Home Blog Page 1206

આંગળી તૂટી પણ હિંમત નહીં : ફ્રેકચર બાદ પણ 177 બોલની નાંખી, તસવીર જોઈને ફેન્સ થયા ઈમોશનલ

0

Broken finger but no courage

  • ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં આંગળીમાં ફ્રેક્ચર થવા છતાં, ગ્રીને 177 બોલની બેટિંગ કરી અને તેની ટીમ માટે અણનમ અડધી સદી ફટકારી.

આઈપીએલ 2023ની (IPL 2023) હરાજીમાં સારો ખેલ પાડ્યા બાદ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન ચાહકોના દિલ જીતતો જોવા મળે છે. દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની બીજી ટેસ્ટમાં આંગળીમાં ફ્રેક્ચર થવા છતાં, ગ્રીને 177 બોલની બેટિંગ કરી અને તેની ટીમ માટે અણનમ અડધી સદી ફટકારી. આ મેચમાં ગ્રીનને એનરિક નોરખિયાના (Enrique Norrgia) બોલ પર વાગવાથી આંગળીમાં ઈજા થઈ હતી. જોકે ઈજાગ્રસ્ત થયા બાદ પણ તેણે હાર ન માની અને પોતાની ટીમ માટે લડતો રહ્યો.

ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી :

જો કે હવે ગ્રીનને સાજા થવા માટે સર્જરીની જરૂર પડશે અને તેથી જ તે 9 ફેબ્રુઆરીથી ભારતમાં શરૂ થનારી બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ મેચ ચૂકી શકે છે. જો કે બીજી ટેસ્ટ મેચ જીત્યા પછી ગ્રીન કેટલાક અન્ય કારણોસર હેડલાઇન્સમાં છે. જીત બાદ ગ્રીને ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેણે પોતાની તૂટેલી આંગળીનું સ્કેન પણ પોસ્ટ કર્યું છે. જેમાં જોઈ શકાય છે કે તેની આંગળી તૂટેલી છે.

સર્જરી બાદ વાપસી :

ગ્રીનની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ચાહકોએ બહાદુર કેમેરોન ગ્રીનની પ્રશંસા કરી અને ટિપ્પણીઓમાં તેમની ભાવનાને સલામ કરી. જો કે હાલમાં ગ્રીનને આશા હશે કે તેની સર્જરી સારી રીતે થાય અને તે ભારત સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ફિટ થઈ જાય.

મેચ કેમ મહત્વપૂર્ણ ?

તમને જણાવી દઈએ કે માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય ઘણી ટીમોની નજર પણ ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ પર હશે કારણ કે કઈ બે ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે તે સવાલનો જવાબ આ ચાર ટેસ્ટ મેચો ખતમ થયા પછી જ મળશે. જો કે, તે પહેલા ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ કોઈક રીતે દક્ષિણ આફ્રિકાને ત્રીજી ટેસ્ટમાં પણ હરાવશે.

જેથી કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનો રસ્તો ભારત માટે થોડો સરળ બની જશે કારણ કે જો ઓસ્ટ્રેલિયા આફ્રિકાને ક્લીન સ્વીપ કરશે તો ભારત. ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની સિરીઝ પોતાની ધરતી પર જ જીતવાનું લક્ષ્ય રાખશે. પછી ભલે તે 1-0 અથવા 2-1થી જીતી જાય.

હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો : વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરે કાબૂ ગુમાવી ડિવાઈડર વટાવતાં લક્ઝરી સાથે અકસ્માત, 9 લોકોનાં મોત

0

Highway resounds with screams of death: Fortuner traveling from

નવસારી જિલ્લામાં વહેલી સવારે આજે ગોઝારો અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વલસાડથી ભરૂચ જતી એક કારે કાબૂ ગુમાવી દેતાં સામેના ટ્રેક પર પરથી અમદાવાદથી વલસાડ જતી લક્ઝરી બસ સાથે અથડાય હતી, જેથી અકસ્માત થયો હતો. એમાં ઘટનાસ્થળે જ 7 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે સારવાર દરમિયાન વધુ બેનાં મોત થતાં આ અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ઘટનાસ્થળ સહિત સિવિલ પહોંચીને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત અને વલસાડ ખસેડ્યા હતા.

મૃતકોના પૂરા નામ :

1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ ફોરર્ચ્યુનરનો ડ્રાઈવર

2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ

3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ

4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ

5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ

6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ

7. નવનીત મોહનભાઈ ભડીયાદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત

8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ

9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ..

 

 

એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે Debit card હોવું જરૂરી નથી, આ રીતે પણ ઉપાડી શકશો રૂપિયા

It is not necessary to have a debit card

  • ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે. તમારા સ્માર્ટફોનમાં BHIM, Paytm, GPay, PhonePe વગેરે જેવી કોઈપણ UPI સક્ષમ એપ હોવી જોઈએ. તમે આ એપ્સ દ્વારા પૈસા ઉપાડી શકશો.

એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માટે પાસે ડેબિટ કાર્ડ (Debit card) હોવું એ જરૂરી નથી પરંતુ આજના ડિજિટલ અને ટેક્નોલોજીના (Digital and Technology) યુગમાં તમે ડેબિટ કાર્ડ વગર પણ ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા મોબાઈલની જરૂર છે. આ માટે તમારે ATM કાર્ડની જરૂર નથી. આ બેંકિંગ સેવા ઘણા દિવસોથી ચાલી રહી છે.

જો કે ઘણી બેંકો પહેલાથી જ પોતાના ગ્રાહકોને કાર્ડ વગર પૈસા ઉપાડવાની સુવિધા આપી રહી હતી, પરંતુ હવે રિઝર્વ બેંકે તેનો વ્યાપ વધુ વધાર્યો છે. આ સુવિધા માટે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવશે. આરબીઆઈએ બેંકોને કાર્ડનો ઉપયોગ કર્યા વિના પૈસા ઉપાડવાની સુવિધા આપવાની મંજૂરી આપી છે. આજે આપણે અહીં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવા વિશે વિગતવાર વાત કરીશું.

ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે. તમારા સ્માર્ટફોનમાં BHIM, Paytm, GPay, PhonePe વગેરે જેવી કોઈપણ UPI સક્ષમ એપ હોવી જોઈએ. તમે આ એપ્સ દ્વારા પૈસા ઉપાડી શકશો.

પૈસા ઉપાડવા માટે પહેલાં ATM પર જાઓ અને કાર્ડ વિના પૈસા ઉપાડવાનો વિકલ્પ પસંદ કરો. તમને UPI દ્વારા ઓળખ માટેનો વિકલ્પ દેખાશે. આ પછી તમારા મોબાઈલમાં UPI એપ ઓપન કરો અને તમારી સામે દેખાતા QR કોડને સ્કેન કરો. તમને UPI દ્વારા પ્રમાણિતનો ઓપ્શન અપાશે જે દ્વારા તમે પૈસા ઉપાડી શકશો. આગળની પ્રક્રિયા પહેલાં જેવી જ રહેશે. હવે તમે રકમ દાખલ કરો અને પૈસા ઉપાડી શકો છો.

કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે?

રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ NPCI, ATM નેટવર્ક અને બેંકોને ડેબિટ કાર્ડ વિના ATMમાંથી નાણાં ઉપાડવાની સુવિધા આપવા માટે અલગ-અલગ સૂચનાઓ જારી કરશે. આ સુવિધા માટે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI નો ઉપયોગ કરવામાં આવશે. યુપીઆઈ દ્વારા ગ્રાહકોની ઓળખ કરવામાં આવશે અને આ વ્યવહારો એટીએમ નેટવર્ક દ્વારા સેટલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પગલાથી બેંકોને પણ ઘણી રાહત મળશે.

આ પણ વાંચો :-

31 ડિસેમ્બર 2022 રાશિફળ : આજે આ રાશિના જાતકોના હનુમાનજીની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

31 December 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવજંતુ કરડવાની શક્યતા છે.

વૃષભઃ
આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાકીય બાબતો માટે અનુકૂળતા સર્જાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારું રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારું. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ
મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાની સરળ હેરફેર શક્ય બને. મિત્રો લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્યસુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહઃ
સમગ્ર દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. સ્થાવર જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ. પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃદ્ધિ થાય.

કન્યાઃ
સરળ, નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દૃષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ. નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.

તુલાઃ
આળસ આવે. કામ કરવાની ઈચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો હે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવનામાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારું વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધનઃ
માનસિક અશાંતિ રહે. નાણાકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારું રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.

મકરઃ
આત્મવિશ્વાસમાં વધારો. નાણાકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારું વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય.

કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઈ જાય. ફુડ પોઈઝનિંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃદ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ
ઉદારદીલ રહે. નવી વિદ્યા પ્રાપ્ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

કુંવારપાઠા જ્યુસના 4 ફાયદા જે કદાચ તમને નહિ હોય ખબર, જાણો સ્વાસ્થ્ય સંબધિત લાભ વિશે

કુંવારપાઠા જ્યુસના 4 ફાયદા જે કદાચ તમને નહિ હોય ખબર, જાણો સ્વાસ્થ્ય સંબધિત લાભ વિશે

  • એક અભ્યાસ અનુસાર એલોવેરાનો રસ પ્રિ-ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગર અને બ્લડ ફેટી એસિડનું સ્તર સુધારે છે. એલોવેરાનો રસ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

શિયાળાની ઋતુમાં એલોવેરાનું (Aloe vera) મહત્વ વધી જાય છે. આ સુનિશ્ચિત કરવાની શાનદાર રીત છે કે તમે મોઈસ્ચરાઈઝડ રહો સાથે જ તેનાથી સ્વાસ્થ્ય (Health) સંબંધી ઢગલાબંધ ફાયદા થાય છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર એલોવેરા જ્યુસથી શરીરને ઘણા ફાયદા થાય છે.

એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર  :

એલોવેરા પોલીફેનોલ્સ જેવા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જેના કારણે છોડમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. એન્ટીઓક્સિડન્ટો માનવ શરીરને મુક્ત કણો દ્વારા થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ ફાયદાકારક છે.

સ્કીનમાં સુધાર :

એલોવેરાના ઘણા ફાયદા ત્વચા સાથે સંબંધિત છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 12 અઠવાડિયા સુધી દરરોજ 40 માઇક્રોગ્રામ એલો સ્ટીરોલ લેવાથી 46 વર્ષથી ઓછી ઉંમરના પુરુષોના ગ્રુપમાં ત્વચાની લોચમાં સુધારો થાય છે. અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એલોવેરાના સેવનથી કોલેજનનું ઉત્પાદન સુધરે છે અને 40 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં કરચલીઓ ઓછી થાય છે.

પ્રી-ડાયાબિટીસની સારવારમાં ફાયદાકારક !

સંશોધન દર્શાવે છે કે ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકોને એલોવેરા જ્યુસ પીવાથી ફાયદો થયો નથી. પરંતુ તે બહાર આવ્યું છે કે પ્રી-ડાયાબિટીસ ધરાવતા લોકોએ પોતાનામાં સકારાત્મક ફેરફારો જોયા છે. અન્ય એક અભ્યાસ દર્શાવે છે કે એલોવેરાનો રસ પ્રિ-ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગર અને બ્લડ ફેટી એસિડનું સ્તર સુધારે છે.

આ પણ વાંચો :-

નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ વાતો જાણી લો

If you are thinking of buying

  • સ્માર્ટફોન ખરીદતા પહેલાં તમારી જરૂરીઆત સમજી લેવી જરૂરી છે. માત્ર 5જી અને કેમેરા જોઈને સ્માર્ટફોન ન ખરીદવો જોઈએ. અહીં અમે આપને જણાવીશું કે સ્માર્ટફોન ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ.

સ્માર્ટફોન (smartphone) ખરીદતા પહેલાં તમારી જરૂરીઆત સમજી લેવી જરૂરી છે. માત્ર 5જી અને કેમેરા જોઈને સ્માર્ટફોન ન ખરીદવો જોઈએ. અહીં અમે આપને જણાવીશું કે સ્માર્ટફોન ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ.

શું તમે પણ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યો છો? જો હા, તો આ ખાસ અહેવાલ તમારા માટે છે. માર્કેટમાં અત્યારે સ્માર્ટફોન એટલા બધા છે કે ફોન ખરીદવાનો વિચાર આવતા જ મન ભ્રમિત થઈ જાય છે. સ્માર્ટફોન ખરીદતા પહેલાં તમારી જરૂરીઆત સમજી લેવી જરૂરી છે. માત્ર 5જી અને કેમેરા જોઈને સ્માર્ટફોન ન ખરીદવો જોઈએ. અહીં અમે આપને જણાવીશું કે સ્માર્ટફોન ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ.

બિલ્ડ ક્વોલિટી :

માર્કેટમાં 2 પ્રકારના સ્માર્ટફોન મળે છે- મેટાલિક અને પ્લાસ્ટિક. આ સિવાય, કેટલાક એવા પણ સ્માર્ટફોન અવેલેબલ છે જેમાં ગ્લાસ કોટેડ પેનલ હોય છે. જો કે ગ્લાસ કોટેડ ફોન માર્કેટમાં મર્યાદીત છે. જો તમે ફોનને વારંવાર પાડવાના આદી હોવ તો તમારે મેટાલિક અથવા તો પ્લાસ્ટિક ફોન ખરીદવો જોઈએ. આવા ફોન 2-3 ફૂટના ડ્રોપથી પણ બચી શકે છે. જ્યારે ગ્લાસ કોટેડ હેન્ડસેટ તૂટવા આસાન છે.

ડિઝાઈન :

ડિસ્પલેનો આકાર અને રિઝોલ્યુશન આ વાત પર નિર્ભર કરે છે કે તમારો ફોનનો ઉપયોગ કેવો છે. જો તમે કાયમ વીડિયો સ્ટ્રીમ કરો છો, ફોટો અથવા વીડિયો સંપાદિત કરો છો અથવા મૂવી ડાઉન્લોડ કરીનો જુઓ છો. તો 5.5 ઈંચથી 6 ઈંચ, ફૂલ એચડી રિઝોલ્યુશન વાળો સ્માર્ટફોન ડિસ્પલે તમારા માટે યોગ્ય સાબિત થશે. 6 ઈંચની ડિસ્પલેથી મોટી કોઈ પણ વસ્તુ માત્ર હેન્ડસેટને વજનદાર કરશે. જેને કેરી કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે.

પ્રોસેસર :

એક સ્માર્ટફોનનું પ્રોસેસિંગ પાવર એક ડિવાઈસથી બીજા ડિવાઈસમાં ઓએસ વર્ઝન, યૂઆઈ, બ્લોટવેયરના આધાર પર અલગ-અલગ હોય છે. જો તમે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરો છો. જો તમે ઓનલાઈન ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટસ સંપાદિત કરો છો.

વીડિયો સ્ટ્રીમિંગ કે સ્પિલટ સ્ક્રીન મોડમાં એપ્સનો ઉપયોગ કરો છો. તો socની તપાસ કરો. સામાન્ય રીતે ફ્લેગશિપ પ્રોસેસર જેમ કે સ્નેપડ્રેગન 870 અને તેનાથી ઉપર અથવા મીડિયાટેક ડાઈમેન્સીટી 8100 અને તેનાથી ઉપર તમને શાનદાર અનુભવ આપી શકે છે.

બેટરી :

સ્માર્ટફોનના ઉપયોગના આધાર પર બેટરીનું જીવન એક યૂઝરથી બીજા યૂઝરથી અલગ હોય છે. જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ વધુ કરો છો, એપ્સ પર કામ કરો છો, ગેમ રમો છો, વીડિયો સ્ટ્રીમ કરો છો અને વિવિધ કામો કરો છો. તો ઓછામાં ઓછી 5000mAhની બેટરી અથવા તેનાથી ઉપરની બેટરીવાળો સ્માર્ટફોન તમારા માટે યોગ્ય છે. જો તમે લાઈટ યૂઝર છો તો 3000mAh વાળો હેન્ડસેટ પણ ચાલી જશે.

એલસીડી અને એલઈડી?

એલસીડી સ્ક્રિનનું ઉત્પાદન સસ્તુ છે. જેનો અર્થ તેના ઉત્પાદમાં થોડો ખર્ચ ઓછો થઈ જાય છે. જોકે, સૂરજની રોશનીમાં આ ફોનની બ્રોઈટનેસ અને વિઝિબિલિટી સારી થાય છે. વધુ બેકલાઈટના કારણે આ ફોનની બેટરી જલ્દી ખત્મ થાય છે. જ્યારે એલઈડીની વાત કરવામાં આવે તો સ્માર્ટફોનને તે હલકું અને પાતળું બનાવે છે અને અંધારામાં સારી ઈમેજ આપે છે. જો કે આ સ્માર્ટફોન થોડા મોંઘા પડે છે.

આ પણ વાંચો :-

વાહન ચોરીની અનોખી ઘટના : શોર્ટ કટથી પૈસા કમાવવા ટોળકીએ એવો કારસો રચ્યો કે. તમે પણ માની જશો !

0

A unique incident of vehicle theft

  • અમદાવાદની કાગડાપીઠ પોલીસે એક ચોક્કસ માહિતી આધારે કાંકરીયા રોડ અણુવ્રત સર્કલ પાસેથી એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર અને 10 કારતુસ, છરી સાથે પકડી પાડ્યો. જોકે પોલીસે પૂછપરછ કરતાં બાઈક ચોર ગેંગનો પર્દાફાશ થયો હતો.

પોલીસ દ્વારા એક બાઈક ચોર ગેંગને (Bike thief gang) પકડી પાડવામાં આવી છે. ગેંગના ત્રણ સભ્યો બાઈક ચોરીઓ કરી હતી અને તેને વેચવાના હતા પણ તે પહેલાં પોલીસે પકડી પાડ્યા હતા. જોકે પોલીસે આ ગેંગના સભ્યોની પૂછપરછ કરતાં ચોકાવનારી હકીકતો સામે આવી હતી. જોઈએ કોણ છે આ ગેંગના સભ્યો અને ક્યાંથી, કઈ રીતે બાઈક ચોરી કરતા હતા.

અમદાવાદની કાગડાપીઠ પોલીસે એક ચોક્કસ માહિતી આધારે કાંકરીયા રોડ અણુવ્રત સર્કલ પાસેથી એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર અને 10 કારતુસ, છરી સાથે પકડી પાડ્યો. જોકે પોલીસે પૂછપરછ કરતાં બાઈક ચોર ગેંગનો પર્દાફાશ થયો હતો. આ ગેંગ દ્વારા શહેરના પૂર્વ વિસ્તાર જેવાકે કાગડાપીઠ, મણીનગર, ઈસનપુર સહિતના વિસ્તારો માંથી બાઈક ચોરી કરતા હતા. બાઈકની ડુપ્લીકેટ ચાવીઓ બનાવી બાઈક ચોરી કરી હતી. પોલીસે આ બાઈક ચોર ગેંગ પાસેથી 7 જેટલા બાઈક કબ્જે કર્યા છે.

બાઈક ચોર ગેંગ પાસેથી બાઈક કબ્જે કરવામાં આવ્યા હતા સાથે જ 7 જેટલી ખોટી આર.સી બુક પણ મળી આવી હતી. બાઈક ચોર ગેંગનો આરોપી શૈલેષકુમાર ઉર્ફે લાલો વ્યાસ ગેરકાયદેસર હથિયાર સાથે નીકળ્યો હતો અને તેની પાસેથી જ છરી અને કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે સૈલેશની પૂછપરછમાં સામે આવતું કે શૈલેષનો મિત્ર પ્રદિપ અને ચિરાગસિંહ ત્રેનાય બાઈક ચોરી કરતા હતા.

ત્રણેય મિત્રો આર્થિક રીતે મુશ્કેલીમાં હોવાથી બાઈક ચોરી કરી પૈસા કમાવવા શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો. બાઈક ચોર ગેંગ સાત જેટલા બાઈક ચોરી બાદમાં તેને વેચી ને પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે આરોપી પ્રદિપ લોટલાએ ઓનલાઈન એમેઝોન એપ માંથી ડુપ્લીકેટ આર.સી.બુક બનાવવા માટે પ્લેન ચીપ કાર્ડ મંગાવી પોતાના મોબાઇમાં પિક્સસેલ લેબ એપ્લિકેશન દ્વારા એડિટ કરી આર.સી બુક બનાવી હતી.

હાલ તો પોલીસે ત્રણેય બાઈકચોર ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શૈલેષ પાસેથી મળેલું ગેરકાયદેસર હથિયાર પણ તે પોતાના શોખ માટે લઈ આવ્યો હોવાનુ સામે આવ્યું છે. ત્યારે આ બાઇકચોર ગેંગ અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ કે હજી પણ કેટલા બાઈક ચોરી કર્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

પીળું એટલું સોનું નથી હોતું, નકલી હોલમાર્કથી બચાવવા આવી રહ્યાં છે કડક નિયમો

0

Yellow is not so gold

  • સોનાની શુદ્ધતા પ્રમાણિત કરવા માટે હોલમાર્ક મારવામાં આવે છે. પરંતુ હવે કેટલાક લેભાગૂ તત્વો નકલી હોલમાર્ક લગાવી રહ્યા છે. જેનાથી ગ્રાહકોને બચાવવા માટે હવે હોલમાર્કના નિયમો કડક કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

કહેવાય છે કે પીળું એટલું સોનું નથી હોતું. અને આજકાલ બજારમાં નકલી હોલમાર્ક (Counterfeit Hallmark) વાળું સોનું મળી રહ્યું છે. સોનાની શુદ્ધતા પ્રમાણિત કરવા માટે તેના પર હોલમાર્ક લગાવવામાં આવે છે. પરંતુ આજકાલ આ હોલમાર્ક પણ નકલી હોય છે. એટલે કે હોલમાર્ક વાળા સોનાના (Gold) નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે.

દેશભરમાં ગ્રાહકોને નકલી હોલમાર્ક વાળા સોનાના દાગીના વેચવામાં આવી રહ્યા છે. મોટા જ્વેલરી ઉદ્યોગના લોકોએ સરકારને કહ્યું છે કે આ નકલી હોલમાર્કના બજારને ખતમ કરવા માટે કાંઈક કરવામાં આવે અને આ માટે નિયમો કડક કરવામાં આવે તેવી સંભાવના છે.

થોડા સમય પહેલા જ બ્યૂરો ઓફ ઈન્ડિયાન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)એ તમામ પ્રકારની સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું હતું. જે બાદ આખા દેશમાં નકલી હોલમાર્કનું ચલણ વધી ગયું હતું. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે જ્વેલરી નિર્માતા તસ્કરી કરેલું સોનું ખરીદે છે. એના પર જ ગેરકાયદે હોલમાર્કિંગ કરીને છૂટક બજારમાં વેચે છે. આ રીતનું સોનું પ્રતિગ્રામ 200 થી 300 રૂપિયા સસ્તામાં વેચવામાં આવે છે. જેનાથી ગ્રાહકો તેના તરફ વધારે ઢળે છે. જ્યારે વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે.

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું હતું કે અધિકારીઓને એ ખબર પડવી જોઈએ કે સોનાની વધુ આયાત અને તસ્કરી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સના અનુસાર 2021-22માં 500 કરોજનો 833 કિલોગ્રામ તસ્કરીનું સોનું કબજે કરવામાં આવ્યું હતું. 2020-21માં ખાડી ક્ષેત્રમાંથી કરવામાં આવેલી તસ્કરીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હવે તેના પર અંકુશ માટે સરકાર તમામ તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો :-

હોટલમાં બુકિંગ હશે તો જ આ શહેરમાં મળશે એન્ટ્રી : મિત્રો – પરિવાર સાથે અહીં ફરવા જવાનો પ્લાન હોય તો જાણી લેજો

0

You will get entry to this city only

  • નવા વર્ષની ઉજવણી માટે ફક્ત તે જ પ્રવાસીઓ આ પ્રવાસન સ્થળ એન્ટ્રી મળશે જેમણે પહેલેથી જ હોટલ બુક કરાવી લીધી છે. આ સિવા બહારથી આવતા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

ચીનમાં કોરોનાએ (Corona) ફરી માથું ઉચકાવ્યું છે અને તબાહી મચાવી રહ્યો છે એવામાં ભારતમાં પણ સરકાર હવે અલર્ટ મોડ પર આવી ગઈ છે. ચીનની હાલત જોઈને ભારતમાં પણ કોરોનાનો ડર વધવા લાગ્યો છે. જો કે હજુ પણ લોકોમાં નવા વર્ષને (New year) લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એવામાં જો તમે પણ નવા વર્ષની ખુશીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી સાવધાની વર્તવાની જરૂર છે. આ સાથે જ ફરવા જતાં પહેલા કોરોના તો ઠીક પણ ભીડને કંટ્રોલ કરવા માટે ઘણા શહેરમાં નિયમો બનાવવામાં આવ્યા છે. એવામાં જો તમે પણ ફરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે.

હોટલ બુક હશે તો જ એન્ટ્રી મળશે :

જણાવી દઈએ કે નવા વર્ષની ઉજવણી માટે ફક્ત તે જ પ્રવાસીઓ મસૂરી (Mussoorie) જઈ શકશે. જેમણે પહેલેથી જ હોટલ બુક (Book hotel) કરાવી લીધી છે. આ સિવાય દહેરાદૂન શહેરમાં પણ બહારથી આવતા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. સ્થાનિક લોકોને એન્ટ્રી મળશે પણ એ સિવાય બીજા લોકોને શહેરમાં એન્ટ્રી આપવામાં નહીં આવે અને એ વાતનું ધ્યાન રાખવા માટે આ માટે વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસે 30 અને 31 ડિસેમ્બર માટે રૂટ પ્લાન તૈયાર કર્યો છે અને એસપી ટ્રાફિક અક્ષય પ્રહલાદ કોંડેએ આ વિશે જણાવતા કહ્યું હતું કે મસૂરી અને રાજપુર રોડ પર વાહનોનું દબાણ સૌથી વધુ રહે છે અને તેને ઘટાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ સહારનપુર અને હરિદ્વાર રૂટથી આવતા વાહનોને કુથલ ગેટ પર રોકવામાં આવશેઅને ત્યાં પ્રવાસીઓનું હોટલ બુકિંગ ચેક કરવામાં આવશે એ પછી જ એન્ટ્રી આપવામાં આવશે.

પ્રવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો  :

આ સાથે જ એસપી ટ્રાફિકે જણાવ્યું હતું કે ભીડ વધે ત્યારે પોલીસ અને પ્રવાસીઓ વચ્ચે ઘણીવાર અથડામણ થાય છે અને આવી સ્થિતિમાં પોલીસકર્મીઓને કોઈપણ સંજોગોમાં પ્રવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોવિડને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પણ પાલન કરવું જોઈએ.

આ પણ વાંચો :-

14 દિવસમાં 8000 કરોડ કમાવી લીધા આ ફિલ્મે, આખી દુનિયામાં મચાવી રહી છે ધૂમ

This film has earned 8000 crores in 14 days

  • ધ વે ઓફ વોટર’ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અહેવાલ અનુસાર, આ ફિલ્મે 14 દિવસમાં એક અબજ ડોલર એટલે કે લગભગ 8300 કરોડનો બિઝનેસ કર્યો છે.

અવતાર :’ધ વે ઓફ વોટર‘ (The Way of Water) વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અહેવાલ અનુસાર આ ફિલ્મે 14 દિવસમાં એક અબજ ડોલર એટલે કે લગભગ 8300 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે તે વર્ષ 2022માં સૌથી ઝડપી એક અબજ ડોલરની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

ડાયરેક્ટર જેમ્સ કેમરૂનની ફિલ્મ ‘અવતાર : ધ વે ઓફ વોટર’ દુનિયાભરના દર્શકોને પસંદ આવી રહી છે. 16 ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોની પસંદ બની છે. આ જ કારણ છે કે તેની રિલીઝના માત્ર 14 દિવસમાં તેણે એવું કર્યું છે જે વર્ષ 2022માં ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મે કર્યું હશે.

અવતાર 2 એ રેકોર્ડ બનાવ્યો :

હા તમે સાચું વાંચ્યું. ‘અવતાર : ધ વે ઓફ વોટર‘ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે 14 દિવસમાં એક અબજ ડોલર એટલે કે લગભગ 8300 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે તે વર્ષ 2022માં સૌથી ઝડપી એક અબજ ડોલરની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

શું ક્રોસ પ્રથમ ફિલ્મના કલેક્શનને પાર કરી શકશે ?

દરમિયાન જેમ્સ કેમેરોનની 2009ની ફિલ્મ ‘અવતાર’ હજુ પણ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. ફિલ્મે વિશ્વભરમાં $2.97 બિલિયન એટલે કે લગભગ રૂ. 25,000 કરોડનું કલેક્શન કર્યું હતું. ટ્રેડ વિશ્લેષકોનું કહેવું છે કે ‘અવતાર 2‘નો આ રેકોર્ડ તોડવો ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે કોવિડ મહામારી પછી સિનેમાઘરોમાં ફિલ્મ જોનારા લોકોની સંખ્યા હજુ પણ ઓછી છે.

આ પણ વાંચો :-