Home Blog Page 1205

ઘરમાં લગાવતાં જ અસર બતાવશે આ છોડ, ચૂંબકની માફક ખેંચશે ધન

This plant will show effect as soon

  • સ્પાઈડર પ્લાન્ટને લઈને વાસ્તુ જાણકારોનું કહેવું છે કે જો તેને ઘરમાં યોગ્ય જગ્યા અને યોગ્ય દીશામાં રાખવામાં આવે તો આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આવો જાણીએ તેના ફાયદા અને દિશા વિશે કેટલીક વાતો..

મોટાભાગે ઘરોમાં તમે સ્પાઈડર પ્લાન્ટ (Spider plant) લાગેલા જોયા હશે. પરંતુ ઘણીવાર પુરી જાણકારી ન હોવાથી છોડનું યોગ્ય ફળ મેળવી શકતા નથી. વાસ્તુમાં તેને મની પ્લાન્ટ (Money plant) કરતાં પણ વધુ અસરદાર છોડ કહેવામાં આવ્યા છે. સ્પાઈડર પ્લાન્ટને લઈને વાસ્તુ જાણકારોનું કહેવું છે કે જો તેને ઘરમાં યોગ્ય જગ્યા અને યોગ્ય દીશામાં રાખવામાં આવે તો આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આવો જાણીએ તેના ફાયદા અને દિશા વિશે કેટલીક વાતો…

આ દિશામાં લાગાવો સ્પાઈડર પ્લાન્ટ :

વાસ્તુ શાસ્ત્રના અનુસાર કોઈપણ વસ્તુ સકારાત્મક પરિણામ ત્યારે આપે છે. જ્યારે તે યોગ્ય દિશા અને યોગ્ય જગ્યા પર રાખવામાં આવે. વાસ્તુ જાણકારોના અનુસાર વાસ્તુ પ્લાન્ટને ઘરની ઉત્તર, પૂર્વ, ઉત્તર-પૂર્વ, ઉત્તર પશ્વિમ દિશામાં રાખવાનું શુભ ફળદાયી હોય છે. જો તેને તમારી ઓફિસ અથવા કાર્યાલયમાં રાખો છો, તો તે પોતાના ટેબલ પર રાખવું જોઈએ.

અહીં લગાવો સ્પાઈડર પ્લાન્ટ :

વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા અને નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે સ્પાઈડર પ્લાન્ટને યોગ્ય દીશામાં રાખવા ખૂબ જરૂરી છે. તેને ઘરના લિવિંગ રૂમ, કિચન, બાકની અને સ્ટડી રૂમમાં લગાવી શકાય છે.

આ વાતોનું રાખો ધ્યાન :

જો તમે પણ ઘરે સ્પાઈડર પ્લાન્ટ લગાવ્યા છે, તો આ વાતનું ધ્યાન રાખો કે તે ભૂલથી સુકાવવા ન દો. તેને સુકાતા તેને તાત્કાલિક ઘરમાંથી હટાવી દો અને તેના સ્થાન પર નવા છોડ લગાવો. ઘરની દક્ષિણ દિશા અને પશ્વિમ દિશામાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવા અશુભ ફળદાયી થાય છે. એટલા માટે ઉચિત દિશામાં લગાવીને જ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

સ્પાઈડર પ્લાન્ટના ફાયદા :

વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવાથી ઘરમાં તણાવનું હોર્મોન ઓછું થઇ જાય છે. તેનાથી વ્યક્તિ તણાવ અને ડિપ્રેશનથી દૂર રહે છે. એટલું જ નહી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરીને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તેને યોગ્ય જગ્યાએ રાખવાથી વ્યક્તિને મોટીમાં મોટી વસ્તુમાંથી મુક્તિ મળી જાય છે.

આ પણ વાંચો :-

પૈસા વસૂલ ઓફર ! રૂ. 9499 માં ખરીદો 44 હજારનો Pixel 6a, નવા વર્ષમાં 5G થઈ જશે સ્માર્ટફોન

Money recovery offer! Rs. Buy Pixel 6a

  • જો તમે પણ એક શાનદાર સ્માર્ટફોન શોધી રહ્યાં છો તો ગૂગલ પિક્સલ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 44 હજારની કિંમતના આ 5જી સ્માર્ટફોનને તમે ઓફરમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

2022 પૂર્ણ થવામાં કલાકોનો સમય બાકી છે અને જો તમે તમારા પરિવાર કે પ્રિયજનો માટે સ્માર્ટફોન (smartphone) ખરીદવા ઈચ્છો છો તો આજે અમે તમને એક દમદાર ઓફરની માહિતી આપી રહ્યાં છીએ. ખાસ કરીને જો તમે એક મિડ રેન્જ ફોન શોધી રહ્યાં છો તો Pixel 6A એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 44 હજારની કિંમતવાળો સ્માર્ટફોન તમે 10 હજારની અંદર ખરીદી શકો છો.

પરંતુ આટલી ઓછી કિંમતમાં ફોન ખરીદવા માટે તમારે મળી રહેલી ઓફર્સનો લાભ ઉઠાવવો પડશે. હાલમાં ગૂગલે જાહેરાત કરી છે કે 2023ના પહેલા ક્વાર્ટરમાં તે પોતાના પિક્સેલ ફોન માટે 5જી સપોર્ટ રોલઆઉટ કરશે અને લિસ્ટમાં Pixel 6A નું નામ પણ છે. ખરીદવાનો પ્લાન છે તો આગળ વાંચો…

10 હજારથી ઓછી કિંમતમાં 44 હજારનો Pixel 6A :

હકીકતમાં 43999 રૂપિયાની એમઆરપીવાળો Google Pixel 6A (6GB+128GB) આ સમયે 14 હજારની છૂટની સાથે 29999 રૂપિયામાં ખરીદી માટે ઉપલબ્ધ છે. જો તમારી પાસે બેન્ક ઓફ બરોડાનું કાર્ડ છે તો આ ફોન પર 2000 રૂપિયાની છૂટ મેળવી શકો છો અને તમારી પાસે ફેડરલ બેન્કનું કાર્ડ છે તો તમે તત્કાલ 3000 ની છૂટ મેળવી શકો છો. બેન્ક ઓફર લાગૂ કર્યા બાદ ફોનની કિંમત ઘટીને 26999 રૂપિયા થઈ જશે.

ફ્લિપકાર્ડ ફોન પર 17500 રૂપિયા સુધીના એક્સચેન્ડ બોનસની રજૂઆત કરી રહ્યું છે. પરંતુ એક્સચેન્જ બોનસની રકમ સંપૂર્ણ રીતે તમારા જૂના ફોનની કંડીશન, બ્રાન્ડ અને મોડલ પર નિર્ભર છે. માની લો કે તમે પૂરા એક્સચેન્જ બોનસનો લાભ ઉઠાવવામાં સફળ થાવ છો તો ફોનની કિંમત માત્ર 9499 રૂપિયા (29999 – 3000- 17500) રહી જશે. છે કે કમાલની ડીલ? એટલે કે ઓફર પૂરી થઈ જાય તે પહેલા તમે લાભ ઉઠાવી શકો છો.

Google Pixel 6A ની ખાસિયત :

Google Pixel 6A ફુલ-એચડી પ્લસ રિઝોલ્યૂશનની સાથે 6.1 ઇંચની OLED ડિસ્પ્લેની સાથે આવે છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે આવે છે. આ સ્માર્ટફોન એક ઓક્ટા-કોર ગૂગલ ટેન્સર ચિપસેટ પર કામ કરે છે. જેને ટાઈટન M2 સિક્યોરિટી કોપ્રોસેસરની સાથે 6GB LPDDR5 રેમ અને 128જીબી ઈન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે.

ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં 12.2 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર અને 12 મેગાપિક્સલના સેકેન્ડરી લેન્સની સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ફ્રંટમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈ-ફાઈ 6E અને બ્લૂટૂથ V5.2 સપોર્ટ સામેલ છે. સ્માર્ટફોનમાં ચાર્જિંગ માટે યૂએસબી ટાઈપ-સી પોર્ટ પણ છે. ફોનને પાવર આપવા માટે 4410 એમએએચની બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

02 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : વર્ષના પહેલાં દિવસે આ પાંચ રાશિ પર મહાદેવની થશે અતિપ્રસન્ન

0

02 January 2023, Today’s Zodiac

મેષઃ
મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમિયાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઈમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ
આવક અને ખર્ચ બંનેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારું ફળ મળતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સા‌બિત થતા જણાય. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઈ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પ‌રિવારના સભ્યો સાથે શાં‌તિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ
‌દિવસ દર‌મિયાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઈ-બહેનની ‌વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભ‍વે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ
આત્મબળ મજબૂત બને. માન-સન્માનમાં વધારો થાય. રાજકારણી માટે સારો ‌દિવસ. સરકારી કામકાજમાં સળતા. અનાજ ક‌રિયાણાના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ
નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્સ કન્સલટન્ટ, એકાઉન્ટ્સ, હોટલના ક્ષેત્રે ‌વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગ‌તિથી આનંદ થાય. સ્વાર્થવૃ‌ત્તિ વધે. પ્ર‌તિષ્ઠા-યશ ઘટે.

તુલાઃ
મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય. એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે ‌વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં ‌દિવસ શાં‌તિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં ‌વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ
આવકનું પ્રમાણ જળવાય. પ‌રિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ‌ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કે‌મિકલ, ‌બિ‌લ્ડિંગ મ‌ટિ‌રિયલના ધંધાર્થીઓ માટે શુભ ‌દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ
નાણાંકીય બાબતોમાં સાનુકૂળતા રહે. પ‌રિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની ત‌બિયતની કાળજી રાખવી. આદ્યા‌ત્મિક બાબતોમાં રૂ‌ચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારું રહે.

મકરઃ
વકની દૃ‌ષ્ટિએ સારો ‌દિવસ છે. પ‌રિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ ‌મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારું છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહે. પ‌ત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ
માન‌સિક રીતે મજબૂતાઈ જણાય. વાંચવાનો શોખ વધશે. આક‌સ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સા‌હિત્ય, સંશોધન, ફાઈનાન્સના કામમાં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ
સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

આ પણ વાંચો :-

01 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : વર્ષના છેલ્લાં દિવસે આ 6 રાશિના જાતકોને માં ખોડલની અસીમ કૃપાથી તમામ દુ:ખો થશે દુર

01 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુન
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

સિંહ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારું.

કન્યા
વાહન દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક
મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન
દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતા જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.

મકર
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે રંતુ બગાડ અટકાવવો. ભાઈ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહનસુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરીયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. ‌િપતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

બ્રેકઅપ બાદ તુનિશા સતત શીજાનને મેસેજ કરતી રહી પણ…: સુસાઈડ કેસમાં પોલીસનો નવો ખુલાસો

After the breakup, Tunisha

  • પોલીસે તુનિષા શર્માની મોત મામલે આશરે બે ડઝન લોકોના નિવેદન નોંધ્યાં છે. તુનિષા 24 ડિસેમ્બરે પોતાના ચાલી રહેલા ટીવી શો અલીબાબા-દાસ્તાન-એ-કાબુલના સેટ પર મૃત મળી હતી.

મહારાષ્ટ્ર (Maharashtra) પોલીસે દાવો કર્યો છે કે પોતાની સહ-અભિનેત્રી તુનિષા શર્માની મોત મામલે કથિત રીતે આરોપી અભિનેતા શીજાન ખાને (Actor Shijan Khan) પોલીસ કસ્ટડી દરમ્યાન કથિત બીજી પ્રેમિકાની સાથે પોતાની વોટસએપ ચેટને ડિલીટ કરી દીધી.

કોર્ટે શીજાનના 5 દિવસની રિમાન્ડની માંગ કરીને પોલીસ દ્વારા પ્રસ્તુત અરજીમાં અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે શીજાન ખાનનો તુનિષા શર્મા સિવાય કોઈ અન્ય યુવતી સાથે પણ સંબંધ હતો અને તેને કસ્ટડીમાં લીધા બાદ પોતાના મોબાઈલમાંથી ઘણી ચેટ ડિલીટ કરી દીધી.

બ્રેકઅપ બાદ આરોપી શીજાન તુનિષા સાથે વાત નહોતો કરતો  :

પોલીસે જણાવ્યું કે મળેલ અમુક ચેટ મુજબ આરોપી ઘણી અન્ય યુવતીઓ સાથે પણ વાતચીત કરતો હતો. આરોપીના મોબાઈલ પર તપાસ દરમ્યાન ઘણી મહત્વની ચેટ મળી છે. જેમાં ખુલાસો થયો છે કે બ્રેકઅપ બાદ આરોપીએ તુનિષાથી અંતર બનાવવાનું શરૂ કર્યુ હતું.

તુનિષા તેને વારંવાર મેસેજ કરતી હતી. પરંતુ શીજાન તેને જવાબ પણ આપતો નહોતો. તુનિષાની માંએે તેના રેકોર્ડેડ નિવેદનમાં કહ્યું છે કે શીજાને 24 ડિસેમ્બરે સીરીયલના સેટ પર તુનિષાને લાફો માર્યો હતો. જો કે આ વાતની પુષ્ટિ હજી થવાની બાકી છે.

આ પણ વાંચો :-

ખાલી 49 રુપિયા ખર્ચીને બિહારનો ડી.જે વાળો બન્યો કરોડપતિ, નસીબ અજમાવવા જેવા

0

A DJ from Bihar became a millionaire

  • બિહારમાં ડી.જે. વગાડીને પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવાનને મોબાઈલ ગેમિંગમાં નસીબ ચમકી જતા 1 કરોડની લોટરી લાગી છે.

નસીબ હોય તો મોબાઈલ પણ તમને કરોડપતિ (millionaire) બનાવી શકે છે અને બિહારમાં બીજી વાર આ વાત સાચી પડી છે. પહેલા સપ્ટેમ્બર 2022 અને હવે વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બર 2022ના રોજ બિહારનો એક યુવાન મોબાઈલમાં ખાલી 49 રુપિયા ખર્ચીને 1 કરોડનો માલિક બની ગયો હતો. બિહારના (Bihar) નવાદા જિલ્લાના રહેવાશી રાજુ રામ ડી.જે. વગાડીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.

હવે ડી.જે.નું કામ કંઈ કાયમ ન મળે એટલે રાજુએ મોબાઈલમાં ગેમ રમવાનું શરુ કર્યું હતું અને તેને ગેમનો ચસકો લાગી ગયો હતો ઘરના સભ્યો તેને વારવા લાગ્યાં હતા પરંતુ તેમને ખબર નહોતી કે એક દિવસ તેનો આ ચસકો તેમને કરોડપતિ બનાવી દેશે.

35 લાખ લોકો સાથે ગેમ રમતી વખતે જીત્યા 1 કરોડ :

રાજુએ જણાવ્યું હતું કે તે છેલ્લા દોઢ વર્ષથી મોબાઈલ પર ઓનલાઇન ગેમ રમતો હતો. તે ડ્રીમ 11 નામની એપ પર વચ્ચે કેટલાક પૈસા ખર્ચ કરતો હતો અને જીત પણ મેળવતો હતો. રાજુ ડ્રીમ 11 પર ટીમ બનાવીને રમત રમી રહ્યો હતો. તેણે તેમાં 49 રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું. રાજુએ કહ્યું કે આ ગેમમાં એક સાથે 35 લાખ લોકો રમી રહ્યા હતા. તેણે સિડની થંડરથી બ્રિસ્બેન હીટ સુધીના ખેલાડીઓની પસંદગી કરીને એપ્લિકેશન પર પોતાની ટીમ માટે ટીમ માટે ટીમ બનાવી હતી અને પ્રથમ વિજેતા તરીકે 1 કરોડ રૂપિયાની રકમ મેળવી હતી.

અચાનક નસીબ ચમક્યું, ખાતા આવી ગયા 70 લાખ રુપિયા  :

ડ્રીમ 11 ગેમમાં 1 કરોડ રૂપિયા જીત્યા બાદ રાજુએ આ વાત પરિવાર સાથે શેર કરી હતી, પરંતુ કોઈએ તેની વાત માની ન હતી. આ પછી ડ્રીમ 11માંથી જીતેલી રકમ પર ટેક્સ કાપ્યા બાદ તેના ખાતામાં 70 લાખ રૂપિયા આવ્યા હતા. રાજુએ એકાઉન્ટનું બેલેન્સ દેખાડ્યું ત્યારે પરિવારને વાત સાચી લાગી હતી અને તે પછી પરિવાર પણ હરખમાં આવી ગયો હતો.

ડી.જે.ના ધંધામાં લગાડીશ પૈસા :

રાજુએ કહ્યું કે તેણે દારુણ ગરીબાઈના દિવસો જોયા છે અને હવે તે ડીજેમાં આ પૈસાનું રોકાણ કરીને ધંધો વિકસાવશે. રાતોરાત કરોડપતિ બની ગયેલા રાજુ રામની સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી ચર્ચા થઇ રહી છે.

સપ્ટેમ્બરમાં પણ બિહારના યુવાને જીત્યા હતા 1 કરોડ રુપિયા  :

ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન ડ્રીમ 11 પર રમીને કરોડપતિ બનવામાં રાજુ રામ એકલા નથી. આ પહેલા બિહારના આરાના રહેવાસી ઠાકુરી ગામના સૌરભ કુમારે એક ટીમ બનાવીને 1 કરોડ રૂપિયા જીત્યા હતા. સૌરભે ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચમાં બંને ટીમોના ખેલાડીઓ સાથે મળીને એક ટીમ બનાવી હતી. જેના કારણે સૌરભ બેઠા બેઠા કરોડપતિ બની ગયો હતો.

આ પણ વાંચો :-

ઋષભ પંતની કારમાં કેમ લાગી હતી આગ ? સામે આવ્યું મોટું કારણ

0

Why did Rishabh Pant’s car catch fire?

  • ઉત્તરાખંડના નારસન બોર્ડર પાસે સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કાર અકસ્માતના મામલામાં ચર્ચાનું બજાર ગરમાયું છે. ઘણા લોકો આ માટે વધુ પડતી ઓવર સ્પીડિંગનું કારણ જણાવી રહ્યા છે. ઋષભ પંતે પોતે ઊંઘની ઝબકીને કારણે અકસ્માત થયાનું જણાવ્યું છે.

ઉત્તરાખંડના (Uttarakhand) નારસન બોર્ડર પાસે સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની (Star cricketer Rishabh Pant) કાર અકસ્માતના મામલામાં ચર્ચાનું બજાર ગરમાયું છે. ઘણા લોકો આ માટે વધુ પડતી ઓવર સ્પીડિંગનું કારણ જણાવી રહ્યા છે. ઋષભ પંતે પોતે ઊંઘની ઝબકીને કારણે અકસ્માત થયાનું જણાવ્યું છે. આ કેસમાં પોલીસનું એમ પણ કહેવું છે કે ઓવરસ્પીડિંગને (Overspeeding) લઈને હજુ સુધી પુરાવા કે પ્રત્યક્ષદર્શી મળ્યા નથી.

સોશિયલ મીડિયા પર ફરતી વીડિયો ક્લિપિંગ્સના આધારે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે રિષભ ખૂબ જ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. આ વાતની સત્તાવાર પુષ્ટિ કોઈ કરી રહ્યું નથી. હરિદ્વારના એસએસપી અજય સિંહે કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં આવી કોઈ હકીકત સામે આવી નથી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ઋષભની ઊંઘની ઝબકીને કારણે આ અકસ્માત થયો હતો.

અકસ્માત બાદ મર્સિડીઝ કારમાં આગ કેવી રીતે લાગી? 

આ અંગે પ્રાથમિક અહેવાલો પણ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસ બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ લીકેજ કે સ્પાર્કના કારણે કારમાં આગ લાગી હતી. થોડીવારમાં કાર ખાખ થઈ ગઈ હતી. ઋષભ પંતની કારના અકસ્માત બાદ ટ્રાન્સપોર્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે ડિવાઈડર સાથે અથડાતા પહેલાં કારની બ્રેક લગાવવામાં આવી હશે. જેના કારણે કારના ટાયર 22 ફૂટ સુધી ઘસડાયા હોવાના નિશાનો રસ્તા પર જોવા મળી રહ્યાં છે. આ પછી કાર ડિવાઈડર સાથે અથડાતાં તે હવામાં ઉછળીને વિરુદ્ધ દિશામાં ગઈ હતી. કાર 80 થી 100 મીટર સુધી ઢસડાઈ હતી. આ કારણે કારમાં આગ લાગી હતી. કારના ઘર્ષણથી સ્પાર્ક થયો. ટાંકીમાંથી પેટ્રોલ લીક થયું અને કારમાં આગ લાગી હશે.

પ્રાથમિક તપાસમાં કારની સ્પીડ જાણી શકાઈ નથી. :

અકસ્માત અંગે આરટીઓ પ્રશાસનનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં કારની સ્પીડ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. દેહરાદૂન-રુરકી-દિલ્હી નેશનલ હાઈવે પર ગુરુકુલ નારસન ખાતે રિષભની કારનો અકસ્માત થયો હતો. આરટીઓ પ્રશાસન સુનિલ શર્માના આદેશ પર ત્યાં ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી.

ડિવિઝનલ ઈન્સ્પેક્ટર ટેકનિકલ અજયકુમાર શર્મા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. તેમણે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરીને આરટીઓને મોકલી આપ્યો છે. કારમાં આગ લાગવાના દ્રશ્યો અને કારણોની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

પ્રાથમિક રિપોર્ટમાં શું છે?

અજય કુમાર શર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલમાં ઘટના સ્થળ અને ઘટનાના કારણો વિશે માહિતી આપવામાં આવી છે. અહેવાલના આધારે અજય શર્માએ જણાવ્યું હતું કે નારસન પોલીસ ચોકીથી લગભગ 100 મીટર આગળ દિલ્હી-રુરકી રોડ પર ક્રશ બેરિયરને અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.

કારના ટાયર, રીમ, સ્ટીયરીંગ, એક્સેલ, બ્રેક, એક્સીલેટર, એન્જીન અને બોડી સંપૂર્ણપણે બળી ગયા છે. અકસ્માત સ્થળ પર 22 ફૂટ સુધીના ટાયરના ઘસડાવાના નિશાન મળી આવ્યા છે. કાર ક્રેશ બેરિયરના 8 થાંભલા અને ડિવાઈડરની રેલિંગ વચ્ચેના ડેલિનેટર અને સ્ટ્રીટ લાઈટના પોલને તોડીને વિરુદ્ધ દિશામાં રૂરકી-દિલ્હી રોડ પર પડી હતી.

અજય શર્માએ જણાવ્યું કે જ્યારે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ ત્યારે તે 80 થી 100 મીટર સુધી ઢસડાઈ હતી. દરમિયાન પેટ્રોલ ટાંકીમાંથી લીકેજ થવાનું શરૂ થયું હતું. આરટીઓએ કહ્યું કે વિગતવાર તપાસમાં અકસ્માત સમયે કારની સ્પીડ અને અન્ય કારણો જાણવા મળશે. તે જ સમયે એસપી દેહત સ્વપ્ન કિશોર સિંહે કહ્યું કે અકસ્માતનો કોઈ પ્રત્યક્ષદર્શી નથી. તેથી કાર ઓવરસ્પીડ હતી કે નહીં તે કહેવું મુશ્કેલ હશે.

આ પણ વાંચો :-

મુકેશ અંબાણી ખરીદશે આ ચોકલેટ કંપની ! Reliance સાથે નામ જોડતા શેર ખરીદવા માટે રોકાણકારોની પડાપડી

0

Mukesh Ambani will buy this chocolate company

  • સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સ રિટેલ આ ચોકલેટ કંપનીનો 51 ટકા એટલે કે બહુમતી હિસ્સો ખરીદવા જઈ રહી છે અને આ સમાચારથી કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

મુકેશ અંબાણી (Mukesh Ambani) જે પણ વસ્તુ પર હાથ મૂકે છે તેની કિંમત વધી જાય છે ! આવું જ કંઈક ચોકલેટ બનાવતી કંપની સાથે થયું છે. જણાવી દઈએ કે હાલ એવા સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સ રિટેલ (Reliance Retail) આ ચોકલેટ કંપનીનો 51 ટકા એટલે કે બહુમતી હિસ્સો ખરીદવા જઈ રહી છે અને આ સમાચારથી કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે તેના શેરોમાં અપર સર્કિટ લાગી હતી.

લોટસ ચોકલેટનો શેર 5% વધ્યો :

અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ લોટસ ચોકલેટ કંપની લિમિટેડના શેરમાં અપર સર્કિટ લાગી હતી. અને તેનો શેર 5 ટકા એટલે કે રૂ. 5.85 વધીને રૂ. 122.95ના સ્તરે પહોંચ્યો હતો. સીધા શબ્દોમાં કહીએ તો ચોકલેટ કંપનીમાં રિલાયન્સ રિટેલની મોટી ખરીદીની સમાચારે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી હતી અને આ રીતે તેઓએ શેરની ખરીદી વધારી દીધી છે.

શેરની કિંમત રૂપિયા 113 નક્કી કરવામાં આવી :

જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સની જવાબદારી સંભાળી રહી છે અને આ સાથે જ મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં બિઝનેસનો સતત વિસ્તાર કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ રિટેલ લોટસ ચોકલેટ કંપની લિમિટેડમાં 51 ટકા હિસ્સો ખરીદવા તૈયાર છે અને આ માટે પ્રતિ શેર 113 રૂપિયાની કિંમત પણ નક્કી કરવામાં આવી છે.

આટલા રૂપિયામાં પૂરી કરશે ડીલ :

અહેવાલ અનુસાર રિલાયન્સ રિટેલ અને લોટસ ચોકલેટ વચ્ચે આ ડીલ લગભગ $8.94 મિલિયનમાં થવા જઈ રહી છે. અને એ મુજબ રિલાયન્સ રિટેલે લોટસ ચોકલેટમાં 51 ટકા હિસ્સો ખરીદવાની યોજના બનાવી છે. જણાવી દઈએ કે આ સાથે ઓપન ઓફર દ્વારા વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવાની તૈયારી છે. હાલમાં ચોકલેટ કંપનીમાં પ્રમોટર અને ગ્રૂપ 72 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો :-

2023નાં બજેટ પહેલાં ગમે તે સમયે મોદી કેબિનેટનું થઈ શકે છે ફેરબદલ, આ રાજ્યના નેતાઓને લાગશે લોટરી

0

Modi cabinet can be reshuffled anytime

  • બજેટ સત્ર 2023ના થોડા મહિના પહેલાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલને લઈને અટકળોએ જોર પકડ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર PM મોદી મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી) અને બજેટ સત્રની શરૂઆત વચ્ચે કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે.

બજેટ સત્ર 2023ના થોડા મહિના પહેલાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલને લઈને અટકળોએ જોર પકડ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર PM મોદી મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી) અને બજેટ સત્રની શરૂઆત વચ્ચે કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મોદી કેબિનેટમાં નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે.

વાસ્તવમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ ઉપરાંત પાર્ટી જાન્યુઆરીમાં તેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ યોજશે અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના કેટલાક સાંસદોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરવામાં આવશે :

સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે તેને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરવામાં આવશે. એવું પણ બની શકે કે કેટલાક મંત્રીઓને તેમના પ્રદર્શનના આધારે હટાવી પણ શકાય છે. મોદી 2.0 કેબિનેટમાં છેલ્લું ફેરબદલ 7 જુલાઈ, 2021 ના ​​રોજ થયું હતું. જેમાં કેટલાક મોટા રાજકારણીઓ સહિત 12 પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

2023માં વિચારી રહ્યાં છો ઈન્વેસ્ટમેન્ટનો પ્લાન ! તો Post Officeની આ 6 સ્કીમમાં કરો રોકાણ, મળશે બમ્પર રિટર્ન !

0

Thinking of an investment plan in 2023

  • રોકાણનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો આજે અમે તમને પોસ્ટ ઓફિસની ઘણી એવી યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળશે અને પૈસા પણ સુરક્ષિત રહેશે.

નવું વર્ષ શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં જો તમે પણ નવું વર્ષ શરૂ થવા પર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. આજે અમે તમને એક શાનદાર યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં રોકાણ કરીને બમ્પર વળતર મેળવી શકો છો.

જો તમે પણ સુરક્ષિત રોકાણનું પ્લાનિંગ (Investment planning) કરી રહ્યા છો. તો આજે અમે અહી તમને ઘણી એવી યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં રોકાણ કરવાથી સારું રિટર્ન પણ મળશે અને પોસ્ટ ઓફિસની યોજનાઓમાં તમારા પૈસા સુરક્ષિત (Money safe) રહે છે એટલે કે અહી તમારા પૈસા ડૂબશે નહી. પોસ્ટ ઓફિસની ઘણી એવી બચત યોજનાઓ છે. જેમાં તમે જો પૈસાનું રોકાણ (Investment of money) કરીને સારું વળતર મેળવી શકો છો. આવો જાણીએ કઈ સ્કીમમાં કેટલો લાભ મળશે.

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ  – Post Office RD

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ પર તમને 5.8 ટકા વ્યાજ આપવામાં આવે છે, આવામાં વ્યાજ દરથી જો પૈસા રોકવામાં આવે. તો લગભગ 12.41 વર્ષમાં પૈસા ડબલ થશે.

પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ – Post Office TD

જો તમે બજારનું જોખમ લીધા વિના ગેરેંટીડ ઇન્કમ ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સ્કીમ વધુ સારો વિકલ્પ છે. પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરવામાં કોઈ જોખમ નથી. તમે પોસ્ટ ઑફિસમાં 1, 2, 3 અને 5 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકો છો. આ સાથે જ 5-વર્ષની FD પર કલમ ​​80C હેઠળ કર કપાતનો લાભ પણ મળે છે.

મંથલી ઈનકમ સ્કીમ – Post Office Monthly Income Scheme :

પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમ પર આ સમયે 6.6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દરથી જો રોકાણ કરવામાં આવે તો લગભગ 10.91 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે.

પોસ્ટ ઓફિસની સિનીયર સીટીઝન સ્કીમ – Post Office Senior Citizen Scheme :

પોસ્ટ ઓફિસની સિનીયર સીટીઝન સેવિંગ સ્કીમ આ સમયે 7.4 ટકાનું વ્યાજ આપી રહી છે. તમારા પૈસા આ સ્કીમમાં લગભગ 9.૭૩ વર્ષમાં ડબલ થઈ જશે.

આ પણ વાંચો :-