હોટલમાં બુકિંગ હશે તો જ આ શહેરમાં મળશે એન્ટ્રી : મિત્રો – પરિવાર સાથે અહીં ફરવા જવાનો પ્લાન હોય તો જાણી લેજો

Share this story

You will get entry to this city only

  • નવા વર્ષની ઉજવણી માટે ફક્ત તે જ પ્રવાસીઓ આ પ્રવાસન સ્થળ એન્ટ્રી મળશે જેમણે પહેલેથી જ હોટલ બુક કરાવી લીધી છે. આ સિવા બહારથી આવતા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

ચીનમાં કોરોનાએ (Corona) ફરી માથું ઉચકાવ્યું છે અને તબાહી મચાવી રહ્યો છે એવામાં ભારતમાં પણ સરકાર હવે અલર્ટ મોડ પર આવી ગઈ છે. ચીનની હાલત જોઈને ભારતમાં પણ કોરોનાનો ડર વધવા લાગ્યો છે. જો કે હજુ પણ લોકોમાં નવા વર્ષને (New year) લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એવામાં જો તમે પણ નવા વર્ષની ખુશીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી સાવધાની વર્તવાની જરૂર છે. આ સાથે જ ફરવા જતાં પહેલા કોરોના તો ઠીક પણ ભીડને કંટ્રોલ કરવા માટે ઘણા શહેરમાં નિયમો બનાવવામાં આવ્યા છે. એવામાં જો તમે પણ ફરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે.

હોટલ બુક હશે તો જ એન્ટ્રી મળશે :

જણાવી દઈએ કે નવા વર્ષની ઉજવણી માટે ફક્ત તે જ પ્રવાસીઓ મસૂરી (Mussoorie) જઈ શકશે. જેમણે પહેલેથી જ હોટલ બુક (Book hotel) કરાવી લીધી છે. આ સિવાય દહેરાદૂન શહેરમાં પણ બહારથી આવતા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. સ્થાનિક લોકોને એન્ટ્રી મળશે પણ એ સિવાય બીજા લોકોને શહેરમાં એન્ટ્રી આપવામાં નહીં આવે અને એ વાતનું ધ્યાન રાખવા માટે આ માટે વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસે 30 અને 31 ડિસેમ્બર માટે રૂટ પ્લાન તૈયાર કર્યો છે અને એસપી ટ્રાફિક અક્ષય પ્રહલાદ કોંડેએ આ વિશે જણાવતા કહ્યું હતું કે મસૂરી અને રાજપુર રોડ પર વાહનોનું દબાણ સૌથી વધુ રહે છે અને તેને ઘટાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ સહારનપુર અને હરિદ્વાર રૂટથી આવતા વાહનોને કુથલ ગેટ પર રોકવામાં આવશેઅને ત્યાં પ્રવાસીઓનું હોટલ બુકિંગ ચેક કરવામાં આવશે એ પછી જ એન્ટ્રી આપવામાં આવશે.

પ્રવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો  :

આ સાથે જ એસપી ટ્રાફિકે જણાવ્યું હતું કે ભીડ વધે ત્યારે પોલીસ અને પ્રવાસીઓ વચ્ચે ઘણીવાર અથડામણ થાય છે અને આવી સ્થિતિમાં પોલીસકર્મીઓને કોઈપણ સંજોગોમાં પ્રવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોવિડને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પણ પાલન કરવું જોઈએ.

આ પણ વાંચો :-