ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીની કારને નડ્યો અકસ્માત, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

Share this story

Indian cricket team player

  • અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ખેલાડી રિષભ પંતની (Rishabh Pant) કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. હમ્મદપુર ઝાલ (Hammadpur Jal) પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. રિષભને દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી (Plastic surgery) કરવામાં આવશે. ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર રિષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે. માહિતી મળતાં જ દેહતના પોલીસ અધિક્ષક સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડો. સુશીલ નાગરે જણાવ્યું કે, હાલમાં રિષભ પંતની હાલત સ્થિર છે. તેમને રૂરકીથી દિલ્હી રેફર કરવામાં આવી રહ્યા છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રિષભ પંત :

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર રિષભની ​​કાર રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના ? 

શુક્રવારે સવારે ભારતીય ક્રિકેટર રિષભ પંત કારમાં દિલ્હીથી રૂરકી તરફ આવી રહ્યા હતા.જણાવી દઈએ કે રિષભ પંતનું ઘર રૂડકીમાં છે. જ્યારે તેમની કાર નરસન નગર પહોંચી. ત્યારે કાર નિયંત્રણ બહાર ગઈ અને રેલિંગ અને થાંભલા તોડીને પલટી ગઈ. આ પછી તેની કારમાં આગ લાગી હતી. ત્યાં સુધીમાં સ્થાનિકો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ઉતાવળમાં ક્રિકેટર રિષભ પંતને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીંથી તેમને દિલ્હી રિફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-