ખાલી 49 રુપિયા ખર્ચીને બિહારનો ડી.જે વાળો બન્યો કરોડપતિ, નસીબ અજમાવવા જેવા

Share this story

A DJ from Bihar became a millionaire

  • બિહારમાં ડી.જે. વગાડીને પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવાનને મોબાઈલ ગેમિંગમાં નસીબ ચમકી જતા 1 કરોડની લોટરી લાગી છે.

નસીબ હોય તો મોબાઈલ પણ તમને કરોડપતિ (millionaire) બનાવી શકે છે અને બિહારમાં બીજી વાર આ વાત સાચી પડી છે. પહેલા સપ્ટેમ્બર 2022 અને હવે વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બર 2022ના રોજ બિહારનો એક યુવાન મોબાઈલમાં ખાલી 49 રુપિયા ખર્ચીને 1 કરોડનો માલિક બની ગયો હતો. બિહારના (Bihar) નવાદા જિલ્લાના રહેવાશી રાજુ રામ ડી.જે. વગાડીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.

હવે ડી.જે.નું કામ કંઈ કાયમ ન મળે એટલે રાજુએ મોબાઈલમાં ગેમ રમવાનું શરુ કર્યું હતું અને તેને ગેમનો ચસકો લાગી ગયો હતો ઘરના સભ્યો તેને વારવા લાગ્યાં હતા પરંતુ તેમને ખબર નહોતી કે એક દિવસ તેનો આ ચસકો તેમને કરોડપતિ બનાવી દેશે.

35 લાખ લોકો સાથે ગેમ રમતી વખતે જીત્યા 1 કરોડ :

રાજુએ જણાવ્યું હતું કે તે છેલ્લા દોઢ વર્ષથી મોબાઈલ પર ઓનલાઇન ગેમ રમતો હતો. તે ડ્રીમ 11 નામની એપ પર વચ્ચે કેટલાક પૈસા ખર્ચ કરતો હતો અને જીત પણ મેળવતો હતો. રાજુ ડ્રીમ 11 પર ટીમ બનાવીને રમત રમી રહ્યો હતો. તેણે તેમાં 49 રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું. રાજુએ કહ્યું કે આ ગેમમાં એક સાથે 35 લાખ લોકો રમી રહ્યા હતા. તેણે સિડની થંડરથી બ્રિસ્બેન હીટ સુધીના ખેલાડીઓની પસંદગી કરીને એપ્લિકેશન પર પોતાની ટીમ માટે ટીમ માટે ટીમ બનાવી હતી અને પ્રથમ વિજેતા તરીકે 1 કરોડ રૂપિયાની રકમ મેળવી હતી.

અચાનક નસીબ ચમક્યું, ખાતા આવી ગયા 70 લાખ રુપિયા  :

ડ્રીમ 11 ગેમમાં 1 કરોડ રૂપિયા જીત્યા બાદ રાજુએ આ વાત પરિવાર સાથે શેર કરી હતી, પરંતુ કોઈએ તેની વાત માની ન હતી. આ પછી ડ્રીમ 11માંથી જીતેલી રકમ પર ટેક્સ કાપ્યા બાદ તેના ખાતામાં 70 લાખ રૂપિયા આવ્યા હતા. રાજુએ એકાઉન્ટનું બેલેન્સ દેખાડ્યું ત્યારે પરિવારને વાત સાચી લાગી હતી અને તે પછી પરિવાર પણ હરખમાં આવી ગયો હતો.

ડી.જે.ના ધંધામાં લગાડીશ પૈસા :

રાજુએ કહ્યું કે તેણે દારુણ ગરીબાઈના દિવસો જોયા છે અને હવે તે ડીજેમાં આ પૈસાનું રોકાણ કરીને ધંધો વિકસાવશે. રાતોરાત કરોડપતિ બની ગયેલા રાજુ રામની સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી ચર્ચા થઇ રહી છે.

સપ્ટેમ્બરમાં પણ બિહારના યુવાને જીત્યા હતા 1 કરોડ રુપિયા  :

ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન ડ્રીમ 11 પર રમીને કરોડપતિ બનવામાં રાજુ રામ એકલા નથી. આ પહેલા બિહારના આરાના રહેવાસી ઠાકુરી ગામના સૌરભ કુમારે એક ટીમ બનાવીને 1 કરોડ રૂપિયા જીત્યા હતા. સૌરભે ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચમાં બંને ટીમોના ખેલાડીઓ સાથે મળીને એક ટીમ બનાવી હતી. જેના કારણે સૌરભ બેઠા બેઠા કરોડપતિ બની ગયો હતો.

આ પણ વાંચો :-