Home Blog Page 1312

આજનું રાશિફળ 20 સપ્ટેમ્બર : કન્યા-કુંભ રાશિના જાતકોને ધંધામાં લાભ થવાના સંકેત, જાણો કેવો રહેશે તમારો દિવસ

Today’s Horoscope September 20 Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્ની સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવા.

મિથુન
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતી થતી જણાય. સત્ય વાત શાંતીથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ, આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્ક
બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યા
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાન દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલા
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા-પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિક
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્યદાયક બનતી જણાય. પોતાના અહ‍્મનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધન
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકર
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાના દુખાવો રહે.

કુંભ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્ત્વના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીન
શારીરિક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિ સ્પર્ધીઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

પતિ બેન્કર અને પત્ની CA, નોકરી છોડી બંનેએ શરૂ કરી ખેતી, હવે વર્ષે દહાડે કરે છે કરોડોની કમાણી

0

Husband banker and wife CA, both quit their

  • અભ્યાસ કર્યા બાદ લોકો નોકરી શરૂ કરે છે અને કેટલાક લોકોને એકદમ ઓછા સમયમાં સફળતા મળી જાય છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે સારી એવી નોકરી છોડીને કોઇ ખેતી (Organic Farming) શરૂ કરી દીધી છે.

જોધપુરના એક કપલે એવું કર્યું છે કે જામેલી નોકરી છોડીને ખેતી શરૂ કરી અને આજે તેમનો વાર્ષિક નફો લગભગ 1 કરોડ રૂપિયા છે.

જોધપુરના (Jodhpur) રહેવાસી લલિતે (Lalite) એમબીએ કર્યા બાદ બેંકમાં નોકરી જોઇન કરી, જ્યારે તેમની પત્ની ખુશ્બુ ચાર્ટર્ડ એકાઉન્ટેટ હતી. ત્યારબાદ તેમણે જોબ છોડીને ઓર્ગેનિક ખેતી (Organic Farming) શરૂ કરી અને તેને પ્રોફિટનો બિઝનેસ (Business of profit) બનાવી દીધો. આજે લલિત અને ખુશ્બુ બીજા માટે ઉદાહરણ બની ગયા છે. જે ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે.

નોકરી દરમિયાન લલિત ઓર્ગેનિક ખેતી વિશે વધુ જાણતા નથી અને તેના વિશે બસ તેમણે સાંભળ્યું હતું. જોકે તેની શરૂઆત કરતાં પહેલાં જૈનિક ખેતી પર સંપૂર્ણ રિસર્ચ કર્યું અને જોધપુર આવીને ઉદ્યાન વિભાગમાંથી ટ્રેનિંગ લીધી. તેમણે પોલીહાઉસ અને ગ્રીન હાઉસ વિશે સમજ્યા. જયપુરમાં કૃષિ રિસર્ચ સેન્ટરમાં ઉદ્યાન વિભાગના અધિકારીઓ પાસેથી બારીકીઓ શીખી.

જ્યારે લલિતે ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી ત્યારે લોકોએ તેમને ડરાવ્યા કે આ સક્સેસ નથી, પરંતુ તેમણે તેની ચિંતા કરી નહી અને આ ક્ષેત્રમાં ઉતરવાનો નિર્ણય કર્યો. લલિતે કહે છે કે તેના માટે જ્યારે તેમણે પિતાના પૂર્વજોની જમીન માંગી તો શરૂઆતમાં તે રાજી થયા નહી, પરંતુ પછી ધીમે ધીમે માની ગયા.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

ટ્રેનિંગ બાદ લલિતે પોતાના ફાર્મ પર શેડનેટ હાઉસ લગાવી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું અને પછી ધીમે ધીમે પોલીહાઉસ પણ લગાવ્યું. તેમણે ઉદ્યાન વિભાગ પાસે ગ્રાન્ટ લઇને ખીરાનું ઉત્પાદન લેવાનું શરૂ કર્યું અને તેના માટે તુર્કીથી બીજ મંગાવ્યા. વર્ષ 2015-16 માં અડધા વિના જમીન પર કુલ 28 ટન ખીરા કાકડીનું ઉત્પાદન શરૂ કયું અને ચાર લાખ રૂપિયાના ખર્ચે 12 થી 13 લાખ રૂપિયાનો શુદ્ધ ફાયદો થયો.

ત્યારબાદ લલિતે નર્સરીની શરૂઆત કરી અને તે સમયે તેમનું ટર્નઓવર 23 થી 30 લાખ રૂપિયા હતું. ત્યારબાદ ધીમે ધીમે આ 60 થી 80 લાખ રૂપિયા સુધી પહોંચ્યું. આજે તેમની વાર્ષિક કમાણી 1 કરોડ રૂપિયાથી વધુ છે.

લલિતની પત્ની ખુશ્બુ સીએ છે અને શરૂઆતમાં તેમને ઓર્ગેનિક ખેતી વિશે કંઇપણ જાણકારી ન હતી. જોકે તેમણે પોતાના પતિને પુરો સપોર્ટ કર્યો અને હવે તે સંપૂર્ણ બિઝનેસને સંભાળી રહ્યા છે. ખુશ્બુ કહે છે કે આજે તે લોકો અત્યાર સુધી 60 હજારથી વધુ ખેડૂતોને ખેતીના ગુણ શીખવાડી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

નવરાત્રિમાં વરસાદ અંગે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી, ખેલૈયાઓ આ વાંચીને પછી કરજો પ્રેક્ટિસ

0

Meteorological Department’s Biggest Forecast   Then

  • આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. કોરોના કાળમાં બે વર્ષ ખેલૈયાઓ અને ગરબા રસિકોના રંગમાં ભંગ પડ્યો હતો. આ વખતે કોરોનાનું જોખમ ઓસરતા ખેલૈયાઓ અને યુવા હૈયાઓ નવરાત્રિમાં નવ દિવસ મનમુકીને ગરબા રમવાના ઓતરા લઈને બેઠાં છે.

ગુજરાતમાં (Gujarat) નવરાત્રિ (Navratri) અંગે સૌથી મોટા સમાચાર. ગરબે ઘુમવાની (Wander around) મહેચ્છાઓ સાથે થનગની રહેલાં ખેલૈયાઓ માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. નવરાત્રિમાં (Navratri 2022) વરસાદ વિલન બનીને મજા બગાડશે એવી દ્વિધા ઘણાં સમયથી ગરબા રસિકો અને ગરબા આયોજકોને સતાવી રહી હતી.

વચ્ચે ક્યાંક ક્યાંક એવા સમાચારો પણ વહેતાં થયા હતા કે વરસાદ વિલન બનીને ગરબાની મજા બગાડી શકે છે. જોકે, આજે હવામાન વિભાગે સત્તાવાર રીતે કરેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છેકે, આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.

ઉલ્લેખનીય છેકે, આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. કોરોના કાળમાં બે વર્ષ ખેલૈયાઓ અને ગરબા રસિકોના રંગમાં ભંગ પડ્યો હતો. આ વખતે કોરોનાનું જોખમ ઓસરતા ખેલૈયાઓ અને યુવા હૈયાઓ નવરાત્રિમાં નવ દિવસ મનમુકીને ગરબા રમવાના ઓતરા લઈને બેઠાં છે. ત્યારે એક સંભાવના એવી ચર્ચામાં હતી કે, આ વખતે વરસાદ પાછો ખેંચાયો છે, તેને પગલે નવરાત્રિ દરમિયાન વરસાદ વિલન બનીને રંગમાં ભંગ પાડી શકે છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

જો કે હવામાન વિભાગે આ વાતને અફવા ગણાવીને તેનો છેડ ઉડાડી દીધો છે. હવામાન વિભાગે હાલમાં જ કરેલી આગાહી મુજબ આગામી 26 સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. આ સમાચારથી ગરબા રસિકોને ચોક્કસથી મનમાં હાશકારો થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે, આ ઉપરાંત હાલ પુરતો રાજ્યમાં ક્યાંય કોઈ વરસાદી મહોલ નથી.

આજે દક્ષિણ ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કરેલી મહત્ત્વની આગાહી મુજબ આગામી બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય તરફ આગળ વધી શકે છે. રાજ્યના સૌથી મોટા જિલ્લા એના કચ્છમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ એક્ટીવ થઈ રહી છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ ફંટાય તો રાજ્યના દક્ષિણ ઝોન એટલે કે, સુરત, તાપી, વાપી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વરસાદ પડી શકે છે. જોકે, એકંદરે નવરાત્રિમાં વરસાદ નહીં પડે તેવી આગાહીથી ખેલૈયાઓને મોજ પડી જશે.

આ પણ વાંચો :-

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંઘનો કથિત અશ્લિલ VIDEO વાયરલ, રડતાં રડતાં અભિનેત્રીએ કરી કબૂલાત

Bhojpuri actress Akshara Singh’s alleged

  • ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અક્ષરા સિંહનો MMS વીડિયો લીક થવાનો મામલો સામે આવ્યો હતો અને એ પછી તુરંત અભિનેત્રીનો રડતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

થોડા દિવસો પહેલા કચ્ચા બદામ ગર્લ (Raw Nut Girl) અંજલિ અરોરાનો (Anjali Arora) એક MMS વીડિયો લીક થયો હતો અને તેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો પણ અંજલિએ સાફ કહી દીધું હતું કે આ વિડીયો તેનો નહતો પણ એ છતાં પણ આ મામલો શાંત નહતો થયો.

એમાં આ દરમિયાન વધુ એક MMS લીકના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે આ વાયરલ થયેલ MMS ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહનો છે. જણાવી દઈએ કે આ MMS વીડિયો લીક થયા પછી અક્ષરા સિંહનો બીજો એક રડતો વીડિયો વાયરલ થયો છે.

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

હાલમાં જ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અક્ષરા સિંહનો MMS વીડિયો લીક થવાનો મામલો સામે આવ્યો હતો અને એ પછી તુરંત અભિનેત્રીનો રડતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં અક્ષરા સિંહ કહેતી જોવા મળી હતી કે તેને નિશાનનો બનાવીને કોઈ ફેક ન્યૂઝ ચલાવી રહ્યો છે અને કોઈ પર કટાક્ષ કરતાં કહે છે કે જો તમે મોટા છો તો તમારા કામથી પણ મોટા બનો.

જો કે આમાં પણ એક ટ્વીસ્ટ છે અને અક્ષરા સિંહનો રડતા જે કથિત વીડિયો વાયરલ થયો છે એ વીડિયો બે વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે. તેના આ કથિત વીડિયોમાં અભિનેત્રી હાથ જોડીને જોવા મળી રહી છે. એ વાયરલ વીડિયોમાં અક્ષરા કહી રહી છે કે તેને મને હેરાન કરી છે. જો કે તમને જણાવી દઈએ કે એક યુટ્યુબ ચેનલે દાવો કર્યો હતો કે આ MMS વિડિયો અક્ષરા સિંહનો છે અને એ પછી એમનો MMS વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-

OPS મુદ્દે Twitter War ! ભાજપ નેતાએ AAP પ્રમુખને કહ્યું પહેલાં અંગ્રેજીનું ગુજરાતી કરતા શીખો !

0

Twitter War on OPS! BJP leader told AAP

  • ઓલ્ડ પેન્શન સિસ્ટમ એટલે કે જૂની પેન્શન યોજના લાગૂ કરવા મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટ્વીટર પર યુદ્ધ છેડાયું છે. જેમાં “AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને અંગ્રેજીનું ગુજરાતી કરતા આવડતુ નથી” એવો ગુજરાત ભાજપના પ્રવક્તાએ કર્યો કટાક્ષ.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી માથે છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને ભાજપ વચ્ચે વિવિધ મુદ્દાઓને લઈ ટ્વીટર પર યુદ્ધ છેડાયું છે. એક તરફ સરકારી કર્મચારીઓેના વિવિધ સંગઠનો (Employees’ Associations) ચૂંટણીટાણે પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યાં છે.

ત્યાં બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો પગ જમાવવા માટે AAP આવા આંદોલનકારીઓનો સહારો લઈને પોલિટિકલ માઈલેજ મેળવવાની વેતરણ જણાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સિસ્ટમ લાગૂ કરવા માંગ કરી રહ્યાં છે. ત્યાં બીજી તરફ આ મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઓલ્ડ પેન્શન સિસ્ટમને લઈને ટ્વીટર પર ઘમાસાણ છેડાયું છે.

No description available.

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાઓ ટ્વીટ કરીને પંજાબ સરકાર અને ત્યાંના સીએમ ભગવંત માનને ઓલ્ડ પેન્શન સિસ્ટમ લાગૂ કરવા માટે અભિનંદન પાઠવી દીધાં છે. ત્યારે કોંગ્રેસમાંથી ગુજરાત ભાજપમાં આવેલાં દિગ્ગજ નેતા યુવરાજસિંહ પરમારે ટ્વીટર પર જવાબ આપતા જણાવ્યું છેકે, ગોપાલભાઈ પહેલાં પંજાબ સરકારને કહો કે હાલ જે નોકરી કરી રહ્યાં છે પંજાબમાં એમને પગાર ચૂકવે…પછી રિટાયર્ડ લોકોને પેન્શન આપવાના ભ્રમ ફેલાવજો…

રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર

ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલિયાએ એવું ટ્વીટ કર્યું હતું કે આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે ops લાગુ કરવામાં આવશે. તે

ને જવાબ આપતાં ભાજપના પ્રદેશ પ્રવક્તા જણાવ્યું હતુંકે, જુઓ ખરા આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતી કરતા પણ આવડતું નથી એક બાજુ પંજબના મુખ્યમંત્રી કહે છે કે અમે ops આપવા વિચારીએ છીએ, ફિઝિબિલિટી તપાસ કરી રહ્યાં છીએ. બીજી બાજુ ગુજરાતનો આપ નો પ્રમુખ કહે છે કે નિર્ણય કરી દેવામાં આવ્યો છે. ભાઈ ગુજરાતમાં આ પ્રોસીઝર પતી અને 2005 પહેલાંના માટે અમલ પણ શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચો :-

અમદાવાદીઓ માટે ખુશ ખબર ! આ તારીખે મોદી મેટ્રો ટ્રેનની ભેટ આપી શકે છે, જે હેલ્મેટ સર્કલથી ટ્રેનને આપશે લીલીઝંડી

0

Good news for Ahmedabadi! On this date

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદને 30મી સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેનની ભેટ આપશે. મેટ્રો ટ્રેનના શુભારંભને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર તૈયારીમાં લાગી ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમદાવાદીઓને પાંચમા નોરતે મેટ્રોની (Metro) ભેટ આપશે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1માં થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના (Vastral village) રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આગામી 30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી હેલ્મેટ સર્કલ પાસેથી ટ્રેનને લીલીઝંડી (Green light) આપીને પ્રસ્થાન કરાવશે.

ફેઝ-1ના રૂટમાં 38 સ્ટેશનનું નિરીક્ષણ પણ થઈ ગયું :

અમદાવાદીઓ માટે જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં એક નવી માધ્યમ ઉમેરાવા જઈ રહ્યો છે. અહી વાત થઈ રહી છે મેટ્રો ટ્રેનની. અમદાવાદના ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે.

જો કે હવે એ દિવસો દૂર નથી જ્યારે ફેઝ-1માં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળે. કેમ કે ફેઝ-1નું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના આરે છે. ફેઝ-1ના રૂટમાં 38 સ્ટેશનનું નિરીક્ષણ પણ થઈ ગયું છે.

મેટ્રો ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે :

પીએમ મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે જેની અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ મેટ્રો ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. 30મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે.

પ્રથમ દિવસે હશે માત્ર 5 રૂપિયા ભાડું :

એક રિપોર્ટ અનુસાર મેટ્રો ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે ટિકિટ માત્ર 5 રૂપિયા હશે. જ્યારે અન્ય દિવસોમાં મેટ્રો ટ્રેનમાં APMCથી વસ્ત્રાલ સુધીની ટિકિટ 25 રૂપિયા હશે. આ ઉપરાંત થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીનું ભાડું પણ 25 રૂપિયા જ હશે.

આ ઉપરાંત મેટ્રો રેલ કોર્પોરેશન કનેક્ટિવિટી માટે ઈ-રિક્ષા ચલાવવા પ્લાનિંગ કરી રહ્યું છે. મેટ્રો સ્ટેશનથી મુસાફરો મહત્વના સ્થળો પર ઝડપથી પહોંચી શકે તે અંગેની પણ વ્યવસ્થાઓ અંગે વિચારણા મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. ST સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સાથે મેટ્રો સ્ટેશનને સીધા જોડવા માટે ઈ-રિક્ષા દોડતી કરાશે.

આ પણ વાંચો :-

કેરળનો રીક્ષાવાળો એક રાતમાં જ કરોડપતિ બની ગયો, બંપર લોટરીમાં જીત્યો કરોડ રૂપિયા

0

A rickshaw puller from Kerala became a

  • કેરળનો રીક્ષાવાળો અનૂપ કરોડપતિ બની ગયો છે. શ્રીવારાહમમાં ઓટો ડ્રાઈવરે ઓનમના તહેવાર પર બંપર લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યા છે.

કેરળનો (Kerala) રીક્ષાવાળો અનૂપ કરોડપતિ (Anoop Crorepati) બની ગયો છે. શ્રીવારાહમમાં ઓટો ડ્રાઈવરે ઓનમના તહેવાર પર બંપર લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યા છે. લોટરીમાં (Lottery) 25 કરોડ રૂપિયા જીત્યા પછી ઓટો ડ્રાઈવરની (Auto driver) ખુશીનો પાર રહ્યો નથી. અનૂપે રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું તે પહેલા તે કુકનું કામ કરતો હતો.

તે પૈસા કમાવવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો. આ સિવાય તેણે બેન્કમાંથી લોન પણ લીધી હતી. જોકે તેના નસીબમાં કઈંક અલગ જ લખ્યું હતું. ઓનમમાં બંપર લોટરી જીત્યા પછી ઓટો ડ્રાઈવર હવે કરોડપતિ બની ગયો છે.

ઓટો ડ્રાઈવરે લોટરીમાં જીત્યા 25 કરોડ :

ઉલ્લેખનીય છે કે ઓટો ડ્રાઈવર અનૂપે શનિવારે રાતે ભગવતી એજન્સીમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી અને રવિવારે તે 25 કરોડનું ઈનામ જીત્યો હોવા અંગેની જાહેરાત થઈ હતી.

કેરળના નાણાં મંત્રી એન બાલગોપલે ટ્રાન્સપોર્ટ મંત્રી એન્ટની રાજૂ અને વટ્ટિયૂરકાવુ ધારાસભ્ય વી કે પ્રશાંતની હાજરીમાં લકી ડ્રોના વિજેતાની જાહેરાત કરી હતી. જેમાં ઓટો ડ્રાઈવર અનૂપે 25 કરોડ રૂપિયાની લોટરી જીતી હતી.

કેરળ લોટરીના ઈતિહાસમાં સૌથી મોટું ઈનામ :

કેરળ લોટરીના ઇતિહાસમાં આ વર્ષે ઓનમ પર બંપર પ્રાઈસ સૌથી મોટું હતું. ઓનમ બંપર પ્રાઈસનું પ્રથમ ઈનામ 25 કરોડ રૂપિયા, બીજુ ઈનામ 5 કરોડ રૂપિયા અને ત્રીજું ઈનામ 10 લોકો માટે 1 કરોડ રૂપિયા હતું.

લોટરીનો ટિકિટ નંબર ટીજે-750605 વાળા ઓટો ડ્રાઈવર અનૂપે પ્રથમ પ્રાઈસ એટલે કે 25 કરોડનું ઈનામ જીત્યું હતું. અનૂપે દાવો કર્યો કે ટેક્સ કાપ્યા પછી તેને 15 કરોડ 75 લાખ રૂપિયા મળશે.

આટલા રૂપિયાની હતી લોટરીની ટિકિટ :

આ વર્ષે 67લાખ ઓનમ બંપર ટિકિટ છપાઈ અને લગભગ તમામ ટિકિટ વેચાઈ ગઈ. ટિકિટની કિંમત 500 રૂપિયા જ હતી. લોટરી કેરળ સરકાર માટે આવકનું મખ્ય માધ્યમ છે. ઉલ્લેખનીય છે ઓનમ, રાજા મહાબલીના શાસનની યાદમાં મનાવવામાં આવે છે. તે એક પાકનો તહેવાર છે. જેને મુખ્યત્વે મલયાલી લોકો મનાવે છે.

આ પણ વાંચો :-

રેશન કાર્ડ છે પરંતુ ડીલર નથી આપી રહ્યો રાશન ? આ રીતે કરો ફરિયાદ, મળવા લાગશે અનાજ

0

Ration card but dealer is not giving ration?

  • ગરીબ લોકોને નજીવી કિંમતમાં આ ફ્રીમાં રાશન મળી શકે તે માટે રાશન કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, ઘણી વખત રાશન કાર્ડ હોવા છતાં પણ યોગ્ય લોકોને રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગરીબોની (the poor) મદદ માટે સરકાર તરફથી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ દ્વારા સરકાર તરફથી ગરીબોનું કલ્યાણ (Welfare of the poor) કરવામાં આવે છે અને તેમનું હિત જોવામાં આવે છે. ત્યારે સરકાર તરફથી તેના માટે પણ પ્રબંધ કરવામાં આવે છે કે કોઈ પણ નાગરિક દેશમાં ભૂખ્યું ના રહે અને તેને ગુજરાન ચલાવવા (Make a living) માટે અનાજ મળે.

આ ક્રમમાં સરકાર તરફથી રાશન કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. રાશન કાર્ડની મદદથી સરકાર ગરીબોને મફત અથવા નજીવી કિંમત પર રાશન આપવામાં આવે છે. જોકે, ઘણી વખત લોકોને રાશન લેવામાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે

રાશન આપવાની ના પાડે છે :

ઘણી વખત રાશન કાર્ડ હોવા છતા પણ રાશન ડીલર રાશન કાર્ડ હોલ્ડરને રાશન આપવાની ના પાડે છે. એવામાં રાશન કાર્ડ હોલ્ડરને ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. જોકે, સરકાર તરફથી આ માટે પણ નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ ડીલર રાશન આપવાની ના પાડે તો તેની ફરિયાદ થઈ શકે છે.

કરી શકો છો ફરિયાદ :

જો રાશન કાર્ડ હોવા છતાં યોગ્ય લોકોને રાશન નથી મળી રહ્યું તો તેની ફરિયાદ ઓનલાઈન કરી શકાય છે. રાજ્યની સંબંધિત વેબસાઈટ પર જઈ અથવા ઇમેલ દ્વારા તેની ફરિયાદ કરવામાં આવી શકે છે. જ્યારે પણ તમે ફરિયાદ કરશો તો તેના માટે રાશન કાર્ડ નંબરની સાથે રાશન ડેપોની પણ જાણકારી આપવી પડશે.

ફરિયાદના ઘણા છે માધ્યમ :

આ ઉપરાંત સંબંધિત રાજ્ય સરકારો પર અલગ-અલગ ઇમેલ આઇડી પણ હશે. જ્યાં તમે ઇમેલ કરી રાશન ન મળવાની ફરિયાદ કરી શકો છો. ત્યારે રાજ્યની રાશન કાર્ડ સાથે જોડાયેલી વેબસાઈટ પર જઈ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો :-

ધારાસભ્ય હોય તો આવા ! પોતાના વિસ્તારની પડતર માંગણીને લઈને ઉતાર્યા કોંગી ધારાસભ્ય ઉપવાસ પર

0

If there is a MLA, such! The Congolese MLA went

  • કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પોતાના મત વિસ્તાર થરાદની વિવિધ સમસ્યાને લઈને છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ પર બેઠા છે.

કોંગ્રેસના (Congress) ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh Rajput) પોતાના મત વિસ્તાર થરાદની વિવિધ સમસ્યાને (Various problems) લઈને છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ પર બેઠા છે. પાણી, આરોગ્ય, રોડ રસ્તા જેવી સુવિધાના અભાવને લઈને ધારાસભ્ય ઉપવાસ પર ઉતર્યા છે. તેમની સાથે હવે સ્થાનિક લોકો પણ જોડાઈ રહ્યા છે.

આ માગણીઓ સાથે ઉપવાસ પર ઉતર્યાં :

ગુલાબસિંહ રાજપૂતની માગણી છે કે થરાદના 97 ગામને નર્મદાનું સિંચાઈ માટે પાણી ખેડૂતોને આપવામાં આવે. સિંચાઈના પાણી આપવા બાબતે તેમને અનેક વાર સરકારને સંબંધિત વિભાગોમાં પણ રજુઆત કરી હતી. બીજી તેમની માગણી છે કે થરાદમાં આવેલી ગૌ શાળામાં રાજ્ય સરકાર પશુ નિભાવ ખર્ચ માટે 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવે.

આ ઉપરાંત નાગલા, ડોડગામ અને ખાનપુર ગામના લોકોનું પુનઃવસન અને પાણી નિકાલની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે. થરાદમાં આવેલી હોસ્પિટલની સુવિધા વધારવામાં આવે. જર્જરિત થયેલી હોસ્પિટલનું નવીનીકરણ કરવાની માંગ સાથે ઉપવાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

શિક્ષક ના નામ પર કલંક ! સ્કૂલની જ વિદ્યાર્થીનીને લઇને ભાગી ગયો, પરંતુ એક ભૂલના કારણે ઝડપાયો

0

Shame on the name of the teacher! He ran

  • પંચમહાલ શહેરા તાલુકાની એક હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અભ્યાસ કરાવતા તે જ શાળાના શિક્ષક દ્વારા અભ્યાસક્રમની બહાર વિદ્યાર્થીને પ્રેમના પાઠ ભણાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

શિક્ષક (Teacher) દ્વારા પોતાની જ વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં (Love trap) ફસાવી ભગાડી જવાનો ચકચારી શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો થોડા દિવસ પહેલા પંચમહાલના (Panchmahal) શહેરા તાલુકાથી સામે આવ્યો હતો.

સમગ્ર વિસ્તાર સહિત શિક્ષણ જગતમાં ચર્ચાના ચકડોળે ચડેલા આ કિસ્સાના આરોપી અને ગુરુ શિષ્યના પવિત્ર બંધનને સર્મશાર કરતા લંપટ શિક્ષકની (Lustful teacher) પોલીસે ધરપકડ કરી લીધી છે.

શહેરા તાલુકાની એક હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અભ્યાસ કરાવતા તે જ શાળાના શિક્ષક દ્વારા અભ્યાસક્રમની બહાર વિદ્યાર્થીને પ્રેમના પાઠ ભણાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ શિક્ષક જાતે વિદ્યાર્થીનીને લઈ રફુચક્કર થઈ ગયો હતો.

સમગ્ર મામલે વિદ્યાર્થીનીના પરિવારજનોએ શહેરા પોલીસ સ્ટેશન ખાતે લંપટ શિક્ષક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઇ શહેરા પોલીસે પોક્સો તથા એટ્રોસિટી સહિતની ગંભીર કલમો સાથે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

લંપટ શિક્ષકને શોધી કાઢવા શહેરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાતમીદારોની બાતમીના આધારે તે દિશામાં તપાસ હાથ કરવામાં આવી હતી. દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે કડાણા તાલુકાના મલેકપુર ગામના રહેવાસી અને શહેરા તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિમેષકુમાર પટેલ તથા તેની સાથે એક બાળકી છત્તીસગઢના રાયપુર ખાતે રહે છે.

બાતમીના આધારે શહેરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા લંપટ શિક્ષક નિમેષ પટેલ તથા વિદ્યાર્થીનીને છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડ્યા હતા. શહેરા પોલીસે બંનેનો કબજો મેળવી શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કર્યા બાદ પોલીસે શિક્ષકની ધરપકડ કરી તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :-