Home Blog Page 1343

ગુજરાતમાં ગ્રીષ્મા વેંકરિયા જેવી બીજી હત્યા, ખેડામાં સગીરાનું જાહેરમાં ગળું કપાયું, દુકાન પાસે લોહીના ફુંવારા ઉડ્યા

Another murder like Grishma

  • ખેડાના ત્રાજમાં સગીરાની જાહેરમાં હત્યા કરાઈ, ગામના 46 વર્ષીય શખ્સે જાહેરમાં ગળું કાપી નાંખ્યું.

ખેડા જિલ્લામાં (Kheda District) ગ્રીષ્મા વેંકરિયા જેવો હત્યાકાંડ સર્જાયો છે. ખેડા જિલ્લાના ત્રાજ ગામે બસ સ્ટેન્ડ પાસે ગઈ કાલે સાંજના સુમારે ગામની એક સગીરાની જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરાઈ છે. સગીરાની પણ ગ્રીષ્મા વેંકરિયાની (GRISHMA VENKARIA) જેમ જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી છે. ખેડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાંજના સાત વાગ્યાના સુમારે ઘટી ઘટના બની હતી. ખેડા જિલ્લાના માતર પાસે તારાપુર હાઇવે પર આવેલ ત્રાજ ગામે ગામમાં રહેતી કૃપા પટેલ નામની 16 વર્ષીય દીકરી સાંજના સમયે ગામમાં મહાદેવના દર્શન કરવા ગઇ હતી અને વળતા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડડ્રિંક લેવા આવી હતી. બસ આ જ સમયે ગામમાં જ રહેતો રાજુ નામના 46 વર્ષીય શખ્સે કૃપાને પકડી લીધી હતી અને પોતની પાસે રહેલ ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી કાપી નાખ્યું હતું.

આટલે ઓછું હોય તેમ કૃપાના હાથ પર પણ બે ઘા મારતા દુકાનની પાસે લોહીના ફુંવારા ઉડ્યા હતા. જોકે અચાનક બનેલી ઘટનાને લઇ કૃપા સાથે આવેલી તેની બહેનપણીએ બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠા થયા હતા. કૃપાને 108 મારફતે સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જોકે કૃપાને સારવાર મળે તે પહેલા જ કૃપાનું મોત થઇ ગયું હતું.

બીજી તરફ સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી પાડી માતર પોલીસને હવાલ કર્યો હતો, ઘટનાની જાણ ખેડા એસપીને થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃતક કિશોરીના પરિવારજનોની ફરિયાદ લેવાની અને હત્યારા રાજુની પૂછપરછ હાથ ધરી કૃપાની હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે, કઈ રીતે હત્યાનો પ્લાન બનાવ્યો તેની તપાસ માતર પોલીસે હાથ ધરી છે.

ગુજરાતમાં ગ્રીષ્મા વેંકરિયા જેવી બીજી હત્યા, ખેડામાં સગીરાનું જાહેરમાં ગળું કપાયું, દુકાન પાસે લોહીના ફુંવારા ઉડ્યા

રાજુએ શા માટે કૃપાની હત્યા કરી તે હજુ જાણી શકાયુ નથી. આજે પોલીસ પ્રેસ કોન્ફન્સ કરી સમગ્ર માહિતી આપાશે. કૃપા પટેલના પરિવાર દ્વારા આરોપીને જાહેરમાં ફાંસીની સજા થાય એવી માંગ કરાઈ છે. આરોપી રાજુએ કૃપાના ગળાના ભાગમાં બે અને હાથના ભાગે બે ધા માર્યા હોવાનું મેડિકલ ઓફિસરનું પ્રાથમિક અનુમાન છે.

આજે કૃપાના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરાશે. સગીરાના પરિવાર દ્વારા આરોપીને ખુબજ ટૂંકા ગાળામાં સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. જાહેરમાં સગીરાની હત્યા થતાં ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.

ગ્રીષ્મા વેંકરિયા જેવી કૃપાની હત્યા  :

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ ફેનિલે હથિયાર સાથે ગ્રીષ્માના ઘરની બહાર તોફાન મચાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતીને પકડી લીધી હતી.

તેણે છરી બતાવી લોકોને નજીક ન આવવાનું કહ્યું હતું. એકતરફી પ્રેમમાં બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. તેના બાદ ગ્રીષ્મા વેકારીયા હત્યા કેસ મામલે સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ફેનિલ વેકરિયાને કોર્ટે ફાંસીની સજા ફટકારાઈ હતી.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલની આગાહી : સાતમ- આઠમે ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે રમઝટ

0

Ambalal Patel’s prediction

  • ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ ખૂબ વધારે માત્રામાં જામેલો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અગાઉ કરેલી તમામ આગાહી મોટાભાગે સાચી ઠરી છે.

રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી (Rain forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારેથી અતિભારે (Heavy to very heavy) વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ તહેવારો બાદ વરસાદનું જોર ઘટશે.

હાલમાં લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થતા વરસાદની શક્યતા છે. બે દિવસ બાદ ફરી લો પ્રેશર બનવવાની સંભાવના છે. લો પ્રેશર બનશે તો ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી :

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ ખૂબ વધારે માત્રામાં જામેલો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અગાઉ કરેલી તમામ આગાહી મોટાભાગે સાચી ઠરી છે. બંગાળની ખાડીમાં હાલ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ચારેબાજુ વરસાદ પડી રહ્યો છે.

હવે જન્માષ્ટમીના દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં રૂપાંતરિત થશે અને જે ગુજરાતમાં ભયંકર વરસાદની લહેર લાવી શકે તેમ છે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક ચોંકાવનારી આગાહી કરી છે. જેમાં સાતમ, આઠમ અને જન્માષ્ટમીના દિવસોમાં તારીખ 17 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ વચ્ચે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમ જે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જે આ દિવસોમાં ગુજરાતને ધમરોળશે.

ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ચોમાસુ સોળ આની રહેશે તેવી એક સચોટ આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયેલો છે. છેલ્લા બે વર્ષની સાપેક્ષમાં આ વર્ષે સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં 70 થી 80% જેટલો સિજનનો વરસાદ નોંધાયો છે. તેમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં સૌથી વધારે 80% જેટલો સિઝનનો વરસાદ પડી ગયો છે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ગુજરાતના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, પાટણ બનાસકાંઠા અને વલસાડનો સમાવેશ થાય છે. તેમજ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, સુરત, ડાંગ, તાપી અને નવસારીનો સમાવેશ થાય છે.

જન્માષ્ટમીના તહેવાર પર 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

ગુજરાત સરકારની મોટી જાહેરાત, 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીને ફિક્સ પગારના લાભ મળશે, જાણો વિગત

0

Gujarat Govt Big Announcement

  • 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીને 18.1.2017ના ઠરાવ પ્રમાણે ફિક્સ પગારના લાભ મળશે, જીતુ વાઘાણીએ કરી જાહેરાત.

ગુજરાત સરકારના (Gujarat Govt) કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) વધારા બાદ વધુ એક મોટો લાભ મળ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jeetu Waghani) મોટી જાહેરાત કરતાં કહ્યું કે 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીને ફિક્સ પગારના લાભ મળશે. આ લાભ 18.1.2017ના ઠરાવ પ્રમાણે આપવામાં આવશે. આ નિર્ણયથી 40 હજારથી વધારે કર્મચારીને ફાયદો થશે.

સ્વતંત્રતા દિવસે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો હતો 3 ટકાનો વધારો : 

ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ અરવલ્લીના મોડાસામાં 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઇને મહત્વની જાહેરાત કરાઇ હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો હતો.

જેના લીધે 7માં પગાર પંચનો લાભ લેતા કર્મીઓ અને પેન્શનરો મળી કુલ 9.38 લાખ લોકોને આનો લાભ મળશે. તારીખ 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.

1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે :

આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.

આ પણ વાંચો :-

ડ્રગ્સ માફિયાઓની ‘કર્મભૂમિ’ બની ગુજરાત : પોલીસના નાક નીચે ઉભી કરી 2 ફેક્ટરી, અન્ય બે રાજ્યોમાં વેપાર કર્યો

Gujarat became the ‘workplace’

  • ગુજરાતને કર્મભૂમિ બનવવાનાર કેમિકલ ફેક્ટરીની આડમાં મોતના સામાન રૂપી ડ્રગ્સનું ઉત્પાદન કરનાર લોકો ગુજરાત એટીએસથી ડરી નથી રહ્યા.

ગુજરાત એટીએસથી (Gujarat ATS) પાકિસ્તાની ડ્રગ્ઝ માફિયાઓ ફફડી રહ્યા છે. પરંતુ ગુજરાતી ડ્રગ્સ માફિયાઓને નથી પોલીસનો ડર. પોલીસના નાક નીચે ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી (Drug forming factor) પણ ઉભી થઈ ગઈ. ગઈકાલે ગુજરાતમાં એક જ દિવસમાં બે ફેક્ટરી પકડાઈ, જ્યાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતુ હતું.

વડોદરાના સાવલીમાં એક-બે કિલો નહિ પરંતુ આરોપીઓએ 240 કિલો એમડી ડ્રગ્ઝ બનાવી નાંખ્યું. જેમાંથી 15 કિલો એમડી ડ્રગ્સ વેચી પણ નાંખ્યું અને 225 કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત એટીએસએ કબ્જે કર્યો છે.

ડ્રગ્સ બનાવવા કેમેસ્ટ્રીમાં નિષ્ણાત પિયુષ મકાનીની મદદ લેવાઈ :

ગુજરાત એટીસેસની મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ નામના બે એમડી ડ્રગ્સના સોદાગરોને પકડી પાડ્યા છે. આ બંને આરોપીઓએ વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં એક કેમિકલ ફેક્ટરી ઉભી કરી હતી અને તેમાં કેમિકલ નહિ, પણ મોતનો સામાન એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું.

જેમાં ડ્રગ્સ બનાવવા માટે થઈને હાઇલી એજ્યુકેટેડ અને કેમેસ્ટ્રીમાં નિષ્ણાત એવા પિયુષ મકાનીની ખાસ મદદ લેવામાં આવી હતી. આ આરોપીઓએ ભેગા થઈને કુલ 2 કેમિકલ ફેક્ટરી ઉભી કરી હતી. જેમાં એક વડોદરા જિલ્લાના મોકસી ગામમાં ‘નેક્ટર નામની ફેક્ટરી’ ઉભી કરી હતી. જેમાં મુખ્ય આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ ભાગીદાર હતા.

જોતજોતામાં ડ્રગ્સની બે કંપની ઉભી કરી  :

જ્યારે બીજી કંપની ‘વેન્ચર ફાર્મા સ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની’ ઉભી કરી હતી. જેમાં મહેશ વૈષ્ણવ, પિયુષ પટેલ અને રાકેશ મકાની તથા વિજય વસોયા, દિલીપ વાઘાસિયા ભાગીદારો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ તમામ આરોપીઓ સપ્ટેમ્બર મહિનાના 2021 ના વર્ષથી અત્યાર સુધીમાં 240 કિલો એમ.ડી ડ્રગ્સ બનાવ્યું છે. જેમાંથી ગુજરાત એટીએસે 225 કિલો એમડી ડ્રગ્સ પકડી પાડ્યુ છે, જેની માર્કેટ કિંમત અંદાજે 1125 કરોડ રૂપિયા છે.

ડ્રગ્સ મહારાષ્ટ્ર-ગુજરાતમાં સપ્લાય કરાતું :

ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું ક, અહીં ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવી અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરવામાં આવતું હતું. મૂળ જામનગરના દિનેશ ધ્રુવ અને ઇબ્રાહીમ હુસૈન ઓડિયા અને બાબા ઇબ્રાહીમ ઓડિયા આ ત્રણેય લોકો મહારાષ્ટ્રમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા અને મૂળ રાજસ્થાનનો શખ્સ રાજસ્થાનમાં ડ્રગ્સ વેચતો હતો. મહત્વનું છે કે ગુજરાત એટીએસે રાજસ્થાનના આ શખ્સની શોધખોળ શરૂ કરી દીધી છે, ગુજરાત એટીએસે આરોપીઓ એમડી ડ્રગ્સ વેચ્યાના રૂપિયા 14 લાખ પણ કબ્જે કર્યા છે.

અગાઉ બંને આરોપીઓ પકડાયા છે  :

ગુજરાત એટીએસ દ્વારા બે દિવસ સુધી આ ઓપરેશન ચલાવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની પાંચ જિલ્લાની પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી છે. એસઓજી જૂનાગઢ, એસઓજી જામનગર, એસઓજી સુરત, એસઓજી વડોદરા, એસઓજી વડોદરા ગ્રામ્યની ટીમનો પણ સમાવેશ થાય છે. ત્યારે ગુજરાત એટીએસે બે મુખ્ય આરોપી મહેશ વૈષ્ણવ, પિયુષ પટેલની ધરપકડ કરી લેવાઈ છે. અને વધુ ચાર આરોપીઓ રાકેશ મકાની, વિજય વસોયા, દિલીપ વાઘાસિયા અને દિનેશ ધ્રુવની અટકાયત કરાઈ છે.

Uttarpradesh – એસપી ગુસ્સે થયા, પૂછ્યું- ‘દાળમાં પાણી કે પાણીમાં દાળ’

ઝડપાયેલા બંને મુખ્ય આરોપીઓએ એવી કેફિયત વર્ણવી છે, અગાઉ પણ વર્ષ 1998 માં ભાવનગર ખાતે કસ્ટમ વિભાગે મહેશ વૈષ્ણવની NDPS ના કેસમાં ધરપકડ કરી હતી. જેમાં મહેશ વૈષ્ણવ સાત વર્ષની સજા કાપી ચૂક્યો છે અને દિનેશ ધ્રુનીવ પણ વર્ષ 1994 માં જેતપુર ખાતે NDPS કેસમાં ધરપકડ કરાઈ હતી અને તે 12 વર્ષની સજા ભોગવી ચુક્યો છે.

ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત એટીએસથી ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ તો ડરી રહ્યાં છે, જેની કથિત ઓડિયો કલીપ પણ વાયરલ કરવામાં આવી છે. પરંતુ ગુજરાતને કર્મભૂમિ બનવવાનાર કેમિકલ ફેક્ટરીની આડમાં મોતના સામાન રૂપી ડ્રગ્સનું ઉત્પાદન કરનાર લોકો ગુજરાત એટીએસથી ડરી નથી રહ્યા.

આ પણ વાંચો :-

 

18 ઓગસ્ટ 2022, આજનું રાશિફળ : વિષ્ણુ ભગવાનની કૃપાથી આ 6 રાશિના જાતકોનો દિવસ રહેશે લાભદાયી

18 August 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમ્યાન આનંદ રહે. પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃતિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. માતાની તબિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ
આત્મબળ વધે. યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

મિથુનઃ
સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઇ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ
દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માનસિક અસ્થિરતા વાળી વ્યક્તિનો રોગ વધતો જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળે. મિત્રો તરફથી સહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન વધતા જણાય.

સિંહઃ
રાજકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અપ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ. માતા-પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યાઃ
વિમા, વકીલાત, બેંક, ચાર્ટ કે એકાઉન્ટન્ટનો વ્યવસાય ધરાવતી વ્યક્તિ માટે પ્રગતિ. પરિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.

તુલાઃ
ધારેલા શોખ પુરા કરવામાં મુશ્કેલી આવે. જલ્દી ખોટું લાગી જાય. આર્થિક ક્ષેત્રે ફાયદો. પરિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય, પણ પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય.લોહી અંગેના રોગો-બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધનઃ
નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાનની તબિયત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

મકરઃ
આજે આપ સુખ-શાંતિ, સ્મૃધ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની તબિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાય. પત્નિની તબિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભઃ
પોતાનો કક્કો ખરો કરવાની વૃત્તિ વધે. આર્થિક મોરચે સફળતા પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પરિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીનઃ
સમાજસેવાની ભાવના પ્રબળ બને. પ્રતિષ્‍ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. દિવસ આનંદમાં વ્યતિત થતો જણાય.

આ પણ વાંચો :-

અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓમાંથી આ ઘરગથ્થુ ઉપચાર અપાવશે છુટકારો, જાણો સૌથી સરળ રીત

This home remedy will get rid of problems

  • ખરાબ જીવનશૈલીની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે. અહીં અમે કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું, જેને અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

ખરાબ જીવનશૈલીની (Bad lifestyle) સીધી અસર તમારા પાચન તંત્ર પર પડે છે. ઘણી વખત તળેલી મસાલાવાળી વસ્તુઓ વધુ ખાવાથી, ઓછું પાણી પીવાથી અને સ્ટ્રેસને કારણે પણ પાચનક્રિયાને (Digestion) લગતી સમસ્યાઓ શરૂ થાય છે. સાથે જ ઘણા લોકોમાં એવી સમસ્યા હોય છે કે ખાધા પછી કેટલાંક કલાકો સુધી ખોરાક બરાબર પચતો નથી.

જેના કારણે ક્યારેક તમારે તમારૂ મીલ પણ છોડવું પડે છે. આવી સ્થિતિમાં તમારે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો અમે તમને અહીં કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ જેને અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ ઉપાયો અપનાવો :

પૂરતું પાણી પીઓ :

પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો તમે ઓછું પાણી પીઓ છો તો તમારે કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી તમારે દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેની સાથે તમે કાકડી, ટામેટાં, તરબૂચ અને આ સિવાય દ્રાક્ષ જેવા ફળોનું પણ સેવન કરી શકો છો.

દહીં  :

ઘણા લોકો જમ્યા પછી કે સાથે દહીં ખાવાનું પસંદ કરે છે. પરંતુ જે લોકો દહીં નથી ખાતા તેમને તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. દહીંને તમારા આહારનો ભાગ બનાવવાથી પાચનમાં મદદ મળે છે. આનું સેવન કરવાથી પેટ ઠંડુ રહે છે. આ સિવાય છાશનું સેવન મસાલેદાર ખોરાકથી થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.

ખોરાકને સારી રીતે ચાવીને ખાઓ  :

તમે સાંભળ્યું જ હશે કે ખોરાક 32 વાર ચાવવો જોઈએ. આમ કરવાથી ખોરાક સરળતાથી નાના ટુકડાઓમાં વહેંચાઈ અને લાળમાં ભળી જાય છે અને પાચનક્રિયાને સરળ બનાવે છે. આ સાથે જ થોડું-થોડું ખાઓ, આમ કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે.

આ પણ વાંચો :-

T20 WC 2022 : શું T20 વર્લ્ડ કપમાંથી બહાર થશે જસપ્રીત બુમરાહ ? BCCIએ આપી જાણકારી 

0

T20 WC 2022: Will Jasprit Bumrah

  • 28 વર્ષીય બુમરાહે જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે વનડે સીરીઝની 2 મેચ રમી હતી અને તેમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. બુમરાહ સિવાય હર્ષલ પટેલ પણ ઈજાના કારણે એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમનો ભાગ બની શક્યો નથી.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે એશિયા કપ-2022માં રમી શકશે નહીં. આ સ્ટાર ખેલાડીને ઈજાના કારણે ભારતીય ટીમમાં (Indian team) સામેલ કરવામાં આવ્યો નથી અને તેને રિહેબ માટે બેંગ્લોર (Bangalore) ખાતે NCAમાં જવા માટે કહેવામાં આવ્યું છે.

હવે એવા અહેવાલો છે કે તેની ઈજા ગંભીર છે અને ટી20 વર્લ્ડ કપમાં પણ તેના રમવા અંગે શંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બુમરાહની (Bumrah) આ ઈજા જૂની છે અને આ ઈજાની અસર ફરીથી જોવા મળી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોએ જણાવ્યું છે કે, જસપ્રીત બુમરાહની ઈજા જૂની છે જે ચિંતાનો વિષય છે. 28 વર્ષીય બુમરાહે જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે વનડે સીરીઝની 2 મેચ રમી હતી અને તેમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓવલ મેદાન પર બુમરાહે 19 રનમાં 6 વિકેટ ઝડપી હતી જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોએ કહ્યું હતું કે, ‘હા, આ ચિંતાનો વિષય છે. તે રિહેબ માટે પરત આવ્યો છે અને ઉપલબ્ધ શ્રેષ્ઠ તબીબી સલાહ મેળવશે. સમસ્યા એ છે કે, તેની ઈજા જૂની છે અને તે ચિંતાનો વિષય છે.

તેમણે આગળ કહ્યું હતું કે, ‘ટી-20 વર્લ્ડ કપ માટે અમારી પાસે માત્ર 2 મહિના બાકી છે અને તેને આ ઈજા સૌથી ખરાબ સમયે થઈ છે. અમે તેની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તે સર્વશ્રેષ્ઠ બોલર છે અને હાલમાં પરિસ્થિતિને કાળજીપૂર્વક સંભાળવાની જરૂર છે.

બુમરાહ સિવાય હર્ષલ પટેલ પણ ઈજાના કારણે એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમનો ભાગ બની શક્યો નથી. UAEમાં યોજાનારી ટૂર્નામેન્ટ માટે ભારતે ટીમમાં 3 ઝડપી બોલરોનો સમાવેશ કર્યો છે જેમાં ભુવનેશ્વર કુમાર, યુવા અર્શદીપ સિંહ અને અવેશ ખાનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

 

 

Bank Holidays August 2022 : આવતી કાલથી સતત 4 દિવસ બેંકો બંધ રહેશે, બ્રાન્ચમાં જતા પહેલા સંપૂર્ણ યાદી તપાસો

0

Bank Holidays August 2022

  • જો તમારી પાસે પણ બેંકને લગતું કોઈ કામ હોય તો તમારે દરેક ઉપાયમાં તેનું સમાધાન કરી લેવું જોઈએ. આવતીકાલથી દેશમાં વિવિધ સ્થળોએ બેંકો 4 દિવસ બંધ રહેશે. ચાલો સંપૂર્ણ સૂચિ તપાસીએ.

ઓગસ્ટ મહિનામાં 16 દિવસ વીતી ગયા છે. આ મહિનામાં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહે છે. તમને જણાવી દઈએ કે આ મહિનામાં કુલ 18 દિવસ બેંક હોલિડે (Bank Holiday) છે. આમાં ઘણી રજાઓ પણ સતત પડી રહી છે. આ ક્રમમાં, આ અઠવાડિયે દેશમાં વિવિધ સ્થળોએ આવતીકાલથી સતત 4 દિવસ બેંકો બંધ રહેશે.

આવી સ્થિતિમાં, જો તમારી પાસે પણ બેંક સંબંધિત કોઈ કામ છે, તો તેને આજે જ પતાવી લો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓગસ્ટ 2022 માટે રજાઓની યાદી જાહેર કરી છે.

ઓગસ્ટમાં બેંકો 18 દિવસ માટે બંધ રહેશે :

નોંધપાત્ર રીતે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક હોલિડે લિસ્ટને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યું છે. (ઓગસ્ટ 2022માં બેંકની રજાઓ) આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંકો દ્વારા ખાતા બંધ કરવાનો સમાવેશ થાય છે.

એટલે કે, રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ છે, જેમાં તમામ રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે ઓગસ્ટ મહિનામાં બેંકો કયા દિવસે બંધ રહેશે.

બેંકો 4 દિવસ માટે બંધ રહેશે :

18 ઓગસ્ટ, 2022: જન્માષ્ટમીના અવસર પર દેશભરની તમામ બેંકો બંધ રહેશે.

19 ઓગસ્ટ 2022: જન્માષ્ટમી (રાંચી, અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ).

20 ઓગસ્ટ 2022: શ્રી કૃષ્ણ અષ્ટમી (હૈદરાબાદ)

21 ઓગસ્ટ, 2022: રવિવારના રોજ વીકએન્ડને કારણે દેશભરમાં બેંક રજા રહેશે.

ઓગસ્ટમાં બેંકમાં રજા ક્યારે રહેશે :

21 ઓગસ્ટ, 2022: રવિવારના રોજ વીકએન્ડને કારણે દેશભરમાં બેંક રજા રહેશે.

27 ઓગસ્ટ 2022: બીજા શનિવારના કારણે દેશવ્યાપી રજા.

28 ઓગસ્ટ 2022 – રવિવાર વીકએન્ડને કારણે દેશભરમાં બેંક રજા રહેશે.

29 ઓગસ્ટ 2022: શ્રીમંત સંકરદેવ (ગુવાહાટી)

31 ઓગસ્ટ, 2022: ગણેશ ચતુર્થી નિમિત્તે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં બેંક રજા રહેશે.

આ પણ વાંચો :-

વિનોદ કાંબલી પાઈ પાઈનો થયો મોહતાજ ! પૈસા માટે કંઈ પણ કામ કરવા તૈયાર

0

Vinod Kambli Pai Pai became

  • એક સમયે સોનાની ચેઈનમાં જોવા મળતા કાંબલી હાલ અડધી બચેલી સિગારેટ પછી પીવા સાંચવી રાખે છે.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી (Vinod Kambli) હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અને ખૂબ નાણાકીય ભીડ (Financial crowding) અનુભવી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે, પૈસા માટે તેઓ ક્રિકેટ સાથે સુસંગત કોઈ પણ કામ કરવા માટે તૈયાર છે. મંગળવારના રોજ તેઓ મુંબઈના (Mumbai) એક કોફી શોપમાં બેઠેલા હતા.

સામાન્ય રીતે સોનાની ચેઈન, સ્ટાઈલિશ કેપ અને શાનદાર કપડામાં જોવા મળતા કાંબલી તે સમયે ખૂબ જ સાધારણ દેખાઈ રહ્યા હતા અને તેમના મોબાઈલની સ્ક્રીન પણ ડાબી બાજુથી ખરાબ થઈ ગયેલી હતી. 50 વર્ષીય આ પૂર્વ ક્રિકેટરને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા.

 BCCIનું પેન્શન એકમાત્ર આવક :

કાંબલીના કહેવા પ્રમાણે તેમની સ્થિતિ એટલી સાધારણ થઈ ગઈ છે કે ક્લબ સુધી આવવા માટે પણ તેમણે પોતાના એક મિત્રની કારનો સહારો લેવો પડ્યો હતો. તેઓ પોતાની અડધી પીધેલી સિગારેટ પણ બરબાદ નથી કરતા અને તેને પછી પીવા માટે સાંચવી રાખે છે. તેમણે જણાવ્યું કે, હાલ બીસીસીઆઈનું પેન્શન તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને તેમને કામની જરૂર છે.

તેમને બીસીસીઆઈ તરફથી પેન્શન તરીકે 30,000 રૂપિયા મળે છે. પોતાની આર્થિક સ્થિતિ અંગે વાત કરતા કાંબલીએ જણાવ્યું કે, તેઓ એક નિવૃત્ત ક્રિકેટર છે અને હાલ સંપૂર્ણપણે બીસીસીઆઈના પેન્શન પર જ નિર્ભર છે. તેમણે આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડનો પણ આભાર માન્યો હતો.

 જો મારી જરૂર હોય તો હું તૈયાર છું : કાંબલી

કાંબલીએ જણાવ્યું કે, તેમને એસાઈનમેન્ટ જોઈએ છે જેથી તેઓ યુવા ક્રિકેટર્સની મદદ કરી શકે. તેઓ જાણે છે કે, મુંબઈએ અમોલ મજૂમદારને પોતાના મુખ્ય કોચ બનાવેલા છે અને જો તેમને જરૂર હોય તો તેઓ પણ ઉપલબ્ધ છે.

કાંબલીના કહેવા પ્રમાણે તેમણે તેમનો એક પરિવાર છે અને તેમણે પરિવારની સંભાળ રાખવાની છે.  તેમણે ક્રિકેટ એસોસિએશન અનેક વખત કહ્યું કે, જો તેમને જરૂર હોય તો પોતે તેમના સાથે છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તમારા માટે કોઈ ક્રિકેટ નથી રહેતી પરંતુ જો જીવનમાં સ્થિરતા જોઈએ તો એસાઈનમેન્ટ્સ હોવા જરૂરી છે. પોતે એમસીએ પ્રેસિડેન્ટને વિનંતી કરે છે કે, જો તેમની જરૂર હોય તો પોતે તૈયાર છે.

હું કંઈ જન્મજાત ધનવાન નહોતો પણ..

કાંબલીએ જણાવ્યું કે, સ્થિતિ એવી છે જે તેમને હેરાન કરે છે. પોતે કાંઈ જન્મજાત ધનવાન નહોતા અને તેઓ ક્રિકેટ રમીને જ જીવનમાં કશુંક હાંસલ કરી શક્યા છે. તેમણે ગરીબી જોઈ છે અને ઘણી વખત ખાવાનું પણ નહોતું મળતું. તેઓ શારદા આશ્રમ શાળામાં જતા હતા જ્યાં ટીમમાં સામેલ થવા પર તેમને જમવાનું મળતું હતું. સચિન તેંડુલકર ત્યાં જ તેમના મિત્ર બન્યા હતા. પોતે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આગળ આવ્યા છે અને તેમને પોતાના માતા-પિતાની ખૂબ જ યાદ આવે છે. જોકે તેમણે ક્રિકેટે તેમને ઘણું આપ્યું છે તેમ પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિનોદ કાંબલી ભારત માટે 17 ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાં તેમણે 1,084 રન બનાવ્યા હતા. જ્યારે 104 વનડે મેચમાં તેમણે 2,477 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં તેમણે 4 સદી જ્યારે વનડેમાં 2 સદી ફટકારી હતી.

આ પણ વાંચો :-

અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસની મુશ્કેલી વધી, 215 કરોડના વસૂલી કેસમાં EDએ આરોપી બનાવી

Actress Jacqueline Fernandez

  • બોલિવૂડ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસ અને સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekar)સાથે જોડાયેલા મામલામાં EDએ મોટી કાર્યવાહી કરી.

બોલિવૂડ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) અને સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekar) સાથે જોડાયેલા મામલામાં EDએ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડિઝને આરોપી બનાવવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ઇડીનું માનવું છે કે જૈક્લીનને પહેલાથી જ ખબર હતી કે ઠગ સુકેશ ચંદ્રશેખર એક અપરાધી અને વસૂલી કરનારો છે. જૈક્લીનનું નામ જ્યારથી મહાઠગ સુકેશ સાથે સામે આવ્યું છે તે કાનૂનના શિકંજામાં ફસાઇ છે. ઇડીએ અભિનેત્રીને 215 કરોડ રૂપિચાની વસૂલીના મામલામાં આરોપી બતાવી છે.

જાણકારી પ્રમાણે સુકેશે જૈક્લીનને 10 કરોડ રૂપિયાની કિંમતી ગિફ્ટ આપી હતી. ઇડીએ અભિનેત્રીની 7 કરોડથી વધારે સંપત્તિ પણ અટેચ કરી છે. એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે સુકેશે જેક્લીનના પરિવારજનોને પણ મોંઘી ભેટો આપી હતી. પરિવારોને આપેલી ભેટોમાં કાર, મોંઘા સામાન સિવાય 1.32 કરોડ અને 15 લાખના ફંડ્સ પણ સામેલ હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રી જેકલીન અને કોનમેન સુકેશ ચંદ્રશેખર વચ્ચે ગાઢ સંબંધ હતો અને તે અભિનેત્રી પર પાણીની જેમ પૈસા ખર્ચતો હતો. સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને ઇમ્પોર્ટેડ ક્રોકરી, સોના અને હીરાના દાગીના આપ્યા હતા.

Hirakud Dam – વાદળો કે પાણી ? ડેમના 34 દરવાજા ખોલ્યા બાદ જોવા મળ્યા આ દ્રશ્યો…..

આ ઉપરાંત 52 લાખ રૂપિયાની કિંમતનો ઘોડો અને 9-9 લાખની કિંમતની 4 પર્શિયન બિલાડીઓ પણ ભેટમાં આપવામાં આવી હતી. સુકેશે જેકલીન માટે ઘણીવાર ચાર્ટર્ડ ફ્લાઈટ્સ બુક કરાવી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશે અભિનેત્રી પર લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

જૈક્લીન ફર્નાન્ડીઝને ગયા વર્ષે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવી હતી. EDએ તેમની રૂ. 7.27 કરોડની સંપત્તિ જપ્ત પણ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 215 કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખર અને તેની સાથે સંબંધિત લોકોની પૂછપરછ કરી રહ્યું છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-