બ્રેકઅપ બાદ તુનિશા સતત શીજાનને મેસેજ કરતી રહી પણ…: સુસાઈડ કેસમાં પોલીસનો નવો ખુલાસો

Share this story

After the breakup, Tunisha

  • પોલીસે તુનિષા શર્માની મોત મામલે આશરે બે ડઝન લોકોના નિવેદન નોંધ્યાં છે. તુનિષા 24 ડિસેમ્બરે પોતાના ચાલી રહેલા ટીવી શો અલીબાબા-દાસ્તાન-એ-કાબુલના સેટ પર મૃત મળી હતી.

મહારાષ્ટ્ર (Maharashtra) પોલીસે દાવો કર્યો છે કે પોતાની સહ-અભિનેત્રી તુનિષા શર્માની મોત મામલે કથિત રીતે આરોપી અભિનેતા શીજાન ખાને (Actor Shijan Khan) પોલીસ કસ્ટડી દરમ્યાન કથિત બીજી પ્રેમિકાની સાથે પોતાની વોટસએપ ચેટને ડિલીટ કરી દીધી.

કોર્ટે શીજાનના 5 દિવસની રિમાન્ડની માંગ કરીને પોલીસ દ્વારા પ્રસ્તુત અરજીમાં અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે શીજાન ખાનનો તુનિષા શર્મા સિવાય કોઈ અન્ય યુવતી સાથે પણ સંબંધ હતો અને તેને કસ્ટડીમાં લીધા બાદ પોતાના મોબાઈલમાંથી ઘણી ચેટ ડિલીટ કરી દીધી.

બ્રેકઅપ બાદ આરોપી શીજાન તુનિષા સાથે વાત નહોતો કરતો  :

પોલીસે જણાવ્યું કે મળેલ અમુક ચેટ મુજબ આરોપી ઘણી અન્ય યુવતીઓ સાથે પણ વાતચીત કરતો હતો. આરોપીના મોબાઈલ પર તપાસ દરમ્યાન ઘણી મહત્વની ચેટ મળી છે. જેમાં ખુલાસો થયો છે કે બ્રેકઅપ બાદ આરોપીએ તુનિષાથી અંતર બનાવવાનું શરૂ કર્યુ હતું.

તુનિષા તેને વારંવાર મેસેજ કરતી હતી. પરંતુ શીજાન તેને જવાબ પણ આપતો નહોતો. તુનિષાની માંએે તેના રેકોર્ડેડ નિવેદનમાં કહ્યું છે કે શીજાને 24 ડિસેમ્બરે સીરીયલના સેટ પર તુનિષાને લાફો માર્યો હતો. જો કે આ વાતની પુષ્ટિ હજી થવાની બાકી છે.

આ પણ વાંચો :-