Home Blog Page 1341

24 ઓગસ્ટ 2022 રાશિફળ: આજે ગણેશજી આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા, ચપટીમાં દુર થશે દુઃખો

24 August 2022 Horoscope Gujarat Guardian

મેષ :
આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતંુ જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ :  
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. તીર્થયાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુન :
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભાઇ બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્ક :  
મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે.કોઇ વ્યક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાયએ સાચવવું.પ‌િત્ન સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરાપક્ષ તરફથી સારા સમાચાર મળે.

સિંહ :
આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થી મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ, આવક વધશે.

કન્યા : 
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલા :
મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી-ધંધા માટે શુભ.

વૃશ્ચિક : 
મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધન :
નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકર : 
નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભ :
આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. માતૃસુખ સારું મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતાં રોગોથી ધ્યાન રાખવું.

મીન : 
સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો, જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

આ પણ વાંચો :-

બદમાશો બેફામ બન્યા : 16 વર્ષની વિદ્યાર્થિનીને ગોળી મારી, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

Miscreants go wild

  • બદમાશે પાછળના ભાગેથી મારેલી ગોળી વિદ્યાર્થિનીના ગળામાં ફસાઈ ગઈ હતી. જે બાદમાં તેણીને સારવાર માટે નર્સિંગ હોમમાં ખસેડવામાં આવી હતી.

બિહારમાં (Bihar) ગુનેગારો બેફામ બનીને ફરી રહ્યા છે. રાજ્યની રાજધાની પટનામાં એક 16 વર્ષની વિદ્યાર્થિનીને ગોળી મારવામાં આવી છે. આ બનાવ બુધવારે સવારે બન્યો હતો. કાજલ નામની વિદ્યાર્થિની ટ્યુશનથી પોતાના ઘરે પરત જઈ રહી હતી ત્યારે લાગ જોઈને અજાણી વ્યક્તિએ તેણીને ગોળી મારી દીધી હતી. આ આખો બનાવ નજીક લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. વિદ્યાર્થિનીને ગોળી મારવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે બદમાશે પાછળના ભાગેથી મારેલી ગોળી વિદ્યાર્થિનીના ગળામાં ફસાઈ ગઈ હતી. જે બાદમાં તેણીને સારવાર માટે નર્સિંગ હોમમાં ખસેડવામાં આવી હતી. અહીં તેણીની નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જો કે, વિદ્યાર્થિનીને ગોળી મારવાનો આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

આરોપી ફરાર :

ગોળી માર્યા બાદ આરોપી ભાગતો નજરે પડે છે. હજુ સુધી આરોપીની ધરપકડ નથી થઈ. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ગોળી મારવાનું કારણ જાણવા મળ્યું નથી. હાલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ પરિવારનું કહેવું છે કે પોલીસ ઘટનાસ્થળે ખૂબ મોડી પહોંચી હતી. આ મામલે તેમણે પોલીસની કાર્યવાહી સામે નારાજગી પણ પ્રગટ કરી છે.

શું છે આખો કેસ ?

પટના શહેરના સિપરાવ વિસ્તારમાં એક યુવકે કિશોરીને ધોળા દિવસે ગોળી મારી દીધી હતી. સીસીટીવીમાં પણ આ દ્રશ્યો જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક યુવક ગલીના નાકે આવીને ઊભો રહી જાય છે. તેની પાછળ એક વિદ્યાર્થિની આવી રહી હોય છે.

યુવકે છોકરીને અટકવાનો ઇશારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે કિશોરી ઊભી રહેતી નથી. જે બાદમાં યુવક તેણીને પાછળથી ગોળી મારી દે છે. ગોળી માર્યા બાદ યુવકને ત્યાંથી ભાગતો જોઈ શકાય છે.

આ પણ વાંચો :-

સરકારના નાક નીચે ડ્રગ્સનો સામાન ‘ડોડો’ વેચાય છે, તેના પર ટેક્સ પણ વસૂલાય છે : કોંગ્રેસનો આક્ષેપ

0

Drug goods ‘dodo’ sold

  • કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ લેવાના સામાન મળે છે. પાનની દુકાનમાં ડ્રગ્સ લેવા માટે વપરાતા ગોગોનું વેચાણ થાય છે. ડ્રગ્સના સામાન ગોગો પર સરકાર GST પણ વસૂલી રહી છે.

ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સ ઝડપાવવા મામલે હવે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે. ‘રિજેક્ટર ડ્રગ્સ (Rejector drugs), રિજેક્ટ ભાજપ’ના નામથી કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે. ડ્રગ્સ મામલે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ લેવાના સામાન મળે છે.

પાનની દુકાનમાં ડ્રગ્સ લેવા માટે વપરાતા ગોગોનું વેચાણ થાય છે. ડ્રગ્સના સામાન ગોગો પર સરકાર GST પણ વસૂલી રહી છે.’ આ સાથે જ કોંગ્રેસ પ્રવક્તાએ મીડિયા સામે ગોગો પણ બતાવ્યું, જેનું ખુલ્લેઆમ પાનના ગલ્લાઓ પર વેચાણ થાય છે.

સાથે જ તેમણે કચ્છના મુન્દ્રામાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસ મામલે સુપ્રિયા શ્રીનેતે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાતના પોર્ટ પર મોટા પાયે ડ્રગ્સ લાવવામાં આવે છે. કચ્છના મુન્દ્રામાંથી 34 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જોકે હજુ સુધી કેમ પોર્ટના માલિકની પૂછપરછ ન કરાઈ તેને લઈ કોંગ્રેસે સવાલ કર્યો.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

સાથે જ તેમણે કહ્યું કે, ED અને બીજી એજન્સીઓ ત્યાં કેમ તપાસ કરતી નથી. ડ્રગ્સની સિસ્ટમ જનરેશનને નશામાં નખાઈ રહી છે. ડ્રાય સ્ટેટને ડ્રગ્સ સ્ટેટ બનાવનાર સામે કાર્યવાહીની કોંગ્રેસે માંગ કરી છે.

કોંગ્રેસે ‘રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ’ નામનું કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું. તેમજ ડ્રગ્સ મામલે કોંગ્રેસે ટોલફ્રી નંબર પણ જાહેર કર્યો છે. કોંગ્રેસે 18001207840 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. ડ્રગ્સ ઝડપાવવા મામલે કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. ગુજરાતમાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થાય છે.

ગુજરાતના પોર્ટ પર મોટા પાયે ડ્રગ્સ લાવવામાં આવે છે. ડ્રગ્સ માટે વપરાતા ગોગોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ગુજરાતમાં પાનની દુકાનમાં ડ્રગ્સના સામાન મળે છે અને ડ્રગ્સના સામાનમાં પણ સરકાર GST પણ વસૂલે છે. ગુજરાતમાં શું થાય છે, તે દેશ જાણવા માંગે છે? ડ્રગ્સની સિસ્ટમ જનરેશનને નશામાં નાંખી રહી છે. રાજકીય સમર્થન વગર ડ્રગ્સ સિન્ડિકેટ ન ચાલી શકે. ડ્રાય સ્ટેટને ડ્રગ્સ સ્ટેટ બનાવનાર સામે કાર્યવાહી કરો.

સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. ગુજરાતમાં ડ્રગ્સ સિન્ડિકેટ ચાલે છે. ગુજરાતના પોર્ટ પર ડ્રગ્સ મોટા પાયે લાવવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી કેમ કંઈ બોલતા નથી. 34 હજાર કરોડની ડ્રગ્સ મુન્દ્રામાંથી પકડાયું છે, ત્યારે ગુજરાતના ગૃહમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપે.

આ ડ્રગ્સ આખી જનરેશનને નશામાં ધકેલે છે. ડ્રગ્સના ગોરખ ધંધા પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કેમ ચૂપ છે તે અમારો સવાલ છે. ડ્રગ્સ સિન્ડિકેટ રાજકીય સપોર્ટ વગર ચાલી ન શકે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે. આ મામલે ED અને બીજી એજન્સીઓની આંખો કેમ બંધ છે.

આ પણ વાંચો :-

ભારતમાં iPhone 14 બનાવવાની તૈયારીમાં Apple, આ કારણે ચીનને લાગશે ઝટકો

Apple is preparing to make iPhone 14

  • APPLE ભારતમાં આઇફોન બનાવવાનો પ્લાન બનાવી રહ્યું છે અને આ પ્રોડક્શન નવા આઇફોનનાં ચીનમાં રીલીઝ બાદ બે મહિનામાં શરૂ થશે.

APPLE ભારતમાં આઇફોન (iPhone) બનાવવાનો પ્લાન બનાવી રહ્યું છે અને આ પ્રોડક્શન નવા આઇફોનનાં ચીનમાં (China) રીલીઝ બાદ બે મહિનામાં શરૂ થશે. કંપની આ પગલું નવા ફોનની જૂની સીરિઝનાં મુકાબલે પ્રોડક્શનમાં 6-9 મહીના લેવાતો વધારે સમય ઘટાડવા માટે ઉઠાવ્યું છે.

એપલ લાંબા સમયથી ભારતમા આઇફોન બનાવી રહ્યું છે, પરંતુ નવા મોડલનું પ્રોડક્શન અહીં હંમેશા શરૂ થવામાં સમય લે છે. કંપની સૌથી પહેલા ચીનમાં પોતાના નવા આઇફોન બનાવવાનું શરૂ કરે છે. ઘણા લાંબા સમય બાદ આ ભારતમાં બનવાનું શરૂ થતું હતું. પરંતુ આ વખતે આ પરંપરા બદલાઈ શકે છે.

 એપલ ભારત અને ચીનમાં આઇફોનને લગભગ સાથે જ શીપ કરશે :

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને ચીનમાં લોકડાઉનના ડરને ધ્યાનમાં રાખતા કંપની હવે નવા ઓપ્શનની તપાસમાં છે. TF ઇન્ટરનેશનલ સિક્યોરીટીઝ ગ્રુપની મીંગ – ચી કૂ જેવા એનાલિસ્ટનું અનુમાન છે કે એપલ બંને દેશોમાં હવેના આઇફોનને લગભગ સાથે જ શીપ કરશે, જે એપલ માટે સપ્લાય ચેનનું બેન્ચમાર્ક સાબિત થશે.

ભારત તરફથી પહેલો આઇફોન 14 ઓકટોબર કે નવેમ્બર સુધી  :

એક વ્યક્તિએ પોતાની ઓળખાણ છુપાવવાની શરત પર જણાવ્યું છે કે આઇફોન મેન્યુફેક્ચર ફોકસકોન ટેકનોલોજી ગ્રુપે ચીનથી શિપિંગ કોમ્પોનન્ટની પ્રોસેસની સ્ટડી કરી અને ચેન્નાઈની બહાર પોતાના પ્લાન્ટમાઆ આઇફોન 14 ડિવાઇસને ઍસેમ્બલ કરી રહી છે.

ભારત તરફથી પહેલો આઇફોન 14 ઓકટોબર અથવા નવેમ્બર દરમિયાન મળી શકે છે. આ પર કેલિફોર્નિયા સ્થિત ક્યૂપાર્ટિનોના એપલ સ્પોકસપર્સને ટિપ્પણી કરવાથી ઇનકાર કર્યો છે. જ્યારે ફોકસકોને પણ આ સમાચારો પર રિપ્લાય આપ્યો નથી.

આ પણ વાંચો :-

Janhvi Kapoorનો પાર્ટીમાં બોયફ્રેન્ડ સાથે થયો ભારે ઝગડો, બહુ ગરમ છે હીરોઈનનો ગુસ્સો! Video થયો Viral

Janhvi Kapoor had a big fight with

  • જાહ્નવી કપૂર લેટ નાઈટ પાર્ટીમાં બોયફ્રેન્ડ સાથે ઝગડી, ગુસ્સામાં બહાર આવી અને પોતાની કાર લઈને નીકળી ગઈ. તેનો બોયફ્રેન્ડ દોડીને તેની પાછળ આવ્યો મનાવવા માટે જોકે, હીરોઈન તો ત્યાંથી નીકળી જ ગઈ.
  • જાહ્નવી કપૂરની લેટ નાઈટ પાર્ટીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સમાં એવી ઘણી ચર્ચા થઈ રહી છે કે અભિનેત્રીનો મૂડ એકદમ ઓફ દેખાય છે.

શ્રીદેવી અને બોની કપુરની પુત્રી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી જ્હાન્વી કપૂર (Jhanvi Kapoor) તેની બોલ્ડનેસને કારણે જાણીતી છે. પર છવાયેલી છે. અવારનવાર તે સોશિયલ મીડિયામાં (Social media) પોતાના ડિફરન્ટ લૂક્સના ફોટો શેર કરતી રહી છે. જ્હાન્વી કપૂરને (Jhanvi Kapoor) ફેશનની સાથે પાર્ટીનો પણ ખૂબ શોખ છે.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

આ અભિનેત્રી ઘણીવાર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. આ એપિસોડમાં તાજેતરમાં ફરી એકવાર જ્હાન્વી કપૂર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ દરમિયાન જ્હાન્વી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો :

જાન્હવી કપૂર તેના બોયફ્રેન્ડ ઓરહાન અવત્રામાની સાથે પાર્ટી કર્યા પછી એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. જાન્હવી, જે હંમેશા મીઠી સ્મિત સાથે પેપ્સનું સ્વાગત કરે છે, તે આ વખતે મૂડલેસ દેખાઈ અને સીધી દોડીને કારમાં બેસીને નીકળી ગઈ. બીજી તરફ, ઓરહાન રેસ્ટોરન્ટના એન્ટ્રી ગેટ પર દોડી આવ્યો અને ત્યાં ઉભો રહીને ઉભો રહીને જાન્હવી જાન્હવી કરીને બૂમો પાડતો રહી ગયો.

ગુસ્સામાં દેખાઈ જ્હાનવી :

જ્હાન્વી કપૂરનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સમાં એવી ચર્ચા થઈ રહી છે કે એક્ટ્રેસનો મૂડ એકદમ ઑફ દેખાઈ રહ્યો છે. આ સાથે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં જ્હાન્વી કપૂર અને તેના બોયફ્રેન્ડ વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે અભિનેત્રી આટલા ગુસ્સામાં જોવા મળી રહી છે.

જ્હાનવી કપૂરની ફિલ્મો :

જ્હાન્વી કપૂર તેની સુંદરતા અને શાનદાર અભિનય કૌશલ્યને કારણે લોકપ્રિય છે. જાન્હવીએ ‘ગુડ લક જેરી’, ‘ધડક’, ‘રૂહી’, ​​’ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ જેવી સારી-સારી ફિલ્મોમાં અભિનય કર્યો. ઘણીવાર તેણે સાબિત કર્યું છે કે તે તેની માતા શ્રીદેવીની કોપી છે. અસલ એના જેવો જ અભિનય પણ કરે છે.

જ્હાનવી કપૂરનું અંગત જીવન :

અંગત જીવનની વાત કરીએ તો જાહ્નવી કપૂર પહેલા તેના ‘ધડક’ના કો-સ્ટાર ઈશાન ખટ્ટર સાથે રિલેશનશિપમાં હતી. જો કે, બંને જલ્દીથી અલગ થઈ ગયા અને જાહ્નવીએ અક્ષત રાજનને ડેટ કરવાનું શરૂ કર્યું, પરંતુ બંને વચ્ચે કંઈ જામ્યું નહીં અને તેઓએ બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો. ઉપરાંત, તાજેતરના અપડેટ એ છે કે જાહ્નવી કથિત રીતે ઓરહાન અવત્રામાણીને ડેટ કરી રહી છે અને બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

આ પણ વાંચો :-

ભાજપ નેતા વિજયભાઈ સુવાળા AAPના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ! ચૂંટણી પહેલાં જ રાજકારણ ગરમાયું

0

BJP leader Vijaybhai Suwala is the chief guest

  • AAPનાં એક કાર્યકમમાં ભાજપના નેતાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપતાં ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગાયો છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ BJP, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ વધુ ઘેરાયો છે. નોંધનીય છે કે આ દરમિયાન હવે ભાજપના વિજયભાઈ સુવાળા (Vijaybhai Suwala) અને ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ દ્વારા આયોજિત ભવ્ય રમેલના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જોડાતા હોવાથી રાજકારણ ગરમાયું છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલા મહિના પહેલા વિજયભાઈએ AAPનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેવામાં હવે AAPને ભાજપની B ટીમ ગણાતી હોવાની ચર્ચા વચ્ચે વિજય સુવાળાનું આ રમેલમાં જોડાવું ઘણું ચર્ચાસ્પદ રહી શકે છે.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

વિજયભાઈએ 7 મહિનામાં આપ સાથે છેડો ફાડ્યો :

નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં વિજયભાઈ સુવાળાએ આમ આદમી પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો. તેમને ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. જોકે આ દરમિયાન લગભગ 7 મહિનાની અંદર વિજયભાઈએ ભાજપનો સાથ લીધો હતો. આ દરમિયાન સી.આર.પાટીલે તેમને કેસરિયો ખેસ ધારણ કરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતા.

ઈસુદાન તેમને મનાવવા ગયાં હતા :

આમ આદમી પાર્ટી છોડીને જ્યારે વિજયભાઈ સુવાળાએ ભાજપમાં જોડાવવાની વિચારણા કરી હતી. ત્યારે મીડિયા રિપોર્ટ્સના આધારે તેમને ઘરે મનાવવા માટે ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા. જો કે વિજયભાઈ સુવાળાએ ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધું હતું.

આ પણ વાંચો :-

PM મોદીએ મંત્રીઓ પાસે માંગ્યો રિપોર્ટ : મહિનાઓ પહેલા આપ્યા હતા સૂચનો, કેટલી ટિફિન બેઠક કરી ?

0

PM Modi asked for a report from the ministers

  • મોદીએ થોડા મહિના પહેલા મંત્રી પરિષદને કાર્યક્ષમતા અને શાસન વધારવા સંબંધિત ટિપ્સ આપી હતી. હવે પીએમ જાણવા માંગે છે કે, તેમના સૂચનોનો કેટલો અમલ થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તેમના મંત્રીઓ પાસેથી ટિફિન બેઠકને લઈ રિપોર્ટ માંગ્યો છે. મોદીએ થોડા મહિના પહેલા મંત્રી પરિષદને (Council of Ministers) કાર્યક્ષમતા અને શાસન વધારવા સંબંધિત ટિપ્સ આપી હતી. હવે પીએમ જાણવા માંગે છે કે, તેમના સૂચનોનો કેટલો અમલ થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણા મુદ્દાઓ પર મંત્રાલયો અને તેમના વિભાગો પાસેથી જવાબો મંગાવવામાં આવ્યા છે. તેમાં GeM (સરકારી ઈ-માર્કેટ) પોર્ટલનો ઉપયોગ કરવો, અધિકારીઓ સાથે ‘ટિફિન‘ મીટિંગ કરવી અને સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્રના નિર્ણયોને જાહેર કરવાનો સમાવેશ થાય છે.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘ટિફિન મિટિંગ’ ની શરૂઆત કરી હતી. જેમાં ખાણીપીણીને લઈને અધિકારીઓ સાથે બેઠક થતી હોય છે. અધિકારીઓ પોતપોતાના ટિફિન સાથે આ બેઠકોમાં આવે છે અને ભોજન સાથે તેમના વિચારો શેર કાંકરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીએ મંત્રીઓને સૂચન કર્યું હતું કે, કેન્દ્રમાં પણ આવી સંસ્કૃતિ વિકસાવવી જોઈએ. તેની પાછળનો હેતુ ટીમ ભાવના વિકસાવવાનો અને બોન્ડિંગને મજબૂત કરવાનો છે.

મહત્વનું છે કે, અગાઉ મોદી દ્વારા મંત્રીઓ અને તેમના વિભાગોને જિયોટેગિંગ જેવી સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લીકેજ અને ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કહેવામાં આવ્યું હતું. મંત્રીઓને મહિનામાં ઓછામાં ઓછા એક વખત હોદ્દેદારો સાથે બેઠક યોજવાની સૂચના આપવામાં આવી હતી.

આ સિવાય સોશિયલ મીડિયા પર સરકારી યોજનાઓથી  નાગરિકોને કેવી રીતે ફાયદો થશે તે જણાવવા કહેવાયું હતું. આ સાથે મંત્રીઓ પાસેથી ફરિયાદ નિવારણ તંત્રની વિગતો પણ માંગવામાં આવી હતી.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મોદીએ શાસનને વધુ કાર્યક્ષમ અને પારદર્શી બનાવવા માટે અનેક અવસરો પર સૂચનો કર્યા હતા. મંત્રીઓને તેમના મંત્રાલયો દ્વારા સરકારના ઈ-કોમર્સ પ્લેટફોર્મ – GeM પોર્ટલ દ્વારા કરવામાં આવતી કોઈપણ ખરીદીની ખાતરી કરવા જણાવ્યું. મોદીએ મંત્રાલયોને અધિકારીઓ સાથે નિયમિત બેઠક કરવાનું પણ સૂચન કર્યું છે.

આ પણ વાંચો :-

જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો મોબાઈલ નંબર પરથી જાણી શકશો આધાર નંબર

0

If your Aadhaar card is lost

  • જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અને તમારે આધાર નંબરની જરુર પડે તો શું કરશો? આ એક ખુબ જ સરળ રીતે તમે આધાર નંબર મોબાઈલ ફોન મારફત મેળવી શકો છો. તમારા રજિસ્ટર્ડ નંબર પર તમે આધારને લગતી તમામ માહિતી મેળવી શકો છો.

ભારતમાં આધાર કાર્ડ (aadhar card) ઓળખ પત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતું ડોક્યુમેન્ટ બની ગયું છે. બેન્કથી લઈને તમામ નાના મોટા કામ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આધાર કાર્ડ પર લોન (loan) પણ લઈ શકાય છે. આ પરિસ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. યોગ્ય સમયે આધાર કાર્ડ આપણી પાસે ના હોય તો સમસ્યા પણ થઈ શકે છે.

જો તમારી પાસે આધાર કાર્ડના હોય અને તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો તમે જરૂરિયાત ઊભી થવા પર આધાર નંબર જાણી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમારી પાસે માત્ર એક મોબાઈલ નંબર હોવો જોઈએ. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમે આધાર કાર્ડ વિશે તમામ જાણકારી મેળવી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો.

મોબાઈલ નંબરથી આધાર કાર્ડ નંબર કેવી રીતે ચેક કરવો :

– સૌથી પહેલા તમારે gov.in ની વેબસાઈટ પર જવાનું રહેશે.

– જ્યાં myaadhaar સેક્શન પર ક્લિક કરો.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

– હવે Retrieve Lost or Forgotten EID/UID ઓપ્શન પર ક્લિક કરો.

– ત્યારબાદ તમારું આખું નામ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, કેપ્ચા ટાઈપ કરીને સેન્ડ OTP પર કરો.

– હવે મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, તે OTP એન્ટર કરીને વેરિફાઈ OTP પર ક્લિક કરો.

– ત્યારબાદ UIDAI તરફથી મોબાઈલ નંબર પર એક SMS મોકલવામાં આવશે. આ મેસેજમાં આધાર નંબરની જાણકારી હશે.

મોબાઈલ નંબર પરથી આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો ?

– ઉપરની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને આધાર નંબર મળે તો ઈ-આધાર ડાઉનલોડ કરવાના ઓપ્શન પર ક્લિક કરો.

– નવુ પેજ ઓપન થયા બાદ તમારે તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે.

– કેપ્ચા કોડ એન્ટર કર્યા પર સેન્ડ OTP ઓપ્શન પર ક્લિક કરો.

– OTP એન્ટર કર્યા બાદ બે વિકલ્પ ‘હા’ અને 11/15 દિવસ પર ક્લિક કરવાનું રહેશે.

– ત્યારબાદ સ્ક્રીન પર આધાર કાર્ડ જોવા મળશે. ત્યારબાદ વેરિફાઈ ડાઉનલોડના વિકલ્પ પર ક્લિક કર્યા બાદ સ્ક્રિન પર આધાર કાર્ડ જોવા મળશે.

– હવે તમે ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો.

જો તમે માસ્ક આધાર ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો તમારે આધાર નંબર એન્ટર કર્યા પછી માસ્ક આધારકાર્ડ ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ આ જ પ્રોસેસ ફોલો કરીને તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો :-

ગુજરાતને લજવતો કિસ્સો ! માતાપિતાએ 40 હજારમાં કાળજાના કટકાને વેચી નાંખી, દલાલો 4 લાખમાં કરાવવાના હતા લગ્ન

Shameful case of Gujarat !

  • બે મહિલાઓએ આ દંતાણી પરિવારને રૂ.40 હજારની લાલચ આપી હતી. તેમની 17 વર્ષની કિશોરીની ખરીદી કરી હતી અને આ કિશોરીને થરાદના ડેલ ગામેં રહેતી દલાલોને વેચી મારી.

બનાસકાંઠાના (Banaskantha) જિલ્લાના થરાદના ડેલ ગામમાંથી બાળ કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી છે. થરાદ પોલીસની સતર્કતાના કારણે મૂળ લુણાવાડા (Lunawada) અને અમદાવાદમાં મજૂરી કરતા એક ગરીબ પરિવવારની સગીર દીકરીનું કેટલાક લોકો થોડાક રૂપિયાની લાલચમાં વેચવાના હતા.

તેનું લગ્ન કરાવે તે પહેલાં બાતમીના આધારે પોલીસે ડેલ ગામમાં રેડ કરી ગુલાબબેન વાઘેલા અને જીવણ જોશી નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે. કિશોરીને તસ્કરોના કબજામાંથી મુક્ત કરાવી અને કિશોરીના માતા પિતા સહિત 8 લોકો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતા-પિતાએ દીકરીને 40 હજારમાં વેચી :

ગુજરાત રાજ્યમાં માતા પિતા અને પુત્રીના સંબંધને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક જરૂરિયાતને લઈ માતા પિતાએ દીકરીનો જ વેપાર કરી દીધો. મૂળ મહીસાગર જિલ્લાના  લુણાવાડા તાલુકાના રહેવાસી અને હાલમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહી મજુરી કરી પેટિયું રળતા દંતાણી પરિવારની 17 વર્ષીય કિશોરીને તેને માતા પિતાએ માત્ર રૂ.40 હજારમાં દલાલોને વેચી દીધી હતી.

તો આ દલાલોએ કિશોરીને બનાસકાંઠામાં મોકલી રૂ.4 લાખમાં લગ્ન કરાવવાનો સોદો તો કરી દીધો, પરંતુ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઇ હતી. પોલીસ આ કિશોરીનું વેચાણ કરાય તે પહેલા જ કિશોરીને જે જગ્યાએ રાખી હતી તે ડેલ ગામે પહોંચી આ દલાલોના મનસૂબા પર પાણી ફેરવી કિશોરીને દલાલોની ચૂંગલમાંથી મુક્ત કરાવી.

લગ્ન ઈચ્છુક યુવાનોને સગીરાઓ વેચવાનો ખેલ ચાલતો  :

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના શાહપુરમાં રહેતી રમીલાદીદી અને હંસામાસી નામની બે  મહિલાઓએ આ દંતાણી પરિવારને રૂ.40 હજારની લાલચ આપી હતી. તેમની 17 વર્ષની કિશોરીની ખરીદી કરી હતી અને આ કિશોરીને થરાદના ડેલ ગામેં રહેતી દલાલ ગુલાબબેન મફજી વાઘેલા અને ફૃલબાઈ બળવંતભાઈ વાઘેલાના ઘરે લઈ આવ્યા હતા.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

ડેલ ગામમાં કિશોરીને મહિલા દલાલે પોતાના ઘરમાં રાખી અને દિયોદર તાલુકાના દેલવાડા ગામના જીવણ જોશી નામના દલાલને સાથે રાખ્યો હતો. જેથી જીવણ જોશી લગ્ન કરવા ઈચ્છુક યુવાનોને બાળ કિશોરીના સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટો અને વીડિયો મોકલી દલાલી કરવા લાગ્યો હતો. ત્યારે આ દલાલો કિશોરીને 4 લાખથી વધુના પૈસાથી વેચાણ કરી લગ્ન કરાવાના ફિરાકમાં હતા.

પોલીસે અટકાયત કરેલા આરોપી :

  • ગુલાબબેન મફજી વાઘેલા (રહે.ડેલ, તા.થરાદ)
  • જીવણ કરશન જોશી (રહે. દેલવાડા, તા.દિયોદર)

મહિલા દલાલો અને ફરાર આરોપીઓ :

  • રમીલાદીદી (રહે.શાહપુર, અમદાવાદ)
  • હંસામાસી (રહે.અમદાવાદ)
  • ફૂલીબાઈ બળવંતભાઈ વાઘેલા (રહે ડેલ, તા.થરાદ)
  • મગજી કરશન વાઘેલા (રહે ડેલ., તા.થરાદ)
  • પૂનમાભાઈ કેશાભાઈ દંતાણી (કિશોરીનો પિતા) હાલમાં રહે નરોડા અને મૂળ વતન લુણાવાડા, મહીસાગર
  • કોકિલાબેન પુનમાભાઈ દંતાણી (કિશોરીની માતા)

ગરીબ દીકરીઓને વેચીને ગુલાલ પોતાનું ગુજરાન ચલાવતી :

આ સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને બાતમીના આધારે થઈ હતી. જેને લઈ પોલીસે ડેલ ગામે રહેતી ગુલાબબેન મફજી વાઘેલાના ઘરે રેડ કરી હતી. ઘરમાંથી ગુલાબબેન અને દીયોદરના દેલવાડા ગામના જીવણ કરશન જોશીને ઝડપી પાડ્યો હતો. સાથે જ તેમની ચૂંગલમાં રહેલી કિશોરીને મુક્ત કરાવી હતી. જો કે તે બાદમાં કિશોરીની પૂછપરછ કરી તો કિશોરીનો પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈને આ કિશોરીનો સોદો કરી અને ડેલ ગામે વેચી મારી હોવાનું ખુલ્યું હતું.

No description available.

જેને લઈ પોલીસે ગુલાબબેન મફાજી વાઘેલા અને જીવણ કરશન જોશીની અટકાયત કરી સમગ્ર રેકેટમાં સંડોવાયેલા કિશોરીના માતા પિતા સહીત 8 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ દલાલો અન્ય કોઈ આવી તસ્કરી આચરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ પુછપરછ દરમ્યાન પોલીસના હાથે ઝડપાયેલી  ગુલાબબેન ગરીબ પરિવારની દીકરીઓને ખરીદી ઊંચા ભાવે દીકરીઓને વેચી તેમાંથી કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવતી હોવાનું સામે આવ્યું.

આ વિશે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, અમને જાણ થતા અમે બે લોકોની અટકાયત કરી છૅ અને કિશોરીને મુક્ત કરાવી છે. થરાદ પોલીસે આરોપીઓ સામે IPC કલમ 363, 366, 368, 370, 34, તેમજ ધી જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 81 મુજબ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો :-

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા રાજા સિંહની ધરપકડ, વિવાદિત નિવેદન સામે હૈદરાબાદમાં થયો હતો વિરોધ

0

Arrest of BJP firebrand leader

  • ભાજપના ધારાસભ્ય ટી.રાજા સિંહે કથિત રીતે પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

તેલંગાણામાં (Telangana) ભાજપના ધારાસભ્યની ધરપકડના સામે આવી રહ્યા છે. વિગતો મુજબ ટી.રાજા સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ધાર્મિક ભાવનાઓને (religious spirit) ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભાજપના ધારાસભ્ય ટી.રાજા સિંહે કથિત રીતે પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ત્યારથી લોકો નારાજ હતા.

દરાબાદમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ આજે સવારે હૈદરાબાદથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પયગંબર મોહમ્મદ વિશે તેમની કથિત ટીપ્પણી બદલ તેમની સામે અનેક ફરિયાદો કરવામાં આવી હતી.

આટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો દબીરપુરા, ભવાનીનગર, રેઈનબજાર, મીર ચોક પોલીસ સ્ટેશનની બહાર ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે, તેઓએ એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

શું છે સમગ્ર મામલો ? 

ટી. રાજાએ તાજેતરમાં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેણે પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી. મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે પોલીસ કમિશનર સીવી આણંદની ઓફિસ સામે અને શહેરના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

દેખાવકારો તેમની ધરપકડની માંગ પર અડગ હતા. આ વીડિયોમાં ટી. રાજાએ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને તેની માતા પર પણ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો :-