2023નાં બજેટ પહેલાં ગમે તે સમયે મોદી કેબિનેટનું થઈ શકે છે ફેરબદલ, આ રાજ્યના નેતાઓને લાગશે લોટરી

Share this story

Modi cabinet can be reshuffled anytime

  • બજેટ સત્ર 2023ના થોડા મહિના પહેલાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલને લઈને અટકળોએ જોર પકડ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર PM મોદી મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી) અને બજેટ સત્રની શરૂઆત વચ્ચે કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે.

બજેટ સત્ર 2023ના થોડા મહિના પહેલાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલને લઈને અટકળોએ જોર પકડ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર PM મોદી મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી) અને બજેટ સત્રની શરૂઆત વચ્ચે કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મોદી કેબિનેટમાં નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે.

વાસ્તવમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ ઉપરાંત પાર્ટી જાન્યુઆરીમાં તેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ યોજશે અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના કેટલાક સાંસદોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરવામાં આવશે :

સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે તેને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરવામાં આવશે. એવું પણ બની શકે કે કેટલાક મંત્રીઓને તેમના પ્રદર્શનના આધારે હટાવી પણ શકાય છે. મોદી 2.0 કેબિનેટમાં છેલ્લું ફેરબદલ 7 જુલાઈ, 2021 ના ​​રોજ થયું હતું. જેમાં કેટલાક મોટા રાજકારણીઓ સહિત 12 પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-