Saturday, Mar 22, 2025

ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યા છે તારક મહેતાના “અય્યર ભાઈ” ! બબીતા કરતા પણ વધુ સુંદર દેખાય છે તેમના થનારા પત્ની

3 Min Read

Tarak Mehta’s “Iyer Bhai” is getting married soon

  • માત્ર રીલ લાઈફમાં જ નહીં રીયલ લાઈફમાં પણ ‘અય્યર’ તેની પત્નીના મામલામાં નસીબદાર છે, કારણ કે તેની ભાવિ પત્ની સુંદરતાની બાબતમાં ‘બબીતા ​​જી’ને પણ માત આપે છે.

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma) ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ પાત્રો દર્શકોને હસાવવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી. ખાસ કરીને શોમાં ‘અય્યર’  અને ‘બબીતા ​​જી‘ની (Babita G) જોડી દ્વારા લોકોને ખૂબ હસાવવામાં આવે છે. આ બંનેની જોડી પર ‘જેઠાલાલ’ની (Jethalal) મસ્તી પણ લોકોને ગમે છે.

લોકો ‘બબીતા ​​જી’ એટલે કે મુનમુન દત્તાની સુંદરતાના કાયલ છે. માત્ર રીલ લાઈફમાં જ નહીં રીયલ લાઈફમાં પણ ‘અય્યર’ તેની પત્નીના મામલામાં નસીબદાર છે. કારણ કે તેની ભાવિ પત્ની સુંદરતાની બાબતમાં ‘બબીતા ​​જી‘ને પણ મ્હાત આપે છે.

લગ્ન કરવા જઈ રહ્યા છે અય્યર  :

મીડિયા અહેવાલ અનુસાર,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘અય્યર’નું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે રિયલ લાઈફમાં કોઈને ડેટ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ સમાચાર પછી તેના ફેંસ ખૂબ જ ઉત્સુક છે અને તે જાણવા માંગે છે કે રિયલ લાઈફમાં તેની ભાવિ પત્ની કોણ છે.

https://www.instagram.com/p/CScRJWfMFVv/?utm_source=ig_embed&ig_rid=e892aca5-3f3a-4dea-bbfd-62a98426c0af

કોણ છે ઐયરની પત્ની?

અત્યાર સુધી તનુજ મહાશબ્દેની ભાવિ પત્ની વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ સમાચાર એ છે કે તેની મંગેતર ખૂબ જ સુંદર છે. તનુજની મંગેતર હોટનેસના મામલે ‘બબીતા ​​જી’ કરતા બે ડગલાં આગળ છે. હાલમાં તનુજ મહાશબ્દેએ તેની ભાવિ પત્નીનો ચહેરો કે તેનું નામ ફેંસ સાથે શેર કર્યું નથી. ફેંસને આશા છે કે તેઓ ટૂંક સમયમાં રહસ્ય પરથી પડદો ઉઠાવશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે.

ક્યારે કરશે લગ્ન?

તનુજ મહાશબ્દે વિશેના આ સમાચાર સાંભળ્યા બાદ ફેંસ તેને પૂછી રહ્યા છે કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે? સાથે જ ઘણા ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. ત્યાં જ કેટલાક ફેંસનું કહેવું છે કે ‘અય્યર’ની અસલી પત્નીને જોઈને ‘જેઠાલાલ‘ પણ ચોંકી જશે.

આ પણ વાંચો :-

Share This Article