Home Blog Page 1252

15 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ 5 રાશિના મહાદેવની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા- જાણો આજનું રાશિફળ

15 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભઃ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ
દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પુરવાર થાય.

કર્કઃ
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ, પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહઃ
રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલાઃ
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્ય સફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્‍ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિકઃ
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકરઃ
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નીએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભઃ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાકવી જરૂરી બને છે. તાવ, શરદી, ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીનઃ
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને બહેન નયનાબા વચ્ચે રાજકીય લડાઈ, જાણો કોણ કોનાથી છે ચઢીયાતું?

0

Political battle between Ravindra Jadejas wife Reevaba

  • નેતા ખાસ એટલા માટે છે કારણે તેમના પરિવારમાં સંબંધ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે છે. એક બાજુ છે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા અને બીજી બાજુ બહેન નયનાબા જાડેજા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ રાજનીતિનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. પરંતુ અમુક સીટો પર ઉમેદવારો સાથે સીધું કનેક્શન નીકળી રહ્યું છે. જેના કારણે અલગ સમીકરણો બની રહ્યા છે. પરંતુ હાલ કોંગ્રેસ અને બીજેપીના બે નેતાઓએ તેણે વધુ દિલસ્પર્શ બનાવી દીધું છે.

નેતા ખાસ એટલા માટે છે કારણે તેમના પરિવારમાં સંબંધ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે છે. એક બાજુ છે રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) અને બીજી બાજુ બહેન નયનાબા જાડેજા (Naynaba Jadeja). હાલ જામનગર ઉત્તરની (Jamnagar North) સીટ રાજનીતિની પીચ બની ગઈ છે.

આ સીટ પરથી ભાજપે જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ આપી છે. જ્યારે બીજી બાજુ હવે કોંગ્રેસના નયનાબા જાડેજા તેમનો ખૂલીને વિરોધ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં આપેલું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. નયનાબા જાડેજાના નિવેદનથી એ સ્પષ્ટ છે કે નણંદ-ભાભી રાજનીતિના આ ખેલમાં એકબીજા વિરુદ્ધ આમને સામને ઉભા છે.

એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ આ સીટ પરથી નયનાબા જાડેજાને મેદાનમાં ઉતારશે. પરંતુ કોંગ્રેસે આ સીટ પરથી સ્થાનિક વ્યવસાયી દીપેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર બનાવ્યા છે. જો કે મુકાબલો હજું પણ દિલસ્પર્શ એટલા માટે છે કારણ કે નણંદ જ ભાભીનો કડક શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે અને તેમની હાર માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

નયનાબા જાડેજાનું કહેવું છે કે મારી ભાભી રિવાબાને ભાજપે ઉમેદવાર બનાવીને મોટી ભૂલ કરી છે. રિવાબા સેલેબ્રિટી હોઈ શકે છે. પરંતુ તેમને રાજનીતિનો કોઈ અનુભવ નથી. એટલા માટે બીજેપીની આ સીટ પરથી હાર થશે.

ચાલો જાણીએ કે રાજનીતિની પીચમાં કોન કઈ રીતે છે આગળ….

રીવાબા ભાજપના સક્રિય કાર્યકર

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની વાત કરીએ તો તેમણે ભાજપ સાથે જોડાયાને લાંબો સમય થયો નથી. તેઓ ત્રણ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. જો કે અગાઉ તેઓ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. રિવાબા અગાઉ કરણી સેનામાં પણ રહી ચૂક્યા છે. રિવાબા ભાજપમાં જોડાયા ત્યારથી ખૂબ જ સક્રિય છે. આ જ કારણ છે કે ભાજપે તેમને માત્ર ત્રણ વર્ષમાં જ જામનગર બેઠક પરથી ટિકિટ આપી છે. તે ભાજપના સક્રિય કાર્યકર છે.

રીવાબા જાડેજાની વાત કરીએ તો તે મૂળ રાજકોટના છે. તેમના પિતા શહેરના જાણીતા બિઝનેસમેન છે. રીવાબાએ રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

લોકોમાં સારું પ્રભુત્વ ધરાવે છે રિવાબા : 

રિવાબાને ટિકિટ મળતા જ તેમની નણંદ નયનાબા એ તેમનો ખુલ્લેઆમ વિરોધ શરૂ કરી દીધો છે. તેઓ દીપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં ઉગ્રતા પૂર્વક લોકો પાસે વોટની માંગણી કરી રહ્યા છે. નયનાબાને પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રહેવા માટે વધુ સમય મળ્યો નથી.

રીવાબા ભાજપમાં જોડાયા તેના થોડા સમય બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા ત્યારથી જ અહીંના લોકોમાં તેમની સારી પકડ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ જ કારણ છે કે નણંદ નયનાબા આટલા ઓછા સમયમાં જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે.

આ પણ વાંચો :-

અભિનેત્રી અમીષા પટેલનો નવો વીડિયો આવ્યો સામે, મિનિટોમાં થયો વાયરલ

Actress Ameesha Patel’s new video has gone viral

  • છેલ્લા થોડા સમયથી અમીષા પટેલ ઓછા પ્રોજેક્ટ્સમાં દેખાઈ રહી છે. જો કે, આ વખતે તે પોતાની બોલ્ડનેસથી લોકોને દીવાના બનાવી રહી છે.

એક સમય હતો જ્યારે લોકો અમીષા પટેલના (Ameesha Patel) ચહેરાની નિર્દોષતા અને સાદગી પર ફિદા હતા. પ્રશંસકો તેમને ફિલ્મી પડદા પર જોવા માટે ખૂબ ઉત્સાહિત રહેતા હતા. જો કે છેલ્લા કેટલાંક સમયથી અભિનેત્રી ઓછા પ્રોજેક્ટસમાં (Fewer projects) જોવા મળી રહી છે.

અમીષા પોતાના ચાહક વર્ગ સાથે સોશિયલ મીડિયામાં (Social media) હંમેશા જોડાયેલી રહે છે. એવામાં વારંવાર તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેમના પ્રોજેક્ટ્સ અને લુક્સની ઝલક જોવા મળે છે. હવે ફરીથી અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ લુકથી પ્રશંસકો માટે દિલના ધબકારા વધારી દીધા છે. આ વીડિયોમાં અમીષા પટેલ (Ameesha Patel) હદથી વધારે બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે અને 46ની ઉંમરમાં તેની પરફેક્ટ બોડી બતાવી રહી છે.

અભિનેત્રીએ આપી આ માહિતી :

સામે આવેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે અમીષા પટેલ તેના પ્રશંસકોને જણાવી રહી છે કે તે ડિસેમ્બરમાં ઉદયપુરમાં એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે જવાની છે. આ સાથે અભિનેત્રીએ એવું પણ જણાવ્યું કે ઉદયપુર તેમની ફેવરિટ જગ્યાઓમાં સામેલ છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ સાથે પ્રશંસકો તેમને મળવાની ઈચ્છા પણ જાહેર કરી રહ્યાં છે.

ગદર 2માં દેખાશે અમીષા પટેલ  :

ઉલ્લેખનીય છે કે અમીષા થોડા સમયથી ગદર 2ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેઓ ફરીથી સની દેઓલની (Sunny Deol) સાથે લીડ રોલની ભૂમિકા નિભાવશે. પ્રશંસકો આ ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત છે.

આ પણ વાંચો :-

લિવ ઈન પાર્ટનરે લગ્ન માટે જીદ કરી તો પ્રેમીએ કરી નિર્દયતાથી હત્યા, 35 ટુકડાં કરી લાશ ઠેકાણે પાડી 

Live-in partner insists on marriage, lover brutally

  • દિલ્હીથી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. આફતાબ નામના યુવકે 1500 કિમી દૂર જઈને લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી નાખી. દિલ્હી પોલીસે 5 મહિના પહેલા થયેલી હત્યાનું કોકડું ઉકેલતા આફતાબ અમીન પૂનાવાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

દિલ્હીથી (Delhi) એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. આફતાબ (Aftab) નામના યુવકે 1500 કિમી દૂર જઈને લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની (Live in partner Shraddha) નિર્દયતાથી હત્યા કરી નાખી. દિલ્હી પોલીસે 5 મહિના પહેલા થયેલી હત્યાનું કોકડું ઉકેલતા આફતાબ અમીન પૂનાવાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ હવે આફતાબે જેની હત્યા કરી હતી તે શ્રદ્ધાના શરીરના એવા ટુકડાઓને શોધ કરી રહી છે જેને આફતાબે હત્યા કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.

મુંબઈ થઈ હતી મુલાકાત :

શ્રદ્ધાના પિતાએ દિલ્હીના મેહરોલી પોલીસ મથકમાં પુત્રી ગૂમ થઈ હોવાની ફરિયાદ દાખલ કરી હતી. પિતા વિકાસ મદાને પોલીસને જણાવ્યું કે તેઓ પરિવાર સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. તેમની 26 વર્ષની પુત્રી શ્રદ્ધા મુંબઈના મલાડમાં સ્થિત એક મલ્ટીનેશનલ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતી હતી.

અહીં શ્રદ્ધાની મુલાકાત આફતાબ અમીન સાથે થઈ. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને લિવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગ્યા હતા. જ્યારે પરિવારને આ સંબંધ અંગે જાણ થઈ તો તેમણે વિરોધ કરવાનો શરૂ કરી દીધો. ત્યારબાદ આફતાબ અને શ્રદ્ધાએ મુંબઈ છોડી દીધુ અને દિલ્હી જઈને રહેવા લાગ્યા.

ફેસબુકની મદદથી મળ્યું લોકેશન :

પિતાએ જણાવ્યું કે તેમને પછી ખબર પડી કે તેમની પુત્રી મહેરોલીના છતરપુર વિસ્તારમાં રહે છે. તેમણે જણાવ્યું કે કોઈને કોઈ માધ્યમ દ્વારા પુત્રીની જાણકારી તેમને મળતી રહેતી હતી. તેમને ફેસબુક પર અપલોડ કરાયેલા ફોટાના માધ્યમથી ખબર પડી કે શ્રદ્ધા હિમાચલ પ્રદેશ ફરવા માટે ગઈ છે.

પરંતુ ત્યાર બાદથી કોઈ સૂચના મળી નહી. ફોન નંબર પર સતત સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ તે પણ બંધ આવી રહ્યો હતો. ત્યારબાદ કોઈ અનહોનીની આશંકા થતા તેઓ 8 નવેમ્બરે સીધા છતરપુર સ્થિત ફ્લેટમાં ગયા જ્યાં પુત્રી ભાડે રહેતી હતી.

ત્યાં તાળું હોવાથી મહેરોલી પોલીસ મથકમાં પોલીસને અપહરણની સૂચના આપવામાં આવી અને એફઆઈઆર દાખલ કરાવવામાં આવી. પોલીસે કાર્યવાહી હાથ ધરતા 12 નવેમ્બરના રોજ આફતાબને પકડ્યો.

મૃતદેહના 35 ટુકડાં કર્યા :

પોલીસ કેસ દાખલ કરીને ત્યારે તપાસ શરૂ કરી દીધી અને પછી આફતાબની ધરપકડ કરવામાં આવી. આફતાબે જણાવ્યું કે શ્રદ્ધા હંમેશા તેના પર લગ્ન માટે દબાણ કરતી હતી. આ મુદ્દે બંને વચ્ચે હંમેશા વિવાદ થતો રહેતો હતો. આથી જ્યારે 18મી મેના રોજ ઝઘડો થયો તો તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને તેને મારી નાખી.

ત્યારબાદ મૃતદેહના આરીથી 35 ટુકડાં કરી નાખ્યા અને અલગ અલગ ત્રણ જગ્યાએ ફેંકી દીધા. હાલ પોલીસની ટીમ આરોપીના નિવેદનના આધારે શ્રદ્ધાની લાશના ટુકડાં શોધવામાં લાગી છે.

18 દિવસ સુધી ફ્રિજમાં રાખ્યાં ટુકડાં :

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આફતાબે શ્રદ્ધાની ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ આરીથી લાશના 35 ટુકડાં કરી તેને પોતાના ઘરમાં રાખ્યા. આ માટે આફતાબ એક મોટું ફ્રિજ પણ ખરીદીને લાવ્યો હતો. 18 દિવસ સુધી લાશના ટુકડાં તેણે ઘરમાં ફ્રિજમાં રાખ્યા. રાતે 2 વાગે એક એક કરીનેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને લઈ જતો અને ફેંકીને પાછો ઘરે આવી જતો હતો.

આ પણ વાંચો :-

શિયાળાની ઋતુમાં ખરતા વાળથી છો પરેશાન તો આજથી જ અપનાવો આ ઘરેલુ નુસખા ને પછી જુઓ કમાલ

If you are troubled by hair fall in winter season

  • શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધુ વધી જાય છે. અઠવાડિયામાં 1-2 વખત કેટલાક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફની સમસ્યામાંથી ઘણી હદ સુધી છુટકારો મળશે.

શિયાળામાં (Winter) વાળમાં ડેન્ડ્રફ એક સામાન્ય સમસ્યા છે. આ દિવસોમાં ડેન્ડ્રફને (Dandruff) કારણે ન તો કોઈ હેરસ્ટાઈલ બનાવી શકતા નથી. વાળમાં કાંસકો લગાવતાની સાથે જ ડેન્ડ્રફની સફેદી આખા વાળમાં પાવડરની જેમ ફેલાઈ જાય છે.

તેનું કારણ શુષ્ક હવામાન (Dry weather) અને વાળમાં જમા થયેલી ગંદકી હોઈ શકે છે. ક્યારેક ડેન્ડ્રફ પણ અકળામણનું કારણ બની જાય છે. આ દિવસોમાં આપણે ડેન્ડ્રફને દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકીએ છીએ.

સફરજન સરકો :

સફરજનના વિનેગરને પાણીમાં મિક્સ કરીને વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરી શકાય છે. ડેન્ડ્રફ દૂર કરવા માટે 2 મગ પાણીમાં એપલ વિનેગર મિક્સ કરીને વાળમાં સારી રીતે લગાવો. આ મિશ્રણને વાળમાં 2-4 મિનિટ રહેવા દો અને પછી વાળ ધોઈ લો.

નાળિયેર તેલ અને લીંબુ :

નાળિયેર તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ડ્રફ દૂર કરવા માટે નારિયેળના તેલમાં લીંબુ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. 10-15 મિનિટ પછી વાળ ધોઈ લો ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જશે.

એલોવેરા જેલ :

એલોવેરામાં એન્ટીબેક્ટેરીયા અને એન્ટી ફંગલનાં ગુણ હોય છે. જો વાળમાંથી ડૈંડ્રફ હટાવવામાં મદદ કરે છે. એલોવેરા જેલ વાળ પર લગાડવી અને 15-20 મિનિટ સુધી વાળ પર લગાયેલી રાખવી પછી વાળને ધોઈ નાંખવા.

આ પણ વાંચો :-

ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર થયો એવો ભયંકર બ્લાસ્ટ કે…. પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

0

The terrible blast that took place on the Udaipur

  • રાજસ્થાનમાં ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર કરાયેલો વિસ્ફોટ આતંકી ઘટના હતી. રાજસ્થાન પોલીસે પોતાની FIRમાં આનો ખુલાસો કર્યો છે.

આ મામલે રાજસ્થાન (Rajasthan) પોલીસે આતંકી ષડયંત્ર સાથે જોડાયેલી કલમો હેઠળ FIR નોંધી છે. રાજસ્થાન પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં જાણ્યું કે ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક (Udaipur-Ahmedabad Railway Track) પર થયેલો બ્લાસ્ટ આતંકી હુમલો હતો. આ હુમલા બાદ પાટા તૂટી ગયા હતા અને આ તૂટેલા પાટા પરથી ટ્રેન નીકળી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

આ પાટા પરથી અમદાવાદ-ઉદયપુર અસારવા ટ્રેન નંબર 19703 અને 19704 રોજ નીકળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર 14 દિવસ પહેલા જ આ રેલવે લાઈનનું ઉદ્ધાટન કર્યું હતું. પોલીસ અનુસાર આ બ્લાસ્ટનો હેતુ લોકોમાં ડર પેદા કરવાનો હતો.

ટ્રેક પર વિસ્ફોટકો અને સ્ટીલના ટુકડા જોઈ ગામ લોકો ચોંકી ગયાં :

આ ઘટના ઉદયપુરથી લગભગ 35 કિલોમીટર દૂર સલંબુર રોડ પર બનેલા ઓઢા રેલવે પુલની છે. આ ઘટનાની FIR મુજબ શનિવારે સાંજે સવા સાત વાગ્યે ઓઢા ગામના લોકોએ એક જોરદાર બ્લાસ્ટ સાંભળ્યો. રાત્રે થયેલા બ્લાસ્ટથી ગામ લોકો પણ અચરજમાં પડી ગયા. આ બાદ જ્યારે લોકોનું એક ટોળું ત્યાં પહોંચ્યું તો રેલવેના પાટા તૂટેલા, વિસ્ફોટક અને સ્ટીલના ટૂકડા જોઈને દંગ રહી ગયા.

લોકોમાં ડર પેદા કરવા બ્લાસ્ટ કર્યાનો પોલીસનું અનુમાન :

રાજસ્થાન પોલીસે FIRમાં બોમ્બ વિસ્ફોટ શબ્દનો પ્રયોગ કર્યો છે અને કહ્યું કે બ્લાસ્ટનો ઉદ્દેશ્ય લોકોમાં ડર પેદા કરવાનો હતો અને દેશની સુરક્ષાને ખતરામાં મૂકવાનો હતો. આ મામલે રાજસ્થાન પોલીસે UAPA અંતર્ગત કેસ દાખલ કર્યો છે. હાલમાં પોલીસે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને IPCની કલમ 150, 151 અને 285 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

આ પણ વાંચો :-

રવિન્દ્ર જાડેજાએ વિડીયો પોસ્ટ કરી પત્ની રીવાબા માટે મત માંગ્યા, વાયરલ થયો વીડિયો

0

Ravindra Jadeja posted a video asking for votes

  • રવિન્દ્ર જાડેજાએ સોશ્યિલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને શું કહ્યું એ પણ જાણો…

ચૂંટણી પંચે તારીખો જાહેર કરતાની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ મેદાન-એ જંગમાં છે. ત્યારે કેટલાંક ઉમેદવારોએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એમાંથી એક નામ એટલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja).

ભાજપે રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ આપી છે. ત્યારે પ્રચાર પ્રસારમાં નવો રોમાંચ જોવા મળી રહ્યો છે. પોતાની પત્ની રીવાબા માટે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા (Social media) પર વીડિયો પોસ્ટ કર્યો. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબા માટે મત માંગ્યાં. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ઉત્તર (Jamnagar North) બેઠકના મતદારોને અપીલ કરી કે રીવાબા અને ભાજપને મત આપીને જંગી બહુમતથી વિજય બનાવે.

ઉલ્લેખનીય છે કે ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. રીવાબા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.જામનગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજા સવારે 11 વાગ્યે ઉમેદવારી નોંધાવશે. રવિંદ્ર જાડેજાએ પણ સોશલ મીડિયાના માધ્યમથી પત્ની રીવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી.

રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે.

ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે. તો ચાલો કાલે સવારે મળીએ.

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે ટી-20 વર્લ્ડકપ 2022માં ભાગ લઈ શક્યો ન હતો. એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી. ત્યારબાદ તેના જમણા ઘૂંટણની સર્જરી થઈ હતી. જાડેજાને બાંગ્લાદેશ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તે ફિટનેસ પરત મેળવ્યા બાદ જ ભાગ લઈ શકશે.

આ પણ વાંચો :-

ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, એકાઉન્ટમાં જમા થશે રૂપિયા 5 લાખ !

0

An important decision of the central government

  • પીએમ કિસાન યોજના ઉપરાંત સરકાર દ્વારા આવી જ બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો.

કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે કેન્દ્ર સહિત રાજ્ય સરકાર પણ દેશભરમાં ખેડૂતોની (Farmers) આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઘણી નવી તકનીકો પણ રજૂ કરવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) ઉપરાંત સરકાર દ્વારા આવી જ બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે.

સરકાર દ્વારા એક વિશેષ સુવિધામાં ખેડૂતોને સરકાર તરફથી 5 લાખ રૂપિયાની મદદ મળશે. હવે ડ્રોન દ્વારા ખેડૂતોને આવક વધારવા અને ખેતીને ઝડપી બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડ્રોનનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે. ડ્રોન ખેતીને (Drone farming) પ્રોત્સાહન આપવા માટે તેની ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે.

મહત્વનું છે કે સરકાર ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકા સબસિડીના દરે મહત્તમ રૂ. 5 લાખ સુધીની આર્થિક સહાય આપી રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે ડ્રોન વડે ખેતી કરવામાં ખેડૂતોનો ખર્ચ ઓછો થાય છે. આ સાથે ઉભા પાકને ફળદ્રુપ કરવું અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો ખૂબ જ સરળ બને છે. તેનાથી ખેડૂતોનો સમય પણ બચે છે. તેમજ પાકને કોઈપણ પ્રકારે નુકસાન થતું નથી.

કયા ખેડૂતોને કેટલી સબસીડી મળે છે ?

નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકાના દરે મહત્તમ રૂ. 5 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સાથે અન્ય ખેડૂતોને ડ્રોન ખરીદવા પર 40 ટકા અથવા વધુમાં વધુ 4 લાખ રૂપિયાની સબસિડી મળે છે.

આ પણ વાંચો :-

 

ટાટા ગ્રુપની આ કંપની થોડા જ દિવસોમાં આપી શકે છે 21% સુધી વળતર, ICICI ડાયરેક્ટે આપી ખરીદીની સલાહ

0

This Tata Group company can offer up to 21%

  • વર્ષ 2020માં કોરોના સંક્રમણ પછી પ્રવાસન ઉદ્યોગ પર ઘણી અસર થઈ છે. દેશવિદેશમાં ટૂર એન્ટ ટ્રાવેલ્સની ઘણી કંપનીઓ નુકસાન વેઠી ચૂકી છે. હવે જ્યારે બધુ જ સામાન્ય થઈ ગયુ છે, ત્યારે ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં શાનદાર તેજી આવે તેવી આશા છે.

શેરબજારમાં (Stock market) રોકાણ કરીને કોણ કમાણી કરવા નથી માંગતા. જો તમે પણ શેરોમાં રોકાણથી કમાણી કરવા માંગો છો. તો ટાટા ગ્રુપની (Tata Group) વ્યૂહાત્મક બિઝનેસ શાખા ઈન્ડિયન હોટેલ્સમાં (In Indian hotels) રોકાણ કરી શકો છો. ICICI ડાયરેક્ટે ઈન્ડિયન હોટેલ્સના શેરોને બે રેટિંગ આપી છે અને તેની લક્ષ્ય કિંમત 380 રૂપિયા નક્કી કરી છે. તેનો અર્થ છે કે તમે થોડા જ દિવસોમાં ઈન્ડિયન હોટેલ્સના શેરોમાં 21 ટકાની કમાણી કરતા જોઈ શકો છો.

ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં તેજી આવે તેવી આશા :

વર્ષ 2020માં કોરોના સંક્રમણ પછી પ્રવાસન ઉદ્યોગ પર ઘણી અસર થઈ છે. દેશવિદેશમાં ટૂર એન્ટ ટ્રાવેલ્સની ઘણી કંપનીઓ નુકસાન વેઠી ચૂકી છે. હવે જ્યારે બધુ જ સામાન્ય થઈ ગયુ છે. ત્યારે ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના કારોબારમાં શાનદાર તેજી આવે તેવી આશા છે.

આવકમાં 69 ટકાનો વધારો થયો છે :

ચાલૂ નાણાકીય વર્ષના બીજા ક્વાટરમાં ઈન્ડિયન હોટેલ્સે શાનદાર આવક વૃદ્ધિ નોંધાવી છે. ઈન્ડિયન હોટેલ્સનું માર્જિન અને નફાકારકતા બ્રોકરેજના અંદાજ કરતા ઓછી કરી છે. ICICI ડાયરેક્ટે કહ્યુ કે ઈન્ડિયન હોટેલ્સની આવકમાં 69 ટકાનો વધારો થયો છે.

વાર્ષિક આધાર પર સપ્ટેમ્બર ક્વાટરમાં ઈન્ડિયન હોટેલની આવક 1,232 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તે કોરોના આફત પહેલાની સરખામણીમાં 22 ટકા વધ્યો છે. આ રીતે ઈન્ડિયન હોટેલ્સના એબિટડા માર્જિનમાં 800 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.

ICICI ડાયરેક્ટે ખરીદારીની સલાહ આપી :

આ કોરોના આફત પહેલાથી 24 ટકાથી વધુ વધ્યો છે. ઈન્ડિયન હોટેલ્સના એબિડટા માર્જિનમાં ક્વાટરના આધાર પર સામાન્ય ઘટાડો થયો છે. બ્રોકરેડના અનુમાનથી નબળા પરિણામ હોવાને કારણે પણ ઈન્ડિયન હોટેલનું માર્જિન 10 વર્ષોમાં સારુ રહ્યુ છે. આ કારણે ICICI ડાયરેક્ટે ઈન્ડિયન હોટેલ્સના શેરોમાં ખરીદારીની સલાહ આપી છે.

આ પણ વાંચો :-

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના કરોડો ગ્રાહકોને પડશે મોટો ફટકો, સરકારી ઓઇલ કંપનીઓએ લીધો મોટો નિર્ણય

0

Crores of customers of commercial gas cylinders

  • સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 200 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે.

દેશભરમાં ગેસ સિલિન્ડરની (Gas cylinder) વધતી કિંમતોને લઈને સરકારી તેલ કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે. હવે તમારે ગેસ સિલિન્ડર ખરીદવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે. તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડર પર મળતું ડિસ્કાઉન્ટ (Discount) હવે બંધ કરવામાં આવ્યું છે. એટલે કે હવેથી તમારે LPG બુક કરાવવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે.

ડિસ્કાઉન્ટ થશે બંધ :

તમને જણાવી દઈએ કે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 200 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. કોમર્શિયલ સિલિન્ડર પર વધુ ડિસ્કાઉન્ટ આપતા વિતરકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારી ઓઈલ કંપનીઓએ આદેશ આપ્યા :

દેશની ત્રણ સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) અને એચપીસીએલ અને બીપીસીએલને માહિતી આપતા તેઓએ વિતરકોને કહ્યું છે કે હવેથી કોઈપણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટની સુવિધા મળશે નહીં. આ નિર્ણય 8 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે.

કયા સિલિન્ડરો પર ડિસ્કાઉન્ટ સમાપ્ત થયું :

ઈન્ડિયન ઓઈલ પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 કિલો અને 47.5 કિલોના સિલિન્ડર ડિસ્કાઉન્ટ વિના વેચવામાં આવશે. આ સાથે HPCL એ કહ્યું છે કે 19 kg, 35 kg, 47.5 kg અને 425 kg ના સિલિન્ડરો પર ઉપલબ્ધ તમામ ડિસ્કાઉન્ટ નાબૂદ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-