Home Blog Page 676

અજમેરમાં 100 વિદ્યાર્થિનીઓ સાથે સામૂહિક બળાત્કાર અને બ્લેકમેલમાં તમામ છ દોષિત

0

રાજસ્થાનના અજમેરમાં બ્લેકેલ કાંડના 6 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફ ટાર્જન, સલીમ ચિશ્તી, ઇકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ જમીર હુસૈનને દોષી ગણ્યા છે. જ્યારે ઈકબાલ ભાટીને દિલ્હીથી લાવવામાં આવી રહ્યા છે. વર્ષ 1992માં 100થી વધુ શાળા-કોલેજની છોકરીઓ સાથે ગેંગરેપ અને બ્લેકમેલિંગના કેસમાં 18 આરોપીઓ હતા. 9ને સજા ફટકારવામાં આવી છે. એક આરોપી અન્ય કેસમાં જેલમાં છે. એકે આપઘાત કર્યો છે અને એક હાલ ફરાર છે. બાકીના 6 પર આજે નિર્ણય આવ્યો હતો.

અજમેર: 100થી વધુ વિદ્યાર્થિનીઓ પર દુષ્કર્મની ઘટનામાં 32 વર્ષ પછી મળ્યો ન્યાય, છ આરોપીઓને આજીવન કેદની સજા

હકીકતમાં, વિશ્વમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ અને ભગવાન બ્રહ્માજીના પવિત્ર સ્થળ તીર્થરાજ પુષ્કરના સ્થાનને કારણે ધાર્મિક પ્રવાસન નકશા પર રાજસ્થાનના અજમેરની પોતાની આગવી ઓળખ ધરાવે છે. અજમેર આજે પણ ગંગા-જામુની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે.

મુખ્ય આરોપીઓમાં સામેલ સુહેલ ગની ચિશ્તી 26 વર્ષ સુધી ફરાર રહ્યો હતો. 25 હજાર રૂપિયાના ઇનામી આરોપીએ 2018માં સરેન્ડર કર્યું હતું. ઘટનાનો ખુલાસો થયા બાદ 30 પીડિતાઓ સામે આવી હતી અને 12 પીડિતાએ કેસ નોંધાવ્યો હતો. કોર્ટમાં ટ્રાલય દરમિયાન 2 પીડિતા જ સામેલ થઇ હતી અને કેટલીક પીડિતાએ તો શહેર છોડી દીધુ હતુ.

અજમેરની એક ગેન્ગે 1992માં સ્કૂલ-કોલેજમાં ભણતી 250 યુવતીઓની નગ્ન તસવીરો મેળવી હતી પછી તેને લીક કરવાની ધમકી આપીને 100થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે ગેન્ગરેપ કર્યો હતો. ગેન્ગના લોકો સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓને ફાર્મ હાઉસમાં બોલાવતા હતા અને તેમની સાથે ગેન્ગરેપ કરતા હતા. કેટલીક સ્કૂલ તો અજમેરની જાણીતી સ્કૂલ હતી. એક અખબારે તેનો ખુલાસો કરતા આખી ઘટના સામે આવી હતી. આ બાળકીઓની ઉંમર 11થી 20 વર્ષની હતી.

आठ के खिलाफ केस हुआ था दर्ज.

જિલ્લા પોલીસ પ્રશાસન સારી રીતે જાણતું હતું કે પીડિતો સામે આવ્યા વિના જો કોઈના પર હાથ નાખવામાં આવશે તો શહેરની શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મોટું જોખમ ઉભું થશે અને જો શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તો પણ શું? અજમેરના પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત પરિવારોની દીકરીઓ આનાથી પ્રભાવિત થશે. તેની કડીઓ કયા પોલીસ અને વહીવટી અધિકારીઓ અથવા શહેરના ઉચ્ચ પદના રાજકીય પ્રતિનિધિઓ સાથે જોડાયેલી છે, તેથી ઘણી વિચારણા કર્યા પછી, સ્થાનિક જિલ્લા પોલીસ પ્રશાસને રાજસ્થાન સરકારના તત્કાલિન મુખ્યમંત્રી, ભાજપના ભૈરોન સિંહ શેખાવતને પરિસ્થિતિ વિશે જાણ કરી.

બ્લેકમેલ સ્કેન્ડલના 3 દાયકા પૂરા થયા બાદ આ મામલો ગયા વર્ષે જુલાઈમાં એકવાર ચર્ચામાં આવ્યો હતો. વાસ્તવમાં, ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘અજમેર 92’માં 1992માં અજમેરમાં થયેલા આ બ્લેકમેલ કાંડની સાચી ઘટના પર આધારિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે મુસ્લિમ સમાજના અન્ય સંગઠનો સાથે ખાદિમ સમાજે તેનો વિરોધ શરૂ કર્યો હતો.

અજમેર દરગાહ અંજુમન કમિટીના સેક્રેટરી સરવર ચિશ્તીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પહેલા ‘કાશ્મીર ફાઇલ’ પછી ‘ધ કેરળ સ્ટોરી’ અને હવે ‘અજમેર 92’ બની છે. આ ફિલ્મમાં 250 છોકરીઓને બળાત્કાર અને બ્લેકમેલનો શિકાર કહેવામાં આવી રહી છે, જ્યારે તે સમયે માત્ર 12 છોકરીઓએ જ ફરિયાદ આપી હતી અને આ ફિલ્મમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ અને એક શૈક્ષણિક સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે દરગાહમાં આવી કોઈ ઘટના બની નથી અને દરગાહ સાથે સંકળાયેલા ખાદિમ સમુદાય ચિશ્તીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બ્લેકમેલમાં અનેક લોકો સામેલ હતા, પરંતુ ખાદિમ સમાજને બદનામ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-

સુરતમાં વિદ્યાર્થીને બુટલેગરે રહેસી નાખ્યો

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રૂક્ષ્મણી નગર નજીક સુમન શાળા પાસે રાજેશ નામના બુટલેગરનો દેશી દારૂનો અડ્ડો વર્ષોથી ધમધમે છે. આ અડ્ડા ઉપર આજે રોહિની નગર જ રહેતો 19 વર્ષ રોહન સંતોષ પાટીલ નામનો યુવક પહોંચ્યો હતો અને ત્યાં નીલગીરી ફાટક પાસે આવેલા દત્તાત્રે નગર કે જ્યાં રાજેશ નામના બુટલેગરના દારૂના અડ્ડા પર રોહન સંતોષ પાટીલની દિપક નામના યુવકે ચપ્પુના ગામ મારી ઘટતી હત્યા કરી નાખી હતી.

સુરતના લીંબાયત પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા પીએસઆઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ | Complaint of rape case filed against former PSI in Limbayat Police Station of Surat - Gujarat Samachar

જો કે ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં આહાકાર મચી જવા પામ્યો હતો. 19 વર્ષનો આ કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી દારૂના અડ્ડા પર કેવી રીતે પહોંચ્યો અને એવું તો શું થયું કે તેની હત્યા કરવામાં આવી. જોકે ઘટનાની જાણ થતા રોહનનું પરિવાર સ્થાનિક લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આ વિસ્તારમાં જ રહેતા અને સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

લોકોએ સાથે મળીને કીધું હતું કે તમને લોકોને બનાવીને મોકલ્યા છે અને આ વિસ્તારમાં આ પ્રકારે દારૂના અડધા વર્ષોથી ધમધમે છે. તમારા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી એમ કહી તેમને આડા હાથે લેવામાં આવ્યા હતા. જોકે મામલો બિસ્કાતા ડેપ્યુટી મેયર ત્યાંથી નીકળી ગયા હતા અને પોલીસે લોકોનું ટોળું દૂર કરવા માટે અડકો બળ પ્રયોગ કર્યો હતો. જેને લઈને થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં અફડા તફડી સાથે ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે પોલીસે લોકો પર બળ પ્રયોગ કર્યો હતો. તેને લઈને લોકોની નારાજગી જોવા મળતી હતી. ત્યારે બીજી બાજુ લિંબાયત પોલીસે આ મામલે અત્યારનો દાખલ કરી આરોપી દિપકની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે દારૂનો અડ્ડો હતો તેના વિડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે.

આ પણ વાંચો :-

બદલાપુરમાં 2 બાળકીનું યૌન શોષણથી ગુસ્સે ભરાયા લોકો, પોલીસ પર પથ્થરમારો

0

થાણે જિલ્લાના બદલાપુરની એક જાણીતી કો-એડ સ્કૂલના પ્રિ-પ્રાઈમરી ક્લાસમાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની માસુમ બાળકીઓનું શાળાના સફાઇ કર્મચારી દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં આજે બદલાપુરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ બદલાપુર રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનને અટકાવી દીધી હતી.

બદલાપુરની નામાંકિત શાળામાં નર્સરી ક્લાસમાં ભણતી સાડા ત્રણ વર્ષની બે બાળકીઓના યૌન શોષણની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના 12 અને 13 ઓગસ્ટના રોજ બની હતી. બાળકી જયારે ટૉયલેટ ગઇ હતી ત્યારે ગર્લ્સ ટોયલેટમાં પુરૂષ સફાઈ કર્મચારીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ પછી પીડિતા બાળકી શાળાએ જવા માટે તૈયાર ન હોવાથી તેના પરિવારને શંકા ગઇ હતી અને તેમણે તેની તબીબી તપાસ કરાવી હતી. તબીબી તપાસમાં ખબર પડી હતી કે તેને ટોર્ચર કરવામાં આવી હતી. ત્યાર બાદ શાળાની બીજી માસુમ બાળકી સાથે પણ આવી ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.

થાણે પોલીસના જણાવ્યા અનુસાર, એક નર્સરી સ્કૂલની બે બાળકીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યૌન શોષણનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચાર વર્ષની બાળકીએ તેના વાલીને આ વિશે જણાવ્યું. જે બાદ બંને પરિવારોએ મેડિકલ તપાસની માંગ કરી હતી. આ પછી તેમણે થાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ પોસ્કોમાં નોંધવામાં આવ્યો છે.

બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર સફાઈ કર્મચારીના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. શાળા દ્વારા વાલીઓને માફી પત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું છે કે, જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ, ઘૃણાસ્પદ અને નિંદનીય છે. શાળા પ્રશાસને કહ્યું છે કે, અમે આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો છે.

આ પણ વાંચો :-

ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

0

હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતના 17 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામ અને ભાવનગરના તળાજામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

Gujarat Weather Updates : ગુજરાતમાં ફરી ધબધબાટી બોલાવાનું શરુ કરશે વરસાદ, આજે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 23 ઓગસ્ટ બાદ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. બિહાર, બંગાળના લો પ્રેશરની અસર ગુજરાતમાં વર્તાશે જેના પગલે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 23 થી 26 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અનેક નદીઓમાં પૂરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 20 ઓગસ્ટ 2024, મંગળવારના રોજ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વિસ્તારોની વાત કરીએ તો આજે સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવા વરસાદની શક્યતા છે. તેમજ છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.

આ પણ વાંચો :-

કોલકાતા રેપ-મર્ડર કેસ- સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી

0

સુપ્રીમ કોર્ટે કોલકાતાના આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાના કેસમાં સુનાવણી દરમિયાન તેમણે મમતા બેનર્જી સરકારને ઠપકો આપ્યો હતો. પરિસ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે કોર્ટને સહકાર આપવા માંગીએ છીએ. પશ્ચિમ બંગાળ સરકાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા હતા.

સુનાવણી દરમિયાન ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે આ માત્ર કોલકાતામાં હત્યાનો મામલો નથી, આ મામલો દેશભરના ડોક્ટરોની સુરક્ષાનો છે. કોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. દિલ્હી મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સુઓ મોટુ કેસમાં પક્ષકાર બનાવવાની વિનંતી કરી છે. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે બંગાળ પોલીસ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જો કોઈ કાર્યક્રમમાં 500 લોકોને આમંત્રિત કરવા હોય તો આપણે તેની તૈયારી કરવી પડશે. 7 હજાર લોકો લાકડીઓ લઈને હોસ્પિટલમાં આવે છે, તે પોલીસની જાણ વગર શક્ય નથી.

આ પણ વાંચો :-

ગોંડલ નજીક નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત, ચારના મોત

0

આજે મંગળવારે વહેલી સવારે ગોંડલ પાસે અમંગળ ઘટના ઘટી હતી. રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ તો એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી.

કાળમુખી ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ નજીક આજે 20 ઓગસ્ટ 2024, મંગળવારે રાજકોટથી ધોરાજી તરફ જઇ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને સામેની તરફ આવી રહેલી કાર સાથે ધડકાભેર અથડાઇ હતી.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે, સ્પીડ વધારે હોવાથી સ્વીફ્ટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કારની ઉપર પડી, બાદમાં બોલેરો કાર પલટી મારી હતી. સ્વીફ્ટ કાર આશરે 20 ફૂટ જેટલી પલટી મારી હતી. જેથી સ્વીફ્ટ કારમાંથી એન્જિન છૂટું પડી ગયું અને કાર ટોટલ લોસ થઈ જવા પામી હતી. અકસ્માતની જાણ થતાં બે 108, નગરપાલિકા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ જીવલેણ અકસ્માતમાં ગોંડલના સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ક્રિપાલસિંહ અપરણિત હતા અને ત્રણ ભાઈમાંથી ત્રીજા નંબરના હતા. આશરે ચાર મહિના પહેલા બીમારી સબબ ક્રિપાલસિંહના માતાનું અવસાન થયું અને ગત વર્ષ તેમના ભાઈનું અવસાન થયું હતું. આ બનાવને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મિત્રો અને પરિજનો સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. સ્વિફ્ટ કારમાં સવાર સિદ્ધાર્થ કિશોરભાઈ કાચા અને વિરેન દેશુરભાઈ કરમટા ધોરાજીના હતા. હાલ તેમના પરિવારની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશના છતરપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 7 લોકોના મોત

0

મધ્યપ્રદેશના છતરપુરમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તેમના લોહીથી લથબથ મૃતદેહ જોઈને પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મંગળવારે સવારે લગભગ 5 વાગ્યે, શ્રદ્ધાળુઓથી ભરેલી ઓટો એક ટ્રક સાથે અથડાઈ હતી અને તે રસ્તાની વચ્ચે પલટી ગઈ હતી.

આ અકસ્માત ઝાંસી ખજુરાહો હાઈવે પર થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા. ઓટો સવારો બાગેશ્વર ધામ ખાતે બાબાના દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે તેઓનો અકસ્માત થયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અથડામણને કારણે ઓટો ખરાબ રીતે કચડાઈ ગઈ હતી. ટ્રકને પણ ઘણું નુકસાન થયું છે. આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી.

અકસ્માતનો ભોગ બનેલા પરિવારની ઓળખ કરવામાં આવી છે જે લખનઉનો છે. આ પરિવાર તેમની એક વર્ષની દીકરીનું મુંડન કરાવવા માટે બાગેશ્વર ધામ જઈ રહ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા અન્ય પાંચ લોકોની ઓળખ થઈ નથી.હાલ આ અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાદરી ગામ પાસે ઓટો નંબર UP95 AT2421 ટ્રક નંબર PB13BB 6479 સાથે અથડાઈ હતી. અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ અકસ્માત સ્થળ પરનું દ્રશ્ય ભયાનક હતું.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલામાં CRPF ઇન્સ્પેક્ટર શહીદ

0

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સોમવારે એક પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કરતાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે લગભગ 3.30 વાગે આતંકવાદીઓએ બસંતગઢના ડુડુ વિસ્તારમાં CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પર ગોળીબાર કર્યો હતો.

જમ્મુ કાશ્મીર : કુલગામના બે ગામોમાં એન્કાઉન્ટર, 4 આતંકી ઢેર, 1 જવાન શહીદ

તેમણે કહ્યું કે હુમલામાં CRPFની 187મી બટાલિયનના એક નિરીક્ષકને ગોળી વાગી હતી અને બાદમાં હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંયુક્ત પેટ્રોલિંગનો જવાબી કાર્યવાહી બાદ આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ઇન્સ્પેક્ટર કુલદીપ કુમાર 187મી બટાલિયન સાથે સંકળાયેલા હતાં. કુમારને હોસ્પિટલ લઇ જતી વખતે જ તેમનું મોત થયું હતું. હુમલો કરીને આતંકવાદીઓ ભાગી ગયા હતાં. જો કે આ આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શહીદ થયેલા ઇન્સ્પેક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હેડ કવાર્ટર લઇ જવામાં આવ્યો છે.

બસંતગઢ વિસ્તારના વન વિસ્તારમાં એપ્રિલથી અત્યાર સુધીમાં બે આતંકવાદી હુમલા થયા છે. ડોડા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાના પાંચ દિવસ પછી આ હુમલો કરવામાં આવ્યો છે. આજના હુમલા પછી જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે થયેલા આતંકી હુમલાઓમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૭૪ થઇ ગઇ છે. મૃત્યુ પામેલા ૭૪ લોકોમાં 21 સુરક્ષા જવાનો અને ૩૫ આતંકવાદીઓનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લાઓ ડોડા, કથુઆ, રેઅસી, પૂંચ, રાજોરીમાં ચાલુ વર્ષે થયેલા આંતકી હુમલાઓમાં ૩૦ લોકોનાં મોત થયા છે. જેમાં 14 સુરક્ષા જવાનો અને 6 આતંકવાદીઓ સામેલ છે.

આ પણ વાંચો :-

૨૦ ઓગસ્ટ, ૨૦૨૪/ આ રાશિ માટે બુધવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખ માં ખર્ચ નંુ પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂં છે. નોકરી, ધંધામાં દિવસ શાંતિ થી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. ધંધઆમાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવન સાથી સાથે પ્રેમ વધે. પ્રેમી પાત્રનું મિલન શકય બને રોમાંસ નો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ

આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઇ-બહેનો થી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણો નંુ આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્ય ની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સા‌િબત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ સ્નાયુના દુઃખાવા ક્ષાનતંતુ ની સમસ્યા થી સાચવવું.

સિંહઃ

વિચારો માં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વધતી જણાય. પરિવારના સભ્યો ની ચિંતા દૂર થતી જય. પરિવારમાં સન્હેનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. અારોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ

માન, સન્માન માં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણા ના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યો ની પ્રગતિ શકય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ

સંગીત પ્રત્યે નો પ્રેમ તથા વિજાતિય વ્યકિત તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લાગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર જેવા વ્યવસાય માં વિશેષ લાભ. પેટના રોગો થી સાવધાની જરૂરી. દામ્પત‌્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃષિને કારણે યશ. પતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્ર્નો નું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શકય બને. માનસિક રોગોના કાળજી રાખવી.

મકરઃ

મિત્રો થી લાભ. જુના મિત્રો ની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે લક્ષ્મી ના વખત સર હેરફેર શકય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિધાથી મિત્રો માટે શુભ. હાડકાના રોગો થી સાચવવું.

કુંભઃ

નકારાત્મક કે વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધા ની શરૂઆત શકય બને. હાલના નોકરી. ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ વિવાદ ટાળવો.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી અેક્ષ્નપોર્ટ- ઇમ્પોટનો ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

કોલકાતાની મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજયની ધરપકડ

0

કોલકાતાની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને બર્બરતાપૂર્વક હત્યા કરવાના બનાવમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. હૈવાનિયતની હદ પાર કરનારો આરોપી સંજય રોય ગુનાઇત ભુતકાળ ધરાવે છે અને ભુતકાળમાં જો તેની સામે પોલીસે કડક કાર્યવાહી કરી હોત તો કદાચ મહિલા ડોક્ટર સાથે આ ખરાબ બનાવ ના બન્યો હોત.

પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઘટના ખૂબ જ દર્દનાક છે. તે ખુબ જ ભયાવહ છે. એક જુનિયર લેડી ડોક્ટર, જે પોતાનું કામ પતાવીને સૂઈ રહી હતી, તેની સાથે એવી નિર્દયતાથી વર્તન કરવામાં આવ્યું કે સાંભળનારાઓ પણ કંપી જાય. ઘાતકી સંજય રોયે પહેલા લેડી ડોક્ટર પર દુષ્કર્મ કર્યું અને પછી તેની હત્યા કરી હતી. મહિલા ડૉક્ટરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જણાવે છે કે સંજય રોયે તેના પર કેવી રીતે અત્યાચાર કર્યો હતો. તે જ સમયે, આ કેસ ખુલ્યા પછી, સંજય રોયની આખી કુંડળી પણ ખુલ્લેઆમ સામે આવી છે.

પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે સંજયે ઘણીવાર લગ્ન કરેલા છે પરંતુ હવે તેની કોઈ પત્ની તેની સાથે રહેતી નથી. તેમાંથી તેની એક પત્ની તો એવી છે કે જે ગર્ભવતી હતી ત્યારે સંજયે તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. અહેવાલ મુજબ, આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓને સંજય વિરુદ્ધ તેની પૂર્વ પત્ની દ્વારા કાલીઘાટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે વર્ષ જૂની ફરિયાદ મળી છે. આ ફરિયાદ અંગે સંજયની પૂર્વ સાસુ દુર્ગા દેવીએ જણાવ્યું કે જ્યારે તેની પુત્રી ત્રણ મહિનાની ગર્ભવતી હતી ત્યારે સંજય તેને રોજ મારતો હતો.

દુર્ગા દેવીના જણાવ્યા અનુસાર, ‘તેણે 4 ઓગસ્ટ 2022ના રોજ કાલીઘાટ પોલીસ સ્ટેશનમાં તેની પુત્રી વતી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બે વખત આગળ કરવામાં આવી હતી, પરંતુ સંજય સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે જો તે સમયે સંજય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોત અને તેને સજા થઈ હોત, તો કોલકાતાના જુનિયર ડૉક્ટરનો જીવ બચી ગયો હોત. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે સંજય પોલીસ કલ્યાણ બોર્ડના કેટલાક અધિકારીઓની તેના પર કૃપા દ્રષ્ટી હતી અને તેથી જ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

સીસીટીવી ફૂટેજ પરથી પોલીસને ખબર પડી કે સંજય ગુરુવારે બે વખત હોસ્પિટલમાં ગયો હતો. પહેલા રાત્રે 11 વાગ્યે અને પછી એ જ રાત્રે 3:30 વાગ્યે. સંજયના મિત્રનો એક પરિચિત હોસ્પિટલમાં દાખલ હતો અને તે તેને જોવાના બહાને હોસ્પિટલમાં દાખલ થયો હતો. તે પોલીસમાં નાગરિક સ્વયંસેવક હોવાથી, જ્યારે તે હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી ન હતી. સંજય કોલકાતાના સોલ્ટ લેકમાં સિટી પોલીસની ચોથી બટાલિયનની બેરેકમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ સંજય શુક્રવારે સવારે બેરેકમાં સુઈ ગયો હતો.

આ પણ વાંચો :-