

સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ…બિહારના મધુબનીમાં રોકવામાં આવી ટ્રેન

2 Min Read

સુપ્રીમ કોર્ટે SC અને ST કેટેગરીના અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ કરવાનો ચુકાદો આપ્યા બાદ દેશભરમાં દલિત અને આદિવાસી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ સંગઠનોએ આજે 21 ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કર્યા બાદ તેની સામાન્ય અસર જોવા મળી છે. સંગઠનો દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં વિરોધ કરવામાં આવ્યો છે, જોકે આ રાજ્યોની તેની આંશિક અસર જોવા મળી છે.

અરાહમાં, ભીમ આર્મી રેલ્વે ટ્રેક પર ઉતરી હતી અને થોડા સમય માટે અપ અને ડાઉન બંને લાઈનોને ખોરવી નાખી હતી. CPI(ML) એ સરદાર પટેલ બસ સ્ટેન્ડ પાસે પટણા-સાસારામ મુખ્ય માર્ગને બ્લોક કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

બિહારના નવાદામાં પણ બંધની અસર જોવા મળી હતી. ભીમ આર્મી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બેનર હેઠળ ડો.ભીમરાવ આંબેડકર પાર્કથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પ્રજાતંત્ર ચોકમાં નાકાબંધી કરવામાં આવી હતી. જો કે, બિહાર પોલીસની પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેની કાળજી લેવામાં આવી હતી. એડમિટ કાર્ડ બતાવ્યા બાદ વાહનને જવા દેવામાં આવ્યું હતું.

ભારત બંધને લઈને બિહાર શરીફમાં ખંડકાપર બસ સ્ટેન્ડ પાસે બંધના સમર્થકો અને સ્થાનિક લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. ઇંટો અને પથ્થરો ફેંક્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ બંધના સમર્થકોનો પીછો કર્યો હતો. મોતિહારીમાં પણ વિરોધીઓએ સરઘસ કાઢ્યું અને ભારત બંધને સમર્થન આપ્યું. આ સરઘસ કચરી ચોક પહોંચ્યું જ્યાં સેંકડો પ્રદર્શકારીઓ જોવા મળ્યા. દેખાવકારોએ કચરી ચોકમાં નાકાબંધી કરી વિરોધ કર્યો હતો. બિહારમાં ભારત બંધની મોટાપાયે અસર જોવા મળી રહી છે.

સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ... યુપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યો દલિત સંગઠનોએ માથે લીધા 2 - image

બિહારમાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી છે, જેના કારણે ટ્રાફિકને અસર થઈ છે. સમર્થકોએ અનેક રસ્તાઓ પર અને હાઈવે પર ટાયર સળગાવીને રસ્તા જામ કરી દીધા છે. જ્યારે કેટલાક સ્થળો પર રસ્તા પર જ ધરણાના કાર્યક્રમો અને ભાષણો કરવામાં આવી રહ્યા છે. મોતીહારી અને બક્સરમાં ટ્રેન અટકાવવાની સાથે માર્કેટ પણ બંધ જોવા મળ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખી કેટલીક શાળાઓ પણ બંધ રખાઈ છે.

આ પણ વાંચો :-

Share This Article