પીળું એટલું સોનું નથી હોતું, નકલી હોલમાર્કથી બચાવવા આવી રહ્યાં છે કડક નિયમો

Share this story

Yellow is not so gold

  • સોનાની શુદ્ધતા પ્રમાણિત કરવા માટે હોલમાર્ક મારવામાં આવે છે. પરંતુ હવે કેટલાક લેભાગૂ તત્વો નકલી હોલમાર્ક લગાવી રહ્યા છે. જેનાથી ગ્રાહકોને બચાવવા માટે હવે હોલમાર્કના નિયમો કડક કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

કહેવાય છે કે પીળું એટલું સોનું નથી હોતું. અને આજકાલ બજારમાં નકલી હોલમાર્ક (Counterfeit Hallmark) વાળું સોનું મળી રહ્યું છે. સોનાની શુદ્ધતા પ્રમાણિત કરવા માટે તેના પર હોલમાર્ક લગાવવામાં આવે છે. પરંતુ આજકાલ આ હોલમાર્ક પણ નકલી હોય છે. એટલે કે હોલમાર્ક વાળા સોનાના (Gold) નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે.

દેશભરમાં ગ્રાહકોને નકલી હોલમાર્ક વાળા સોનાના દાગીના વેચવામાં આવી રહ્યા છે. મોટા જ્વેલરી ઉદ્યોગના લોકોએ સરકારને કહ્યું છે કે આ નકલી હોલમાર્કના બજારને ખતમ કરવા માટે કાંઈક કરવામાં આવે અને આ માટે નિયમો કડક કરવામાં આવે તેવી સંભાવના છે.

થોડા સમય પહેલા જ બ્યૂરો ઓફ ઈન્ડિયાન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)એ તમામ પ્રકારની સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું હતું. જે બાદ આખા દેશમાં નકલી હોલમાર્કનું ચલણ વધી ગયું હતું. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે જ્વેલરી નિર્માતા તસ્કરી કરેલું સોનું ખરીદે છે. એના પર જ ગેરકાયદે હોલમાર્કિંગ કરીને છૂટક બજારમાં વેચે છે. આ રીતનું સોનું પ્રતિગ્રામ 200 થી 300 રૂપિયા સસ્તામાં વેચવામાં આવે છે. જેનાથી ગ્રાહકો તેના તરફ વધારે ઢળે છે. જ્યારે વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે.

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું હતું કે અધિકારીઓને એ ખબર પડવી જોઈએ કે સોનાની વધુ આયાત અને તસ્કરી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સના અનુસાર 2021-22માં 500 કરોજનો 833 કિલોગ્રામ તસ્કરીનું સોનું કબજે કરવામાં આવ્યું હતું. 2020-21માં ખાડી ક્ષેત્રમાંથી કરવામાં આવેલી તસ્કરીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હવે તેના પર અંકુશ માટે સરકાર તમામ તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો :-