ડ્રગ્સ માફિયાઓની ‘કર્મભૂમિ’ બની ગુજરાત : પોલીસના નાક નીચે ઉભી કરી 2 ફેક્ટરી, અન્ય બે રાજ્યોમાં વેપાર કર્યો

Share this story

Gujarat became the ‘workplace’

  • ગુજરાતને કર્મભૂમિ બનવવાનાર કેમિકલ ફેક્ટરીની આડમાં મોતના સામાન રૂપી ડ્રગ્સનું ઉત્પાદન કરનાર લોકો ગુજરાત એટીએસથી ડરી નથી રહ્યા.

ગુજરાત એટીએસથી (Gujarat ATS) પાકિસ્તાની ડ્રગ્ઝ માફિયાઓ ફફડી રહ્યા છે. પરંતુ ગુજરાતી ડ્રગ્સ માફિયાઓને નથી પોલીસનો ડર. પોલીસના નાક નીચે ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી (Drug forming factor) પણ ઉભી થઈ ગઈ. ગઈકાલે ગુજરાતમાં એક જ દિવસમાં બે ફેક્ટરી પકડાઈ, જ્યાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતુ હતું.

વડોદરાના સાવલીમાં એક-બે કિલો નહિ પરંતુ આરોપીઓએ 240 કિલો એમડી ડ્રગ્ઝ બનાવી નાંખ્યું. જેમાંથી 15 કિલો એમડી ડ્રગ્સ વેચી પણ નાંખ્યું અને 225 કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત એટીએસએ કબ્જે કર્યો છે.

ડ્રગ્સ બનાવવા કેમેસ્ટ્રીમાં નિષ્ણાત પિયુષ મકાનીની મદદ લેવાઈ :

ગુજરાત એટીસેસની મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ નામના બે એમડી ડ્રગ્સના સોદાગરોને પકડી પાડ્યા છે. આ બંને આરોપીઓએ વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં એક કેમિકલ ફેક્ટરી ઉભી કરી હતી અને તેમાં કેમિકલ નહિ, પણ મોતનો સામાન એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું.

જેમાં ડ્રગ્સ બનાવવા માટે થઈને હાઇલી એજ્યુકેટેડ અને કેમેસ્ટ્રીમાં નિષ્ણાત એવા પિયુષ મકાનીની ખાસ મદદ લેવામાં આવી હતી. આ આરોપીઓએ ભેગા થઈને કુલ 2 કેમિકલ ફેક્ટરી ઉભી કરી હતી. જેમાં એક વડોદરા જિલ્લાના મોકસી ગામમાં ‘નેક્ટર નામની ફેક્ટરી’ ઉભી કરી હતી. જેમાં મુખ્ય આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ ભાગીદાર હતા.

જોતજોતામાં ડ્રગ્સની બે કંપની ઉભી કરી  :

જ્યારે બીજી કંપની ‘વેન્ચર ફાર્મા સ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની’ ઉભી કરી હતી. જેમાં મહેશ વૈષ્ણવ, પિયુષ પટેલ અને રાકેશ મકાની તથા વિજય વસોયા, દિલીપ વાઘાસિયા ભાગીદારો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ તમામ આરોપીઓ સપ્ટેમ્બર મહિનાના 2021 ના વર્ષથી અત્યાર સુધીમાં 240 કિલો એમ.ડી ડ્રગ્સ બનાવ્યું છે. જેમાંથી ગુજરાત એટીએસે 225 કિલો એમડી ડ્રગ્સ પકડી પાડ્યુ છે, જેની માર્કેટ કિંમત અંદાજે 1125 કરોડ રૂપિયા છે.

ડ્રગ્સ મહારાષ્ટ્ર-ગુજરાતમાં સપ્લાય કરાતું :

ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું ક, અહીં ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવી અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરવામાં આવતું હતું. મૂળ જામનગરના દિનેશ ધ્રુવ અને ઇબ્રાહીમ હુસૈન ઓડિયા અને બાબા ઇબ્રાહીમ ઓડિયા આ ત્રણેય લોકો મહારાષ્ટ્રમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા અને મૂળ રાજસ્થાનનો શખ્સ રાજસ્થાનમાં ડ્રગ્સ વેચતો હતો. મહત્વનું છે કે ગુજરાત એટીએસે રાજસ્થાનના આ શખ્સની શોધખોળ શરૂ કરી દીધી છે, ગુજરાત એટીએસે આરોપીઓ એમડી ડ્રગ્સ વેચ્યાના રૂપિયા 14 લાખ પણ કબ્જે કર્યા છે.

અગાઉ બંને આરોપીઓ પકડાયા છે  :

ગુજરાત એટીએસ દ્વારા બે દિવસ સુધી આ ઓપરેશન ચલાવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની પાંચ જિલ્લાની પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી છે. એસઓજી જૂનાગઢ, એસઓજી જામનગર, એસઓજી સુરત, એસઓજી વડોદરા, એસઓજી વડોદરા ગ્રામ્યની ટીમનો પણ સમાવેશ થાય છે. ત્યારે ગુજરાત એટીએસે બે મુખ્ય આરોપી મહેશ વૈષ્ણવ, પિયુષ પટેલની ધરપકડ કરી લેવાઈ છે. અને વધુ ચાર આરોપીઓ રાકેશ મકાની, વિજય વસોયા, દિલીપ વાઘાસિયા અને દિનેશ ધ્રુવની અટકાયત કરાઈ છે.

Uttarpradesh – એસપી ગુસ્સે થયા, પૂછ્યું- ‘દાળમાં પાણી કે પાણીમાં દાળ’

ઝડપાયેલા બંને મુખ્ય આરોપીઓએ એવી કેફિયત વર્ણવી છે, અગાઉ પણ વર્ષ 1998 માં ભાવનગર ખાતે કસ્ટમ વિભાગે મહેશ વૈષ્ણવની NDPS ના કેસમાં ધરપકડ કરી હતી. જેમાં મહેશ વૈષ્ણવ સાત વર્ષની સજા કાપી ચૂક્યો છે અને દિનેશ ધ્રુનીવ પણ વર્ષ 1994 માં જેતપુર ખાતે NDPS કેસમાં ધરપકડ કરાઈ હતી અને તે 12 વર્ષની સજા ભોગવી ચુક્યો છે.

ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત એટીએસથી ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ તો ડરી રહ્યાં છે, જેની કથિત ઓડિયો કલીપ પણ વાયરલ કરવામાં આવી છે. પરંતુ ગુજરાતને કર્મભૂમિ બનવવાનાર કેમિકલ ફેક્ટરીની આડમાં મોતના સામાન રૂપી ડ્રગ્સનું ઉત્પાદન કરનાર લોકો ગુજરાત એટીએસથી ડરી નથી રહ્યા.

આ પણ વાંચો :-