કેરળનો રીક્ષાવાળો એક રાતમાં જ કરોડપતિ બની ગયો, બંપર લોટરીમાં જીત્યો કરોડ રૂપિયા

Share this story

A rickshaw puller from Kerala became a

  • કેરળનો રીક્ષાવાળો અનૂપ કરોડપતિ બની ગયો છે. શ્રીવારાહમમાં ઓટો ડ્રાઈવરે ઓનમના તહેવાર પર બંપર લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યા છે.

કેરળનો (Kerala) રીક્ષાવાળો અનૂપ કરોડપતિ (Anoop Crorepati) બની ગયો છે. શ્રીવારાહમમાં ઓટો ડ્રાઈવરે ઓનમના તહેવાર પર બંપર લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યા છે. લોટરીમાં (Lottery) 25 કરોડ રૂપિયા જીત્યા પછી ઓટો ડ્રાઈવરની (Auto driver) ખુશીનો પાર રહ્યો નથી. અનૂપે રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું તે પહેલા તે કુકનું કામ કરતો હતો.

તે પૈસા કમાવવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો. આ સિવાય તેણે બેન્કમાંથી લોન પણ લીધી હતી. જોકે તેના નસીબમાં કઈંક અલગ જ લખ્યું હતું. ઓનમમાં બંપર લોટરી જીત્યા પછી ઓટો ડ્રાઈવર હવે કરોડપતિ બની ગયો છે.

ઓટો ડ્રાઈવરે લોટરીમાં જીત્યા 25 કરોડ :

ઉલ્લેખનીય છે કે ઓટો ડ્રાઈવર અનૂપે શનિવારે રાતે ભગવતી એજન્સીમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી અને રવિવારે તે 25 કરોડનું ઈનામ જીત્યો હોવા અંગેની જાહેરાત થઈ હતી.

કેરળના નાણાં મંત્રી એન બાલગોપલે ટ્રાન્સપોર્ટ મંત્રી એન્ટની રાજૂ અને વટ્ટિયૂરકાવુ ધારાસભ્ય વી કે પ્રશાંતની હાજરીમાં લકી ડ્રોના વિજેતાની જાહેરાત કરી હતી. જેમાં ઓટો ડ્રાઈવર અનૂપે 25 કરોડ રૂપિયાની લોટરી જીતી હતી.

કેરળ લોટરીના ઈતિહાસમાં સૌથી મોટું ઈનામ :

કેરળ લોટરીના ઇતિહાસમાં આ વર્ષે ઓનમ પર બંપર પ્રાઈસ સૌથી મોટું હતું. ઓનમ બંપર પ્રાઈસનું પ્રથમ ઈનામ 25 કરોડ રૂપિયા, બીજુ ઈનામ 5 કરોડ રૂપિયા અને ત્રીજું ઈનામ 10 લોકો માટે 1 કરોડ રૂપિયા હતું.

લોટરીનો ટિકિટ નંબર ટીજે-750605 વાળા ઓટો ડ્રાઈવર અનૂપે પ્રથમ પ્રાઈસ એટલે કે 25 કરોડનું ઈનામ જીત્યું હતું. અનૂપે દાવો કર્યો કે ટેક્સ કાપ્યા પછી તેને 15 કરોડ 75 લાખ રૂપિયા મળશે.

આટલા રૂપિયાની હતી લોટરીની ટિકિટ :

આ વર્ષે 67લાખ ઓનમ બંપર ટિકિટ છપાઈ અને લગભગ તમામ ટિકિટ વેચાઈ ગઈ. ટિકિટની કિંમત 500 રૂપિયા જ હતી. લોટરી કેરળ સરકાર માટે આવકનું મખ્ય માધ્યમ છે. ઉલ્લેખનીય છે ઓનમ, રાજા મહાબલીના શાસનની યાદમાં મનાવવામાં આવે છે. તે એક પાકનો તહેવાર છે. જેને મુખ્યત્વે મલયાલી લોકો મનાવે છે.

આ પણ વાંચો :-