દીપિકાની “ભગવા બિકીની” પર ફરશે સેંસર બોર્ડની કાતર, મેકર્સે ‘બેશરમ રંગ’માં કરવા પડશે ફેરફાર

Share this story

Deepika’s ‘Saffron Bikini’ to Censor Board

  • ‘પઠાણ’ ફિલ્મ હાલમાં જ સર્ટિફિકેશન માટે સીબીએફસી એગ્ઝામિનેશન કમિટી પાસે પહોચી. ફિલ્મને ખૂબ જ બારીકાઈથી જોવામાં આવી. આ ફિલ્મ 2023માં હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલિઝ થવાની છે.

વર્ષ 2023માં આવનારી ફિલ્મ પઠાણને લઈને ઘણો હંગામો થઈ રહ્યો છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પઠાણના પહેલા સોન્ગ ‘બેશરમ રંગ‘ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. દીપિકા પાદુકોણની ‘ભગવા બિકીની’ને લઈને ઘણું રાજકારણ થયું હતું.

ફિલ્મ પર બેન મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે એક નવું અપડેટ સામે આવ્યું છે. સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સે ફિલ્મમાં ઘણા ફેરફાર કરવા પડશે.

સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ પઠાણ હાલમાં જ સર્ટિફિકેશન માટે CBFC એગ્ઝામિનેશન કમિટી પાસે ગઈ હતી. CBFCની ગાઈડલાઈન અનુસાર ફિલ્મને બારીકાઈથી જોવામાં આવી હતી. કમિટીએ મેકર્સને ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી છે. આ ફેરફારો ફિલ્મના સોન્ગ વિશે પણ છે. કમિટીએ પઠાણને તેની થિયેટર રિલીઝ પહેલાં રિવાઈઝડ વર્ઝનને સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.

એજન્સી અનુસાર, CBFC સોર્સ કહે છે કે “સેન્સર બોર્ડ હંમેશા જ ક્રિએટિવ એક્સપ્રેશંસ અને લોકોની સેંસિબિલિટી વચ્ચે યોગ્ય બેલેન્સ જાળવી રાખે છે.” અમારું માનવું છે કે પરસ્પર વાતચીત દ્વારા તમામ મુદ્દાઓનો ઉકેલ શોધી શકાય છે. જ્યાં સુધી સૂચિત ફેરફારો ન થાય ત્યાં સુધી, હું જણાવવા માંગુ છું કે આપણી સંસ્કૃતિ અને માન્યતાઓ ભવ્ય, જટિલ અને સૂક્ષ્મ છે.

પઠાણ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે. શાહરૂખ ખાન આ ફિલ્મથી 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે. પઠાણમાં દીપિકા પાદુકોણ સાથે શાહરૂખની જોડી છે. બંને કલાકારો જ્યારે પણ સિલ્વર સ્ક્રીન પર સાથે આવ્યા છે ત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચી ગઈ છે. શાહરૂખ અને દીપિકાની આ ફિલ્મ શું તહેલકો મચાવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :-