Home Blog Page 1254

ATMમાંથી 2000ની નોટો થઈ રહી છે ગાયબ ! જાણો કેમ, RBI રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ

0

2000 notes are disappearing from the ATM

  • છેલ્લા કેટલાક સમયથી બજારમાં 2000 રૂપિયાની નોટો ભાગ્યે જ જોવા મળે છે. તેની પાછળ એક મોટું કારણ છે.

છેલ્લી વખત ક્યારે તમારા હાથમાં 2000 રૂપિયાની ગુલાબી નોટ આવી હતી ? મન પર થોડો જોર લગાવો કે બે હજાર રૂપિયાની (Two thousand rupees) નોટ કાઢી લેવા માટે તમે છેલ્લી વાર ક્યારે અહીં-તહીં ફરતા હતા. તે લાંબો સમય થઈ શકે છે. કારણ કે આ દિવસોમાં આપણા ચલણની સૌથી મોટી નોટનું સર્ક્યુલેશન (Circulation) ઘટી ગયું છે.

રિઝર્વ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં આ વિશે મોટી માહિતી આપી છે. રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટની અછતને લઈને એક મોટું કારણ સામે આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. જેના કારણે બજારમાં 2000 રૂપિયાની નોટનું ચલણ ઘટી ગયું છે.

શું નોટો બંધ થઈ ગઈ છે ?

31 માર્ચ 2017ના રોજ ચલણમાં રહેલી નોટોના કુલ મૂલ્યમાં રૂ. 2000ની નોટોનો હિસ્સો 50.2 ટકા હતો. તે જ સમયે, 31 માર્ચ, 2022 ના રોજ ચલણમાં રહેલી કુલ નોટોના મૂલ્યમાં રૂ. 2000ની નોટોનો હિસ્સો 13.8 ટકા હતો. જો કે રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બંધ કરી નથી. પરંતુ તે છાપવામાં આવી રહી નથી.

ક્યારથી નથી છપાઈ નોટો ?

દેશમાં 2000 ની નોટો વધાર ચલણમાં વર્ષ 2017-18 દરમ્યાન રહી હતી. એ સમય દરમ્યાન બજારમાં 2000 નાં 33630 લાખ નોટો ચલણમાં હતી. જેનું કુલ મુલ્ય 6.72 લાખ કરોડ હતું. 2021 માં મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એવી જાણકારી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 ની એક પણ નોટ છપાઈ નથી. સરકાર દ્વારા RBI સાથે વાતચીત કર્યા બાદ પણ નોટોને છાપવાને લઈને નિર્ણય કરીએ છીએ. એપ્રિલ 2019 પછી કેન્દ્રીય બેંકે 2000 ની એકપણ નોટ છાપી નથી.

2000 રૂપિયાની નોટો ન છાપવાના કારણે હવે તે લોકોના હાથમાં ઓછી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે એટીએમમાંથી પણ આ નોટો ભાગ્યે જ બહાર આવી રહી છે. આગામી સમયમાં રિઝર્વ બેંક તેને છાપવાનું શરૂ કરશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

આ પણ વાંચો :-

આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર સામે ઊઠ્યાં વિરોધનાં સૂર ? કમલમમાં ગોઠવાયો પોલીસનો બંદોબસ્ત

0

Protest against the BJP candidate at this meeting

  • મહેસાણાની વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં અમુક સીટો પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારો (Candidates) સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. મહેસાણાની વિજાપુર (Bijapur of Mehsana) બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ (Raman Patel) સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. જેથી મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ગાંધીનગર કમલમ (Gandhinagar Kamalam) ખાતે પહોંચી વિરોધ કરી રહ્યા છે. કાર્યકરો ઉમેદવાર બદલવા માટે રજૂઆત કરી રહ્યા છે.

મહેસાણાની વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. વિજાપુરમાં ભાજપના ઉમેદવાર રમણ પટેલનો તેમને જબરદસ્ત વિરોધ કરીને પ્રદર્શન કર્યું હતું.

ઉમેદવાર સામે નારાજ લોકોએ કમલમમાં રજૂઆત કરી હતી કે વિજાપુરમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. બીજી બાજુ કમલમ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે વડોદરા જિલ્લાની બેઠકો પર ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ છે. વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, કરજણના સતીષ નિશાળિયા અને પાદરામાં નારાજ દિનુ મામા સાથે ગૃહ રાજ્યમંત્રી બેઠક કરશે. ત્રણેય નારાજ નેતાઓએ અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી છે. જેથી કોઈ મોટો બળવો ના થાય તેના માટે હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ છે.

આ પણ વાંચો :-

ભારતના નાગરિક હોવા છતાં ગુજરાતની ચૂંટણીમાં વોટ નહીં આપી શકે આટલા મતદારો, જાણો કેમ ?

0

Despite being citizens of India

  • ચૂંટણી પંચ દરેક નાગરિકને મતદાન કરવા અપીલ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે કેટલાક એવા નાગરિકો છે જેમને મત આપવાનો અધિકાર છે, પરંતુ તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

ગુજરાતની ચૂંટણીનું મેદાન તૈયાર થઈ ગયો છે. રાજકીય પક્ષો (Political parties) પણ તૈયારીમાં લાગેલા છે. ત્યારે ચૂંટણી પંચ દરેક નાગરિકને મતદાન (Voting) કરવા અપીલ કરી રહ્યું છે. આ બધામાં કેટલાક એવા નાગરિકો છે જેમને મત આપવાનો અધિકાર છે. પરંતુ તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં. આંકડા મુજબ આવા એક-બે નહીં પરંતુ 17 હજાર લોકો છે.

આ લોકો એવા કેદીઓ છે જેઓ કોઈ ગુનામાં સજા કાપી રહ્યા છે અથવા કોઈ અપરાધિક કેસમાં (Criminal case) વિચારણા હેઠળ છે. જેલના નિયમો અનુસાર તે ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લઈ શકે નહીં. હવે આચારસંહિતા (Code of Conduct) લાગુ થઈ ગઈ હોવાથી તેમને પેરોલ (Parole) પણ આપી શકાય તેમ નથી.

જેલમાંથી ચૂંટણી લડી શકાય પણ વોટ આપી શકતો નથી :

જો જેલમાં કોઈ કેદીના કેસ પર વિચારણા થઈ રહી હોય તો તે ચૂંટણી લડી શકે છે. પરંતુ મતદાન કરી શકે નહીં. બંધારણમાં 1951ની કલમ 62(5) મુજબ ન્યાયિક આદેશ દ્વારા અથવા જેલમાં વ્યક્તિને મતદાન કરવાની તક આપી શકાતી નથી. કોર્ટના આદેશ પર હેઠળ અટકાયતમાં રહેલા કેદીઓને જ તક મળી શકે છે.

જો કોઈ કેદી તેના મતાધિકારનો ઉપયોગ કરવા માંગે છે. તો તેણે પેરોલ લેવી પડશે પરંતુ તે પણ મતદાનના નામે નથી મેળવી શકાતા. જો કોઈ ગંભીર બાબત હોય અથવા તેના માટે કોઈ મોટી જરૂરિયાત હોય તો જ કોર્ટ મંજૂરી આપે છે. જો કે આચારસંહિતા લાગુ થયા બાદ આ તક પણ હાથમાંથી નીકળી જાય છે.

આટલા કેદીઓ છે બંધ  :

આંકડાની વાત કરીએ તો ગુજરાતની 32 જેલોમાં 17 હજારથી વધુ કેદીઓ બંધ છે. જેમાં પુરૂષ કેદીઓની સંખ્યા વધુ છે. આંકડાની વાત કરીએ તો વડોદરા સેન્ટ્રલ જેલમાં 3400, રાજકોટમાં 1500, સુરતમાં 2800, જામનગરમાં 600 કેદીઓ બંધ છે.

ઉપરાંત સાબરમતી જેલમાં 3400 કેદીઓ છે. આમાંથી કેટલા પેરોલ પર બહાર છે તેનો ચોક્કસ આંકડો કોર્ટ પાસે નથી. પરંતુ સંખ્યા ઘણી ઓછી છે. મતલબ કે આ કેદીઓને પણ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મતદાન કરવાની તક નહીં મળે.

આ પણ વાંચો :-

જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા તો આ બેઠક પર લડી શકે છે ચૂંટણી, અટકળો થઈ તેજ

0

If Shankar Singh Vaghela joins the Congress

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાઘેલા મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રસમાં જોડાયા બાદ શંકરસિંહ બાપુ આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટાની ઋતુ આવી છે. જેમાં અનેક નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ઉછળકૂદ કરી રહ્યા છે. એવામાં હવે 182 બેઠકો પર પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાર્ટીમાં (Congress Party) એક મોટા નેતાએ ફરીથી ઘરવાપસી કરી શકે છે. શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) ફરી કોંગ્રેસમા જોડાઈ શકે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની (Mallikarjun Khadge) હાજરીમાં તેઓ જોડાશે. ફરી વાર ખડગેની હાજરીમાં શંકરસિંહની કોંગ્રેસમા જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસની ટિકિટથી પંચમહાલ (Panchmahal) જિલ્લાની શહેરા બેઠક પર ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ કે શંકરસિંહ વાઘેલા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે :

ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શંકરસિંહ બાપુ કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે.

સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં વાપસી બાદ શંકરસિંહ શહેરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક પર ભાજપે જેઠાભાઈ ભરવાડને ટિકિટ આપી છે. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 28 ઓક્ટોબરે કોંગ્રેસમાં વાપસી કરી હતી.

આ પણ વાંચો :-

ભાજપના 40 સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર ગજવશે, પ્રચારકો માટે 5 હેલિકોપ્ટર ભાડે લેવાયા

0

40 star campaigners of BJP will campaign

  • પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપના 40 સ્ટાર પ્રચારકો સંભાળશે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી. સ્ટાર પ્રચારકોના પ્રવાસ માટે ભાજપે 5 હેલિકોપ્ટર લીધાં ભાડે.

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે કાંટે કી ટક્કર સમાન છે. બે મજબૂત વિરોધ પક્ષો આ વખતે મેદાનમાં છે. ભાજપની સીધી જંગ કોંગ્રેસ (Congress) અને આપ સાથે છે. આવામા ભાજપ ગુજરાતનો ગઢ કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

આ વખતે ભાજપ ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ પ્રચાર માટે મેદાનમાં ઉતારશે. લગભગ 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ફાયરબ્રાન્ડ પ્રચાર (Firebrand propaganda) કરશે. ભાજપે અંદાજે 40 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.

કોણ કોણ આવશે  :

તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda) ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, ભુપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ (મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ), આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Deputy Chief Minister Devendra Fadnavis) પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે.

તો સ્ટાર પ્રચારકોમાં જોઈએ તો અભિનેત્રી હેમા માલિની, ભોજપુરી અભિનેતા રવિ કિશન, ભોજપુરી અભિનેતા લાલ યાદવ નિરહુઆ અને ભોજપુરી ગાયક મનોજ તિવારી જેવા સ્ટાર્સ પણ ગુજરાતની રણભૂમિમાં ભાજપના પ્રચાર માટે મેદાને ઉતરશે. આ ઉપરાંત અભિનેતા પરેશ રાવલ પણ સ્ટાર પ્રચારની યાદીમાં સામેલ છે. આમ, ભાજપે 40 થી વધુ સ્ટાર પ્રચારકોને ચૂંટણીના મેદાને ઉતારવાનું મન બનાવી લીધું છે.

વિજય રૂપાણી, નીતિન પટેલ પણ પ્રચાર કરશે :

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે. એક તરફ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવશે. તો બીજી તરફ ગુજરાતમાં 10થી વધુ કેન્દ્રીય નેતાઓ પ્રચાર કરશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભલે ચૂંટણી નહિ લડે. પરંતુ ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે.

ચૂંટણી પ્રચારકો માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા  :

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ભાજપ સજજ બન્યું છે. ત્યારે ચૂંટણીના સ્ટાર પ્રચારકો માટે ભાજપે વિશેષ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે. પ્રદેશ કાર્યાલય કમલમના પાછળના ભાગમાં વિશેષ હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાત ભાજપે 5 વિશેષ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા છે. આ વિશેષ હેલિકોપ્ટર દિલ્હી, બેંગ્લોર અને મુંબઈથી પ્રદેશ કાર્યાલય કમલમમાંથી લાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો :-

 

 

રાજકોટમાં ભાજપના ચારેય ઉમેદવાર છે કરોડપતિ, સૌથી ધનિક રમેશ ટીલાળા, જાણો કોની કેટલી છે સંપત્તિ

0

All four BJP candidates in Rajkot are millionaires, the richest is Ramesh Tilal

  • રાજકોટમાં ભાજપના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા. રમેશ ટીલાળાએ સોગંદનામામાં દર્શાવી કરોડો રૂપિયાની સંપત્તિ. સ્થાવર અને જંગમ મિલકત મળીને 26 કરોડ 80 લાખની મિલકત.

રાજકોટમાં (Rajkot) ભાજપના ચારેય ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં (Victory Muhurta) ફોર્મ ભર્યા હતા. આ માટે રાજકોટના બહુમાળી ભવનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો હતો. તેમજ ફોર્મ ભરવા જતા પહેલા ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન કરાયુ હતું. ભાજપ દ્વારા સભાનું આયોજન કરાયુ હતું.

તેના બાદ ચારેય ઉમેદવારો ઉદય કાનગડ (Uday Kangarh) પૂર્વથી, ડૉ. દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમથી, રમેશ ટીલાળાએ (Ramesh Tilala) દક્ષિણથી અને ભાનુ બાબરીયા ગ્રામ્યથી ફોર્મ ભર્યુ હતું. તમામે 12.39 ના શુભ મુહૂર્તે ફોર્મ ભર્યુ હતું. ત્યારે રાજકોટમાં ભાજપના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા હોવાનું સામે આવ્યું છે. રમેશ ટીલાળાએ સોગંદનામામાં પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ દર્શાવી છે.

રાજકોટ ચારે વિધાનસભાના ઉમેદવારો કરોડપતિ :

1. રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર ઉદય કાંનગડ સોગદનામા પોતાની સંપત્તિ દર્શાવી. સ્થાવર-જંગમ મિલકત મળીને કુલ 9 કરોડ,66 લાખની સંપત્તિ દર્શાવી. ઉદય કાનગડ પર ચાર ફોજદારી કેસ થયેલા છે.

2. રાજકોટ પશ્ચિમના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે પણ લાખોની સંપત્તિ બતાવી. સ્થાવર અને જંગમ મળીને 94 લાખ 82 હજારની સંપત્તિ દર્શાવી.

3. રાજકોટ ગ્રામ્યના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ પતિ અને પોતાના નામે કરોડોની સંપત્તિ બતાવી. સ્થાવર અને જંગમ મિલકત મળીને 10 કરોડ 78 લાખની સંપત્તિ બતાવી.

4. રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ પણ કરોડો રૂપિયાની સંપત્તિ બતાવી. સ્થાવર અને જંગમ મિલકત મળીને 26 કરોડ 80 લાખની મિલકત બતાવી.

રમેશ ટીલાળા સૌથી વધુ કરોડપતિ  :

રમેશ ટીલાળા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ છે. આ સાથે જ તેઓ રાજકોટના સૌથી ધનિક ઉમેદવાર છે. રમેશ ટીલાળાએ ઉમેદવારી ફોર્મમાં સ્થાવર અને જંગમ મિલકત મળીને કુલ 26 કરોડ 80 લાખની મિલકત દર્શાવી છે. રમેશ ટીલાળા રાજકોટની ચારેય વિધાનસભા બેઠકના સૌથી કરોડપતિમાંના એક છે.

આ પણ વાંચો :-

પગની ફાટેલ એડીને કરો સુંદર, આ ઘરગથ્થું ઉપાયથી કરો પેડીક્યોર

Beautify cracked heels with this home remedy pedicure

  • ફાટેલી પગના તળિયાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેનાથી પગની સુંદરતા તો ઓછી થાય જ છે સાથે સાથે દુખાવો પણ થાય છે. આ માટે તમારે મોંઘી ક્રીમની જરૂર નહીં પડે.

ફાટેલી પગના (Torn leg) તળિયાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેનાથી પગની સુંદરતા તો ઓછી થાય જ છે. સાથે સાથે દુખાવો પણ થાય છે. આ માટે તમારે મોંઘી ક્રીમની (Expensive cream) જરૂર નહીં પડે.

ફાટેલા પગની ઘૂંટીને નરમ કરવા માટે ઘરે પેડિક્યોર થઇ શકે છે. કેટલાક લોકોને આખું વર્ષ આ સમસ્યા રહે છે. જો કે ફાટેલી એડીને રિપેર કરવા માટે માર્કેટમાં ઘણી ક્રીમ તો મળશે જ પરંતુ તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયો (Home remedies) પણ અપનાવી શકો છો.

પેડિક્યોર પહેલાં નખ સાફ કરવા ખૂબ જ જરૂરી છે. તમારા નખ કાપો અને નેઈલ પેઇન્ટને દૂર કરો. તમે ઇચ્છો તો નખને શેપ પણ આપી શકો છો.

ઘરે જ પેડિક્યોર કરવાની સરળ ટિપ્સ :-

  • સૌથી પહેલા 2-4 કપ દૂધમાં થોડું પાણી ભેળવો.
  • ત્યારબાદ તેને ગેસ પર ગરમ કરવા મૂકો.
  • દૂધને ઉકાળો નહીં, ફક્ત નવશેકું કરવું.
  • દૂધ ગરમ થાય એટલે તેને એક નાના ટબમાં નાખી દો.
  • પછી તેમાં 4 ચમચી બેકિંગ સોડા ઉમેરો.
  • હવે આ મિશ્રણમાં તમારા પગને લગભગ 5-10 મિનિટ સુધી તેમાં રહેવા દો.
  • આમ કરવાથી ડેડ સ્કિન સોફ્ટ થઈ જશે.

પગની તળિયાને સ્ક્રબ કરો. :

હવે બ્રશની મદદથી તમારા પગ અને પગની તળિયાને ઘસો. આ મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરશે. હવે એક ડોલમાં 2 ટીસ્પૂન એપલ સીડર સરકો મૂકો. જે લોકોની ત્વચા રૂક્ષ અને શુષ્ક હોય છે. તેઓએ મકાઈ કોર્નનો ઉપયોગ કરવો જોઈએ. તે સખત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે.

આ ઉપાય કરો :

પગ ધોયા પછી 2 ચમચી સૂર્યમુખીનું તેલ, 2 ચમચી લીંબુનો રસ અને 3 ચમચી દળેલી ખાંડ લો. જ્યાં સુધી તે પેસ્ટ ન બને ત્યાં સુધી તેમને એક સાથે ભેળવી દો. આ મિશ્રણને પગની ત્વચા પર લગાવો અને તેને હળવા હાથથી ઘસો. 15 મિનિટ પછી ધોઈ લો. તે ત્વચાને પોષણ આપવા અને ત્વચાના રંગને સુધારવામાં મદદ કરે છે.

મોઇશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવો :

પગ પર મોઈશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવો ત્યારબાદ હળવા હાથે પગની મસાજ કરો. ફાટેલા પગની ઘૂંટીની સમસ્યાને ઓછી કરવા માટે રાત્રે મલમ લગાવ્યા બાદ મોજા પહેરવાનું ભૂલશો નહીં. તેનાથી આ સમસ્યા ઝડપથી ઠીક થઈ જાય છે.

આ પણ વાંચો :-

25 પૈસામાં 1 કિમી ચાલશે નવું જોરદાર ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત પણ છે આપના બજેટની આસપાસ

25 paise new powerful electric scooter

  • ઈલેક્ટ્રીક વાહન કંપની Ola Electric એ એક નવું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર કંપનીના ફ્લેગશીપ પ્રોડક્ટ Ola S1થી પણ સસ્તું છે. આ ઈલેક્ટ્રીક વાહન માત્ર 25 પૈસાનાં ખર્ચે એક કિલોમીટર જેટલું અંતર કાપી શકશે.

દિવાળીનાં શુભ અવસર પર ઈલેક્ટ્રીક વ્હીકલ કંપની (Electric Vehicle Company) ઓલા ઇલેક્ટ્રીકએ પોતાનું નવું ઇલેક્ટ્રીક સ્કૂટર Ola S1 Air લોન્ચ કર્યું છે. કંપનીના પ્રમુખ ભાવેશ અગ્રવાલએ આ સ્કૂટરની ડિટેલ્સ શેર કરતાં કહ્યું કે આ સ્કૂટર આશરે 25 પૈસા પ્રતિ કિલોમીટરનાં ખર્ચ પર ચાલી શકે છે.

Ola S1 Airની કિંમત  :

Ola S1થી ઘણી ઓછી કિંમત  Ola S1 Airની છે. Ola S1 Airને કંપનીએ 84,999 રૂપિયામાં લોન્ચ કરેલ છે. તો દિવાળીના તહેવાર પર કંપનીએ 24 ઓક્ટોબર સુધી એક ઓફર પણ જાહેર કરી છે. હાલમાં ઓફરને લીધે  આ સ્કૂટર કંપની 79,999 રૂપિયામાં વેંચી રહી છે. જેને 999 રૂપિયામાં રિઝર્વ કરાવી શકાશે.

100 કિ.મીથી વધુની રેન્જ :

કંપનીએ દાવો કર્યો છે તે Ola S1 Air સિંગલ ચાર્જમાં ઇકો મોડમાં 101 કિલોમીટરથી વધુ ટ્રાવેલ કરી શકે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ પણ 90 કિ.મી પ્રતિ કલાક છે. આ સિવાય તે 0-40 કિ.મી પ્રતિ કલાકની ઝડપ આશરે 4.3 સેકેન્ડમાં પકડી શકે છે. સ્કૂટરનું વજન આશરે 99 કિલોગ્રામ છે અને કંપનીએ તેમાં 4.5kWની ઈલેક્ટ્રિક મોટર પણ આપી છે. જેમાં 2.5 kWhનું બેટરી પેક પણ આપવામાં આવ્યું છે અને 3 રાઇડ મોડ પણ ઉપલબ્ધ છે.

4.5 કલાકનો ચાર્જ ટાઈમ, 5 રંગમાં ઉપલબ્ધ :

Ola S1 Airને ફુલ ચાર્જ કરવામાં 4.5 કલાલ લાગશે. જેમાં 3 રાઈડ મોડ આપવામાં આવ્યાં છે. એક ઇકો, નોર્મલ અને સ્પોર્ટસ્. કંપનીએ આ સ્કૂટર 5 અલગ-અલગ કલરમાં રજૂ કર્યાં છે. નિયો મિંટ, જેટ બ્લેક, કોરલ ગ્લેમ, પોર્સીલેન વાઇટ, અને લિક્વિડ સિલ્વર છે.

34 લિટરનાં સ્ટોરેજ સાથે અઢળક ફિચર્સ :

Ola S1 Airમાં કંપનીએ 34 લિટરનું અંડર સીટ સ્ટોરેજ આપ્યું છે. આ સાથે જ સ્કૂટરની સ્ક્રીન અને સાઉન્ડને તમે તમારા મૂડને હિસાબે બદલી પણ શકશો. આ સ્પીકર 10Wનો છે જે તમને ક્યાંય પણ પાર્ટી કરવાની આઝાદી આપે છે.

આવતાં વર્ષે થશે ડિલીવરી :

Ola S1 Airની પરચેઝ વિન્ડો ફેબ્રુઆરી 2023થી ખુલશે. તેની ડેલિવરી એપ્રિલ 2023માં શરૂ થશે.

આ પણ વાંચો :-

 

હવે પતિ-પત્ની બંનેને મળશે 6,000 રૂપિયા, જાણી લો પીએમ કિસાન યોજનાના નવા નિયમ

0

Now both husband and wife will get

  • પીએમ કિસાન યોજના અંતગર્ત કિસાનોના ખાતામાં 12મા હપ્તાના પૈસા આવી ગયા છે. આ દરમિયાન સવાલ સામે આવી રહ્યો છે કે હવે આ યોજના અંતગર્ત પતિ-પત્ની બંનેને રકમ મળશે.

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) અંતગર્ત સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 એટલે કે 2000 રૂપિયાની ત્રણ હપ્તા મોકલે છે. પરંતુ અત્યાર સુધી આ યોજના ઘણા ફેરફાર થઇ ચૂક્યા છે.

ક્યારેક અરજીની લઇને તો ક્યારેક પાત્રતાને લઈને યોજના બનાવવાને લઇને અત્યાર સુધી ઘણા નવા નિયમ બની ચૂક્યા છે. હવે આ યોજનામાં પતિ-પત્ની બંનેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાની વાત કરવામાં આવી રહી છે. આવો જાણીએ તેના નિયમ.

જાણો કેવી રીતે મળશે લાભ ? 

પીએમ કિસાન યોજના નિયમ અનુસાર પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ (PM Kisan Benefits) ઉઠાવી શકતા નથી. જો કોઇ આમ કરે છે તો તેને છેતરપિંડી (Fraud) ગણાવતાં સરકાર તેને રિકવરી કરશે. આ ઉપરાંત પણ ઘણી એવી જોગવાઇ છે જે ખેડૂતોને અપાત્ર બનાવે છે. જો અપાત્ર ખેડૂત આ યોજનાનો લાભ ઉઠાવે છે તો તેમને સરકારને તમામ હપ્તા પરત આપવા પડશે. આ યોજનાનો લાભ નહી મળે.

કોણ છે અપાત્ર

નિયમ અંતગર્ત જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યમાં ન કરીને બીજા કામોમાં કરી રહ્યા છે અથવા બીજાના ખેતરો પર ખેડૂતોનું કામ તો કરે છે, અને ખેતર તેમનું નથી. એવા ખેડૂત પણ આ યોજનાનો લાભ ઉઠાવવાના હકદાર નથી. જો કોઈ ખેડૂત ખેતી કરી રહ્યા છે. પરંતુ ખેતર તેમના નામે ન હોઇ તેમના પિતા અથવા દાદાના નામે છે તો તેમને પણ આ યોજનાનો લાભ નહી મળે.

તેમને પણ નહી મળે લાભ :

જો કોઈ ખેતીની જમીનનો માલિક છે. પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા નિવૃત થઈ ચૂક્યા છે, હાલના અથવા પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો એવા લોકો પણ કિસાન યોજનાનો લાભ માટે અપાત્ર છે. અપાત્રોની યાદીમાં પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટટ અથવા તેમના પરિવારજનો પણ આવે છે. ઇનકમ ટેક્સ આપનાર પરિવારોને પણ આ યોજનાનો ફાયદો નહી મળે.

આ પણ વાંચો :-

12 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકો પર લક્ષ્મીજી થશે મહેરબાન – શ્રધ્ધા રાખીને લખો “જય માતાજી”

12 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ આર્થિક દૃષ્ટિએ સામાન્ય દિવસ. આવક જાવકનું પાસુ સરભર થઈ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી.

વૃષભઃ દિવસ દરમિયાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાકીય બાબતો માટે સાનુકુળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

મિથુનઃ વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વીજળીના સામાન, ટેલિફોન, ટીવી તેમજ કોન્ટ્રાક્ટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ શારીરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ. સંતાન તરફથી અસંતોષ આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેેં. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. મા‌તાપિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ વારેરવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણીશીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતું જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતાપિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ. નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ ઉતાવળિયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ દિવસ દરમિયાન તામસિકતા તથા આદ્યાત્મિકતાનું મિશ્રફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબૂ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ પોતાનું બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારો બને. સ્થાવર-જંગમ મિલકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

આ પણ વાંચો :-