Thinking of an investment plan in 2023
- રોકાણનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો આજે અમે તમને પોસ્ટ ઓફિસની ઘણી એવી યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળશે અને પૈસા પણ સુરક્ષિત રહેશે.
નવું વર્ષ શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં જો તમે પણ નવું વર્ષ શરૂ થવા પર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. આજે અમે તમને એક શાનદાર યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં રોકાણ કરીને બમ્પર વળતર મેળવી શકો છો.
જો તમે પણ સુરક્ષિત રોકાણનું પ્લાનિંગ (Investment planning) કરી રહ્યા છો. તો આજે અમે અહી તમને ઘણી એવી યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં રોકાણ કરવાથી સારું રિટર્ન પણ મળશે અને પોસ્ટ ઓફિસની યોજનાઓમાં તમારા પૈસા સુરક્ષિત (Money safe) રહે છે એટલે કે અહી તમારા પૈસા ડૂબશે નહી. પોસ્ટ ઓફિસની ઘણી એવી બચત યોજનાઓ છે. જેમાં તમે જો પૈસાનું રોકાણ (Investment of money) કરીને સારું વળતર મેળવી શકો છો. આવો જાણીએ કઈ સ્કીમમાં કેટલો લાભ મળશે.
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ – Post Office RD
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ પર તમને 5.8 ટકા વ્યાજ આપવામાં આવે છે, આવામાં વ્યાજ દરથી જો પૈસા રોકવામાં આવે. તો લગભગ 12.41 વર્ષમાં પૈસા ડબલ થશે.
પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ – Post Office TD
જો તમે બજારનું જોખમ લીધા વિના ગેરેંટીડ ઇન્કમ ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સ્કીમ વધુ સારો વિકલ્પ છે. પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરવામાં કોઈ જોખમ નથી. તમે પોસ્ટ ઑફિસમાં 1, 2, 3 અને 5 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકો છો. આ સાથે જ 5-વર્ષની FD પર કલમ 80C હેઠળ કર કપાતનો લાભ પણ મળે છે.
મંથલી ઈનકમ સ્કીમ – Post Office Monthly Income Scheme :
પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમ પર આ સમયે 6.6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દરથી જો રોકાણ કરવામાં આવે તો લગભગ 10.91 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે.
પોસ્ટ ઓફિસની સિનીયર સીટીઝન સ્કીમ – Post Office Senior Citizen Scheme :
પોસ્ટ ઓફિસની સિનીયર સીટીઝન સેવિંગ સ્કીમ આ સમયે 7.4 ટકાનું વ્યાજ આપી રહી છે. તમારા પૈસા આ સ્કીમમાં લગભગ 9.૭૩ વર્ષમાં ડબલ થઈ જશે.
આ પણ વાંચો :-
- આંગળી તૂટી પણ હિંમત નહીં : ફ્રેકચર બાદ પણ 177 બોલની નાંખી, તસવીર જોઈને ફેન્સ થયા ઈમોશનલ
- નવસારી નજીક પરથાણ પાસે અકસ્માત થતાં 9 ના મોત, 32 ને ઈજા