Home Blog Page 1240

સુરતની મહાવીર કોલેજમાં ઘુસીને બજરંગ દળ અને VHP કાર્યકરોએ લવજેહાદના આરોપ લગાવવી વિદ્યાર્થીઓને માર માર્યો

0

Bajrang Dal and VHP activists stormed

  • સુરતની મહાવીર કોલેજના કેમ્પસમાં (Mahaveer College Campus) ઘુસીને કેટલાક શખ્સો દ્વારા અમુક યુવાનોને માર મારવામાં આવ્યો હતો.

વિગતો એવી સામે આવી રહી છે કે કોલેજ કેમ્પસમાં (College campus) ઘૂસી જનારા બજરંગ દળ અને વીએચપી (વિશ્વ હિન્દુ પરિષદ)ના કાર્યકર્તાઓ હતા. તેમણે અહીં મુસ્લિમ વિદ્યાર્થીઓને (Muslim student) માર માર્યો હતો. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના હમણાં બે દિવસ પહેલાની છે. જેમાં કેટલાક શખ્સો વિદ્યાર્થીને માર મારતા જોઈ શકાય છે.

કોલેજ તંત્ર મુક પ્રેક્ષક બન્યું :

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી મહાવીર કોલેજમાં બે મુસ્લિમ વિદ્યાર્થીઓને કોલેજના જ કેમ્પસમાં કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને કોલેજનું તંત્ર મુક પ્રેક્ષક બની બેસી રહ્યું હતું. આ ઘટનામાં કોલેજે શું એક્શન લીધા તે વિગતો મળી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ કેમ્પસમાં લવ જેહાદના આરોપમાં એક યુવકને માર માર્યો છે. આ મામલામાં કોલેજ તંત્રએ વાત કરવાનો જ ઈનકાર કરી દીધો છે. ઘટના સોશિયલ મીડિયા થકી બહાર આવી છે. વીહીપ આને શ્રદ્ધા મર્ડર કેસ સાથે જોડીને સેલ્ફ ડિફેન્સમાં કરેલી કાર્યવાહી કહી રહ્યું છે.

VHPએ સેલ્ફ ડિફેન્સની કાર્યવાહી હોવાનું સ્વીકાર્યું :

બીજી મહત્વની બાબત એ પણ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. પરંતુ વીએચપીએ સેલ્ફ ડિફેન્સની કાર્યવાહી કરીને સ્વીકાર કરી રહી છે. કોલેજના સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીઓના આંતરિક ઝઘડાની પણ કબુલાત કરે છે. જોકે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેને કારણે હાલ સોશિયલ મીડિયા ગરમાયું છે.

આ પણ વાંચો :-

Samsung ને ટેન્શન આપવા આવી રહ્યો છે OPPO નો બે સ્ક્રીનવાળો Smartphone, ફીચર્સ થયા Leak

OPPO’s two-screen smartphone

  • સમાચારોનું માનીએ તો Oppo Find N2 માં 7.1 ઇંચનું ઇનર ફોલ્ડેબલ ડિસ્પ્લે હશે. બહાર તરફથી તેમાં 5.5 ઇંચની OLED કવર ડિસ્પ્લે હશે જે FHD + રિઝોલ્યૂશન અને 120Hzરિફ્રેશ રેટ પ્રદાન કરે છે. તેમાં સ્નૈપડ્રેગન 8+ Gen 1 ચિપસેટ અને 67W ચાર્જિંગ સપોર્ટ સાથે 4,520mAh ની બેટરી હશે.

OPPO ડિસેમ્બરમાં INNO Day 2022 Event આયોજિત કરી શકે છે. ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન (Digital Chat Station) ના સૌજન્યથી એક નવી લીકથી જાણવા મળ્યું છે કે ફાઉન્ડ એન ફોલ્ડેબલ ફોન (Find N foldable) ની આગામી પેઢીનું અનાવરણ ડિસેમ્બેરમાં આગમી INNO ડે 2022 ઇવેન્ટના માધ્યથી કરવામાં આવશે.

ઓપ્પોએ ગત વર્ષે 14 ડિસેમ્બરના રોજ 2 દિવસના INNO Day 2022 નું આયોજન કર્યું હતું. ઇવેન્ટમાં કંપનીએ પોતાની લેટેસ્ટ ટેક્નોલોજીનું અનવારણ કર્યું. જેમ કે MariSilicon X NPU, OPPO Air Glass, અને OPPO Find N ફોલ્ડેબલ ફોન.

એટલા માટે એવું પ્રતિત થાય છે કે કંપની પોતાના આગામી INNO Day 2022 ઇવેન્ટના માધ્યમથી નવી ટેક્નોલોજીની જાહેરાત કરશે. DCS દ્વારા વીબો પોસ્ટ અનુસાર INNO Day 2022 ઇવેન્ટ ડિસેમ્બરના મધ્ય સુધી આયોજિત કરવામાં આવી શકે છે. આ કાર્યક્રમમાં અન્ય ઉત્પાદનો સાથે સાથે Find N2 અને Find N2 Flip જેવી નવી પ્રોડક્ટ્સ આવવાની સંભાવના છે.

OPPO Find N2 Specs :

સમાચારોનું માનીએ તો Oppo Find N2 માં 7.1 ઇંચનું ઇનર ફોલ્ડેબલ ડિસ્પ્લે હશે. બહાર તરફથી તેમાં 5.5 ઇંચની OLED કવર ડિસ્પ્લે હશે જે FHD + રિઝોલ્યૂશન અને 120Hzરિફ્રેશ રેટ પ્રદાન કરે છે. તેમાં સ્નૈપડ્રેગન 8+ Gen 1 ચિપસેટ અને 67W ચાર્જિંગ સપોર્ટ સાથે 4,520mAh ની બેટરી હશે.

તેમાં એક 32MP નો ફ્રન્ટ કેમેરોઅને બીજો 32MP નો કેમેરો અંદરની તરફ હોઇ શકે છે. ડિવાઇસના બેક પેનલમાં 50MP (સોની IMX890, OIS) + 48MP (અલ્ટ્રા-વાઇડ)+ 32MP (સોની IMX709, ટેલીફોટો) ટ્રિપલ કેમેરા સેટઅપ હોઇ શકે છે. ડિવાઇસનું વજન 240 ગ્રામથી ઓછું હશે અને આ બ્લેક, વ્હાઇટ, અને ગ્રીન જેવા કલરમાં આવે છે.

OPPO Find N2 Flip Specs :

Find N2 Flip માં 6.8 ઇંચની ફોલ્ડેબલ E6 AMOLED Displayઅને 3.26 ઇંચની કવર OLED પેનલ હશે. આ ડાઇમેંશન 9000 ચિપસેટ અને 4,300mAh ની બેટરી દ્વારા સંચાલિત હશે. જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમાં 32MP (Sony IMX709) નો ફ્રન્ટ કેમેરો અને 50MP (Sony IMX890) + 8MP (અલ્ટ્રા-વાઇડ) ડુઅલ-કેમેરા સેટઅપ હશે. Find N2 Flip બ્લેક, વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ હોઇ શકે છે. બંને ડિવાઇસ ColorOS 13-આધારિત Android 13 OS પર ચાલશે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ ગામની ભારે ચર્ચા, ચૂંટણી પ્રચાર પર પાબંધી, પણ મતદાન ફરજિયાત નહીંતર દંડ

0

This village in Gujarat is heavily debated

  • રાજકોટથી 22 કિમી દૂર આવેલું રાજ સમઢિયાળા ગામ આ વખતની ચૂંટણીમાં લાઈમલાઈટમાં આવ્યું છે.

ગુજરાતના (Gujarat) રાજકોટ શહેરથી 22 કિમી દૂર આવેલા રાજ સમઢિયાળા (Raj Samadhiala) ગામે એક અનોખો દાખલો બેસાડયો છે. રાજ સમઢિયાળા ગામમાં રાજકીય પાર્ટીઓના ચૂંટણી પ્રચાર પર કડક પ્રતિબંધ છે એટલે કે કોઈ પણ રાજકીય પક્ષના (Political Party) ઉમેદવાર આ ગામમાં પ્રચાર કરી શકતા નથી કે કોઈ પણ પ્રકારની ચૂંટણીલક્ષી કામગીરી કરી શકતા નથી.

મતદાન ન કરનારને 51 રુપિયાનો દંડ  :

રાજ સમઢીયાળા ગામે રાજકીય પક્ષોના પ્રચાર પર પ્રતિબંધ તો મૂક્યો છે તો સામે પક્ષે એક નવો નિયમ પણ કર્યો છે જે અનુસાર ગામમાં રહેતા દરેકે ફરજિયાત મતદાન કરવું પડે છે અને કોઈ મતદાન ન કરે એવું જાણવા આવે તો તેને 51 રુપિયાનો દંડ કરાય છે. રાજ સમઢીયાળાના સરપંચે જણાવ્યું હતું કે 1983થી રાજકીય પક્ષોને અહીં પ્રચાર ન કરવા દેવાનો આ નિયમ છે. જ્યારે મતદાન દરેક માટે ફરજિયાત છે.

રાજ સમઢિયાળાના કોઈ ઘરમાં નથી તાળુ :

રાજ સમઢિયાળા ગામની બીજી પણ એક વિશેષતા સામે આવી છે. અહીંનો કોઈ પણ વ્યક્તિ તેના ઘરમાં તાળું લગાવતો નથી જે જ્યારે પણ બહાર જાય ત્યારે ઘર ખુલ્લું મૂકીને જાય છે ત્યાં સુધી કે અહીંના દુકાનદારો પણ બપોરે પોતાની દુકાનો ખુલ્લી મૂકી ઘરમાં જમવા આવે છે.

ગ્રાહક જ્યારે દુકાને આવે છે ત્યારે પોતાની જરૂરિયાતનો સામાન લઈને દુકાનની ગલીમાં પોતાની કિંમતના પૈસા મૂકીને જતો રહે છે. એક ઘટનાને બાદ કરતાં આજ દિન સુધી અહીં ચોરીની ઘટના ક્યારેય બની નથી. આ ગામમાં ચોરીની એક માત્ર ઘટનાના બીજા જ દિવસે ચોરે પોતે પંચાયતમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને તેને પ્રાયશ્ચિત્ત કરવા વળતર આપ્યું હતું.

ગુટખા પર તો પહેલેથી પ્રતિબંધ :

આ ગામમાં ગુટખા વિરોધી અભિયાન ચલાવવાની જરૂર નથી. કારણ કે અહીં ગુટકા પર પહેલેથી જ પ્રતિબંધ છે અને કોઈ પણ આ નિયમને તોડતું નથી. રાજ સમઢીયાળા ગામે પણ જળસંચયની દિશામાં વધુ સારી કામગીરી કરી એક ઉદાહરણ પૂરું પાડયું છે. સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશમાં આવેલા આ ગામે જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યાં હવે ખેતી અને પશુપાલન માટે પૂરતું પાણી છે. રાજ સમઢીયાળા ગામને ગુજરાતમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ મળ્યો છે.

આ પણ વાંચો :-

પરણી ગઈ સનમ સામે…વાળી હીરોઈન ? લગ્નના ફોટા વાયરલ થયા અને પાગલ થઈ પબ્લિક !

Parni gayi opposite Sanam

  • દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના થઈ ગયા છે લગ્ન ! સોશિયલ મીડિયા પર હાલ આ તસવીરો વાયરલ થઈ રહી છે. જેને કારણે આ મુદ્દો હાલ ચર્ચામાં આવી ગયો છે. એક સમય હતો ત્યારે પુષ્પા ફિલ્મ બાદ તેની અભિનેત્રી રશ્મિકા મંદાના રાતો-રાત સ્ટાર બની ગઈ હતી.

અલ્લૂ અર્જૂનની (Allu Arjun) પુષ્પા ફિલ્મ તમે જોઈ જ હશે. સાઉથની આ ફિલ્મે બોલીવુડમાં એવા ઝંડા ગાડ્યા કે શું કહેવું. સલમાન-શાહરૂખની (Salman-Shah Rukh) પછાડીને અલ્લૂ અર્જૂને એક ફિલ્મથી બોલીવુડના બોક્સ ઓફિસને હચમચાવી દીધું હતું. સનમ સામે. સનમ સામે. ગીતમાં ધૂમ મચાવનારી આ ફિલ્મની હીરોઈન રશ્મિકા મંદાનાએ (Rashmika Mandana) લગ્ન કરી લીધાં હોવાની વાત વાયુવેગે વહેતી થઈ છે. આ હીરોઈનની તસવીરો વાયરલ થતા હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો દૌર શરૂ થઈ ગયો છે.

સોશિયલ મીડિયા પર હાલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની તસવીરો ખુબ જ વાયરલ થઈ રહી છે. જેમાં બન્ને દૂલ્હા-દૂલ્હનના પરિવેશમાં જોવા મળી રહ્યાં છે. આ ફોટા જોઈને લાગે છે કે બન્નેના લગ્ન થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે એક સમયે રશ્મિકા મંદાના નેશનલ ક્રશ બની ગઈ હતી. બોલીવુડની બધી હીરોઈનોને પણ પાછળ છોડીને તેણે આ પ્રસિદ્ધિ મેળવી હતી. દર્શકો તેની એક જલક જોવા માટે પાગલ બનતા હતાં.

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જો કે વિજયે એક ચેટ શો દરમિયાન આ વાતને નકારીને અફવામાં ખપાવી હતી. હાલમાં સો.મીડિયા પર વિજય દેવરકોંડા અને રશ્મિકાએ લગ્ન કરી લીધા હોવાની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. વિજય અને રશ્મીકાની આ તસ્વીર વાયરલ થયા પછી ઈન્ટરનેટ પર ધમાલ મચી ગઈ છે.

જો કે વિજય અને રશ્મિકાની વાયરલ થયેલી તસ્વીર ખોટી છે. વાસ્તવમાં વિજયના એક ફેને એક્ટરની તસવીરને મોફર્ડ કરી છે. અને આ ફોટો ફેન-એડિટેડ છે. એવામાં વિજય અને રશ્મિકાએ લગ્ન કરી લીધા હોવાની વાત સાવ ખોટી છે.

આ પણ વાંચો :-

 

‘કેતન ઈનામદાર વડોદરાના સૌથી મોટા ખનન માફીયા છે’, ભાજપના ઉમેદવાર પર કોણે કર્યા ગંભીર આક્ષેપ

0

Ketan Inamdar is Vadodara

  • ગુજરાતમાં ચૂંટણી પહેલા આક્ષેપ-પ્રત્યાક્ષેપની રાજનીતિ થઈ રહી છે. વડોદરાના સાવલીમાં બે ટર્મથી જીતી રહેલા ધારાસભ્ય અને ઉમેદવાર કેતન ઈનામદાર પર કોંગ્રેસના ઉમેદવારે કરેલા ચોંકાવનારા આક્ષેપોના કારણે રાજકારણ ગરમાયું છે.

સાવલીમાં (Savli) કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) કુલદીપસિંહ રાઉલજીએ (Kuldeep Singh Raulji) ભાજપના ઉમેદવાર કેતન ઈનામદારને (Ketan Enamdar) રેતી માફિયા (Sand Mafia) કહી દીધા છે અને તેમની પાસે પુરાવાઓ પણ હોવાનું જણાવ્યું છે.

કેતન ઈનામદાર પર કોંગી ઉમેદવારનો પ્રહારો :

કુલદીપસિંહ રાઉલજીએ સાવલીમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે, સ્થાનિક ધારાસભ્ય મહિસાગર નદીમાં ખનન કરીને મોટા ખાડા કરી નાખ્યા છે. વડોદરા જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા કેતન ઈનામદાર હોવાનો પણ આરોપ મૂક્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે હું ડંકાની ચોટ પર કહું છું અને ભ્રષ્ટાચારને પ્રજા સમક્ષ ખુલ્લો મુકીશ. તદુપરાંત કેતન ઇનામદાર સાવલી જીઆઈડીસીમાં લેબર કોન્ટ્રાક્ટના કામનો મોટો હિસ્સો સંભાળે છે અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા હોવાના પણ આક્ષેપ કોંગ્રેસના ઉમેદવારે કર્યા હતા.

બે ટર્મથી સાવલીના ધારાસભ્ય છે કેતન ઈનામદાર :

નોંધનીય છે કે સાવલી વિધાનસભા બેઠક પર છેલ્લા બે ટર્મથી કેતન ઈનામદાર જીતતા આવ્યા છે. વર્ષ 2017માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર સાગર બ્રહ્મભટ્ટને 41,633 મતોથી હરાવ્યા હતા. આ વખતે પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતા સમયે કેતન ઈનામદારે તેમની મુકાબલો કોઈ સાથે ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે કોંગ્રેસના ઉમેદવારે કરેલા ગંભીર આક્ષેપોનો કેતન ઈનામદાર શું જવાબ આપશે.

આ પણ વાંચો :-

ગુજરાતની ચૂંટણીમાં હીરાનાં કામદારો આ  બેઠકો પર રમત બગાડી શકે છે, જાણો શું છે કારણ ?

0

Diamond workers can spoil the game

  • Gujarat Election 2022 : ગુજરાતમાં બે ચરણમાં વિધામસભાની ચૂંટણી યોજાવાની છે, તેમાં હીરા શ્રમિકો મોટી અસર કરી શકે છે. સુરતની છ વિધાનસભાની બેઠકો પર હિરા ઉદ્યોગના શ્રમિકો અસર કરી શકે છે.

રાજકીય વિશ્લેષકો કહે છે કે સુરતમાં (Surat) હીરા ઉદ્યોગ (Diamond industry) સાથે સંકળાયેલા કામદારો ગુજરાતમાં ઓછામાં ઓછી છ બેઠકો પર ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે. જ્યાં તેમની સંખ્યા નોંધપાત્ર છે. ગુજરાતમાં આશરે 15 લાખ હીરા કામદારો (Diamond Workers) છે.

જેમાંથી લગભગ સાત લાખ કામદરો સુરતમાં વસે છે. તેઓ હીરા કટિંગ અને પોલિશિંગનું (Diamond cutting and polishing) સૌથી મોટું કેન્દ્ર સુરતમાં એકમોમાં કામ કરી રહ્યા છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાકીના કામદારો ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને રાજ્યના કેટલાક ઉત્તરી જિલ્લાના ભાગોમાં કામ કરે છે.

લેબર એક્ટ વિશે તેમની ચિંતા વ્યક્ત કરી :

સુરતમાં હીરાના કામદારોના પ્રતિનિધિઓએ પહેલાથી જ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી, વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સંપર્ક કરીને હીરાની સ્થાનિક સંસ્થાને રૂ. 200 લોકોએ પ્રોફેશનલ ટેક્સ અને લેબર એક્ટ વિશે તેમની ચિંતા વ્યક્ત કરી અને ઉદ્યોગને અમલમાં મૂકવા વિનંતી કરી હતી.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે 2021ની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAPને 120માંથી 27 બેઠકો જીતવામાં મદદ કરવામાં આ મતદારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની સંભાવનાઓને અસર કરી શકે છે.

 હીરા કામદારોનું કોને સમર્થન ?

સુરતમાં વરાછા રોડ, કતારગામ, કરંજ, કામરેજ અને સુરત (ઉત્તર) વિધાનસભા બેઠકોના પરિણામોથી સૌરાષ્ટ્રના લોકો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેમજ એમ્બ્રોઈડરી અને અન્ય સંબંધિત નોકરીઓ પર અસર પડી છે. ગયા વર્ષે AAPએ આ વિધાનસભા મતવિસ્તારો હેઠળ આવતા વિસ્તારોમાં પાટીદાર સમુદાયના મોટા વર્ગ અને હીરા કામદારોના સમર્થનને કારણે 27 બેઠકો જીતી હતી.

આ પણ વાંચો :-

આજકાલ રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો દેખાય છે’, આસામના સીએમનું મોટું નિવેદન

0

Today Rahul Gandhi’s face looks like Saddam Hussain

  • ગુજરાતમાં આગામી મહિને થનાર વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા અમદાવાદમાં બીજેપી ઉમેદવાર માટે એક જનસભાને સંબોધિત કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે એક મોટું નિવેદન આપીને રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ ખીલ્યો છે. હાલ વાર પ્રતિવાર થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આગામી મહિને થનાર વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા અમદાવાદમાં (Ahmedabad) બીજેપી ઉમેદવાર માટે એક જનસભાને સંબોધિત કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Assam Chief Minister Himanta Biswa Sarma) મંગળવારે જણાવ્યું હતું કે આજ કાલ રાહુલ ગાંધી (Rahul Gandhi) સદ્દામ હુસૈન (Saddam Hussein) જેવા દેખાય છે.

રાહુલ ગાંધીના દેખાવ પર કટાક્ષ કરતા સરમાએ કહ્યું કે હવે મેં જોયું છે કે તેમનો (રાહુલ ગાંધી) ચહેરો પણ બદલાઈ ગયો છે. ચહેરો બદલવો એ ખરાબ વાત નથી. જો તમારો ચહેરો બદલે છે તો સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ કે ગાંધીજીની જેમ કરો. પરંતુ તમારો ચહેરો સદ્દામ હુસૈન જેવો કેમ થતો જઈ રહ્યો છે.

ગુજરાતના ભાર્ગવ રોડ કુબેરનગર ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે, આજકાલ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો દેખાય છે. ચહેરો રાખવો હોય તો ગાંધી જેવો રાખો. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ માત્ર બાબરનું નામ લે છે અને માત્ર એક જ ધર્મને આગળ કરે છે. તો જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ભારતનું નિર્માણ કર્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વીર સાવરકરનું અપમાન કરે છે, તમારી હિંમત કેવી રીતે થઈ?

રાહુલ ગાંધીને ચૂંટણી હારવાનો ડર’ :

હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં દેખાતા નથી. આજ કાલ તેઓ મહેમાન બનીને આવ્યા છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી પૂરી થઈ ગઈ હતી પરંતુ તે ત્યાં પણ ગયા નથી. જે રાજ્યોમાં ચૂંટણી નથી. ત્યાં જ તેઓ જતા હોય છે પરંતુ જ્યાં ચૂંટણી હોય ત્યાં તેઓ જતા નથી. તેઓ ચૂંટણી હારી જવાથી ડરે છે. તેઓ જાણે છે કે હું જ્યાં જઈશ ત્યાં મારી હાર થશે. તેમને જીતવાની કોઈ આશા પણ નથી.

ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની ગુજરાતની અમુક પ્રવાસ પર સવાલ ઉઠાવતા સરમાએ કહ્યું કે તેઓ ગુજરાતમાં અદૃશ્ય છે. તેઓ વિઝિટિંગ ફેકલ્ટીની જેમ રાજ્યમાં આવે છે. તેમણે હિમાચલ પ્રદેશમાં પણ પ્રચાર કર્યો નથી. તે ફક્ત તે જ સ્થળોની મુલાકાત લે છે જ્યાં ચૂંટણી નથી થઈ. કદાચ એના કારણે જ તેમને હારનો ડર છે.

‘યાત્રામાં સામેલ થવા માટે બોલિવૂડ સ્ટાર્સને પૈસા ચૂકવાયા હશે’ :

આસામના મુખ્ય પ્રધાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં હાજરી આપવા માટે બોલીવુડ સ્ટાર્સને પૈસાની ચૂકવણી પણ કરી હશે. આડકતરી રીતે અભિનેત્રી પૂજા ભટ્ટ અને અમોલ પાલેકરનો ઉલ્લેખ કર્યો છે જેઓ યાત્રામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

‘મે 6 મહિનાથી અન્નનો દાણો ખાધો નથી’ એવા દાવા વચ્ચે સત્યેન્દ્ર જૈનનો જેલમાં ભોજન કરતો વધુ એક વીડિયો વાયરલ

0

Another video of Satyendra Jain eating

  • તિહાડ જેલમાંથી દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 સપ્ટેમ્બરનો છે.

વિડીયોમાં સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ભોજન કરતા નજર આવી રહ્યા છે. જ્યારે સત્યેન્દ્ર જૈન વતી રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે તેણે 6 મહિનાથી એક દાણો પણ નથી ખાધો. ભાજપે આરોપ લગાવ્યો છે કે AAP નેતા સત્યેન્દ્ર જૈનને જેલમાં પણ છપ્પન ભોગ પીરસાઈ રહ્યા છે. આ અગાઉ સત્યેન્દ્ર જૈનનો મસાજનો (Massage) વીડિયો સામે આવ્યો હતો.

સત્યેન્દ્ર જૈને ભોજન ન ખાવા પાછળનું કારણ કોર્ટમાં જણાવ્યું હતું કે જૈન ધર્મ પ્રમાણે મંદિરમાં જઈને પૂજા કર્યા વિના રાંધેલું ભોજન ન ખાઈ શકાય. તેઓ માત્ર ફળો અને કાચા શાકભાજી પર આધાર રાખે છે. તે પણ તિહાડ જેલ (Tihar Jail) પ્રશાસને બંધ કરી દીધું છે. આ કારણે તેનું વજન 28 કિલો ઘટી ગયું છે. બીજી તરફ જેલ પ્રશાસનનો દાવો છે કે સત્યેન્દ્ર જૈનનું વજન 8 કિલો વધી ગયું છે. કોર્ટે આ મામલે સત્યેન્દ્ર જૈન પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આ અંગે આજે નિર્ણય આપવામાં આવશે.

ગઈકાલે દિલ્હીના જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને તિહાડ સત્તાવાળાઓને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર ભોજન આપવાનો નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો. મંગળવારે વિશેષ ન્યાયાધીશ વિકાસ ધલ સમક્ષ આ અરજી પર સુનાવણી થવાની સંભાવના છે. અરજીમાં જેલ સત્તાધીશોને તાત્કાલિક મંત્રીની મેડિકલ તપાસ કરાવવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. જૈનના વકીલ મોહમ્મદ ઈર્શાદે કહ્યું કે જેલની અંદર જૈનને મૂળભૂત ભોજન અને તબીબી સુવિધાઓ આપવામાં આવી રહી નથી.

કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જૈન ધર્મ પ્રમાણે જેલમાં ભોજન મળતું નથી તેથી 5 મહિનામાં વજનમાં 28 કિલોનો ઘટાડો થયો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 31 મેના રોજ તેની ધરપકડના દિવસથી તે કોઈ પણ જૈન મંદિરમાં જઈ શક્યો નથી અને જૈન ધર્મમાં ઊંડો વિશ્વાસ હોવાથી તે ધાર્મિક ઉપવાસ કરે છે અને રાંધેલો ખોરાક, દાળ અનાજ અને દૂધ નથી લેતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે જૈન ધર્મનું સખ્તીથી પાલન કરે છે.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2017 માં તેમની સામે નોંધાયેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગ કેસમાં જૈનની ધરપકડ કરવામાં આવી હતી. 17 નવેમ્બરે કોર્ટે આ કેસમાં જૈન અને અન્ય બે લોકોને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો :-

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને ગોવા પ્રવાસન વિભાગની નોટિસ, 8 ડિસેમ્બરે હાજર થવા આદેશ, જાણો શું છે સમગ્ર મામલો

Goa tourism department notice

  • ગોવા પ્રવાસન વિભાગ દ્વારા યુવરાજને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે વ્યક્તિગત સુનાવણી માટે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

ગોવાના (Goa) પ્રવાસન વિભાગે (Department of Tourism) પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને (Former Indian cricketer Yuvraj Singh) નોટિસ મોકલી છે. વાસ્તવમાં યુવરાજ સિંહનો અહીં મોર્જિમમાં (Morjim) વિલા છે. એવો આરોપ છે કે વિલાનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર તેનો ‘હોમસ્ટે‘ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુવરાજને 8 ડિસેમ્બરે સુનાવણી માટે બોલાવવામાં આવ્યો છે. ગોવા ટુરિઝમ બિઝનેસ (Goa Tourism Business) એક્ટ અન્વયે 1982 હેઠળ નોંધણી કરાવ્યા પછી જ રાજ્યમાં ‘હોમસ્ટે’ ચલાવી શકાય છે.

રાજ્યના પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ કાલેએ 18 નવેમ્બરે વિલા ‘કાસા સિંહ‘ના સરનામે નોટિસ જારી કરી હતી. જેમાં યુવરાજને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે વ્યક્તિગત સુનાવણી માટે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ વિલા ઉત્તર ગોવાના મોર્જિમમાં છે.

શું કહેવામાં આવ્યું નોટીસમાં ? 

નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે પ્રવાસન વેપાર અધિનિયમ હેઠળ મિલકતની નોંધણી ન કરવા બદલ તેમની સામે દંડની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ. જો આ કેસમાં દોષી સાબિત થાય તો એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચો :-

ચૂંટણી સમયે રોકડનો કાળો કારોબાર ઝડપાયો ! 75 લાખ રોકડા મળ્યા, રાજકીય પાર્ટીના હોવાનું અનુમાન !

0

The black business of cash caught during the election

  • સુરતની મહીધરપુરા પોલીસ દ્વારા બે ઈનોવા કાર ડીટેઇન કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા 75 લાખ રૂપિયાની કેશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનું કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું પોલીસ માની રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને બીજી બાજુ રૂપિયાની હેરાફેરીનો (Manipulation of rupees) કેસ વધી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત મહીધરપુરા પોલીસ (Surat Mahidharpura Police) દ્વારા બે ઈનોવા કાર (Two Innova Cars) ડીટેઇન કરવામાં આવી છે. જેમાં 75 લાખની કેસ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનો કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું તારણ સામે આવ્યું છે.

મહત્વનું છે કે સુરતની મહીધરપુરા પોલીસ દ્વારા બે ઈનોવા કાર ડીટેઇન કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા 75 લાખ રૂપિયાની કેશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમનું કોંગ્રેસ પાર્ટી સાથે કનેક્શન હોવાનું પોલીસ માની રહી છે. આ સિવાય મહારાષ્ટ્ર પાસિંગની કારમાંથી લાખોની રોકડ મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે રોકડ રકમનું કોંગ્રેસ સાથે કનેક્શન હોઈ શકે છે. કારણ કે કારમાંથી કોંગ્રેસની પત્રિકાઓ મળી આવી છે. એટલું જ નહીં સાથે રાહુલ ગાંધીની સભામાં VIP કાર પાર્કિંગના પાસ પણ મળ્યાં છે. મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મુંબઈ પાસિંગની કારમાં રૂપિયા લઈને આવેલા બે વ્યક્તિની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને વ્યક્તિમાં એક રાજસ્થાન અને એક વ્યક્તિ રાંદેરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમ રાજકીય પાર્ટી માટે હોવાનું અનુમાન છે. દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસે રાજ્યની તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આ પણ વાંચો :-