ગુજરાત સરકારની મોટી જાહેરાત, 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીને ફિક્સ પગારના લાભ મળશે, જાણો વિગત

Share this story

Gujarat Govt Big Announcement

  • 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીને 18.1.2017ના ઠરાવ પ્રમાણે ફિક્સ પગારના લાભ મળશે, જીતુ વાઘાણીએ કરી જાહેરાત.

ગુજરાત સરકારના (Gujarat Govt) કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) વધારા બાદ વધુ એક મોટો લાભ મળ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jeetu Waghani) મોટી જાહેરાત કરતાં કહ્યું કે 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીને ફિક્સ પગારના લાભ મળશે. આ લાભ 18.1.2017ના ઠરાવ પ્રમાણે આપવામાં આવશે. આ નિર્ણયથી 40 હજારથી વધારે કર્મચારીને ફાયદો થશે.

સ્વતંત્રતા દિવસે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો હતો 3 ટકાનો વધારો : 

ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ અરવલ્લીના મોડાસામાં 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઇને મહત્વની જાહેરાત કરાઇ હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો હતો.

જેના લીધે 7માં પગાર પંચનો લાભ લેતા કર્મીઓ અને પેન્શનરો મળી કુલ 9.38 લાખ લોકોને આનો લાભ મળશે. તારીખ 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.

1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે :

આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.

આ પણ વાંચો :-