Wednesday, Mar 19, 2025

કોલકાતા કેસ પર પોસ્ટ કરવા બાબતે મિમી ચક્રવર્તીને મળી દુષ્કર્મની ધમકી

2 Min Read

કોલકાતા રેપ મર્ડર કેસે સમગ્ર દેશના લોકોમાં આક્રોશ ફેલાવી દીધો છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ સુધી આ મામલે ન્યાયની માગ કરી રહ્યાં છે અને આરોપીઓ વિરુદ્ધ આકરી સજાની માગ કરી રહ્યાં છે. આ દરમિયાન ફેમસ એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીએ મંગળવારે કોલકાતા રેપ કેસને લઈને એક પોસ્ટ શેર કરી હતી. તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો એક્ટ્રેસને રેપની ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ છે. આ સિવાય તેના ફોન પર સતત અશ્લીલ મેસેજ આવવાના શરૂ થઈ ગયા છે. મિમી ચક્રવર્તીએ આ બાબતે માહિતી કોલકાતા પોલીસને આપી છે. સાથે જ પોલીસના સાઈબર સેલ ડિપાર્ટમેન્ટને ટેગ કર્યું છે.

ટ્વિટર પર સ્ક્રીનશોટ શેર કરીને, કોલકાતા પોલીસના સાયબર સેલને ટેગ કરીને, તેણે લખ્યું, “અને અમે મહિલાઓ માટે ન્યાયની માંગ કરી રહ્યા છીએ, ખરું ને? તેમાંથી થોડીક જ (મહિલાઓ આંદોલન કરી રહી) છે. જ્યાં બળાત્કારની ધમકીઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. દરેક જણ ભીડમાં માસ્ક પાછળ છુપાયેલ છે અને બધાની સામે કહે છે કે તેઓ મહિલાઓ સાથે ઉભા છે. કયું ઉછેર અને શિક્ષણ આને મંજૂરી આપે છે?”

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ મિમી ચક્રવર્તી વર્ષ 2019 થી 2024 સુધી જાદવપુર લોકસભા મતવિસ્તારથી સાંસદ રહી છે. તેણે પશ્ચિમ બંગાળ અને આરજી કર મેડીકલ કોલેજ અને હોસ્પિટલની બહાર અન્ય મહિલાઓની સાથે મળીને 31 વર્ષીય ડોક્ટરના રેપ અને હત્યા મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર પશ્ચિમ બંગાળ સરકારે આરજી કર મેડીકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ કેસ નોંધીને ખાતાકીય તપાસ શરૂ કરી દીધી છે. તપાસમાં હાલ સંદીપ ઘોષની અમુક ઠેકેદારો સાથે મિલીભગત બહાર આવી છે.

મિમી ઉપરાંત અન્ય જાણીતી હસ્તીઓએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. અભિનેત્રી અરિંદમ સિલ અને મધુમિતા સરકાર પણ આ વિરોધનો ભાગ હતી. આ મામલાને લઈને બોલિવૂડમાં પણ ઉદાસી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ લોકોને આ કેસ સામે લડવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article