Home Blog Page 1192

મહિલા માટે બેસ્ટ છે આ જોબ : પરિવાર અને કારકિર્દી બંને પર આપી શકાશે ધ્યાન

0

This job is best for women

  • આ નોકરીઓની ખાસ વાત એ છે કે તમારે ઘરેથી કામ કરવું પડશે. જેથી તમે તમારા પરિવારના સભ્યો સાથે તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કઈ પાર્ટ ટાઈમ જોબ દ્વારા તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો.

મોટાભાગની સ્ત્રીઓ તેમના ઘરની સંભાળ રાખવા માટે ગૃહિણી બનવાનું નક્કી કરે છે. જેના કારણે તેમને કરિયર સાથે સમાધાન કરવું પડે છે. ઘરની જવાબદારીઓમાં ફસાઈ ગયા પછી તેમની કારકિર્દીનો (Career) વિકલ્પ પણ પૂર્ણવિરામ પર આવી જાય છે. જો તમે પણ તે મહિલાઓમાંથી એક છો જેમણે પરિવારને ખાતર પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે તો તમે આજથી જ તમારા માટે તમારી પસંદગીની નોકરી શોધી શકો છો.

આ નોકરીઓની ખાસ વાત એ છે કે તમારે ઘરેથી કામ કરવું પડશે. જેથી તમે તમારા પરિવારના સભ્યો સાથે તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. આજના આર્ટિકલમાં (Article) અમે તમને જણાવીશું કે કઈ પાર્ટ ટાઈમ જોબ દ્વારા તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો.

ફ્રીલાન્સિંગ લેખન : જો તમને લખવાનો શોખ છે તો તમે ફ્રીલાન્સિંગ દ્વારા તમારી આ કુશળતાનો ઉપયોગ કરી શકો છો. તમારા આ શોખ દ્વારા તમે કોઈપણ સારી વેબસાઈટ, મેગેઝીન કે અખબાર માટે સમાચાર કે લેખ લખી શકો છો. ફ્રીલાન્સિંગ લેખકોને તેમના લેખ મુજબ ચૂકવણી કરવામાં આવે છે, જે લેખના શબ્દ અથવા ગુણવત્તા અનુસાર નક્કી કરવામાં આવે છે. મોટાભાગની કંપનીઓ લેખ માટે પ્રતિ લેખ રૂ. 200 થી રૂ. 1000 ની વચ્ચે ચૂકવે છે. તેથી દિવસના 4 થી 5 લેખો માટે તમે 1000 થી 3000 રૂપિયા મેળવી શકો છો.

ટ્રાન્સક્રિપ્શન જોબ : આ કામમાં તમને ઓડિયો સાંભળવા માટે આપવામાં આવે છે. જે સાંભળ્યા પછી તમારે લખવાનું હોય છે. જેમની પાસે અંગ્રેજી સારી છે અથવા જેમની પાસે સાંભળવાની ક્ષમતા સારી છે તેમના માટે આ કાર્ય ખૂબ જ સરળ છે. આવી સ્થિતિમાં જો તમારું ટાઈપિંગ સાચું છે અને તમે ઓડિયો સાંભળ્યા પછી સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી તે જાણો છો. તો આ નોકરી તમારા માટે પણ એક સારો વિકલ્પ છે.

ટિફિન સેવા : જો તમને રસોઈ બનાવવી ગમે છે અને તમારા શોખને તમારા વ્યવસાયમાં ફેરવવા માંગો છો. તો તમે ઘરે ટિફિન સેવા પણ ખોલી શકો છો. તમે તમારા ઘરે ખાવાનું રાંધી શકો છો અને અલગ-અલગ જગ્યાએ ખાવાના ટિફિન બાંધીને વેચી શકો છો. જો આ તમારો પોતાનો વ્યવસાય છે. તો તમે આ કામમાં વધુ મહિલાઓને સામેલ કરી શકો છો. જ્યારે તમે આ પ્રકારનું કામ કરો છો. જો તમે ઇચ્છો તો તમારે થોડી શોધ કરવી પડશે.

આ પણ વાંચો :-

જૂનામાં જમાનાના ફોટાને 4K માં કન્વર્ટ કરી દેશે આ એપ, ધનાધન ડાઉનલોડ કરી રહ્યા છે યૂઝર્સ

This app will convert old photos to 4K

  • સમય સાથે ફોટોગ્રાફ જૂનો થઈ જાય છે અને ખરાબ લાગે છે. જૂના સમયમાં ડિજિટલ કેમેરા ઉપલબ્ધ ન હતા એવા લોકો ફોટોગ્રાફના ફિજિકલ ફોર્મમાં જ રાખતા છે પરંતુ તે સમયની માર તેને ખરાબ કરી જાય છે.

જો કે ડિજિટલ પદ્ધતિઓથી (Digital method) જૂના ફોટોગ્રાફ્સ રિસ્ટોર કરી શકાય છે પરંતુ તેમાં પણ ક્વોલિટીમાં વધુ અંતર હોતું નથી. હાલમાં તમે એક સારા કેમેરા વડે ફોટો ક્લિક કરો છો તો તેની ક્વોલિટી જોરદાર આવે છે. જો તમે તમારા દાદા દાદીના જમાનાની કોઈ ફોટો આજની તારીખે 4K ફોટાની જેમ બનાવવા માંગો છો તો હવે તેના માટે તમને પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. તમે પોતે જ તેનું કન્વર્ટ કરી શકો છો.

આ વેબસાઈટની મદદથી જૂના ફોટોગ્રાફ થઇ જશે 4K જેવા :

sczhou/codeformer નામને તમે Google સર્ચ કરવાનું છે. ત્યારબાદ તમને આ નામની એક લિંક દેખાશે. હવે એક વેબસાઇટ ખુલી જશે. હવે તમે તે ફોટોગ્રાફ આ વેબસાઈટ પર અપલોડ કરવાનો છે જેને તમારે 4k ક્વાલિટીમાં બદલવો છે. ત્યારબાદ તમે તેને જ સબમિટ કરો અને આમ કરતાં જ થોડી સેકેન્ડની પ્રોસેસ બાદ એક સારી ક્વોલિટીનો ફોટોગ્રાફ તમારી સામે ખુલી જશે. જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

આ પ્રોસેસમાં અમુક જ સેકન્ડ્સનો સમય લાગે છે અને તમારો મનપસંદ ફોટોગ્રાફ 4K ક્વાલિટીમાં મળી જશે. જો તમે આ પ્રોસેસ વિશે અંદાજો ન હતો તો હવે તમે આ વેબસાઈટની મદદથી ખરાબમાં ખરાબ ફોટોગ્રાફને સરળતાથી એડિટ કરી શકો છો તે પણ તમારા સ્માર્ટફોનની મદદથી ઘરેબેઠા.

આ પણ વાંચો :-

લગ્ન કરવા માટે KL રાહુલે BCCI પાસેથી લીધી રજા ! 23 તારીખે આથિયા શેટ્ટી સાથે બંધનમાં બંધાશે

KL Rahul took leave from BCCI to get married

  • ન્યુઝીલેન્ડ સામે આગામી વન-ડે અને ટી20 સીરીઝમાં કેએલ રાહુલ ભારતીય ટીમનો ભાગ નહીં હોય. ખરેખર એવુ કહેવાઈ રહ્યું છે કે કેએલ રાહુલે લગ્ન માટે BCCI પાસેથી રજા લીધી છે.

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) અને બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટીની (Athiya Shetty) લગ્નની ચર્ચા વધી રહી છે. બંનેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી 23 જાન્યુઆરીએ લગ્ન કરી રહ્યાં છે. આ લગ્ન માટે બંને પરિવારોએ તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે.

23 જાન્યુઆરીએ થશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન !

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન 23 જાન્યુઆરીએ થશે. જ્યારે મહેંદી સહિત બાકી રસ્મો 21 જાન્યુઆરીથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન 23 જાન્યુઆરીએ થશે. પરંતુ શું તમે જાણો છો બંને કપલ કેવી રીતે મળ્યાં? ખરેખર એવું કહેવાઈ રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.

મહેંદી સહિત બાકી બધી વિધિઓ 21 જાન્યુઆરીથી શરૂ થશે :

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. બંને કપલ નિયમિત રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે. આ સિવાય ઘણી વખત મેચ દરમ્યાન આથિયા શેટ્ટીને સ્ટેડિયમમાં જોવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બંનેના લગ્ન 23 જાન્યુઆરીએ થશે. જો કે મહેંદી સહિત બાકી બધી વિધિઓ 21 જાન્યુઆરીથી શરૂ થશે. આ દરમ્યાન આથિયા શેટ્ટીના પિતા અને બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી સહિત ઘણા લોકપ્રિય મહાનુભાવો પોતાની પ્રસ્તુતિ આપશે. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે તેની સત્તાવાર જાણકારી બંનેએ વર્ષ 2021માં આપી હતી.

આ પણ વાંચો :-

19 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : રામજી ની કૃપા થી આ 6 રાશિવાળા લોકો બનશે કરોડપતિ 

19 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમ્યાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદ-વિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરનાં દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય. સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીનાં પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમ્યાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપળી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમ્યાન આનંદ વધે. નાના ભાઈ-બહેન સાથે વાદ-વિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરનાં દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

રાખી સાવંતની વ્હારે આવ્યા મુકેશ અંબાણી, માતાની સારવાર માટે લંબાવ્યો મદદનો હાથ

0

Mukesh Ambani came across Rakhi Sawant

  • કેન્સર બાદ રાખી સાવંતના માતા બ્રેઈન ટ્યુમર સામે ઝઝુમી રહ્યા છે. હાલમાં જ રાખીએ માતાની બીમારીનું દુઃખ વ્યક્ત કર્યું છે. રાખીએ જણાવ્યું કે માતા ઓળખી નથી શકતી અને ખાઈ પણ નથી શકતી.

ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) હાલ ખૂબ જ મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. એક તરફ રાખીને લગ્ન જીવનનું ટેન્શન છે. ત્યાં જ બીજી તરફ રાખીના માતા ગંભીર રીતે બીમાર છે. રાખી સાવંતના (Rakhi Sawant) માતા પહેલા કેન્સરથી (Cancer) પીડિત હતા.

કેન્સર બાદ હવે તેમને બ્રેઈન ટ્યૂમર (Brain tumor) થયું છે. ત્યાં જ હાલ તેઓ હોસ્પિટલમાં એડમિટ છે. અને તેમની સારવાર ચાલી રહી છે. ત્યાં જ રાખીની માતાએ બીમારી પર વાત કરી છે. સાથે જ એમ પણ જણાવ્યું છે કે મુકેશ અંબાણી તેમના માતાની સારવારમાં મદદ કરી રહ્યા છે.

મુકેશ અંબાણીએ કરી રાખીની મદદ :

કેન્સર બાદ રાખી સાવંતના માતા બ્રેઈન ટ્યુમર સામે ઝઝુમી રહ્યા છે. હાલમાં જ રાખીએ માતાની બીમારીની દુઃખ બધાની સાથે શેર કર્યું છે. રાખીએ જણાવ્યું, ‘મમ્મી ઓળખી નથી શકતી. મમ્મી ભોજન પણ નથી કરી શકતી. મમ્મીની અડધી બોડી પેરાલાઈઝ થઈ ગઈ છે.’

આગળ રાખીએ જણાવ્યું, “હું અંબાણીજીનો ધન્યવાદ કરૂ છું. અંબાણીજી માતાની સારવાર માટે મદદ કરી રહ્યા છે. હોસ્પિટલમાં જે વધારે પ્રાઈઝ હોય તેને ઓછી કરીને.” રાખીએ એમ પણ જણાવ્યું કે માતાને 2 મહિના માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. રાખીનો વીડિયો જોયા બાદ બધા તેમના માતાને સાજા થવાની દુઆ આપી રહ્યા છે.

આ પણ વાંચો :-

રાજકોટ બાદ હવે વલસાડમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થીનું મોત, તબીબોએ આપ્યું ચોંકાવનારું કારણ

0

After Rajkot, now the ongoing class in Valsad

  • વલસાડની કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મોત થતાં પંથકમાં શોકનો માહોલ, ગઈકાલે રાજકોટની વિદ્યાર્થિની રીયાનું ચાલુ ક્લાસે થયું હતું મોત.

વલસાડની (Valsad) કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજની (JP Shroff Arts College) આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જ્યાં S.Y.B.Aના એક વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક (Heart attack) આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

આ તરફ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા બાદ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે રાજકોટમાં પણ એક વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી નિધન થયાનું સામે આવ્યું હતું.

શું છે સમગ્ર મામલો ? 

રાજ્યમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. ત્યારે વલસાડમાં એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં નિધન થયું છે. ઘટનાની વિગત એવી છે કે, વલસાડના મોગરા વાડી વિસ્તારના આકાશ પટેલ નામનો વિધાર્થી વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજમાં S.Y.B.Aમાં અભ્યાસ કરે છે. જોકે આ આકાશ પટેલને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. જોકે હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

રાજકોટમાં શું બની હતી ઘટના ? 

રાજકોટ જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીનું અચાનક મોત થયાંની ઘટના સામે આવી છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિધાર્થીની રિયાનું મોત થયું છે અને વિધાર્થિની મોતનુ કારણ અજી સુધી અકબંધ છે. સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અને વિશેરા લઈ ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. PM રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. જે સમગ્ર બાબતે રિયાની માતાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

તેમણે ગંભીર આક્ષેપ સાથે કરી વિનંતી કરતા કહ્યું કે મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઈ સાથે ન થાય અને શિયાળામાં સ્કૂલનો ટાઈમ બદલવો જરૂરી છે તેણે કહ્યું કે સ્કૂલનો સમય બદલો સવારનો વહેલો સમય ન રાખો તેમણે જણાવ્યું કે શિયાળામાં સ્કૂલનો ટાઈમ બદલવો જરૂરી અને સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખો.

આ પણ વાંચો :-

બેંગલુરુમાં સ્કુટી ચાલકે વૃદ્ધને 1 km સુધી ઢસેડ્યા, વીડિયો વાયરલ થતાં કરાઈ ધરપકડ

0

In Bengaluru, a scooty driver pushed an old man for 1 km

  • થોડા દિવસ પહેલા દિલ્હીના કંઝાવાલામાં મહિલાની સ્કુટીને ટક્કર મારીને તેને ૧૩ કિલોમીટર સુધી ઢસેડવાનો મામલો સામે આવ્યો હતો.

કર્ણાટકની (Karnataka) રાજધાની બેંગલુરુનો (Bengaluru) આવો જ એક કરુણ વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. અહીં વૃદ્ધ સ્કુટી સાથે લટકેલો છે. પરંતુ તેમની ચિંતા કર્યા વિના ચાલક તેમને ૧ કિલોમીટર સુધી ખેંચી જાય છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર બેંગલુરુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં વૃદ્ધને સ્કુટી સાથે લટકેલો જોઈ શકાય છે. જ્યારે ક્રુર સ્કુટી ચાલક વૃદ્ધના જીવની ચિંતા કર્યા વિના તેમને ઢસડી રહ્યો છે. એક રીક્ષાચાલકે તેની રીક્ષા સ્કુટીની સામે ઊભી કરી દેતા ક્રુર ચાલકને રોકાવાની ફરજ પડી હતી.

આ મામલામાં હદ્દ ત્યારે થઈ જ્યારે ક્રુર સ્કુટી ચાલકે પોતાની ભૂલ માનવાની જગ્યાએ વૃદ્ધને જવાબદાર ઠેરવ્યો હતો. એક રિપોર્ટ મુજબ વૃદ્ધની ઉંમર ૭૨ વર્ષની હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેંગલુરુના મગાડી રોડ ઉપર રોન્ગ સાઈડમાંથી આવતા સ્કુટીએ ટાટા સુમો કારને ટક્કર મારી હતી.

જ્યારે ટાટા સુમો કાર ચાલકે અકસ્માત સર્જનારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ પોતાની સ્કુટી ભગાવી હતી. સ્કુટી સાથે ૧ કિલોમીટર સુધી ઢસડાતા વૃદ્ધની પરવાહ કર્યા વિના તેણે સ્કુટી હંકારતા પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હીમાં કારચાલકે મહિલાને ઢસડતા તેનું મૃત્યુ થયુ હતું.

આ પણ વાંચો :-

પાગલ પ્રેમી સામે વધુ એક દીકરીની જિંદગીનો આવ્યો અંત : પાટીદાર પિતાના શબ્દો સાંભળી રડી પડશો.

One more daughter’s life ended in front of a crazy lover

  • પિતાએ રડતાં રડતાં કહ્યું-‘મારી રવિનાને ગાળો આપી આખી રાત સૂવા ના દેતો, દીકરીને ફોસલાવી એ લુખ્ખો બ્લેકમેઈલ કરતો’.

ગુજરાતમાં હવે પાગલ પ્રેમીઓ (Crazy Lover) દ્વારા દીકરીઓને બ્લેકમેઈલિંગ (Blackmailing), હેરાન કરવાના કિસ્સાઓમાં સતત વધારો થવા લાગ્યો છે. આપને સૌ જાણીએ છીએ કે, ત્યારે તાજેતરમાં જ ભાવનગર (Bhavnagar) જિલ્લામાં યુવતીને હેરાન કરવાના એક મહિનામાં બે કિસ્સા સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મહત્વનું છે કે, ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં બનાવ બન્યો છે. ગયા ડિસેમ્બરમાં મોટાસુરકા ગામે લુખ્ખાં તત્ત્વોના ત્રાસથી કંટાળીને સગીર દીકરી હિમાંશી જસાણીએ ઝેરી દવા પીને પાણીના ટાંકામાં કૂદી ગઈ હતી. આ બનાવના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાટીદાર આગેવાનોએ આ કેસમાં છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી. જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ત્રણ યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે હવે સિંહોરની ઘટનાના એક મહિના બાદ ગારિયાધારના ઠસા ગામમાં રવિના નામની 27 વર્ષની યુવતીએ સચિન વોરા નામના યુવકના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યાર બાદ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઘરની અગાશીએ ઝેરની બોટલ ઘા કરી મરવા મજબૂર કરી હતી.

પાગલ પ્રેમી સચિન વોરાના ત્રાસથી દીકરી ગુમાવનારા રવિનાના પિતા રામજીભાઈ કાનાણીના શબ્દો તમને રડાવી દેશે :

સચિન વોરા નામનો યુવક છેલ્લા બે મહિનાથી મારી દીકરી રવિનાને આખી આખી રાત સૂવા ના દેતો, ફોનથી એટલી પરેશાન કરતો અને ગાળો લખી ધમકી દેતો- હું આવો છું અને તેવો છું. હું આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. દીકરીએ મેસેજ બતાવ્યા કે જો આવું આવું લખે છે, ગાળો લખે છે. નાલાયકોની વાતો કરવામાં પણ આપણે રાજી નથી. દીકરીએ ક્યારેય આવું પગલું ભરી લેશે એવું લાગવા જ દીધું નહીં. અમારી કઠણાઈ હશે, તે ઓચિંતું પગલું ભરી લીધું’

સુસાઈડ નોટ માં લખ્યું ‘મને માફ કરજો પપ્પા…’ :

સુસાઇડ નોટમાં લખેલું હતું કે, મેં સુસાઈડ મારા પરિવારના લોકોના દબાણથી નથી કરતી. મને સચિન વોરા ખૂબ જ હેરાન કરી રહ્યો છે અને તેથી હું સુસાઇડ કરું છું. સચિન મને મારા પરિવારને બ્લેકમેલ કરી રહ્યો છે. પહેલા અમારી વચ્ચે જે કાંઈ હતું એમાં મેં ના પાડી દીધી હતી. મેં એને કઈ દીધું હતું કે આપડા વચ્ચે હવે બધું પૂરું.

ત્યારે તે મને ફોટાથી બ્લેકમેલ કરતો હતો અને ખુબ જ ગંદા મેસેજ કરતો હતો. મને ધમકીઓ પણ આપતો હતો. મને ખરાબ બોલતો હતો. ત્યાર બાદ સમગ્ર ઘટના વિષે મારા પરિવારને જાણ થઇ અને બે મહિનાથી બધાને તેને સમજાવે છે. સચિનના પરિવારના લોકો પણ માનતા નથી અને મને બ્લેકમેલ કરે છે. સચિન રોજ મને મેસેજ કરીને અમારા બંનેના ફોટાથી બ્લેકમેલ કરે છે.

raveena kanani sui cide bhavnagar4 - Trishul News Gujarati bhavnagar, ગારિયાધાર, ઠસા

સચિને અમારા બંનેના ફોટા મારા ભાઈના ફોનમાં પણ મોકલ્યા હતા. મારા આપઘાત પાછળનું કારણ સચિન વોરા છે આ બધું તે જ કરી રહ્યો છે. મારા સુસાઈડ પાછળ મારા પરિવારનો કોઈ પણ હાથકે વાક નથી. સચિને મારી સાથે ખુબજ ખરાબ વર્તન કર્યું હતું અને તેથીજ હું આ પગલું ભરી રહી છું.

એક વાર સચિનના પપ્પા અને કેશુભાઈએ મને પૂછ્યું હતું કે, ‘તારે સચિન સાથે લગ્ન કરવાની ઈચ્છા છે?’ અને ત્યારે મેં ના કહી દીધી હતી કે ના મારે સચિન સાથે લગ્ન નથી કરવા. ત્યાર બાદ મારા પપ્પાએ ઘણી વાર બધાને સમજાવ્યા પણ કોઈ સમજવા તૈયાર ન હતા.

રવિનાએ વધુમાં લખ્યું કે, સચિના પેન ડ્રાઈવ, લેપટોપ અને ફોનમાં મારા વિડીયો અને ફોટા છે. તે મને આ વિડીયો અને ફોટા બધાને મોકલીને બ્લેકમેલ કરે છે. મારા વિડીયો અને ફોટા બીજા શેમાં છે એ મને નથી ખબર પણ આ બધું મારા માર્યા પછી મિટાવી દેજો એટલે મારા લીધે મારા પરિવારના લોકોને વધુ કઈ તકલીફ ન પડે.

પપ્પા મને માફ કરજો સોરી, આ પગલું ભરતા પહેલા મેં તમને પૂછ્યું નથી પણ હવે હું આ બ્લેકમેલથી કોઈને મોઢું નથી બતાવી શકતી. લી રવિના રામજીભાઈ કાનાણી.

Bhavnagar

23 વર્ષની શિક્ષિકા 16 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ, પિતા પોલીસ પાસે પહોંચ્યા

0

23-year-old teacher chases away 16-year-old student

  • નોઈડાનાં સેક્ટર-123માં સ્થિત ઉન્નતિ વિહાર કોલોનીમાં રહેનારા વિજય શુક્લાએ આરોપ લગાવ્યો છે કે તેમના 16 વર્ષીય છોકરાને ટ્યૂશન ભણાવનારી 23 વર્ષીય ટીચરે તેનું અપહરણ કરેલ છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) નોઈડામાં એક ટીચર પોતાના જ 16 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હોવાનો બનાવ બન્યો છે. હવે વિદ્યાર્થીના પિતાએ પોલીસ સ્ટેશનમાં આ શિક્ષિકા (Teacher) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે.

શિક્ષિકા પાસે ટ્યુશનમાં જતો છોકરો :

વિગતો મુજબ, નોઈડાના સેક્ટર 123માં રહેનારી 23 વર્ષની શિક્ષિકા બાળકોને ઘરમાં ટ્યુશન ભણાવતી હતી. આ શિક્ષિકાના ઘરની સામે જ એક 16 વર્ષનો છોકરો રહેતો હતો. આ છોકરો પણ શિક્ષિકા પાસે ભણવા માટે જતો હતો. આ દરમિયાન જ બંને વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને રવિવારે બંને ઘરેથી ભાગી ગયા.

આંટીના ઘરેથી જવાનું કહીને શિક્ષિકા સાથે ભાગી ગયો છોકરો :

છોકરાના પિતાનું કહેવું છે કે, તેમનો દીકરો રવિવારે 1.30 વાગ્યે આન્ટીના ઘરે જવાની વાત કહીને નીકળ્યો હતો. જોકે મોડી સાંજ સુધી તે ઘરે પરત નહોતો ફર્યો. પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમના સગીર દીકરાને 22 વર્ષની શિક્ષિકા ફોસલાવીને ભગાડી ગઈ. હાલમાં પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે હતો પ્રેમ સંબંધ :

આ અંગે એડિશનલ ડીસીપી આશુતોષ દ્વિવેદીએ કહ્યું કે, ફરિયાદના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. જાણકારી મળી છે કે છોકરો શિક્ષિકા પાસે જ ટ્યુશન જતો હતો. પ્રેમ પ્રસંગની પણ વાત સામે આવી છે. સર્વેલાન્સ અને અન્ય માઘ્યમોથી બંનેની ભાળ મેળવવામાં આવી રહી છે. જલ્દી જ બંનેને શોધી કાઢવામાં આવશે.

આ પણ વાંચો :-

શિયાળામાં સતત વધી રહ્યું છે વજન ? તો આ વસ્તુઓ ખાવાથી જે ચરબી ચઢી હશે એ ઉતરી જશે !

Constantly increasing weight in winter

  • શિયાળાની સિઝન વિશે કહેવાય છે કે આ તો ખાવા-પીવાનો સમય છે. કારણ કે ગરમીમાં કે ચોમાસામાં લોકો વધારે ખોરાક લઈ નથી શકતા. તેથી આ ચાર મહિનામાં જ લોકો સારા પ્રમાણમાં ખોરાક લેતા હોય છે.

મોટાભાગના લોકોનું શિયાળાની ઋતુમાં (Winter season) વજન વધવાનું શરૂ થાય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે આ સિઝનમાં ખૂબ ભૂખ છે સાથે જ ખાદ્ય ચીજો પણ ઝડપથી પચાવી જાય છે. બીજી તરફ તમને ઠંડા વાતાવરણમાં ચાટ, પકોડા અને બીજા ઘણા મસાલેદાર નાસ્તા ખાવાનું પણ મન થાય છે.

વજન ન વધે તો પણ પેટની ચરબી વધી જાય છે. જો શિયાળાની ઋતુ વજન વધવાનું કારણ હોય તો આ સિઝનમાં કેટલીક વસ્તુઓ ખાઈને વજન ઘટાડવાનું પણ સરળતાથી કરી શકાય છે.

મેથી :

મેથી વજન ઘટાડવામાં અસરકારક છે. મેથીના પાનમાં ફાઈબર ભરપૂર હોય છે. તેમાં વિટામિન, મિનરલ્સ, પોટેશિયમ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો હોય છે. શિયાળામાં મેથીના પરોઠા, રાયતા અને બ્રાઉન રાઈસ મેથીમાં ઉમેરીને પુલાવ બનાવી શકાય છે. મેથી ખાવાથી વજન કંટ્રોલ રહે છે અને પેટની ચરબી પણ ઓછી થાય છે.

ગાજર :

ગાજરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ અને આયર્ન જેવા ઘણા આવશ્યક પોષક તત્વો ભરપૂર હોય છે. ગાજર આંખોની રોશની વધારે છે તેમજ ત્વચાને ચમકતી બનાવે છે. બીજી તરફ પેટની ચરબી ઘટાડીને સ્લિમ-ટ્રીમ લુક જોઈતો હોય તો રોજ સવારે એક ગ્લાસ ગાજરનો રસ પીવો જ જોઈએ.

બીટ :

શિયાળામાં બીટ ખાવું ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં એનિમિયાને રાહત આપે છે. અને માત્ર 3-4 દિવસમાં તમારી ત્વચા પર કુદરતી ચમક જોવા મળશે. બીટરૂટમાં વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે. બીટ રૂટ ખાવાથી વજન સરળતાથી ઓછું થાય છે.

આ પણ વાંચો :-