અંબાલાલ પટેલની આગાહી : સાતમ- આઠમે ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે રમઝટ

Share this story

Ambalal Patel’s prediction

  • ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ ખૂબ વધારે માત્રામાં જામેલો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અગાઉ કરેલી તમામ આગાહી મોટાભાગે સાચી ઠરી છે.

રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી (Rain forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારેથી અતિભારે (Heavy to very heavy) વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ તહેવારો બાદ વરસાદનું જોર ઘટશે.

હાલમાં લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થતા વરસાદની શક્યતા છે. બે દિવસ બાદ ફરી લો પ્રેશર બનવવાની સંભાવના છે. લો પ્રેશર બનશે તો ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી :

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ ખૂબ વધારે માત્રામાં જામેલો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અગાઉ કરેલી તમામ આગાહી મોટાભાગે સાચી ઠરી છે. બંગાળની ખાડીમાં હાલ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ચારેબાજુ વરસાદ પડી રહ્યો છે.

હવે જન્માષ્ટમીના દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં રૂપાંતરિત થશે અને જે ગુજરાતમાં ભયંકર વરસાદની લહેર લાવી શકે તેમ છે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક ચોંકાવનારી આગાહી કરી છે. જેમાં સાતમ, આઠમ અને જન્માષ્ટમીના દિવસોમાં તારીખ 17 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ વચ્ચે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમ જે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જે આ દિવસોમાં ગુજરાતને ધમરોળશે.

ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ચોમાસુ સોળ આની રહેશે તેવી એક સચોટ આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયેલો છે. છેલ્લા બે વર્ષની સાપેક્ષમાં આ વર્ષે સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં 70 થી 80% જેટલો સિજનનો વરસાદ નોંધાયો છે. તેમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં સૌથી વધારે 80% જેટલો સિઝનનો વરસાદ પડી ગયો છે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ગુજરાતના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, પાટણ બનાસકાંઠા અને વલસાડનો સમાવેશ થાય છે. તેમજ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, સુરત, ડાંગ, તાપી અને નવસારીનો સમાવેશ થાય છે.

જન્માષ્ટમીના તહેવાર પર 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-