મુકેશ અંબાણી ખરીદશે આ ચોકલેટ કંપની ! Reliance સાથે નામ જોડતા શેર ખરીદવા માટે રોકાણકારોની પડાપડી

Share this story

Mukesh Ambani will buy this chocolate company

  • સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સ રિટેલ આ ચોકલેટ કંપનીનો 51 ટકા એટલે કે બહુમતી હિસ્સો ખરીદવા જઈ રહી છે અને આ સમાચારથી કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

મુકેશ અંબાણી (Mukesh Ambani) જે પણ વસ્તુ પર હાથ મૂકે છે તેની કિંમત વધી જાય છે ! આવું જ કંઈક ચોકલેટ બનાવતી કંપની સાથે થયું છે. જણાવી દઈએ કે હાલ એવા સમાચાર આવી રહ્યા છે કે રિલાયન્સ રિટેલ (Reliance Retail) આ ચોકલેટ કંપનીનો 51 ટકા એટલે કે બહુમતી હિસ્સો ખરીદવા જઈ રહી છે અને આ સમાચારથી કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે તેના શેરોમાં અપર સર્કિટ લાગી હતી.

લોટસ ચોકલેટનો શેર 5% વધ્યો :

અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ લોટસ ચોકલેટ કંપની લિમિટેડના શેરમાં અપર સર્કિટ લાગી હતી. અને તેનો શેર 5 ટકા એટલે કે રૂ. 5.85 વધીને રૂ. 122.95ના સ્તરે પહોંચ્યો હતો. સીધા શબ્દોમાં કહીએ તો ચોકલેટ કંપનીમાં રિલાયન્સ રિટેલની મોટી ખરીદીની સમાચારે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી હતી અને આ રીતે તેઓએ શેરની ખરીદી વધારી દીધી છે.

શેરની કિંમત રૂપિયા 113 નક્કી કરવામાં આવી :

જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સની જવાબદારી સંભાળી રહી છે અને આ સાથે જ મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં બિઝનેસનો સતત વિસ્તાર કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ રિટેલ લોટસ ચોકલેટ કંપની લિમિટેડમાં 51 ટકા હિસ્સો ખરીદવા તૈયાર છે અને આ માટે પ્રતિ શેર 113 રૂપિયાની કિંમત પણ નક્કી કરવામાં આવી છે.

આટલા રૂપિયામાં પૂરી કરશે ડીલ :

અહેવાલ અનુસાર રિલાયન્સ રિટેલ અને લોટસ ચોકલેટ વચ્ચે આ ડીલ લગભગ $8.94 મિલિયનમાં થવા જઈ રહી છે. અને એ મુજબ રિલાયન્સ રિટેલે લોટસ ચોકલેટમાં 51 ટકા હિસ્સો ખરીદવાની યોજના બનાવી છે. જણાવી દઈએ કે આ સાથે ઓપન ઓફર દ્વારા વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવાની તૈયારી છે. હાલમાં ચોકલેટ કંપનીમાં પ્રમોટર અને ગ્રૂપ 72 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો :-