It is not necessary to have a debit card
- ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે. તમારા સ્માર્ટફોનમાં BHIM, Paytm, GPay, PhonePe વગેરે જેવી કોઈપણ UPI સક્ષમ એપ હોવી જોઈએ. તમે આ એપ્સ દ્વારા પૈસા ઉપાડી શકશો.
એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માટે પાસે ડેબિટ કાર્ડ (Debit card) હોવું એ જરૂરી નથી પરંતુ આજના ડિજિટલ અને ટેક્નોલોજીના (Digital and Technology) યુગમાં તમે ડેબિટ કાર્ડ વગર પણ ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા મોબાઈલની જરૂર છે. આ માટે તમારે ATM કાર્ડની જરૂર નથી. આ બેંકિંગ સેવા ઘણા દિવસોથી ચાલી રહી છે.
જો કે ઘણી બેંકો પહેલાથી જ પોતાના ગ્રાહકોને કાર્ડ વગર પૈસા ઉપાડવાની સુવિધા આપી રહી હતી, પરંતુ હવે રિઝર્વ બેંકે તેનો વ્યાપ વધુ વધાર્યો છે. આ સુવિધા માટે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવશે. આરબીઆઈએ બેંકોને કાર્ડનો ઉપયોગ કર્યા વિના પૈસા ઉપાડવાની સુવિધા આપવાની મંજૂરી આપી છે. આજે આપણે અહીં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવા વિશે વિગતવાર વાત કરીશું.
ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે. તમારા સ્માર્ટફોનમાં BHIM, Paytm, GPay, PhonePe વગેરે જેવી કોઈપણ UPI સક્ષમ એપ હોવી જોઈએ. તમે આ એપ્સ દ્વારા પૈસા ઉપાડી શકશો.
પૈસા ઉપાડવા માટે પહેલાં ATM પર જાઓ અને કાર્ડ વિના પૈસા ઉપાડવાનો વિકલ્પ પસંદ કરો. તમને UPI દ્વારા ઓળખ માટેનો વિકલ્પ દેખાશે. આ પછી તમારા મોબાઈલમાં UPI એપ ઓપન કરો અને તમારી સામે દેખાતા QR કોડને સ્કેન કરો. તમને UPI દ્વારા પ્રમાણિતનો ઓપ્શન અપાશે જે દ્વારા તમે પૈસા ઉપાડી શકશો. આગળની પ્રક્રિયા પહેલાં જેવી જ રહેશે. હવે તમે રકમ દાખલ કરો અને પૈસા ઉપાડી શકો છો.
કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે?
રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ NPCI, ATM નેટવર્ક અને બેંકોને ડેબિટ કાર્ડ વિના ATMમાંથી નાણાં ઉપાડવાની સુવિધા આપવા માટે અલગ-અલગ સૂચનાઓ જારી કરશે. આ સુવિધા માટે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI નો ઉપયોગ કરવામાં આવશે. યુપીઆઈ દ્વારા ગ્રાહકોની ઓળખ કરવામાં આવશે અને આ વ્યવહારો એટીએમ નેટવર્ક દ્વારા સેટલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પગલાથી બેંકોને પણ ઘણી રાહત મળશે.
આ પણ વાંચો :-