આંધ્ર પ્રદેશના અનકાપલ્લીમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટ્રીમાં બુધવારે સાંજે અચાનક જોરદાર ધડાકો થયો હતો. એસ્સિએન્ટિયા ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીના યુનિટમાં થયેલા વિસ્ફોટમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવાઇ રહ્યું છે કે, આ ઘટના બપોરે બની હતી. જેથી કંપનીમાં ઓછા લોકો કામ કરી રહ્યાં હતા. અંદર ફસાયેલા 13 લોકોને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતા.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો. તેલુગુ દેશમ પાર્ટીના ધારાસભ્ય નારા લોકેશે કહ્યું કે, મુખ્યમંત્રીએ પહેલાથી જ આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા છે તેનો જીવ બચાવવાને લઈને આદેશ આપ્યાં છે અને અલગ અલગ હોસ્પિટલોમાં તેની સારવાર ચાલી રહી છે.
ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં એક એમ્બ્યુલન્સ કંપની ફેક્ટ્રીમાં જતી જોઈ શકાય છે. ફેક્ટ્રી બહાર ધુમાડાના ગોટે ગોટા જોવા મળે છે. અનકાપલ્લીના પોલીસ અધિક્ષક દીપિકા પાટિલે જણાવ્યું કે, વિસ્ફોટ રિએક્ટર સાઇટ પર થયો હતો, પરંતુ રિએક્ટરમાં નહીં. પાટિલે કહ્યું કે, આ વિસ્ફોટ ક્યા કારણે થયો તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. બીજી બાજુ જિલ્લા કલેક્ટર વિજયા કૃષ્ણને ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે, ફેક્ટ્રીમાં બે શિફ્ટમાં કુલ 381 લોકો કામ કરે છે. વિસ્ફોટના સમયે લંચ ટાઇમ હતો. જેથી ઘટના સ્થળે ઓછા લોકો હાજર હતા.
આ પણ વાંચો :-