Home Blog Page 1369

સત્તા પરિવર્તન બાદ હવે પરિવાર પર નજર ? ઠાકરે પરિવારની પુત્રવધૂ સીએમ શિંદેને મળી

0

After the change of power

  • આજે ઠાકરે પરિવારની પુત્રવધુએ મુખ્યમંત્રી શિંદે સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે એકનાથ શિંદેએ ઠાકરે જૂથથી અલગ થઈને નવી સરકાર બનાવી છે અને ભાજપનું સમર્થન લીધું છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) સત્તા પરિવર્તન થયા બાદ પણ રાજકીય સંગ્રામ સતત ચાલી રહ્યો છે. શિવસેનામાં પણ ભંગાણના સમાચાર સામે આવ્યા. તેવામાં હવે ઠાકરે પરિવારની (Thackeray family) પુત્રવધુએ નવા મુખ્યમંત્રી એકનાથ શિંહે સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે એકનાથ શિંદે (Eknath Shinde) જૂથે અલગ થઈને નવી સરકાર બનાવી છે અને ભાજપનું સમર્થન લીધુ છે. પહેલા ઠાકરે જૂથ ભાજપ વિરુદ્ધ સરકાર ચલાવી રહ્યું હતું અને બાદમાં શિંદેએ તેની સાથે મળીને નવી સરકાર બનાવી લીધી છે.

બળવાખોરની સાથે વહુ !

સ્મિતા ઠાકરેની શિંદે સાથે મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ખુબ ચર્ચાઓ થવા લાગી છે. પરંતુ આ વચ્ચે સ્મિતા ઠાકરેએ કહ્યું કે એકનાથ શિંદે જૂના શિવસૈનિક છે, તેથી મુખ્યમંત્રી બનવા પર આજે તેમને શુભેચ્છા આપવા આવી હતી.

સવાલોનો આપ્યો જવાબ :

ત્યારબાદ સ્મિતાને પૂછવામાં આવ્યું કે તમે ઠાકરે પરિવારના સભ્યો છે અને આજે જે રાતનીતિ ચાલી રહી છે, તેમાંથી તમે એકનાથ શિંદેને મળવા આવ્યા છો? તેના જવાબમાં સ્મિતા ઠાકરેએ કહ્યું કે હું તેમને પહેલાથી જાણુ છું. તે જે ખુરશી પર બેઠા છે તેનો હું આદર કરુ છું. તેમનું કામ પણ હું જાણુ છું અને શિવસેનામાં તેમણે કેટલું કામ કર્યું છે, તે પણ જાણુ છું. મેં પરિવાર નથી જોયો બસ તેમને શુભેચ્છા આપવા આવી છું.

ક્યા જૂથમાં છે સ્મિતા ઠાકરે ?

ત્યારબાદ જ્યારે સ્મિતા ઠાકરેને પૂછવામાં આવ્યું કે શિવસેનામાં ઠાકરે જૂથ અને શિંદે જૂથ થઈ ગયા છે, તેવામાં તે કોની સાથે છે? તો સ્મિતા ઠાકરેએ કહ્યું કે તે હવે રાજનીતિમાં નથી અને સમાજસેવા કરે છે.

શું છે ઠાકરે પરિવાર સાથે કનેક્શન ?

ઉલ્લેખનીય છે કે સ્મિતા ઠાકરે બાલ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરેની પહેલી પત્ની હતી અને તે એક સમયે બાલા સાહેબની ખુબ નજીક હતી. હવે તે અલગ રહે છે અને સક્રિય રાજનીતિમાં છે. સ્મિતા ઠાકરે હાલ ફિલ્મ પ્રોડક્શન કંપની ચલાવે છે.

આ પણ વાંચો :-

6 વર્ષ ડેટિંગ કર્યા પછી ટાઈગર શ્રોફ અને દિશા પટનીનું બ્રેકઅપ, વર્ષ પહેલાં સંબંધમાં આવી હતી ખટાશ

Tiger Shroff and Disha Patni break up

  • બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. કપલ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, બંનેનું બ્રેકઅપ આ વર્ષની શરૂઆતમાં થઈ ગયું હતું.

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટની (Disha Patni) 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. કપલ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, બંનેનું બ્રેકઅપ આ વર્ષની શરૂઆતમાં થઈ ગયું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા એક વર્ષથી બંનેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. ટાઈગર અને દિશાએ ક્યારે પણ ઓફિશિયલી પોતાના સંબંધોને (own relations) એક્સેપ્ટ નથી કર્યા પરંતુ બંને હંમેશાં એક સાથે જોવા મળતા હતા.

ટાઈગર અને દિશા હવે સાથે નથી :

સૂત્રોના અનુસાર, ટાઈગર અને દિશા હવે સાથે નથી. બંનેની વચ્ચે શું થયું એ તો સ્પષ્ટ નથી પરંતુ બંને હવે સિંગલ છે. રિપોર્ટ્સ પ્રમાણે, બંનેના સંબંધોમાં છેલ્લા 1 વર્ષથી તકરાર ચાલી રહી હતી. જો કે, થોડા દિવસ પહેલા જ તેમને આ સંબંધોને અંત લાવવાનો નિર્ણય કર્યો.

આ બ્રેકઅપથી ટાઈગરને કોઈ ફરક નથી પડ્યો :

ટાઈગરના એક મિત્રએ બ્રેકઅપની પુષ્ટિ કરતા કહ્યું, અમને બધાને આ વિશે થોડા અઠવાડિયા પહેલા જ ખબર પડી. તેને અત્યાર સુધી કોઈને પણ આ વિશે વાત નથી કરી. અત્યારે ટાઈગર પોતાના કામ પર ધ્યાન આપી રહ્યો છે અને લંડનમાં શૂટિંગ કરી રહ્યો છે. તેને દિશાની સાથે બ્રેકઅપથી કોઈ ફરક નથી પડ્યો. તે પહેલાની જેમ જ પોતાનું કામ કરી રહ્યો છે.

ટાઈગર અને દિશાના અપકમિંગ પ્રોજેક્ટ :

દિશા અપકમિંગ ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે, તેમજ ટાઈગરની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ‘ગણપત’ અને ‘બાગી-4’ માં જોવા મળશે. દિશા છેલ્લે ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માં જોવા મળી હતી. તેમજ ટાઈગર ‘હિરોપંતી 2’માં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

કેમિકલ કાંડમાં અજીબ ઘટના, ભાવનગરમાં દર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલ છોડી ભાગ્યા

In a strange incident

  •  ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી કથિત લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકો હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા છે. અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓ હોસ્પિટલમાંથી ચાલતી પકડી.

કેમિકલ કાંડથી (Chemical stain) ગુજરાતમાં મોતના આંકડા વધી રહ્યા છે. કેમિકલકાંડમાં એક બાદ એક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. ભાવનગરની (Bhavnagar) સર.ટી. હોસ્પિટલમાં વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે. ત્યારે ભાવનગર સિવિલમાં અજીબ ઘટના બની રહી છે. કેમિકલ કાંડમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવારમાં આવેલા 13 જેટલા દર્દીઓ પ્રાથમિક સારવાર (First aid) લીધા બાદ હોસ્પિટલમાંથી જતાં રહ્યા છે. સિવિલ સર્જને આ મામલે સ્વીકાર્યું કે 13 જેટલા દર્દીઓ હોસ્પિટલમાંથી ચાલુ સારવારે જતા રહ્યા છે.

કેમિકલ કાંડ બાદ બોટાદવાસીઓ માટે સૌથી નજીક એવી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 90 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 18 દર્દીના મોત થયા છે. અહીં આવેલા 100 દર્દીઓ પૈકી 10 દર્દીને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે. પરંતુ ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી કથિત લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકો હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા છે.

અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓ હોસ્પિટલમાંથી જતાં રહ્યા છે. પોલીસે અને ડોકટરોએ ના પાડી હોવા છતાં અધૂરી સારવાર લઈને દર્દીઓ ચાલ્યા ગયા છે. હોસ્પિટલ દ્વારા આ દર્દીઓના નામનું લિસ્ટ બનાવી તેઓને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.

કેમિકલ કાંડ મુદ્દે ભાવનગર સર.ટી હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે, હાલ હોસ્પિટલમાં દર્દીઓની ડાયાલિસીસથી વધુ રિકવરી થાય છે. હાલ 54 દર્દીનું પ્રથમ ડાયાલિસીસ કરવામાં આવ્યું છે. 10 દર્દીનું સેકન્ડ ડાયાલિસીસ કરવામા આવ્યું છે. અમદાવાદ સિવિલની ટીમ 10 ડાયાલિસિસ મશીન સાથે સર.ટી હોસ્પિટલ આવી છે. હાલ 51 દર્દીઓ હોસ્પિટલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જેમાં એક જ દર્દી ક્રિટિકિલ હાલતમાં છે. તમામ મૃતકોના પીએમ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે. લેવામાં આવેલ સેમ્પલ રિપોર્ટ માટે તેમજ શરીરમાંથી કેમિકલ લેવામાં આવે છે અને તેના રિપોર્ટ એફએસએલમાં મોકલવામાં આવે છે, જેના રિપોર્ટ હજી આવવાના બાકી છે. હોસ્પિટલના તમામ તબીબી, મેડિકલ વિદ્યાર્થીઓ એક ટીમ બની કામ કર્યું છે.

આ પણ વાંચો :-

રોહિતના આવતાની સાથે જ ખુલશે આ વિસ્ફોટક બેટ્સમેનનું કિસ્મત, ધવનની કેપ્ટન્સીમાં નથી મળી તક

0

The fate of this explosive batsman

  • શિખર ધવનની કપ્તાનીમાં વિસ્ફોટક બેટ્સમેનને અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. ટી-20 સિરીઝમાં આ ખેલાડી રોહિતની પહેલી પસંદ બનવા જઈ રહ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે રમાનાર 5 મેચની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના (Rohit Sharma) હાથમાં હશે. હાલમાં શિખર ધવન (Shikhar Dhawan) વનડે સીરીઝમાં તેના સ્થાને ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. ધવનની કેપ્ટન્સીમાં ટીમનો એક વિસ્ફોટક બેટ્સમેન એક વખત પણ પ્લેઈંગ 11માં સામેલ થયો નથી. ટી-20 સિરીઝમાં આ ખેલાડી રોહિત શર્માની પહેલી પસંદ બનવા જઈ રહ્યો છે.

ધવનની કેપ્ટનશીપમાં તક મળી નથી :

વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી વનડે શ્રેણીની છેલ્લી મેચ 27 જુલાઈએ રમાશે. આ શ્રેણીમાં અત્યાર સુધી બે મેચ રમાઈ છે. પરંતુ કેપ્ટન શિખર ધવને સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી ન હતી. ઈશાન કિશન આ સિરીઝમાં ઓપનિંગ કરવાનો મોટો દાવેદાર હતો, પરંતુ તેના સ્થાને શુભમન ગિલને ટીમમાં ઓપનર તરીકે રમવાની તક આપવામાં આવી છે.

રોહિત શર્મા આવતાની સાથે જ સ્થાન મળે છે :

ઈશાન કિશન ODI શ્રેણી બાદ રમાયેલી T20 શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ છે. બીજી તરફ, શુભમન ગિલ અને શિખર ધવનને આ શ્રેણીમાં સ્થાન મળ્યું નથી. આવી સ્થિતિમાં ઈશાન કિશન આ સિરીઝમાં ઓપનર તરીકે રોહિત શર્માની પહેલી પસંદ બનવા જઈ રહ્યો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ પણ છે કે ઓપનર કેએલ રાહુલ આ સિરીઝની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ શકે છે. કેએલ રાહુલની ગેરહાજરીમાં ઇશાન કિશન રોહિત સાથે ઇનિંગની શરૂઆત કરતો જોવા મળશે.

ટીમ ઈન્ડિયા માટે સારો દેખાવ :

ઈશાન કિશનને હજુ સુધી ODI ક્રિકેટમાં વધારે તક મળી નથી. પરંતુ તેણે T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે સારો દેખાવ કર્યો છે. ઈશાન કિશને ભારત માટે અત્યાર સુધીમાં 3 વનડે અને 18 ટી20 મેચ રમી છે. આ 3 વનડેમાં તેણે 29.33ની એવરેજથી 82 રન બનાવ્યા છે, જેમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે. તે જ સમયે, 18 T20 મેચોમાં, તેના બેટએ 31.29 ની સરેરાશ અને 132.67 ની સ્ટ્રાઈક રેટથી 532 રન બનાવ્યા છે. ઇશાન કિશને ટી20માં 4 અર્ધસદી પણ ફટકારી છે.

આ પણ વાંચો :-

 

 મંત્રી પાર્થ ચેટર્જીએ 2 મહિલાઓના ઘરને બનાવી દીધા હતા ‘મિની બેંક’

0

Minister Partha Chatterjee

  • એસએસસીની પરીક્ષાઓ ઉપરાંત ટ્રાન્સફર, કોલેજીસને માન્યતા અપાવવી સહિતની ગતિવિધિઓ દ્વારા તે રોકડ મળતી હતી.

પશ્ચિમ બંગાળના (West Bengal) મંત્રી પાર્થ ચેટર્જીની (Partha Chatterjee) શિક્ષકોની ભરતીના કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે. ઈડીના દરોડામાં પાર્થ ચેટરજીની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીના (Arpita Mukherjee) ફ્લેટ પરથી કથિતરૂપે મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે. ત્યારે શિક્ષક ભરતી કૌભાંડ મામલે ચર્ચામાં આવેલી અર્પિતા મુખર્જીએ પુછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.

અર્પિતાના કહેવા પ્રમાણે તમામ રોકડ પેક કરીને એક જ રૂમમાં રાખવામાં આવતી હતી. પાર્થ ચેટર્જી અને તેમના માણસો જ તે રૂમમાં પ્રવેશ કરી શકતા હતા. પાર્થ ચેટર્જી દર અઠવાડિયે અથવા તો 10 દિવસે એક વખત ત્યાં આવતા હતા.

પાર્થે મારા ઘરનો મિની બેંક તરીકે ઉપયોગ કર્યો : અર્પિતા

અર્પિતાના કહેવા પ્રમાણે પાર્થ ચેટર્જી તેના અને અન્ય એક મહિલાના ઘરનો મિની બેંક તરીકે ઉપયોગ કરતા હતા. તે મહિલા પણ પાર્થની સારી મિત્ર છે. જોકે પાર્થે આજ સુધી કેટલા રૂપિયા છે તે અંગે કશું પણ નહોતું કહ્યું.

કઈ રીતે થઈ પાર્થ સાથે મુલાકાત :

પશ્ચિમ બંગાળની એક અભિનેત્રીએ જ અર્પિતાની પાર્થ સાથે મુલાકાત કરાવી હતી. તેણી 2016થી પાર્થની મિત્ર હતી પરંતુ આ પ્રકારની ખોટી ગતિવિધિઓની શરૂઆત 2 વર્ષ પહેલા જ થઈ હતી. એસએસસીની પરીક્ષાઓ ઉપરાંત ટ્રાન્સફર, કોલેજીસને માન્યતા અપાવવી સહિતની ગતિવિધિઓ દ્વારા તે રોકડ મળતી હતી.

હંમેશા પાર્થના માણસો પૈસા લાવતા :

અર્પિતાએ જણાવ્યું કે, પૈસા હંમેશા પાર્થના માણસો જ લઈને આવતા હતા, પાર્થ નહોતો લાવતો. આ તરફ ઈડીને પાર્થના ઘરેથી 2012ની ટીઈટી પરીક્ષાના પણ દસ્તાવેજો મળ્યા છે. અર્પિતાએ પણ અનેક સંપત્તિઓ અંગે ખુલાસો કર્યો છે. તેણીએ એક બ્રોકર તથા એક દિગ્ગજ કારોબારીનો ઉલ્લેખ કર્યો છે અને ઈડીએ તેમના ત્યાં પણ દરોડો પાડ્યો છે.

જાણો અર્પિતા મુખર્જી વિશે :

વર્ષ 2008થી 2014 દરમિયાન બંગાળી તથા ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહેલી અર્પિતા મુખર્જીએ મોડેલિંગ પણ કરેલું છે. મનોરંજન ઉદ્યોગમાં સીમિત સફળતા છતાં પણ તેણી પાસે દક્ષિણ કોલકાતાના જોકા વિસ્તારમાં એક શાનદાર એપાર્ટમેન્ટ છે. ઈડીના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે તેણી નિયમિતરૂપે શહેરના હુક્કાબારમાં જતી હતી તથા બેંગકોક અને સિંગાપુર વગેરેની મુસાફરી કરતી હતી.

આ પણ વાંચો :-

 

 

 

કેમિકલ કાંડમાં ભાજપ ચૂપ, પીડિત પરિવારોને મળવા છેવટે અલ્પેશ ઠાકોરને મોકલ્યા 

0

BJP kept silent on chemical scandal

  • અત્યાર સુધી કોઈ ભાજપી નેતાએ રોજીદના પીડિત પરિવારોની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધા ન લીધી. બાકીના નેતાઓ ગાંધીનગરમાં બેસીને માત્ર બેઠકો કરી રહ્યાં છે.

ગુજરાતમાં કેમિકલ કાંડ (Chemical stain) સર્જાઈ ગયો, 31 લોકો મોતને ભેટ્યા, પરંતુ હજી સુધી ભાજપ ચૂપ છે. એક પણ નેતાઓ પ્રજાની સામે આવ્યા નથી. તો આરોગ્ય મંત્રી (Minister of Health) અને શિક્ષણ મંત્રીએ ભાવનગરમાં દર્દીઓની મુલાકાત કરીને પીંડલુ વાળી દીધું. ત્યારે અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) જ્યાં કરુણાંતિકાનું મૂળ હતું એ રોજીદમાં ભાજપે સૌથી પહેલા પોતાના નેતા અલ્પેશ ઠાકોરને મોકલ્યા છે. અત્યાર સુધી કોઈ ભાજપી નેતાએ રોજીદના પીડિત પરિવારોની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધા ન લીધી. બાકીના નેતાઓ ગાંધીનગરમાં (Gandhinagar) બેસીને માત્ર બેઠકો કરી રહ્યાં છે.

અલ્પેશ ઠાકોરે રોજીદ ગામે પહોંચીને કેમિકલ કાંડના પીડિત પરિવારોને સાંત્વના આપી. તો તેમની સાથે વાતચીત કરી હતી. સાથે પોતાના જ પક્ષના ધારાસભ્યો વિશે તેમણે કહ્યુ કે, ધારાસભ્યોએ જનતા રેડ કરવાની જરૂર હતી. કેમ ચૂપ બેઠા, થોડી તો હિંમત બતાવો.

અલ્પેશ ઠાકોર આજે રોજીદ ગામમાં કેમિકલ કાંડના પીડિત પરિવારોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. કેમિકલ કાંડના ઘણા પીડિત પરિવારોએ તેમનો મોભી ગુમાવ્યો છે. તો કેટલાક પરિવારોના 2 થી 7 વર્ષના બાળકોએ પિતાનો છાયો ગુમાવ્યો. ઘરની મહિલાઓ ધણી વિહોણી બની છે. આવામાં ત્યારે અલ્પેશ ઠાકોરે મૃતકોના પરિવારજનો સાથે વાત કરી હતી. રોજીદના મનીષાબેનના પતિનું કેમિકલ કાંડના કારણે મૃત્યુ થયું. તેમની બે બાળકીઓ કુમળી વયે પિતાના પ્રેમથી વંચિત થઇ ગઈ છે. ત્યારે મનીષાબેનના પરિવાર સાથે અલ્પેશ ઠાકોરે મળીને સાંત્વના પાઠવી.

રોજીદ પહોંચેલા અલ્પેશ ઠાકોરે કહ્યુ હતું કે, કયા શબ્દોમાં વેદના ઠાલવું તે સમજાતું નથી. એક બાળકીને ખબર નથી કે તેના પિતા ગુજરી ગયા છે. અહીં એક બે પરિવાર નશાનો ધંધો કરે છે અને ઘણા પરિવારોએ પોતાના સભ્યો ગુમાવવા પડ્યા છે. જોવું છું ત્યારે પરિવાર ખૂબ નિરાધાર છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી થાય તેવી મારી સરકાર પાસે માંગણી છે. આ પરિવારોને સરકારની સહાયની જરૂર છે.

સિસ્ટમમાં જેમ ભ્રષ્ટ અધિકારીઓ છે, તેમ સારા અધિકારીઓ પણ છે. દારૂ વેચી નેતાઓ ક્યારેય દારૂબંધી નહિ કરાવી શકે. જો અધિકારીઓ પાસે પ્રમાણિકતાની અપેક્ષા હોય તો નેતાઓએ પણ પ્રામાણિક થવું પડશે. ધારાસભ્યોએ જનતા રેડ કરવાની જરૂર હતી. કેમ ચૂપ બેઠા, થોડી તો હિંમત બતાવો.

તો આજે આપના નેતા ગોપાલ ઇટાલિયા પણ રોજીદ ગામે પીડિત પરિવારોની મુલાકાત કરશે. તો બીજી તરફ, આજે ધરપકડ કરાયેલા 13 જેટલા આરોપીઓને આજે બપોરે બાદ નામદાર કોર્ટમાં બરવાળા પોલીસ રજૂ કરી શકે છે. હજી આ કેસમાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલાં છે તેમની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.

કેમિકલ કાંડનો વધુ એક આરોપી પકડાયો :

કેમિકલ કાંડમાં અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે નાસતાફરતા વધુ એક આરોપીને સાવલી પોલીસે ઝડપી પાડ્યો છે. રાણપરી ગામનો બુટલેગર જટુભા રાઠોડ સાવલીના પરથમપુરા ગામેથી પકડાયો છે.  ઘટના બાદ તે રાણપરીથી ફરાર થઈ ગયો હતો અને ભાગીને તેના સંબંધીના ઘરે રોકાયો હતો. આરોપી પાસેથી રોકડા 18480 સહિત 21980 સહિતનો મુદ્દામાલ પકડાયો છે. વડોદરા પોલીસે આરોપીને બોટાદ પોલીસને સોંપ્યો છે.

આ પણ વાંચો :-

 

ઓગસ્ટથી બદલાઈ જશે બેંકને લગતા કેટલાક નિયમો, સીધી જ અસર આપનાં ખિસ્સા પર પડશે 

0

Some rules related to

  • દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020માં બેન્કિંગ ફ્રોડ રોકવા માટે ચેક માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી માટે કેટલીક જાણકારીની જરૂર પડી શકે છે.

આગામી સોમવારથી ઓગસ્ટ મહિનો (August Month) શરૂ થવા જઈ રહ્યો છે. આઠમો મહિનો શરૂ થવાની સાથે જ બેંકિંગ સિસ્ટમ (Indian banking system) સાથે જોડાયેલા અને બેંક-એટીએમ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર (Bank rules changing in August) થવા જઈ રહ્યો છે. આ ફેરફારના કારણે તમને કેટલીક સમસ્યાઓ પણ થઇ શકે છે અને તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે.

બેંક ઓફ બરોડાના ગ્રાહકોને આ નિયમથી થશે અસર :

ચેકના ક્લિયરન્સને લઈને કેન્દ્રીય બેંક RBIની ગાઈડલાઈનનું પાલન કરવા બેંક ઓફ બરોડા (BOB)એ પોતાના ચેક પેમેન્ટ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. બેન્ક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને જણાવ્યું છે કે 1 ઓગસ્ટથી 5 લાખ રૂપિયા કે તેથી વધુ રકમવાળા ચેકની ચુકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ફરજિયાત રહેશે. નહિતર ચેકનું પેમેન્ટ અટકાઈ જશે.

પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?

દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020માં બેન્કિંગ ફ્રોડ રોકવા માટે ચેક માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા 50 હજાર રૂપિયાથી વધુની ચુકવણી માટે કેટલીક જાણકારીની જરૂર પડી શકે છે. આ સિસ્ટમ દ્વારા મેસેજ, મોબાઈલ એપ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ કે એટીએમ દ્વારા ચેકની માહિતી આપી શકાય છે. ચેકની ચુકવણી પહેલા આ માહિતી ચકાસવામાં આવે છે.

અહી ઉલ્લેખનીય છે કે, ચેકની ચુકવણી પહેલા માહિતીને ક્રોસ-ચેક કરવામાં આવશે. જેમાં જો કોઇ ભૂલ જણાશે તો બેંક ચેક રિજેક્ટ કરી દેશે. અહીં જો 2 બેંકો એટલે કે જે બેંકનો ચેક કપાયો હોય અને જે બેંકમાં ચેક મુકવા હોય તેવો કેસ હશે તો તે અંગે બન્નેને જાણ કરવામાં આવશે.

ઓગસ્ટમાં 13 દિવસ બેંકો રહેશે બંધ :

ઓગસ્ટ મહિનામાં ઘણા તહેવારો આવે છે. તેમજ રજાઓના કારણે બેંકો 13 દિવસ સુધી બંધ રહેવાની છે. આ મહિનામાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો ઉજવાશે. જેના કારણે 13 દિવસ બેંકોમાં રજા રહેશે.

અહીં નોંધનીય છે કે, આગમી ઓગસ્ટ મહિનાના પ્રારંભે રાંધણગેસના ભાવ પણ નક્કી કરવામાં આવશે. ગેસની કિંમત પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નક્કી કરશે અને કંપનીઓ ગેસના ભાવમાં વધારો કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

ગુજરાત પોલીસની વર્દી પર લાગ્યો વધુ એક ડાઘ, વલસાડમાં દારૂની મહેફિલમાં PSI-3 પોલીસકર્મીઓ સહિત કુલ 20 ઝડપાયા

Another stain on Gujarat Police uniform

  • ગુજરાતમાં એકતરફ બોટાદના લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે એવામાં રાજ્યમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડની (Botad Lattakand) ઘટના વચ્ચે ગુજરાત પોલીસની વરદી પર ડાઘ લાગે તેવી ઘટના સામે આવી છે. તમને જણાવી દઇએ કે, બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ગુજરાત પોલીસ એક્શનમાં (Police action) આવી ગઇ છે.

આશરે 20થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી :

હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ દરોડા પાડી રહી છે. ત્યારે વલસાડના અતુલમાં દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આશરે 20થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આ મહેફિલને લઇને પોલીસને અગાઉથી જ બાતમી મળી ગઇ હતી. જેના લીધે પોલીસે દરોડા પાડ્યા હતા.

રાજ્યમાં ઠેર-ઠેર દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડી રહી છે :

નોંધનીય છે કે, એકતરફ લઠ્ઠાકાંડને લઇને સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. ગુજરાતમાં બરવાળા લઠ્ઠાકાંડમાં સતત મોતના આંકડા પણ વધી રહ્યાં છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર તરફથી એક્શન લેવાના આદેશ અપાયા છે. જેના લીધે ગુજરાત પોલીસ હરકતમાં આવી જતા સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડી રહી છે. સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના મહાનગરોમાં પોલીસને દરોડા પાડતી વેળાએ ક્યાંક-ક્યાંક દારૂનો જથ્થો મળી આવ્યો છે. સાથે પોલીસ આરોપીઓની પણ ધરપકડ કરી રહી છે તેમજ ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલ પણ જપ્ત કરી રહી છે.

ખુદ SPએ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી :

આવી સ્થિતિ વચ્ચે રાજ્યના વલસાડના અતુલમાં વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાને દારૂ અંગેની બાતમી મળી હતી. જેના આધારે ખુદ SPએ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી. આ રેડ દરમ્યાન એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા જેના લીધે ખુદ SP પણ ચોંકી ઉઠ્યા. આથી SPએ તુરંત ઘટનાસ્થળે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરી દીધા હતા. બાદમાં જે કાયદેસરની કાર્યવાહી હોય તે શરૂ કરી દેવાઇ.

સમગ્ર ઘટનામાં કુલ 12 વાહનો પણ કબજે કરાયા :

આ મામલે વધુમાં જણાવીએ તો મળતી પ્રાથમિક માહિતી મુજબ રેડ દરમ્યાન જે દારૂનો જથ્થો મળી આવ્યો તે ક્વોલિટી કેસ તરીકે ગણાય એટલો જથ્થો હતો. ત્યારે લગભગ 2 કાર સહિત મોટરસાઇકલ મળીને કુલ 12 વાહનો કબજે કરાયા છે. કુલ 19થી 20 જેટલાં લોકો આ પાર્ટીમાં દારૂની મજા માણી રહ્યાં હતા. ઘટનામાં એવું કહેવાય છે કે આ જે પાર્ટી હતી તે કોઇ એક વ્યક્તિના બર્થ-ડેના સેલિબ્રેશનને લગતી પાર્ટી હતી. હાલમાં આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

અરવલ્લીના મામલતદારનું તઘલખી ફરમાન, ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા તલાટીઓને સોંપી જવાબદારી

0

Aravalli Mamlatdar’s Taghalkhi Order

  • એટલું જ નહીં માલપુર તાલુકાના મામલતદાર મહાશયે તો પરિપત્રમાં એવું પણ ફરમાન કાઢ્યું છે કે રોજના 10 ફોલોઅર્સ ટ્વિટર પર જોડવા ઉપરાંત જેટલા અનફોલો થશે તેટલા વધારાના ફોલોઅર્સ પણ જોડવા પડશે.

ગુજરાતમાં ઝેરી કેમિકલ કાંડથી (Toxic chemical spills) 37 લોકોનાં મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો છે અને 17 ગામડાંઓમાં મરસિયા સંભળાઈ રહ્યા છે. ત્યારે આ માહોલમાં માલપુરના મામલતદારને (Mamlatdar) ટ્વિટર પર પોતાના ફોલોવર વધારવાની ચિંતા કોરી ખાઈ રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મામલતદારે બકાયદા પરિપત્ર (Circular) જાહેર કરીને ગામના તલાટીઓને રોજના 10 ફોલોઅર્સ વધારવાનો તઘલખી ફરમાન કર્યું છે.

તો રેવન્યૂ તલાટીઓ અત્યાર સુધી તો સ્ટાફની અછતના કારણે એક સાથે પાંચ પાંચ ગામની જવાબદારી સંભાળતા હતા પરંતુ હવે તેમને પોતાના મામલતદાર માટે ટ્વિટર પર રોજના 10 ફોલોઅર્સ વધારવાની જવાબદારી પણ વહન કરવી પડશે.

એટલું જ નહીં માલપુર તાલુકાના મામલતદાર મહાશયે તો પરિપત્રમાં એવું પણ ફરમાન કાઢ્યું છે કે રોજના 10 ફોલોઅર્સ ટ્વિટર પર જોડવા ઉપરાંત જેટલા અનફોલો થશે તેટલા વધારાના ફોલોઅર્સ પણ જોડવા પડશે. તો આ છે ડિજિટલ ગુજરાતની ચિંતા કરતા અસલી મામલતદાર અને તેમના સુશાસનનો નમુનો. શું ગામના તલાટીઓ હવે ગામલોકોનાં કામ પડતાં મૂકીને મામલતદારના ફોલોઅર્સ વધારવાનું કામ કરશે..?

શું રાજ્ય સરકાર આ મામલતદારને આવા ફતવા કાઢવા માટેનો પગાર આપે છે કે તાલુકાનાં ગામોના વિકાસ માટેની જવાબદારીનું વહન કરવા માટે પગાર આપે છે? ગુજરાતમાં કેમિકલકાંડથી મોતના માતમ વચ્ચે માલપુરના મામલતદારને કેમ ટ્વિટર પર પોતાના ફોલોઅર્સ વધારવાની ચિંતા સતાવી રહી છે અને આ ચિંતા કેમ તેઓ તલાટીઓના માથા પર નાખી રહ્યા છે? પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ જરા જુઓ આ મામલતદારે કાઢેલા તઘલખી ફરમાનને…

મામલપુરના મામલતદાર ડી. વી. મદાતે પોતાના ફોલોઅર્સ વધારીને કયું લક્ષ્ય હાંસલ કરવું છે જેના કારણે તેમણે આટલી મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી ગામમાં કામ કરતા રેવન્યૂ તલાટીઓ પર નાખી છે અને એ પણ કાયદેસરનો પરિપત્ર કરીને…. શું રાજ્ય સરકાર અને લાગતા વળગતા વિભાગના મંત્રીઓ આ ઘટના પર ધ્યાન આપશે કે ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા માટે તલાટીઓને રોકવા એ પણ સુશાસનનો ભાગ છે?

આ પણ વાંચો :-

સોળે કળાએ ખીલ્યો નર્મદા જિલ્લો, ક્યારેય નહીં જોયો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો નજારો

0

Narmada district flourished

  •  નર્મદા જિલ્લો 43 ટકા વનવિસ્તાર ધરાવતો જિલ્લો છે વળી અહીં પ્રાકૃતિક સૌંદર્યની પણ હાળમાળા છે.

આ વર્ષે ચોમાસાની સીઝનમાં (monsoon season) સારો વરસાદ પડ્યો અને જેને કારણે જંગલ વિસ્તારમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue of Unity) આજુબાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને સારા વરસાદ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જંગલની મજા માણવા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે એટલેજ નર્મદાને મિનિકાશ્મીર (Mini Kashmir) તરીકે ઓળખવામાં આવે છે.

ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભુત હોય છે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુના સાતપુડા અને પહાડો અને એની વચ્ચે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના સમગ્ર વિસ્તારનું દ્રશ્ય જોવું એક અદ્ભુભૂત લહાવો છે.

તેમાંય જો ચોમાસાની સીઝન ચાલતી હોય ત્યારે વાત જ અલગ હોય છે. હાલ ત્યારે ભરપૂર વરસાદનાની સિઝન ચાલી રહી છે જેના કારણે અહીંયાના ડુંગરો લીલાછમ બની ગયા છે. જંગલમાં વહેતાં ઝરણાં પણ પાણીથી ભરપૂર રહ્યા છે. ત્યારે આ સિઝનમાં હજારોની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તેમજ આ વિસ્તારમાં ફરવા માટે પ્રવાસીઓ ભારતભરમાંથી આવી રહ્યા છે.

પ્રવાસીઓ કહી રહયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર સાથે અન્ય કોઈ ને સરખાવાય નહિ એવી અનુભૂતિ. અહીંયા આવનાર પ્રવાસીઓ કરી રહ્યા છે નર્મદા જિલ્લો વન આચ્છાદિત જિલ્લો છે. અહીંયા સાતપુડા અને વીંદ્યાચાલની ગિરિમાળાઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ આવેલો છે. ચોમાસામાં આ ગિરિકંદરાઓએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દ્રશ્યો કેવડિયા એકતા નગરમાં જોવા મળે છે. વરસતા વરસાદ વચ્ચે કુદરતી સૌંદર્ય અદભુત મીની કાશ્મીરની યાદ અપાવે છે. ત્યારે આવા સુંદર વતાવરણને માણવા પ્રવાસીઓ અહીંયા આવે છે.

આ પણ વાંચો :-