Home Blog Page 1251

વિરમગામમાં હાર્દિક પટેલની ડાયલોગબાજી ! કહ્યું- હું 28 વર્ષનો છકડો છું. જેમ હંકારશો….

0

Hardik Patel’s dialogue in Viramgam

  • હાર્દિક પટેલે સંબોધનમાં કહ્યુંકે, કોંગ્રેસના ધારાસભ્યએ શું કામ કર્યું છે એ મારે પૂછવું છે. 50-60 વર્ષના ધારાસભ્યને તમે તુકારો નહીં દઈ શકો. તમે મને તુકારો દઈને કહી શકશો.

દેશના સૌથી મોટા રાજકીય પક્ષ કહેવાતા ભાજપના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલે (Hardik Patel) વિરમગામથી (Viramgam) પોતાની ઉમેદવારી નોંધવી. ઉમેદવારી ફોર્મ (Nomination form) ભરતા પહેલાં હાર્દિકે વિરમગામમાં જંગી સભા યોજીને એક પ્રકારે શક્તિપ્રદર્શન (A show of strength) કરવાનો પ્રયાસ કર્યો. આ સમયે હાર્દિક પટલે જાહેર મંચ પરથી કહ્યું કે હું 28 વર્ષનો છકડો છું- જેમ હંકારશો એમ આગળ વધીશ.

પ્રધાનમંત્રી મોદી અને મક્કમ ગૃહ મંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) મને આટલી નાની ઉંમરમાં મોકો આપ્યો છે. સૌથી મોટા રાજકીય પક્ષમાં સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે. આપણે એક મોટી જંગ લડવા નીકળ્યા છીએ.

હંમેશાની જેમ આજે પણ હાર્દિક પટેલ સ્ટેજ પર ડાયલોગબાજી કરતા જોવા મળ્યાં. હાર્દિક પટેલે સભાને સંબોધતા જણાવ્યું કે વિરમગામથી જ્યારે હું ચૂંટણી જીતીશ ત્યારે હું એકલો ધારાસભ્ય નહીં બનું પણ વિરમગામના 3 લાખ લોકો ધારાસભ્ય બનશે. તમારું કોઈપણ કામ તમે મને હક્કથી કહી શકશો. અને તમે મને મત આપશો તો મારે તમારું કામ કરવું જ પડશે.

મારા એફિડેવિટમાં કહ્યું છે એક લાખ પચ્ચીસ હજારનો મારો પગાર વિરમગામની પાંજરાપોળોમાં, દેત્રોજ અને માંડલની સામાજિક સંસ્થાઓના કલ્યાણ અર્થે વાપરવાનું પણ એફિડેવિટમાં કહ્યું છે. હું વિરામગામને જિલ્લો બનાવીને કરોડોની ગ્રાન્ટ અપાવીશ.

હાર્દિક પટેલે સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યએ શું કામ કર્યું છે એ મારે પૂછવું છે. 50-60 વર્ષના ધારાસભ્યને તમે તુકારો નહીં દઈ શકો. તમે મને તુકારો દઈને કહી શકશો. તમારે મને હાર્દિકભાઈ કે સાહેબ કહેવાની જરૂર નહીં પડે તમારા મને હાર્દિક કહીને બોલાવવાનો મને પણ આનંદ થશે.

હું તમારું કામ નહીં કરું તો તમે મારા કામ પકડી શકો છો. નરેન્દ્ર ભાઈએ વિરમગામમાં માત્ર હાર્દિક નામનું પ્રતિક મોકલ્યું છે. આ વખતે વિરમગામ માટે આ છેલ્લો મોકો છેલ્લી તક છે. આમાં ચૂક્યાં તો બધા દુઃખી થશો.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે નીતિનભાઈ સાહેબને કહી શકું કે સાહેબ હવે તમારા કડી કરતા સવાયું અમારું વિરમગામ બનાવ્યું છે. મારે વિરમગામનો એવો વિકાસ કરવો છે. બધા કહે છે કે નીતિનભાઈએ એમના કડીને ચમકાવી દીધું છે.

તો મારે કડી કરતા પણ મારા વિરમગામને વધારે ચમકાવવું છે. અમદાવાદનો 600 વર્ષનો ઈતિહાસ છે. મારા વિરમગામનો 1200 વર્ષ જુનો ઈતિહાસ છે. કોંગ્રેસના ધારાસભ્ય ફક્ત બહાનાબાજી કરે છે. અત્યાર સુધી વિરમગામનો વિકાસ નથી થયો. પણ હવે હું ધારાસભ્ય બનીને કામ કરીશ.

ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં. અલ્પેશ ઠાકોરે પણ વિરમગામની સભામાં ઉભા રહીને હાર્દિક પટેલ માટે મત માંગ્યાં. પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ પણ હાજર રહ્યાં. સૌથી મોટી ઉંમરની પાર્ટીના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલે નોંધાવી ઉમેદવારી.

આ પણ વાંચો :-

8 અબજને પાર થઈ ગઈ માનવ-વસ્તી, 48 જ વર્ષમાં જ ડબલ થઈ સંખ્યા- જાણો ક્યારે રોકાશે આ ટ્રેન્ડ 

Human population has crossed 8 billion

  • 1974માં વિશ્વની વસ્તી માત્ર 4 અબજ હતી જે હવે 8 અબજને વટાવી ગઈ, 2086 એવું વર્ષ હશે જ્યારે આ દુનિયામાં માનવીની વસ્તી 10.6 અબજને વટાવી જશે.

વિશ્વની વસ્તી (World Population) આજે વધીને 8 અબજ થઈ ગઈ છે. દુનિયામાં માનવી એટલો મોટો પરિવાર બની ગયો છે કે આવનારા વર્ષોમાં અનાજ સહિતની તમામ જરૂરિયાતોની અછત સર્જાઈ શકે છે. જોકે નિષ્ણાતો માને છે કે આ સદીમાં એવો સમય આવશે જ્યારે વસ્તી વૃદ્ધિ સ્થિર (Population growth stagnated) થશે અને પછી ઘટાડો પણ જોવા મળશે.

પરંતુ છેલ્લા 48 વર્ષમાં વસ્તીમાં થયેલો વધારો ચોંકાવનારો છે. 1974માં વિશ્વની વસ્તી માત્ર 4 અબજ હતી જે હવે 8 અબજને વટાવી ગઈ છે. 1950માં વિશ્વની વસ્તી (World Population) માત્ર અઢી અબજ હતી. એટલું જ નહીં. 2086 એવું વર્ષ હશે જ્યારે આ દુનિયામાં માનવીની વસ્તી 10.6 અબજને વટાવી જશે.

જો તમે આંકડાઓ પર નજર નાખો તો ચીનમાં હજુ પણ 142 કરોડની વસ્તી સૌથી વધુ છે અને ભારત બીજા નંબરે છે જેની વસ્તી 141 કરોડ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ઝડપે ભારતની વસ્તી વધી રહી છે તે પ્રમાણે 2023માં તે ચીનને પણ પાછળ છોડી દેશે.

જોકે 2050ની આસપાસ વસ્તી વૃદ્ધિ સ્થિર રહેશે અને પછી તેમાં ઘટાડો થશે. આ જ કારણ છે કે ભારત, ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં આવનારા દાયકાઓમાં યુવાનોની વસ્તીમાં ઘટાડો થવાની ધારણા છે. જેની વર્કફોર્સ પર વિપરીત અસર પડી શકે છે.

હકીકતમાં વિશ્વના ઘણા દેશોમાં વસ્તી વૃદ્ધિ દર પહેલાથી જ રિપ્લેસમેન્ટ લેવલ એટલે કે 2.1 કરતા પણ ઓછો થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર વિશ્વની વસ્તીનો વિકાસ દર 2.1 રહેશે એટલે કે 2055 સુધીમાં રિપ્લેસમેન્ટ લેવલ સુધી.

યુનાઈટેડ નેશન્સ ડેટા અનુસાર વસ્તીમાં સૌથી વધુ વધારો 2012 અને 2014 વચ્ચે થયો હતો. આ દરમિયાન 14 કરોડથી વધુ બાળકોનો જન્મ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટલીક વધઘટ સાથે 2043થી વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી શકે છે. અત્યાર સુધી વસ્તી ઝડપથી વધી છે. પરંતુ હવે વસ્તીમાં આગામી એક અબજ લોકો ઉમેરાતા 12 વર્ષ લાગશે.

ચીન અને ભારત નહીં હવે આ દેશોમાં વસ્તી ઝડપથી વધશે :

વસ્તી સંબંધિત બાબતોને સમજનારાઓનું કહેવું છે કે મૃત્યુદરમાં ઘટાડો થવાને કારણે વસ્તી પણ વધી રહી છે. છેલ્લા 70 વર્ષોમાં ચીન અને ભારતે વિશ્વની વસ્તી વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જો આપણે આ બે દેશોની વસ્તીને જોડીએ તો તે લગભગ 2.80 અબજ થાય છે.

પરંતુ આવનારા સમયમાં ભારત અને ચીનના વિકાસમાં ઘટાડો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, 21મી સદીના છેલ્લા દાયકાઓમાં ભારત અને ચીનના બદલે આફ્રિકન દેશોની વસ્તી ઝડપથી વધશે. આ દેશોમાં તાન્ઝાનિયા, નાઈજીરીયા અને કોંગોનો સમાવેશ થશે.

જો આપણે વસ્તી વધારાના દર પર નજર કરીએ તો 1950માં વિશ્વમાં મનુષ્યોની સંખ્યા 2.5 અબજ હતી જે આગામી 10 વર્ષમાં વધીને 3 અબજ થઈ ગઈ છે. આ પછી 1974માં તે વધીને 4 અબજ થઈ ગઇ. પછીના 13 વર્ષમાં એટલે કે 1987માં આ આંકડો 5 અબજ થઈ ગઇ.

જો કે આગામી એક અબજ એટલે કે 60 મિલિયન આંકડા સુધી પહોંચવામાં માત્ર 12 વર્ષ લાગ્યા. ત્યારબાદ 2011માં વિશ્વની વસ્તી વધીને 7 અબજ થઈ અને હવે 11 વર્ષમાં આ આંકડો 8 અબજને વટાવી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દાયકાઓમાં વસ્તી વૃદ્ધિમાં થોડી સ્થિરતા આવશે અને 2086 સુધીમાં આપણી વસ્તી 10.4 અબજ સુધી પહોંચી જશે.

આ પણ વાંચો :-

ભાજપમાં નવી યાદી જાહેર થતા જ ફરી ભડકો, ઠાકોર સમાજે ઉમેદવારનો બહિષ્કાર કરતા પોસ્ટર્સ લગાવ્યા

0

As soon as the new list was announced in BJP

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજર દ્વારા ગઈકાલે પોતાની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જોકે નવી યાદી જાહેર કરાતા જ ભાજપમાં વિરોધ થવાનું શરૂ થઈ ગયું છે.

બનાસકાંઠાની (Banaskantha) હિંમતનગર બેઠક (Himmatnagar seat) પરથી ભાજપ ગઈકાલે મોડી રાત્રે વી.ડી ઝાલાના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ત્યારે આ નિર્ણયથી ઠાકોર (Thakor) સમાજ નારાજ થયો છે અને આજે સવાલે જ હિંમતનગરમાં ઠેર-ઠેર તેમના વિરોધમાં પોસ્ટરો જોવા મળી રહ્યા છે.

શું લખ્યું છે પોસ્ટર્સમાં?

શહેરભરમાં લાગેલા પોસ્ટર્સમાં લખ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ બહારથી આવેલા ઉમેદવારનો બહિષ્કાર કરે છે. ઉમેદવાર ક્ષત્રિય ઠાકોર સમાજનો હોવો જોઈએ. સ્થાનિક ઉમેદવાર નહીં હોય તો ભયંકર પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપા સરકાર. વી.ડી ઝાલા હાય હાય.

ગઈકાલે કમલમમાં દરવાજા બંધ કરવા પડ્યા હતા :

નોંધનીય છે કે ભાજપમાં ઘણી જગ્યાએ ઉમેદવારોના નામ જાહેર થતા જ અનેક સ્થળોએ વિરોધના સૂર ઉઠ્યા છે. ગઈકાલે જ કમલમ ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોની પસંદગીથી નારાજ કાર્યકરો વિરોધ માટે પહોંચ્યા હતા.

જેમના નામ કપાયા તેના સમર્થકો દ્વારા ગઈકાલે ગાંધીગર ખાતે આવેલા કમલમ કાર્યાલય પર દેખાવો કરવામાં આવ્યા હતા.એવામાં આખરે ભાજપના ઇતિહાસમાં પહેલીવાર કમલમના દરવાજા બંધ કરવાની ભાજપને ફરજ પડી હતી. ભાજપ દ્વારા આ પ્રકારે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પહેલીવાર છે.

હજુ પણ 4 બેઠકોને લઈને કોકડું ગૂંચવાયું :

ભાજપે અત્યાર સુધીમાં 3 યાદીમાં 178 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે કાર્યકરોમાં જ ભારે વિરોધ વચ્ચે પાર્ટી ફૂંકી ફૂંકીને ઉમેદવારોના નામ ફાઈનલ કરી રહી છે. ત્યારે હજુ પણ 4 બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે જોવાનું રહેશે કે આ બેઠકો પરથી નામો જાહેર થાય છે ત્યારે ફરી વિરોધના સૂર ઉઠે છે કે પછી ભાજપ તેને ખાળવામાં સફળ રહેશે.

આ પણ વાંચો :-

…તો 75 રૂપિયાથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ ! આ નિર્ણય મામલે કેન્દ્રએ કહ્યું અમે તૈયાર, શું કરશે રાજ્યો ? 

0

…then petrol will be cheaper than 75 rupees

  • કેન્દ્ર સરકારના એક નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો આવી શકે પણ રાજ્ય સરકારોને થઈ શકે છે વાર્ષિક 2 લાખ કરોડનું નુકસાન

પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel) ભાવવધારા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Petroleum and Natural Gas Minister Hardeep Singh Puri) સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે. પરંતુ રાજ્યોની સંમતિ જરૂરી છે.

જો કે કેન્દ્રીય મંત્રીના આ નિવેદનથી ઘણા લોકો ખુશ છે. કારણ કે જો પેટ્રોલ GSTના દાયરામાં આવે છે. તો પેટ્રોલ ઘણું સસ્તું થઈ શકે છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલ કેટલું સસ્તું થશે ? તમને જણાવી દઈએ કે જો રાજ્યો પણ આ દિશામાં પહેલ કરે તો શું ફાયદો થશે અને પેટ્રોલ પર શું સિસ્ટમ છે.

GST અંગેની અગાઉની બેઠકોમાં ભાજપના સાંસદ સુશીલ મોદીએ પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા અંગે કહ્યું હતું કે તેનાથી રાજ્યોને સામૂહિક રીતે વાર્ષિક 2 લાખ કરોડનું નુકસાન થશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે જો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવામાં આવે તો કેન્દ્ર સરકાર ખુશ થશે.

પરંતુ રાજ્ય સરકારો તેમ કરવા માંગતી નથી. વધતી જતી મોંઘવારીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને રોષે ભરાયેલા સામાન્ય લોકોથી માંડીને અનેક અર્થશાસ્ત્રીઓ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવને જીએસટીમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે.

 સમજો ટેક્સનું ગણિત :

પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર લગભગ 50% ટેક્સ લાગે છે. ઘણા રાજ્યોમાં આ આંકડો 50 ટકાથી વધુ છે. આવી સ્થિતિમાં જો કોઈ સામાન્ય માણસ એ સમજવા માંગે છે કે તેણે એક લિટર પેટ્રોલ પર કેટલો ટેક્સ ચૂકવ્યો છે. તો તે આ ઉદાહરણથી સમજી શકે છે.

જો તમે એક લિટર પેટ્રોલ માટે 105.41 રૂપિયા ચૂકવો છો. તો 49.09 રૂપિયા ટેક્સ તરીકે સરકારી તિજોરીમાં જાય છે. તેના પર રૂ. 27.90ની આબકારી જકાત અને રૂ. 17.13નો વેટ (ડીલર કમિશન પર વેટ સામેલ) વસૂલવામાં આવે છે. આમાં ડીલરનું કમિશન 3.86 રૂપિયા પ્રતિ લીટર છે.

બીજી તરફ ડીઝલની વાત કરીએ તો ધારો કે દિલ્હીમાં ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. તેમાંથી 38 રૂપિયાથી વધુ સરકારની તિજોરીમાં જાય છે. એક્સાઇઝ ડ્યુટી અને વેટ સિવાયના ડીલર સહિત, એક લિટર ડીઝલમાંથી રૂ. 58.16 સરકારના હિસ્સામાં જાય છે. આ એક લિટર ડીઝલની કિંમતના લગભગ 60 ટકા છે. જો આંકડાઓની વાત કરીએ તો દર વર્ષે સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી લગભગ 4 લાખ કરોડ રૂપિયાની કમાણી થાય છે.

નુકશાનીના વળતર માટે બે વિકલ્પો :

  • આ નુકસાનની ભરપાઈ કરવા માટે 28% GST ઉપરાંત સરચાર્જ લાદવો જોઈએ. કેન્દ્ર સરકાર લક્ઝરી કાર પર પણ સરચાર્જ વસૂલે છે. આવી સ્થિતિમાં ભાવ અપેક્ષા કરતા વધુ હોઈ શકે છે.
  • કેન્દ્ર સરકારે GST પછી પણ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી લગાવવી જોઈએ અને તેનાથી થતી આવક કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વહેંચવી જોઈએ. આ માટે બંને સરકારોએ આ ફોર્મ્યુલા પર સહમત થવું પડશે.

જો લોન લેનારનું મૃત્યુ થઇ જાય તો પછી ભરપાઈની જવાબદારી કોની ? જાણી લો શું છે તેની માટેના નિયમ

0

If the borrower dies, then who is responsible

  • લોન લેનારની મૃત્યુ પછી લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું ? તેને લઈને કોઈ નિયમ છે કે નહીં ? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આપણે દરેકે જોયું હશે અને ઘણા લોકો એ કર્યું પણ હશે કે જ્યારે પણ પૈસાની (Money) જરૂર હોય છે આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ કામો કરાવવા માટે લોકો બેંકમાંથી લોનનો (A Loan Bank) સહારો લે છે. જણાવી દઈએ કે લોન પણ વિવિધ પ્રકારની હોય છે જેમ કે પર્સનલ લોન (Personal Loan), કાર લોન, હોમ લોન વગેરે.

દરેક ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ અલગ અલગ લોન છે અને એ લોન લીધા પછી દર મહિને હપ્તા ભરીને તેને ચુકવણી કરે છે. પણ ઘણી વખત એવું બને છે કે લોન લેનાર વ્યક્તિનું (Borrower) કમનસીબે મૃત્યુ થાય છે. પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયા પછી લોનની રકમ બાકી રહે છે તેની કોણ ચુકવણી કરે છે ?

લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થવાના સંજોગોમાં લોનની ચુકવણી કોણ કરશે તેના પર અનેક સવાલો ઉભા થાય છે. લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું ? તેને લઈને કોઈ નિયમ છે કે નહીં ? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે લોન લેનારની મૃત્યુ પછી લોનની ચુકવણી અંગે દરેક પ્રકારની લોનના અલગ-અલગ નિયમો હોય છે. હોમ લોન રિકવરી અંગે અલગ નિયમો છે અને પર્સનલ લોન રિકવરીના પણ અલગ નિયમો છે.

પર્સનલ લોનનું શું થશે ?

જો આપણે પર્સનલ લોન વિશે વાત કરીએ તો પર્સનલ લોન સિક્યોરડ લોન નથી હોતી. આવી સ્થિતિમાં જો પર્સનલ લોન લેનાર વ્યક્તિક મનસીબે મૃત્યુ પામે છે તો બેંક અન્ય કોઈ વ્યક્તિ અથવા તેના ઉત્તરાધિકારી પાસેથી પૈસા વસૂલ કરી શકતી નથી. પર્સનલ લોનમાં જે વ્યક્તિએ લોન લીધી છે તેના મૃત્યુ પછી થી તેની લોન પણ સમાપ્ત થઈ જાય છે.

ક્રેડિટ કાર્ડની ચુકવણીનું શું થશે? 

ક્રેડિટ કાર્ડ અસુરક્ષિત લોનની શ્રેણીમાં આવે છે. આથી તેને સુરક્ષિત લોન તરીકે ગણવામાં આવતી નથી અને કાર્ડધારકના મૃત્યુના કિસ્સામાં બેંક બાકી રકમને રાઈટ ઓફ કરી દે છે. એટલા માટે બેંક અન્ય કોઈ વ્યક્તિ, વારસદાર અથવા કાનૂની વારસદાર પાસેથી લેણાં વસૂલ કરી શકતી નથી.

હોમ લોનનું શું થશે ? 

જો કોઈ વ્યક્તિ હોમ લોન લે છે અને એ લોનનમાં બદલામાં તેના ઘરના કાગળને બદલે ગીરવે મૂકે છે. અને જો હોમ લોન લીધા પછી એ વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે તો આવી પરીસ્થિતિમાં તેના દ્વારા લીધેલ લોનની ચુકવણીની જવાબદારી તેના સહ-લોન લેનાર અથવા તો વ્યક્તિના ઉત્તરાધિકારીએ આ લોનની ચુકવણી કરવી પડે છે.

ઓટો લોન કોણ ચૂકવશે ?

જો કોઈ વ્યક્તિએ ઓટો લોન લીધી હોય અને કોઈ કારણસર અકાળે તેનું મૃત્યુ થઈ જાય તો બાકીની રકમ પરિવારના સભ્યોએ ચૂકવવી પડશે. જો પરિવાર એ ચુકવણી નથી કરી શકતા તો બેંક કારની હરાજી કરીને તેના પૈસા વસૂલ કરે છે.

આ પણ વાંચો :-

Business Idea : માત્ર એક એકર જમીનમાં કરો આ પ્રકારે ખેતી, લાખોમાં નહિ પરંતુ કરોડોમાં થશે કમાણી

0

Business Idea: Do this kind of farming in just

  • Turmeric Vertical Farming : વાસ્તવમાં દેશમાં સતત વધતી વસ્તી, ઘર-મકાન અને ફેક્ટરીના કારણે ખેતીની જમીન ઓછી થઈ રહી છે. એવામાં ઓછી ખેતી દ્વારા વધારે ફાયદો મેળવવાની ઈચ્છા હોય છે.

તમે હળદરની (Turmeric) ખેતી વિશે તો સાંભળ્યુ જ હશે. પરંતુ તેનાથી થનારી કમાણી વિશે જો અમે તમને કહીએ કે તેનાથી લાખો નહિ પરંતુ કરોડોનો ફાયદો (A gain of crores) થવાનો છે. તે પણ દર વર્ષે તો કદાચ તમે વિશ્વાસ ન કરો. પરંતુ તે હકીકત છે. વાસ્તવમાં દેશમાં સતત વધતી વસ્તી, ઘર-મકાન અને ફેક્ટરીના કારણે ખેતીની જમીન ઓછી થઈ રહી છે. એવામાં ઓછી ખેતી (Farming) દ્વારા વધારે ફાયદો મેળવવાની ઈચ્છા હોય છે.

ઓછી જમીન પર વધારે ઉપજ :

આવી જ એક તકનીકનું નામ છે વર્ટિકલ ફાર્મિંગ (Vertical farming). કૃષિ સાથે જોડાયેલી ઘણી બધી કંપનીઓ આ પ્રકારે ખેતી કરે છે. લોકોનું માનવુ છે કે આ તકનીક દ્વારા એક એકર જમીનમાં 100 એકરના બરાબર ઉપજ કરી શકાય છે. જો તમે પણ આ બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો હળદરની વર્ટિકલ ફાર્મિંગ કરીને તમે તમારા સપનાઓને પાંખ લગાવી શકો છો.

વર્ટિકલ ફાર્મિંગ માટે આ વસ્તુઓની જરૂરિયાત હોય છે :

વર્ટિકલ ફાર્મિંગ માટે સૌથી પહેલા તમારે જીઆઈ પાઈપની જરૂર પડે છે. આ પાઈપ પર 2-3 ફૂટ ઊંડા અને 2 ફૂંટ પહોળા લાંબા-લાંબા કન્ટેનર્સને વર્ટિકલ રીતે સેટ કરવામાં આવે છે. પ્રત્યેક કન્ટેનરનો ઉપરી ભાગ ખુલ્લો રહે છે. આમાં જ હળદર ઉગાડવામાં આવે છે.

કેવી રીતે થાય છે ખેતી ?

હળદરની વર્ટિકલ ફાર્મિંગ માટે 10-10 સેમીના અંતરે બોક્સને ક્રોસવાઈઝ લગાવવામાં આવે છે. માટી વાળા કન્ટેનરમાં હળદરના બીજની બે લાઈન કરવામાં આવે છે. થોડા સમય પથી હળદર ઉગી આવે છે. તે સીધી ઉપરની તરફ વધે છે. છોડ મોટો થવા પર પાંદડા આજુ-બાજું નીકળી આવે છે. હળદરની ખેતી માટે વર્ટિકલ ફાર્મિંગને જ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કેટલો ફાયદો થશે :

ઉદાહરણ તરીકે એક વર્ષમાં જો તમારી પાસે 250 ટન હળદરની ઉપજ હોય છે. તો તમારી પાસે અઢી કરોડ રૂપિયા આવશે. જો આમાં 70થી 80 લાખ ખર્ચો પણ માની લો તો તમને સરળતાથી ડોઢથી પોણા બે કરોડ રૂપિયા બચી જાય છે. ત્યારબાદ તમે હળદરનો પાઉડર બનાવીને પણ વેચી શકો છો.

આ પણ વાંચો :-

આ છે ગુજરાતની એવી બેઠકો કે કોંગ્રેસ આ બેઠકો મોદી લહેરમાં પણ હારી નથી !

0

These are the seats of Gujarat that Congress

  • વર્ષ 2017ની ચૂંટણીમાં ગુજરાતમાં અનેક બેઠકો એવી હતી કે જ્યાં જીત-હારનું માર્જિન 3,000થી ઓછું હતું.

મોદીની લહેર (Modi wave) ગુજરાતમાં ઘણા વર્ષોથી રહી છે. 2002માં તો મોદીની ઉજળી પ્રતિભા અને હિન્દુત્વ (Hinduism) ચરમસીમાએ હતા. એ વખતે પણ કોંગ્રેસ (Gujarat Congress) તેના ગઢ તો સાચવતી જ રહી છે. સ્વાભાવિક છે કે ભાજપ પણ અનેક બેઠકો ક્યારેય હાર્યું નથી.

તો બીજી તરફ કોંગ્રેસ ખત્મ થઇ રહ્યાની હવા ભલે ચાલતી રહી છે પણ કોંગ્રેસ પણ હજુ તેના ગઢ સાચવીને જ બેઠી છે. રાજ્યમાં પૂરી એક ડઝન બેઠકો એવી છે. જે કોગ્રેસ છેલ્લા 24 વર્ષમાં ક્યારેય હારી નથી. આ એક ડઝન બેઠકો કઇ છે તે જાણવું જરૂરી છે. કોંગ્રેસ છેલ્લા 24 વર્ષમાં ક્યારેય હારી ન હોય એવી 12 બેઠકો

નીચે મુજબ છે :

વ્યારા
જમાલપુર – ખાડિયા
વાંસદા
ખેડબ્રહ્મા
કપરાડા
મહુધા
બોરસદ
ભિલોડા
દાંતા
દરિયાપુર
વડગામ
જસદણ

આ પણ વાંચો :-

વડોદરાના ઉમેદવાર મનીષા વકીલની મિલકતનું સરવૈયું, 5 વર્ષમાં 5 ગણી વધી, દીકરો પણ લખપતિ બન્યો

0

Vadodara candidate Manisha Vaki

  • ડોદરા શહેર વિધાનસભાના ભાજપ ઉમેદવાર મનીષા વકીલે આજે ફોર્મ ભર્યું, જેમાં તેમની મિલકતમાં કેટલો વધારો થયો તે માહિતી સામે આવી.

વડોદરા શહેર (Vadodara City) વિધાનસભા બેઠક પર પાર્ટીએ સતત ત્રીજી વખત મનીષાબેન વકીલને (Manishaben Vakil) ટિકિટ આપી છે. ત્યારે આજે વડોદરાના શહેર વિધાનસભાના ઉમેદવાર મનીષા વકીલ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. તેઓએ વડોદરાના યવતેશ્વર મહાદેવ મંદિરમાં (Yavateshwar Mahadev Temple) દર્શન કર્યા બાદ પગપાળા ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

હાલમાં મનીષા વકીલ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી (Minister of Women and Child Development) છે. ત્યારે તેમની ઉમેદવારી ફોર્મમાં તેમની સંપત્તિની માહિતી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું કે વડોદરા શહેર વિધાનસભાના ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલનું પાંચ વર્ષમાં દેવું ઘટયું અને સંપત્તિમાં વધારો થયો છે.

મનીષા વકીલના જંગમ મિલકતમાં 5 વર્ષમાં 5 ગણો વધારો થયો. જ્યારે તેમના પતિ રાજીવ વકીલની જંગમ મિલકતમાં 10 ગણો વધારો થયો છે. તો 5 વર્ષમાં મનીષા વકીલનો પુત્ર પણ લખપતિ બન્યો છે. પુત્રની જંગમ મિલકત શૂન્ય હતી. જે વધીને 22,18,654 થઈ છે. મનીષા વકીલ અને પતિ રાજીવ વકીલની સ્થાવર મિલકત 5 વર્ષમાં બમણી થઈ છે. 2022 માં તેમની સંપત્તિમાં અઢળક વધારો થયો છે.

2017માં સ્થિતિ :

મનીષાબેન વકીલની 2017માં જંગમ મિલકતો 7,93,633 રૂ હતી. તેમના પતિ રાજીવ વકીલની મિલકત 6,20,331 રૂપિયા હતી અને તેમના હાથ પર રોકડ 5/5 હજાર રૂપિયા હતાય તો સ્થાવર મિલકત 35 લાખ રૂપિયા હતી. તેમનુ દેવું 22 લાખ હતું.

2022માં સ્થિતિ :

2022 માં તેમની સંપત્તિમાં વધારો થયો છે. મનીષા વકીલ અને પતિ રાજીવ વકીલનું 5 વર્ષમાં દેવું 22 લાખથી ઘટીને 18.50 લાખ થયું છે. તો આ પાંચ વર્ષમાં મનીષા વકીલે કેટલીક સંપત્તિની પણ ખરીદી કરી. 5 વર્ષમાં બે નવી કારની ખરીદી કરી. તો ખેતીની જમીન પણ ખરીદી.

મનીષા વકીલની જંગમ મિલકત :

મનીષાબેનના હાથમાં રોકડ 5000થી વધીને 74000 રૂપિયા થયા છે. પતિ રાજીવ વકીલના હાથમાં રોકડ 5000 હતા, તે વધીને 62 હજાર રૂપિયા અને પુત્રના હાથમાં રોકડ 12500 રૂપિયા થયા છે. તેમની કુલ જંગમ મિલકત 37,94,492 બતાવાઈ છે. તો પતિની 62,74,444 રૂપિયા અને પુત્રની 22,18,654 રૂપિયા થઈ છે.

મનીષા વકીલની સ્થાવર મિલકત :

કુલ સ્થાવર મિલકત 38,50,000 રૂપિયા થઈ છે. પતિ રાજીવ વકીલની કુલ સ્થાવર મિલકત 39,00,000 રૂપિયા થઈ છે. મનીષાબેન વકીલનું દેવુ 9,10,131 રૂપિયા છે, તો પતિનું દેવું 9,34,903 રૂપિયા છે.

આ પણ વાંચો :-

ખરખરીનો જંગ તો પંચમહાલમાં છે, પ્રભાતસિંહ ચૌહાણના પત્ની અને પુત્રવધુ જ વિરોધી પાર્ટીમાં

0

Kharkhari’s fight is in Panchmahal

  • ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થતા ચૂંટણી જંગમાં પ્રાણ ફૂંકાયો છે, પરંતુ અસલી ખરાખરીનો દાવ તો પંચમહાલમાં જોવા મળ્યો છે. પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર માટે યક્ષ પ્રશ્ન ઉભો થયો છે.

એક તરફ પ્રભાતસિંહે કોંગ્રેસના (Prabhat Singh Congress) સમર્થન સાથે ફોર્મ ભર્યું છે. તો બીજી તરફ તેમના પત્ની અને પુત્રવધુ ભાજપના ઉમેદવારના પડખે ઉભા રહ્યાં છે. એક જ પરિવાર બે અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પંચમહાલની (Panchmahal) કાલોલ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે (Fatesinh Chauhan) પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું, તો કોંગ્રેસમાંથી પ્રભાતસિંહ ચૌહાણે ઉમેદવારી કરી. પરંતુ અહીં રાજકારણના રંગ જ બદલાયા છે. પ્રભાતસિંહે કોંગ્રેસમાંથી (In Congress) ઉમેદવારી નોંધાવી તો સામે પુત્રવધુ અને પત્ની ભાજપના ઉમેદવાર સાથે આવ્યા છે.

પ્રભાતસિંહના પુત્રવધુ અને ગત ટર્મના ભાજપના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને તેમના પત્ની રંગેશ્વરી ભાજપ સાથે જ રહેશે. ભાજપના પડખે રહેવાનો નિર્ણય કરનાર પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરીબેન અને પુત્રવધુ સુમનબેન ચૌહાણે આ વિશે કહ્યું કે પ્રભાતસિંહ કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારી કરે તે એમનો વ્યક્તિગત નિર્ણય છે. પરંતું અમે ભાજપ સાથે જ છીએ. અમે ફતેસિંહને જંગી લીડથી જીતાડીશું.

પ્રભાતસિંહ ચૌહાણના પત્ની રંગેશ્વરી ચૌહાણે પણ કહ્યું કે પ્રભાતસિંહનો નિર્ણય એમનો પોતાનો છે. હું ભાજપ પાર્ટી સાથે જ છું અને રહેવાની છું. તો પારિવારિક જંગ વિશએ પ્રભાતસિંહે કહ્યું કે મારી દીકરાની પત્ની વિધવા છે એમની મરજી છે. જ્યાં જાય ત્યાં રંગેશ્વરીબેન મારી નોટેડ કરેલી પત્ની નથી આ તમને આજે ચોખ્ખું કહું. એને જ્યાં રહેવું હોય ત્યાં રહે એમાં શું? લોકશાહીમાં જેને જ્યાં રહેવું હોય ત્યાં રહે.

આમ ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવુ જોવા મળ્યુ છે કે ઉમેદવારના પરિવારજનો સામા ઉમેદવારને જીતાડવા મદદ કરી રહ્યાં છે. ત્યારે આ રાજનીતિમાં આગળ કેવા કેવા રંગ જોવા મળશે તે તો સમય આવ્યે જોવા મળશે.

આ પણ વાંચો :-

OPPO A1 Pro 5g Launch Date : 108MP કેમેરા અને દમદાર બેટરી સાથે લોન્ચ થશે OPPO નો નવો 5g ફોન, જાણો વિગત

OPPO A1 Pro 5g Launch Date

  • ઓપ્પો વધુ એક 5જી ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફોન 16 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જાણો તેની દરેક વિગત…

ભારતીય સ્માર્ટફોન (Indian smartphone) માર્કેટમાં ઓપ્પોનો પણ દબદબો છે. હાલમાં કંપનીએ Oppo A58 લોન્ચ કર્યો છે અને હવે તે વધુ એક હેન્ડસેટ લોન્ચ (Launch the handset) કરવાની તૈયારી કરી રહી છે. કંપની પોતાનો નવો હેન્ડસેટ Oppo A1 Pro 5G ને 16 નવેમ્બરે લોન્ચ કરશે. રિપોર્ટ પ્રમાણે કંપનીએ પોતાના ઓફિશિયલ Weibo હેન્ડલથી આ ફોનની લોન્ચ ડેટ કન્ફર્મ કરી દીધી છે.

પરંતુ આ ફોનને સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવશે. પછી તે ભારતમાં લોન્ચ થશે. લોન્ચિંગ પહેલા આ ફોનના ફીચર્સની ખુબ ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમે પણ જાણો આ ફોનમાં શું ખાસ છે. કેમેરાથી લઈને બેટરી અને પ્રોસેસર કેટલા દમદાર છે આવો જાણીએ…

OPPO A1 Pro ફીચર્સ :

રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં 6.7 ઇંચ AMOLED ડિસ્પ્લે હશે. જે FHD+ રિઝોલ્યૂશનની સાથે અને 10-bit કલરની સાથે આવશે. આ સિવાય ફિંગરપ્રિન્ટ સ્કેનર હશે. તે માનીને ચાલો કે તેની ડિસ્પ્લે આવી રહેલા OPPO Reno 9 સિરીઝ જેવી હશે.

હેન્ડસેટમાં Snapdragon 695 ચિપસેટ હશે. જે 12 GB LPDDR4x RAM ની સાથે આવશે. તેમાં UFS 3.1 નું 256 GB સ્ટોરેજ હશે. જેને તમે માઇક્રોએસડી કાર્ટ દ્વારા વધારી પણ શકો છો.

A1 Pro માં સેલ્ફી માટે જ્યાં 16 મેગાપિક્સલનો કેમેરો હશે, તો પાછળ તરફ 108 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ફોનને પાવર આપવા માટે 5,000mAh બેટરી છે. જેને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી રહ્યું છે.

આ પણ વાંચો :-