Home Blog Page 1311

વડોદરામાં કેજરીવાલની એન્ટ્રી પર કોણે લગાવ્યાં મોદી-મોદીના નારા ? જાણો પછી કેજરીવાલે શું કર્યું

0

Who raised Modi-Modi slogans at Kejriwal’s

  • એક સવાલ એ થાય કે, ચારેય બાજુ આપના સમર્થકો હતા તો કેજરીવાલના બદલે મોદી-મોદીના નારા કઈ રીતે લાગ્યાં. અરવિંદ કેજરીવાલ જેવા વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા તેની સાથે જ અચાનક ત્યાં મોદી-મોદીના નારા લાગવા લાગ્યાં.

ગુજરાતમાં (Gujarat) આગામી વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો આવતો જાય છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ (BJP and Congress) વચ્ચે લડાઈ લડાતી હતી. જો કે આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ મેદાનમાં ઉતરી છે.

તેથી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જામશે. એવામાં ગુજરાત પ્રવાસે આવેલાં દિલ્લીના સીએમ અને આપ ના સંયોજક અરવિંદ કેજરીવાલને એરપોર્ટ પર જ વિચિત્ર સ્વાગતનો અનુભવ થયો. વડોદરા એરપોર્ટ પર જેવી કેજરીવાલની એન્ટ્રી થઈ એવા જ લાગ્યા મોદી-મોદીના નારા…

એક સવાલ એ થાય કે ચારેય બાજુ આપના સમર્થકો હતા તો કેજરીવાલના બદલે મોદી-મોદીના નારા કઈ રીતે લાગ્યાં. અરવિંદ કેજરીવાલ જેવા વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા તેની સાથે જ અચાનક ત્યાં મોદી-મોદીના નારા લાગવા લાગ્યાં. બે ઘડી તો આ નારેબાજીના કારણે કેજરીવાલ પણ ડઘાઈ ગયા હતાં. જ્યારે સામેથી મોદી-મોદીના નારા દેખાવા લાગ્યા ત્યારે અરવિંદ કેજરીવાલની શું પ્રતિક્રિયા હતી તે પણ જાણવા જેવું છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે ફરી એકવાર વડોદરા પહોંચ્યા હતા. જોકે  કેટલાક લોકોએ એરપોર્ટ પર તેમની સામે મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.

ફરી ખખડ્યા થાળી અને વેલણ, મહિલા પોલીસ કર્મીઓ પર જોરદાર બગડ્યો પોલીસકર્મી, જોઈ લો વીડિયો

જવાબમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ કેજરીવાલ-કેજરીવાલના નારા લગાવ્યા હતા. આ દરમિયાન દિલ્હીના સીએમ જાણે કંઈ બન્યુ જ ન હોય તેમ હસતા હસતા આગળ વધ્યા હતા. AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યાં હતાં. વડોદરામાં ‘ટાઉન હોલ’ કાર્યક્રમને સંબોધવા પહોંચેલા કેજરીવાલની સામે જ એરપોર્ટ પર અચાનક મોદી-મોદીના નારા લાગ્યા.

 આ વર્ષના અંતમાં ભાજપ શાસિત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને AAP નેતાએ લોકો સુધી પહોંચવા માટે તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં સતત 27 વર્ષથી ભાજપની સરકાર છે.

મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સિવાય આ વખતે દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલી AAP પણ પુરી તાકાતથી ચૂંટણી લડી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તાજેતરના સમયમાં મહિલાઓને મફત વીજળી, રોજગાર અને દર મહિને 1000 રૂપિયાની માસિક મદદ જેવા ઘણા વચનો આપ્યા છે.

આ પણ વાંચો :-

ચંડીગઢ MMS લીકનું પગેરું ગુજરાત સુધી પહોંચ્યું, જલદી થઈ શકે છે ચોથી ધરપકડ

0

Chandigarh MMS leak trail reaches

  • ચંડીગઢ MMS લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આરોપી યુવતી પાસેથી એક ડિવાઈસ મળ્યું છે જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં વીડિયો સેવ થતા હતા.

ચંડીગઢ MMS લીક (Chandigarh MMS Leak) કાંડના તાર મુંબઈ (Mumbai) અને ગુજરાત (Gujarat) સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આરોપી યુવતી પાસેથી એક ડિવાઈસ મળ્યું છે જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં વીડિયો સેવ થતા હતા.

સોમવારે મોહાલી સ્થિત ચંડીગઢ યુનિવર્સટીની ગર્લ્સ હોસ્ટલ એમએમએસ કાંડમાં ધરપકડ કરાયેલી વિદ્યાર્થીની અને બે યુવકને કોર્ટમાં રજૂ કરાયા હતા.

કોર્ટે ત્રણેયને સાત દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. SIT રિમાન્ડ બાદથી જ આ મામલે તપાસમાં લાગી ગઈ છે અને સોમવારે સાંજથી આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

SIT સાથે જોડાયેલા એક DSP એ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. જ્યાં તેમણે પૂછપરછ કરી. હવે આ મામલાના તાર મુંબઈ અને ગુજરાત સાથે પણ જોડાઈ રહ્યા છે.

Chandigarh university 60 girls nude taking bath video viral fellow student  send shimla know mpsn | Chandigarh university: 60 लड़कियों के MMS वायरल  वीडियो पर पुलिस का बड़ा बयान, जानिए | Hindi News, Madhya Pradesh

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આરોપીઓના મોબાઈલ ફોન પર ગુજરાત અને મુંબઈથી પણ ફોન આવ્યા છે. તેમનું તેની સાથે શું કનેક્શન છે તે અંગે SIT ટીમ પૂછપરછ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આ મામલે એક અન્ય વ્યક્તિ પણ છે જે યુવતીને બ્લેકમેઈલ કરી રહ્યો હતો.

તેની ધરપકડ થવાની બાકી છે. તેને પકડવા માટે ટીમ નીકળી ચૂકી છે. આરોપી વિદ્યાર્થીની તેના બોયફ્રેન્ડ સન્નીને જે વીડિયો મોકલતી હતી તે વીડિયોને સન્ની એક ડિવાઈસમાં સ્ટોર કરતો હતો. સન્ની પાસેથી તે ડિવાઈસ રિકવર કરી લેવાયું છે અને તેને ફોરેન્સિક ટીમને મોકલી દેવાયું છે.

આ પણ વાંચો :-

નશામાં ધૂત પંજાબ CM ભગવંત માનને જર્મનીમાં ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા, વિપક્ષે રાજીનામું માંગ્યું 

0

Drunk Punjab CM Bhagwant Mann kicked

  • પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન એક વખત ફરીથી વિવાદોમાં સપડાયા છે.

ભગવંત માનને જર્મનીમાં (Bhagwant Mann Germany Visits) એક પ્લેનમાંથી નીચે ઉતારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન જર્મનીથી પરત ફર્યાં છે, પરંતુ તેમના એક દિવસ બાદ પરત ફરવાને લઈને વિપક્ષી પાર્ટીઓએ (Opposition part) તેમને ઘેર્યાં છે અને જવાબ માંગ્યો છે.

શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલ, સીનિયર નેતા બિક્રમસિંહ મેજીઠિયા, કોંગ્રેસના પ્રતાપસિંહ બાજવા, સુખપાર સિંહ ખૈહરા વગેરેએ સ્પષ્ટતા માંગી છે.

સુખબીર બાદલે એક ટ્વીટ કરતાં કહ્યું છે કે, જર્મની પ્રવાસ પર ગયેલા મુખ્યમંત્રી ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સની ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી માન એટલા નશામાં હતા કે, તેઓ ચાલી પણ નહતા શકતા. તેમના કારણે ફ્લાઈટ પર 4 કલાક મોડી પડી. આ ઘટના વિશ્વભરના પંજાબીઓ માટે શરમજનક છે.

એક સાથી મુસાફરના ટ્વીટના આધારે સુખબીરે જણાવ્યું કે, આ પ્રકારના રિપોર્ટોએ સમગ્ર વિશ્વમાં પંજાબીઓને પરેશાન કર્યાં છે. આ સાથે જ તેમને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. ખાસ વાત છે કે, મુખ્યમંત્રીના આ રિપોર્ટ પર આમ આદમી પાર્ટીએ ચૂપકિદી સાધી છે. તેમણે કેજરીવાલ પાસે સ્પષ્ટતા માંગી છે.

Image

આ સાથે જ તેમણે ભારત સરકાર સમક્ષ હસ્તક્ષેપ કરવાની માંગ કરતા જણાવ્યું છે કે, આ બાબત દેશ અને પંજાબના ગૌરવનો સવાલ છે. સરકારે આ બાબતે જર્મન સરકાર સાથે વાત કરવી જોઈએ.

પંજાબમાં નેતા વિપક્ષ પ્રતાપસિંહ બાજવાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનને જર્મનીમાં જે હાલતમાં ફ્લાઈટમાં ઉતારી દેવામાં આવ્યાં છે. તેને જોતા મુખ્યમંત્રીએ નૈતિક્તાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ. તેમની આ હરકતે સમગ્ર દેશનું માથું શરમથી ઝૂકાવી દીધુ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભગવંત માન વધારે દારુ પીવાના કારણે વિવાદોમાં સપડાઈ ચૂક્યાં છે. અગાઉ પણ માન દારુના નશામાં પંજાબમાં કેમ્પેઈન કરતા જોવા મળ્યા હતા.

 આ પણ વાંચો :-

વજન ઘટાડવા માટે ગરમ પાણી પીતા લોકો સાવધાન ! શરીરને પહોંચી શકે છે આ ગંભીર નુકસાન

People who drink hot water to lose weight,

  • વજન ઘટાડવા માટે કેટલાક લોકો ગરમ પાણી પીવાનું શરૂ કરે છે. આ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો તેના વિશે જાણીએ.

દરેક વ્યક્તિ ફિટ દેખાવા (Look fit) માંગે છે. પરંતુ દરેક વ્યક્તિ માટે નિયમિત કસરત અને ડાયેટનું પાલન કરવું પૂરતું નથી. ખરાબ જીવનશૈલીના કારણે લોકોનું વજન સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વજન ઘટાડવા માટે ગરમ પાણી (hot water) પીવાનું શરૂ કરી દે છે.

પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી પીવાથી અથવા વધારે માત્રામાં ગરમ ​​પાણી પીવાથી તમને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. મહત્વનું છે કે વધુ પડતું ગરમ ​​પાણી પીવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. ગરમ પાણી પીતા પહેલા તેના ગેરફાયદા વિશે ચોક્કસથી જાણી લો.

ગરમ પાણી પીવાથી થતું નુકસાન :

  • જો તમે વધારે પ્રમાણમાં ગરમ ​​પાણી પીઓ છો તો તેની તમારી ઊંઘ પર નકારાત્મક અસર પડશે. તમને જણાવી દઈએ કે વારંવાર યુરિન આવવાના કારણે તમે અનિદ્રાનો શિકાર પણ બની શકો છો.
  • વધુ પડતા ગરમ પાણીનું સેવન તમારા શરીરના આંતરિક અંગોને અસર કરી શકે છે. જો તમે વધુ ગરમ પાણી પીશો તો તમારા આંતરડા પર નકારાત્મક અસર થઈ શકે છે. જો તમે વધારે પ્રમાણમાં ગરમ ​​પાણી પી રહ્યા છો, તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
  • જો તમે ગરમ પાણીનું સેવન કરો છો તો તમને હીટસ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. ધ્યાન રાખો કે જો તમે તડકામાં બહાર જવાના હોવ તો ભૂલીને પણ ગરમ પાણી ન પીવો. સાદા પાણીનું જ સેવન કરો. આ સિવાય ગરમ પાણી પીવાથી તમારી જીભને નુકસાન થઈ શકે છે. ગરમ પાણી તમારા ગળા અને હોઠને પણ અસર કરી શકે છે.
  • મહત્વનું કે જો તમે નિયમિતપણે વધુ પડતા ગરમ પાણીનું સેવન કરો છો, તો તમને કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

 આ પણ વાંચો :-

ભાજપના નેતા અને શિક્ષિકા વચ્ચેની બિભત્સ ચેટ વાયરલ ! જમીની ફાઈલ ક્લીયર કરવા માંગ્યા રૂપિયા

A nasty chat between BJP leader and teacher

  • ભાજપના પાર્થે જમીનની ફાઇલ ક્લીયર કરવા 7 લાખ રૂપિયા માગ્યા હોવાની ઓડિયો ક્લીપ સામે આવી છે. એટલું જ નહીં આ ઉપરાંત ઉત્તર ગુજરાતની શિક્ષિકા સાથેની બિભત્સ ચેટ પણ વાઇરલ થઈ છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Legislative Assembly) ચૂંટણીઓ નજીક આવી રહી છે તેની સાથે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. એટલું જ નહીં હવે ફરી એકવાર ઓડિયો અને વીડિયો ક્લીપ (Video clip) વાયરલ થવાનો દોર શરૂ થઈ ગયો છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં શહેર ભાજપના નેતા પાર્થની એક ઓડિયો ક્લીપ અને એક શિક્ષિકા (Teacher) સાથેની બિભત્સ ચેટિંગ (Nasty chatting) વાયરલ થતાં હાલ ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ શિક્ષિકા વડોદરામાં 7થી 9 ઓગસ્ટ હોટલમાં રોકાઈ હતી. ઉત્તર ગુજરાતમાં આવેલી એક સ્કૂલનો ભાડા પટ્ટો વધારવા માટે શહેર ભાજપના પાર્થે 7 લાખ રૂપિયામાં કામ કરાવી આપશે તેમ કહી ટ્રસ્ટની શિક્ષિકાને વડોદરા બોલાવી હતી.

જેમાં પાર્થે યુવતી સાથે બીભત્સ ચેટિંગ કરી હોવાના પણ સ્ક્રીન શોટ વાઇરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે. ઉત્તર ગુજરાતમાં આવેલી સ્કૂલની જમીનનો ભાડાપટ્ટો વધારવા માટે ત્યાંની એક શિક્ષિકાએ વડોદરાના વકીલનો સંપર્ક કરી વડોદરા શહેરના ભાજપના પાર્થ સાથે વાતચીત કરાવી હતી. જેમાં આ કામગીરી કરવા માટે પાર્થે 7 લાખ રૂપિયાની માંગ કરી પહેલાં 3 લાખ રૂપિયા અને ખર્ચના 50 હજાર રૂપિયા લઈ લેવા જણાવ્યું હતું.

એડવોકેટ ભાવિન વ્યાસ-ભાજપ નેતા પાર્થની ઓડિયો વાયરલ :

પાર્થ : પેલામાં 6.50થી 7 જેવો ખર્ચ થશે, બીજી વસ્તુ કે એ આપણે ધક્કા થશે એનો ખર્ચ કોણ કાઢશે?

ભાવિન : એ લોકો જ આપશે ને

પાર્થ : બીજું કે સાહેબ તો નીકળી ગયા છે, વાત થઈ નથી હું રાતે વાત કરું છું

ભાવિન : અમે પણ નીકળી ગયા હતા ખંડેરાવ માર્કેટમાં ચિંતનભાઈ ની ઓફિસમાં

પાર્થ : 7 પેટી કહી દે, હમણાં લાખ આપે, 50 હજાર આપણા ખર્ચના.

ભાવિન : સાડા ત્રણ લાખ.

પાર્થ : અને બીજા પોણા ચાર રહ્યા એવું કહી દે.

ભાવિન : થઈ જશે કહી દઉં ને

પાર્થ : એ તો જોઈએ ત્યાં સુધી કંઈ કહેવાય નહીં, મારે વાત થઈ પણ આપણે જે સવાલ છે ને એ જ લોકોના માઇન્ડમાં છે, ક્રિશ્ચન ટ્રસ્ટ છે.

ભાવિન : એટલે મેઇન ટ્રસ્ટી જોડે વાત કરી લઉં.

પાર્થ : બીજી એવી વાત છે જે હું ક્લિયર કરું છું આપણે કામ પહેલા, જઈને આવીએ ત્યાર પછી 500 ના સ્ટેમ્પ પેપર પણ લખાણ લખાવવાનું છે. આ પેમેન્ટ કરે છે તે કોઈ જમીન વિશે એક નથી.

ભાવિન : લીગલ એડવાઇસ

પાર્થ :ના, જમીનની મેટર નથી લેવાની, તેમાં અમારી શાળામાં રમત ગમતની તાલીમ આપવા મારી એકેડેમીનું નામ આપી દઈશ,તેઓએ 2020-21 અને 22માં તાલીમ આપેલી હતી. તે પેટેના 7 લાખ ચૂકવી રહ્યા છે.

ભાવિન : બરાબર

પાર્થ : જેની તાલીમ જુલાઈ 2022 ના રોજ ખતમ થઈ છે અને અમે પેમેન્ટ ચૂકી રહ્યા છે. જમીનનો વિષય ન આવે. કાલે ઉઠીને કોઈ વિષય એવો બને કે મારા ફ્યુચર પોલિટિકલ પર અસર થાય, મારા પર જમીનનો આક્ષેપ થાય તો મારી પાસે સોગંદનામં હોય. આપણા ભવિષ્યનો વિચાર કરી રહ્યો છું. 5 વર્ષ પછી પલટી જઈ અને દાવ લઈને આવે તો શું કરવાનું ?

ભાવિન : હા બરાબર, હું પણ ભરોસો નથી કરતો

પાર્થ : આપણે બે દિવસથી ઓળખીએ છીએ.

શિક્ષિકા વડોદરામાં 7થી 9 ઓગસ્ટ સુધી હોટલમાં રોકાઈ હતી. જ્યાં પાર્થ તેને મળ્યો હતો અને ફાઇલ વિશે ચર્ચા કરી હતી. જોકે ત્યારબાદ સાહેબને મળવા માટે 7 લાખમાં કામ થશે તેમ જણાવી હૈયાધારણા આપી હતી, પરંતુ કોઈ કારણસર કામ ન થતાં તે કામગીરી થઈ શકી નહતી.

શહેરના વકીલ અને પાર્થ વચ્ચે વાઇરલ થયેલા ઓડિયોમાં રૂા. 500 સ્ટેમ્પ પર રૂા. 7 લાખ જમીન પેટે નહિ, પરંતુ પાર્થની એકેડેમીએ શાળામાં તાલીમ આપી હોવાથી ચૂકવી રહ્યા હોવાનું લખાવવાની વાત થઈ છે. જોકે આ ઓડિયો સાથે શિક્ષિકા સાથે પાર્થે કરેલી બીભત્સ ચેટ પણ વાઇરલ થઈ છે.

આ પણ વાંચો :-

જૂનાગઢના બુટગલેરે વીડિયો બનાવી પોલીસને ધમકી આપી, ગોળી મારવી હોય તો મારી દો…

0

Junagadh bootlegger made a video and threatened the police

  • બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે.

જૂનાગઢમાં (Junagadh) સ્ટેટ મોનિટરિંગ સેલના (State Monitoring Cell) દરોડા પડ્યા છે. જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સહિત સાત જેટલા લોકો સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. જેમા તે કોઇ પણ પ્રકારના ખૌફ વિના પોલીસને ધમકી આપી રહ્યો છે.

બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા સહિત સાત સામે ગુનો દાખલ કરાયો છે. જે બાદ ધીરેન કારીયાનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે જેમા તે કહી રહ્યો છે કે, મને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવી રહ્યો છે. જો આવી રીતે જ મને હેરાન કરવામાં આવશે તો હું આત્મહત્યા કરી લઇશ.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

તમને જણાવી દઇએ કે આ પહેલા 22.40 લાખનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો. આ દારૂનું કટિંગ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને આ દારૂ લિસ્ટેડ બુટલેગરે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે બુટલેગરનો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં ધીરેન કારિયાએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે, તે પોતાના પિતાના શ્રાધમાં હતો અને તેની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે સાથે જ ધીરેન કારિયાએ વીડિયોમાં એવું પણ કહ્યું છે કે તેની પાસે 1 કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી જેનો કેસ વંથલી કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસ પરત ખેંચવા માટે જ પોલીસે તેના પર ખોટો કેસ કર્યો છે.

આ પણ વાંચો :-

VIDEO : પાકિસ્તાનથી દુબઈ જઇ રહેલી ફ્લાઈટમાં યુવક પઢવા લાગ્યો નમાઝ, ક્રૂએ રોક્યો તો ફ્લાઈટમાં કરી તોડફોડ

ગુજરાતમાં આવેલું છે દુનિયાનું સૌથી પહેલું શાકાહારી શહેર, માંસ પર છે સંપૂર્ણ પ્રતિબંધ, શું તમારું શહેર તો નથી 

0

Gujarat is home to the world’s first vegetarian

  • ગુજરાતનું પાલીતાણા શહેર દુનિયાનું સૌથી મોટું શાકાહારી શહેર છે. અહીં માંસ સંપૂર્ણપણે બેન છે. જાણો આ શહેર વિશે વિગતવાર

ભારતનાં (India) દરેક રાજ્યની અલગ અલગ પરંપરાઓ હોય છે. આ જ પરંપરાઓ અને રિવાજોને કારણે ભારત વિવિધતાસભર દેશ બની જાય કે. એવું માનવામાં આવે છે કે દર 10 કિલોમીટર પર ભારતમાં (India) પરિવર્તન જોવા મળે છે. અમુક એવી જગ્યાઓ હોય છે.

જેની અનોખી પરંપરાથી ભારતની એક અલગ ઓળખાણ બની જાય છે. આમાં ગુજરાતનો એક એવો પ્રદેશ છે, જેના વિશે સૌ કોઈ જાણે છે. આ રાજ્યમાં એકમાત્ર એવું શહેર છે. જે સંપૂર્ણ રીતે શાકાહારી (Vegetarian) છે. પાલીતાણા શહેરની આપણે વાત કરી રહ્યા છીએ, જે સંપૂર્ણ રીતે શાકાહારી છે. આ શહેરમાં માંસ સપૂર્ણ રીતે ગેરહાજર છે.

દુનિયાનું સૌથી પહેલું શાકાહારી શહેર  :

ગુજરાતનાં પાલીતાણા શહેરમાં જૈન મંદિરોની સંખ્યા ઘણી છે. વર્ષ 2014માંઆ 200થી વધારે જૈન મુનિ અને સંતોએ હન્ગર સ્ટ્રાઈક કરી હતી. તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે પ્રાણીઓને મારવા પર રોક લગાવવામાં આવે અને વહેલી તકે સ્લૉટર હાઉસ પર બેન લગાવવામાં આવે.

આ સ્ટ્રાઈકને જોઈને સરકારે પણ ઝૂકવું પડ્યું. તમને જણાવી દઈએ કે  આ શહેર ગુજરાતનાં ભાવનગર જિલ્લામાં સ્થિત છે. અહીં શત્રુજયની પહાડીઓ છે. આ શહેરમાં લગભગ 1000થી વધારે મંદિર છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

અહીં જૈન ધર્મમાં માનનારા લોકોની સંખ્યા વધારે છે. આવામાં ઘણા લાંબા સમયથી જૈન મુનિઓની માંગ હતી, આ શહેરમાં માંસને સંપૂર્ણ રીતે બેન કરી દેવામાં આવે. સરકારે જૈન અનુયાયીઓની વાત માની લીધી. આ સાથે જ કડક નિયમ બનાવવામાં આવ્યો અને લોકોને ચેતવણી આપવામાં આવી કે આ પ્રકારની ગતિવિધિઓમાં જો કોઈ પકડાયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પાલીતાણા વિશ્વનું પહેલું શાકાહારી શહેર બની ગયું છે.

જૈન ધર્મનું સૌથી પવિત્ર સ્થળ  :

ગુજરાતનાં પાલીતાણા શહેરમાં સુંદર પહાડોની શૃંખલા છે. આ જૈન ધર્મનાં અનુયાયીઓ માટે કેન્દ્ર માનવામાં આવે છે. આવા અહીં ઘણાઆ મંદિરો છે, જે મુખ્ય રૂપથી જૈન ધર્મના પહેલા તીર્થંકર ભગવાન આદિનાથને સમર્પિત છે. સૌથી મોટું ચોમુખા મંદીઓર છે. આ ઉપરાંત કુમારપાળ, સમપ્રતિ રાજ, વિમલ શાહ મંદિર પણ અહીં જ છે. મંદિરોના વાસ્તુ કળાને જોઈને પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

સંગેમરમરનાં પત્થરોથી નિર્મિત આ મંદિર પોતાની વાસ્તુકળાને લઈને એક અલગ જ છાપ છોડે છે. 11મીથી 12મી સદી દરમિયાન અહીં જૈન મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એવી માન્યતા છે એ કે ઋષિ મુનિઓને મોક્ષની પ્રાપ્તિ અહીં જ થઈ હતી અને એટલા માટે પાલીતાણાને જૈન અનુયાયીઓ માટે સૌથી પવિત્ર શહેરના ઉપમા જોવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

સુરતના Dumas Beachને કેમ ભૂતિયા હોવાની વાત ફેલાવે છે લોકો ? રહસ્યોથી ઘેરાયેલી છે કહાની

0

Why do people spread the word that Dumas Beach

  • ગુજરાતના સુરતમાં આવેલ આ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવમાં આવે છે.

દરિયા કિનારે (on the seashore) જઈને લોકોને ઘણી શાંતિ મળે છે. પણ ઘણા એવા બીચ છે જ્યાં જવા માટે હિંમતની જરૂર પડે છે. એ અમુક બીચની કહાનીઓ ભૂતથી જોડાયેલ છે અને તેને ભૂતિયા બીચ (Haunted Beach) તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ મહત્વ અને કહાનીઓ ધરાવતા આ બીચ વિશે ચાલો જાણીએ.

આજ સુધી ભૂતિયા ઘર અને જગ્યાઓ વિશે સાંભળ્યું હશે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ દરિયાકિનારો ભૂતિયા હોય? આપણા ગુજરાતના સુરતમાં આવેલો ડુમસ બીચ સ્થાનિકોમાં તો ઘણો ફેમસ અને ચર્ચિત છે પણ ડુમસ બીચને ઈન્ટરનેટ પર લોકો એક અલગ રીતે ઓળખી રહ્યા છે. આ બીચનું નામ પડતા જ લોકો ડરવા લાગે છે.

ડુમસ બીચ – Dumas Beach :

ગુજરાતના સુરતમાં આવેલ આ બીચને ભૂતિયા બીચ તરીકે ઓળખવમાં આવે છે. ડુમસ બીચ સાથે ઘણી ડરામણી કહાનીઓ જોડાયેલ છે. ત્યાં જોડાયેલ સ્થાનિક વાર્તાઓને અનુસાર કહેવામાં આવે છે કે એ દરિયાકિનારાનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરવામાં આવતો હતો અને તેને કારણે જ એ દરિયા કિનારાની રેતી કાળી છે.

આ સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે એ દરિયા કિનારે રાત્રે ઘણી આત્માઓ પણ ભટકે છે અને એટલા માટે જ એ બીચ પર રાત્રે એકલું જવાની મનાઈ છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

જો કે ઘણા લોકો આ વાત માનતા નથી પણ એવું કહેવામાં આવે છે કે જે લોકો આ બીચ પર રાત્રે એકલા ગયા છે એ ક્યારેય પાછા ફર્યા નથી. અને તેને કારણેજ સુરતના ડુમસ બીચનું નામ ભારતની મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. રાતના સમયે આ બીચની આસપાસ કોઈ વ્યક્તિ ભટકતુ પણ નથી.

ચાંદીપૂર બીચ – Chandipur Beach :

બંગાળની ખાડીના કિનારે આવેલ આ બીચને સુપ્ત સમુદ્ર તટ પણ કહેવામાં આવે છે કારણકે ત્યાંના દરિયામાં આવતા મોજા લો ટાઈડ એટલે કે ઓરતીને કારણે 5 કિલોમીટર સુધી પાછળ ચાલ્યા જાય છે. કહેવાય છે કે આ ઘટના દિવસમાં 2 વખત થાય છે.

મુઝપ્પિલંગડ બીચ – Muzhappilangad Beach :

આ બીચ એશિયામાં સૌથી લાંબી ડ્રાઇવ માટે જાણીતો છે. આ  જગ્યા પર તમે બીચ રોડ ટ્રિપ લઈ શકો છો. મુઝપ્પિલંગડ બીચ કેરળના કન્નુરમાં લગભગ 5 કિલોમીટર જેટલો લાંબો પટ છે. લોકો અહીંઅલગ અલગ વોટર સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે દૂર દૂરથી આવે છે. આ સાથે, તમે અહીં બેસ્ટ સીફૂડનો પણ આનંદ લઈ શકો છો.

આ પણ વાંચો :-