Home Blog Page 1191

શું તમારું બાઈક શિયાળામાં નથી ચાલી રહ્યું ? અપનાવો આ યુક્તી અને થઈ જશે ચાલુ

Is your bike not running in winter?

  • લાંબા સમય સુધી બાઈક પાર્ક કરવામાં આવે ત્યારે બેટરી ડિસ્ચાર્જ થવાની ફરિયાદ રહે છે. વધુમાં કાર્બોરેટર જામ થઈ જાય છે. જો તમારી બેટરી પૂરી રીતે ડિસ્ચાર્જ થઈ ગઈ હોય અને બાઈક સ્ટાર્ટ ન થઈ રહી હોય તો સૌથી પહેલા કાર્બોરેટર ચેક કરો.

શિયાળાની ઋતુમાં (Winter season) બાઈકની બેટરી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જવી એ સામાન્ય બાબત છે. ઘણી વખત એવું બને છે કે તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરની બહાર નીકળો અને તમારી બાઈક સ્ટાર્ટ (Start the bike) જ ના થાય. આવી સ્થિતિમાં મૂડ બગડી જાય છે.

એવું લાગે છે કે બાઈકમાં કોઈ મોટી સમસ્યા છે અને તેઓએ તેને મિકેનિક પાસે લઈ જવું પડશે. જો આવી પરિસ્થિતિ તમારી સામે આવે છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવાની છે. જે અમે નીચે જણાવવા જઈ રહ્યા છીએ. આનાથી તમે સરળતાથી તમારી બાઈક સ્ટાર્ટ કરી શકો છો.

લાંબા સમય સુધી બાઈક પાર્ક કરવામાં આવે ત્યારે બેટરી ડિસ્ચાર્જ થવાની ફરિયાદ રહે છે. વધુમાં કાર્બોરેટર જામ થઈ જાય છે. જો તમારી બેટરી પૂરી રીતે ડિસ્ચાર્જ થઈ ગઈ હોય અને બાઈક સ્ટાર્ટ ન થઈ રહી હોય તો સૌથી પહેલા કાર્બોરેટર ચેક કરો. જો તમને શંકા છે કે કાર્બોરેટર જામ થઈ ગયું છે. તો તમારે બાઈકના એન્જિનની બહાર જોડાયેલી પેટ્રોલ પાઈપને બહાર કાઢીને પેટ્રોલના થોડા ટીપાં નાખવા પડશે.

આનાથી કાર્બોરેટરમાં અટવાયેલો કચરો બહાર આવશે અને પાઈપ ફરીથી જોડવાથી બાઈક સ્ટાર્ટ થઈ જશે. જો તમારી બાઈકનું કાર્બોરેટર જામ નથી થયું છતાં પણ તમારી બાઈક સ્ટાર્ટ નથી થઈ રહી. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત બાઈકને સ્ટેન્ડ પર રાખવાની છે અને 3જા અને ચોથા અથવા ગિયર પર તમારે પાછળના વ્હીલ્સને ઝડપથી સ્પિન કરવું પડશે અને તમે જોશો કે તમારી બાઈક ચાલુ થઈ જશે.

આ સદાબહાર યુક્તી અપનાવો :

તેનાથી પણ વધુ સરળ એ સદાબહાર પદ્ધતિ છે. તમારે બાઈકને 3જા કે 4થા ગિયર પર દબાણ કરીને અમુક અંતર સુધી સ્પીડ વધારવી પડશે અને અચાનક ક્લચ છોડવાથી તમારી બાઈક સ્ટાર્ટ થઈ જશે. હવે તમે જ્યાં ઈચ્છો ત્યાં સરળતાથી જઈ શકો છો. ડિસ્ચાર્જ થયેલી બેટરી પણ અમુક અંતરની મુસાફરી પછી ચાર્જ થવા લાગશે. તમારો સમય અને મિકેનિક ખર્ચ બંને બચશે.

આ પણ વાંચો :-

 

કેમ અચાનક ચર્ચામાં આવ્યા યુવા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી, શું છે બાગેશ્વર ધામ, તમે પણ જાણો સમગ્ર વિવાદ

0

Why did the young storyteller Dhirendra Shastri

  • મધ્ય પ્રદેશનાં બાગેશ્વર ધામનાં કથિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની હરકતો પર ફરી વિવાદ મચી ગયો છે. તેના પર ધર્મનાં નામે લોકોને ગેરમાર્ગે દોરવાનાં આક્ષેપ થઈ રહ્યા છે. જો કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધને પોતાના વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું છે.

લોકોનાં મનની વાત જાણી લેવાનો દાવો કરનાર બાઘેશ્વર સરકારના નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) વિવાદોમાં ઘેરાઈ ગયા છે. આ વખતે વિવાદોથી તેમનો સામનો નાગપુરમાં થયો છે. તેના પર આરોપ છે કે તે જાદૂ-ટોણાના નામે અંધ-વિશ્વાસ (Superstition) ફેલાવી રહ્યો છે.

મહારાષ્ટ્રના નાગપુરની સંસ્થા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધ વિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવતા તેમને નાગપુરના મંચ પર આવીને ચમત્કાર દેખાડવાનો પડકાર ફેંક્યો હતો. જો તે આમ ન કરી શકે તો કોર્ટમાં કેસનો સામનો કરવાની તૈયારી રાખવા પણ કહેવાયું હતું. જેની સામે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કંઈક આવો જવાબ આપ્યો.

આટલું જ નહીં ધીરેન્દ્ર શાસ્ત્રીનું એમ પણ કહેવું છે કે મેં ક્યારેય દાવો નથી કર્યો કે હું ભગવાન છું, કે હું ચમત્કાર કરું છું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની સામે કરાયેલી ફરિયાદને પણ પાયાવિહોણી ગણાવી દીધી છે. સાથે જ પોતાના વિરોધીઓને સનાતન ધર્મના વિરોધીઓ ગણાવી દીધા.

આ નિવેદન આપીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના બચાવની તૈયારી કરી લીધી છે, જો કે હવે તે વિવાદમાં ફસાઈ ચૂક્યો છે. તેના વિવાદો પર નજર કરીએ તે પહેલાં જાણી લઈએ કે આખરે આ બાગેશ્વર ધામ છે શું અને તેની સાથે ધીરેન્દ્રને શું લેવાદેવા છે. બાગેશ્વર ધામ મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં આવેલું એક ધામ છે, જ્યાં આવેલું હનુમાનજીનું મંદિર સ્વયંભૂ હોવાનું જણાવાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આ જ બાગેશ્વર ધામનો પીઠાધીશ્વર બની બેઠો છે. તેના પર અંધવિશ્વાસ ફેલાવવાનો આક્ષેપ થાય છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ નાગપુરની સંસ્થાના સંચાલકો સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેનું કારણ એ છે કે તેને ચમત્કાર દેખાડવાનો પડકાર ફેંકવામાં આવ્યો હતો. જો તેઓ આમ કરી શકે તો 30 લાખ રૂપિયા આપવાની પણ વાત કરાઈ હતી. જો કે ધીરેન્દ્રએ આ ઓફરનો અસ્વીકાર કરતા બે દિવસ પહેલા જ કથા સમાપ્ત કરી દીધી અને એમપી પરત આવી ગયા. હવે નાગપુરની સંસ્થાએ તેના આધારે ધીરેન્દ્રની ધરપકડ કરવાની માગ કરી છે. જેને જોતાં ધીરેન્દ્ર રોષે ભરાયો છે.

જાણો કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી :

ધીરેન્દ્ર શાસ્ત્રીએ 15 વર્ષની ઉંમરથી જ જાણીતો થઈ ગયો અને ધીરુથી ધીરેન્દ્ર શાસ્ત્રી બની ગયો. મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં 1996માં જન્મેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મૂળ નામ ધીરેન્દ્ર ગર્ગ છે. તેનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેના પિતા ગામમાં પુરોહિતનું કામ કરતા હતા.

ધીમે ધીમે ધીરેન્દ્ર કથા કરવા લાગ્યો અને તેની કથામાં લોકોને રસ પડતો. 2009માં તેણે પાડોશના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું અને તે જાણીતો થઈ ગયો. તેની કથામાં હજારો લોકો આવે છે. જો કે તેણે મનની વાત જાણી લેવાના દાવા કરીને વિવાદો પણ સર્જયા છે. તેના પર ઢોંગી હોવાના આક્ષેપ પણ કરાય છે. હવે જોવું એ રહેશે કે આ મામલો ક્યાં જઈને અટકે છે.

આ પણ વાંચો :-

નવી સંસદમાં લોકસભા તૈયાર, પહેલીવાર સામે આવી અંદરની તસવીર, જોઈને દંગ રહી જશો

0

The Lok Sabha is ready in the new parliament

  • કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે બજેટ સત્રનું આયોજન નવા સંસદ ભવનમાં જ કરવામાં આવે.

બજેટના પહેલા તબક્કાની બેઠક 30-31 જાન્યુઆરીએ બોલાવવામાં આવે છે. નવા સંસદ ભવનનો હોલ તૈયાર થઈ ગયો છે. લોકસભા હોલની અંદરની તસવીર સામે આવી છે. જેમાં લોકસભા ખુબ ભવ્ય અને વિશાળ દેખાય છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Govt) આ વર્ષે થનારા રાષ્ટ્રપતિના (President) સંયુક્ત સંબોધનને સંસદના નવા ભવનમાં કરાવવાની તૈયારીમાં છે. એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ વર્ષનું બજેટ પણ સંસદના નવા હોલમાં જ રજૂ કરવામાં આવે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે બજેટ સત્રનું આયોજન નવા સંસદ ભવનમાં જ કરવામાં આવે. બજેટના પહેલા તબક્કાની બેઠક 30-31 જાન્યુઆરીએ બોલાવવામાં આવે છે. સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ બંને સદનને સંયુક્ત રીતે સંબોધન કરે છે. તેના બીજા દિવસે લોકસભામાં બજેટ રજૂ કરાય છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ વખતનું બજેટ નવા ભવનમાં રજૂ કરાશે.

નવું સંસદ ભવન હાલના સંસદ ભવન કરતા મોટું, આકર્ષક અને આધુનિક સુવિધાઓથી લેસ હશે. 64,500 સ્કેવર મીટરમાં તૈયાર થઈ રહેલા નવા સંસદ ભવનને બનાવવાનું કામ ટાટા પ્રોજેક્ટ કરે છે. સંસદ ભવનના નવા બિલ્ડિંગમાં ઓડિયો વીઝ્યુઅલ સિસ્ટમ સાથે જ ડેટા નેટવર્ક સુવિધાનો પણ પૂરેપૂરો ખ્યાલ રખાયો છે.

સંસદના નવા ભવનમાં 1224 સાંસદોના બેસવાની સુવિધા છે. એટલે કે એક વખતમાં 1224 સાંસદ બેસી શકે છે. જેમાં 888 સાંસદ લોકસભામાં અને 384 સાંસદ રાજ્યસભામાં બેસી શકશે. નવા બિલ્ડિંગમાં સેન્ટ્રલ હોલ નહીં હોય. લોકસભા હોલમાં જ બંને સદનોના સાંસદ બેસી શકશે. નવા ભવનમાં એક સુંદર બંધારણ કક્ષ પણ બનાવવામાં આવ્યો છે.

સંસદના નવા ભવનમાં લાઉન્જ, લાઈબ્રેરી, કમિટી હોલ, કેન્ટીન, અને પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ ભવન સંપૂર્ણ રીતે ભૂકંપના આંચકા ઝેલી શકે તેવું છે. જેની ડિઝાઈન HCP ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે. ચાર માળના આ નવા સંસદ ભવનને બનાવવા પાછળ 971 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ પણ વાંચો :-

કેન્સર સામે જંગ જીતી પણ હવે આ ગંભીર બીમારીની ઝપેટમાં આવી સાઉથની આ લોકપ્રિય અભિનેત્રી, બોલી, ‘હું મારો….’

This popular South actress who won the battle against

  • મમતા મોહનદાસે થોડા વર્ષો પહેલા કેન્સરને માત આપી હતી પણ હવે તેની આ બીમારીના સમચારે તેના ચાહકોના દિલ તોડી નાખ્યા છે.

સાઉથ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી મમતા મોહનદાસે (Mamata Mohandas) હાલ જ તેના સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને એ પોસ્ટમાં તેની બિમારી વિશે મોટો ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે અભિનેત્રી ઓટોઈમ્યુન ડિસીઝ વિટિલિગોથી (Autoimmune Disease Vitiligo) પીડિત છે અને આ વિશે તેને પોતાની પોસ્ટમાં માહિતી આપી છે. આ સાથે જ મમતા મોહનદાસે થોડા વર્ષો પહેલા કેન્સરને માત આપી હતી પણ હવે તેની આ બીમારીના સમચારે તેના ચાહકોના દિલ તોડી નાખ્યા છે.

ગંભીર બીમારીથી પીડિત મમતા મોહનદાસ :

મમતા મોહનદાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેના ચહેરા પર સ્મિત સાથે હાથમાં કોફીનો મગ જોઈ શકાય છે અને ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રિય સુર્ય, હું તને ગળે લગાવી રહી છું જેમ મેં પહેલાં તને ક્યારેય ગળે નથી લગાવ્યો. એટલા માટે મારા ચહેરામાં ફોલ્લીઓ છે અને હું મારો રંગ ગુમાવી રહી છું…. દરરોજ સવારે હું તમારી સમક્ષ જાગું છું. ઝાકળમાંથી તમારું પ્રથમ કિરણ નીકળતું જોવા માટે. તમારી પાસે જે છે તે મને આપો, કારણ કે હું હંમેશ માટે ઋણી રહીશ.

કેન્સરને આપી ચૂકી છે માત :

જણાવી દઈએ કે છે મમતા મોહનદાસે આ પોસ્ટમાં જ ઓટોઈમ્યુન ડિસીઝ પાંડુરોગ એટલે કે વિટીલિગોના હેશટેગ્સનો પણ ઉપયોગ કર્યો છે.આ પછીથી અભિનેત્રીની આ પોસ્ટ પર તેના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેને હિંમત ન હર માટે કહી રહ્યા છે. જણાવી દઈએ કે મમતાની પોસ્ટ પર તેના એક ચાહકે લખ્યું છે કે, ‘તમે ખરેખર ખૂબ જ શક્તિશાળી મહિલા છો. અમને બધાને આવી જ પ્રેરણા આપતા રહો’. સાથે જ અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘તમે ફાઈટર છો અને જલ્દી સ્વસ્થ થઈ જશો.’

જણાવી દઈએ કે મમતા મોહનદાસે કેન્સરને હરાવ્યું છે. એ સમયે તેને અમેરિકામાં આ રોગની સારવાર કરાવી હતી અને સારવાર પછી તે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ હતી પણ હવે તે ઓટોઈમ્યુન ડિસીઝ વિટિલિગોથી પીડિત છે, જેના કારણે તે ખૂબ જ નબળાઈ અનુભવી રહી છે. વર્ષ 2014માં તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની કેન્સરની બીમારી વિશે ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો :-

શુભમન ગિલને જોઈને સ્ટેડિયમમાં ‘સારા-સારા’ના નારા લાગ્યા, વીડિયો વાયરલ

Seeing Shubman Gill, there were chants of ‘Sara-Sara’

  • શુભમનની બેવડી સદી ફટકારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં શુભમન ગિલનું નામ બોલવાને બદલે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકોએ ક્રિકેટરને સામે જોઈને ‘સારા-સારા’ બોલવાનું શરૂ કરી દીધું હતું.

શુભમન ગિલ (Shubman Gill) આ દિવસોમાં ચર્ચામાં છે. અંગત જીવનમાં તેમજ ક્રિકેટના મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે પણ તે ઘણો ચર્ચામાં છે. ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર બેટસમેન પોતાની બેટિંગની સાથે સાથે ડેટિંગના સમાચારોને કારણે હેડલાઈન્સમાં રહે છે. ભારત-ન્યૂઝીલેન્ડ (India-New Zealand) મેચમાં શાનદાર ઓપનિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા.

શુભમનની બેવડી સદી ફટકારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. પરંતુ આ વીડિયો ન્યૂઝીલેન્ડની મેચનો નથી પરંતુ શ્રીલંકા સાથેની મેચનો છે. જેમાં શુભમન ગિલનું નામ બોલવાને બદલે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકોએ ક્રિકેટરને સામે જોઈને ‘સારા-સારા‘ બોલવાનું શરૂ કરી દીધું હતું. શુભમન ગિલનું નામ સારા અલી ખાન અને સારા તેંડુલકર બંને સાથે જોડાયેલું હોવાથી મૂંઝવણ છે.

શુભમન ગિલનું નામ બે છોકરીઓ સાથે જોડાયેલું છે અને સંયોગ જુઓ બંનેનું નામ સારા છે. બેવડી સદી ફટકારનારા ક્રિકેટર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ક્રિકેટના મેદાનમાંથી શુભમનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ‘સારા-સારા‘ ના નારા લગાવી રહ્યા છે.

સારા અલી કે સારા તેંડુલકર ?

હવે ચાહકો સારા અલી ખાન કે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનું નામના નારા લગાવી રહ્યા છે, તેને લઈને મૂંઝવણ છે. શુભમન ગિલનું નામ સારા તેંડુલકર સાથે પણ જોડાયેલું છે અને તે ઘણી વખત સારા અલી ખાન સાથે જોવા મળ્યો છે.

શુભમન સારા અલી સાથે જોવા મળ્યો હતો :

તમને જણાવી દઈએ કે આ પહેલા શુભમન ગિલ વિશે સમાચાર આવ્યા હતા કે તે ક્રિકેટર સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સારા અલી ખાનનું નામ જોડાઈ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં સારા અલી ખાન અને શુભમન જયપુર એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. એવી અટકળો પણ ચાલી રહી હતી કે બંનેએ નવું વર્ષ એકસાથે સેલિબ્રેટ કર્યું હતું. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

આ પણ વાંચો :-

 આ ટ્રીકથી તમારો ફોન બની જશે Smart TV, જોઈને તમારા મિત્ર પણ કહેશે- આ કયું ટીવી

With this trick, your phone will become a Smart TV

  • સ્માર્ટફોન્સ અને સ્માર્ટ ટીવીની કિંમત ઘણી વધી ગઈ છે. ભારતમાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન અને મોટાભાગોના ઘરોમાં સ્માર્ટ ટીવી છે.

પરંતુ જે સિંગલ છે અથવા પછી ઘરથી દૂર રહે છે. તેમની પાસે TV નથી હોતી, તેઓ સ્માર્ટ ફોનથી જ કામ ચલાવે છે. જો તમે TV નથી લેવા માંગતા અને ઈચ્છો છો કે થોડી મોટી સ્ક્રીનમાં (Big screen) શો અથવા મૂવીની મજા ઉઠાવી શકાય તો અમે તમને એવી ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમારો ફોન સ્માર્ટ ટીવી (Phone Smart TV) બની જશે. આવો જણાવીએ કેવી રીતે.

Wooden TV Shape Mobile Magnifier Glass :

જેનાથી સ્માર્ટ ટીવી બની જશે. તેનું નામ Mobile Magnifier Glass છે. ઇ-કોમર્સ વેબસાઈટસ પર ઘણા પ્રકારના મોબાઈલ મેગ્નીફાયર ગ્લાસ આવે છે. આ દેખાવામાં મોબાઈલ સ્ટેંડ જેવા હોય છે. પરંતુ તેમાં ફોનની સ્ક્રીન મોટી જોવા મળે છે. XSOURCE નામની કંપની એક ટીવીના શેપનું મોબાઈલ સ્ટેંડ લાવી છે. જે ફોનને ટીવીમાં બદલી દે છે. તેની ડિઝાઈન બિલકુલ ટીવી જેવી છે. પાછળના ભાગથી ફોનને અંદર નાખવામાં આવે છે. જો તમે ફોનમાં મૂવી ચાલુ કરો છો તો આ સ્ટેંડની મદદથી સ્ક્રીન મોટી દેખાશે. જેને તમે દૂરથી સરળતાથી જોઈ શકો છો. આ લાકડાનું છે. એટલે સરળતાથી ખરાબ નઈ થાય.

Wooden TV Shape Mobile Magnifier Glass Price :

Wooden TV Shape Mobile Magnifier Glassને ઓનલાઇન માર્કેટથી ખરીદી શકાય છે. પરંતુ એમેઝોન પર હાલમાં ઘણી ઓછી કિંમતમાં મળે છે. એમેઝોનથી તેને માત્ર 890 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો :-

હાર્દિક પંડ્યા OUT નહોતો ? સોશ્યલ મીડિયામાં હાઈવોલ્ટેજ ડ્રામા, લોકો બોલ્યા- અમ્પાયરે કયો નશો કર્યો છે ?

0

Hardik Pandya was not out?

  • હાર્દિક પંડ્યાને થર્ડ એમ્પાયરે ખોટો આઉટ આપ્યો. ત્યારબાદ સોશિયલ મીડિયામાં હોબાળો થયો છે.

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચ યોજાઈ. આ મેચમાં શુભમન ગિલે (Shubman Gile) આક્રમક સદી ફટકારી. તો એક સમયે હાર્દિક પંડ્યા પણ તેમને સારો સાથ આપી રહ્યાં હતા. પરંતુ થર્ડ એમ્પાયરના એક ખોટા નિર્ણય બાદ હાર્દિકને આઉટ થઈને પેવેલિયન (The pavilion) ફરવું પડ્યું.

જેનાથી મોટો હોબાળો થયો. હાર્દિક પંડ્યા આ મેચમાં સારી બેટીંગ કરી રહ્યાં હતા અને આ ખેલાડી 28 રન બનાવીને ક્રીઝ પર રમી રહ્યાં હતા. પરંતુ ત્યારે 40મી ઓવરના ચોથા બોલમાં કઈક એવું થયું જેને પગલે હોબાળો થયો છે. આ ઓવર ડેરિલ મિચેલ નાખી રહ્યાં હતા ત્યારે થર્ડ મેન તરફ એક શોટ રમવાના ચક્કરમાં હાર્દિક ચૂકી ગયા અને બોલ સીધો વિકેટ કીપર ટોમ લેથમના હાથમાં આવી ગયો.

થર્ડ એમ્પાયરે બધાને ચોંકાવતા હાર્દિકને આઉટ જાહેર કર્યો :

ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમે અપીલ કરી અને એમ્પાયરના નિર્ણયને થર્ડ એમ્પાયરની પાસે મોકલી દેવામાં આવ્યો. રીપ્લેમાં પહેલા જોવામાં આવ્યું કે શું બોલ હાર્દિકના બેટને તો વાગી નથી ને. પરંતુ આમ ન હતું અને બોલ ઘણો ઉપરથી જતો હતો. આ આખી ઘટના દરમ્યાન લેથમના મોજામાંથી સ્ટમ્પસની ઉપરથી બેલ્સ પણ પડી ગઇ હતી. રીપ્લેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી કે બોલ વિકેટની ખૂબ ઉપરથી જતી હતી. પરંતુ થર્ડ એમ્પાયરે બધાને ચોંકાવતા હાર્દિકને આઉટ જાહેર કર્યો.

પ્રશંસકો પણ આ નિર્ણયથી નાખુશ  :

થર્ડ એમ્પાયરના આ નિર્ણયથી ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકો ઘણા હેરાન જોવા મળ્યાં. એમ્પાયરના આ નિર્ણયના થોડા સમય બાદ ‘નોટઆઉટ‘ અને હાર્દિક પંડ્યા ટવિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા. લોકોએ આ મામલે પોતાની ખૂબ ભડાસ કાઢી છે અને ગુસ્સો કરવાની વાત પણ બનતી હતી કારણકે આટલી ટેકનોલોજી અને આટલી વખત રિપ્લે જોયા બાદ પણ એમ્પાયર ખોટા નિર્ણય આપે છે તો ગુસ્સો કરવાની વાત છે.

આ પણ વાંચો :-

 

આલિયા ભટ્ટની જેમ જ આ હિરોઈન પણ આપી શકે છે GOOD NEWS, 3 બાળકોની માં બનવાનું છે સ્વપ્ન

Like Alia Bhatt, this heroine can also give GOOD NEWS

  • દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહની (Ranveer Singh) જોડીને બોલિવૂડનું સુપર પાવર કપલ માનવામાં આવે છે. દીપિકા અને રણવીરના (Deepika and Ranveer Marriage) લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે. પરંતુ આ કપલે હજુ સુધી બેબીનું પ્લાનિંગ કર્યું નથી.

દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહની (Ranveer Singh) જોડીને બોલિવૂડનું સુપર પાવર કપલ માનવામાં આવે છે. દીપિકા અને રણવીરના (Deepika and Ranveer Marriage) લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે.

પરંતુ આ કપલે હજુ સુધી બેબીનું પ્લાનિંગ કર્યું નથી. પરંતુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Alia Bhatt and Ranbir Kapoor Baby)ના ઘરમાં કિલકારિયાં ગુજવાના સમાચાર બાદ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ વર્ષે દીપિકા પાદુકોણ (Deepika Padukone Pregnancy)ના પણ ઘરે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આ વાત અમે નહીં પરંતુ દીપિકાએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહી છે.

દીપિકા પાદુકોણ વર્ષ 2023માં સારા સમાચાર આપશે ?

એક જૂના ઈન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે (Deepika Padukone Interview) પોતાના 10 વર્ષના પ્લાન વિશે વાત કરતા કહ્યું હતું કે, ’10 વર્ષમાં તે એવી જગ્યાએ હશે જ્યાં તેની આસપાસ 3 બાળકો રમતા હશે. જેમને તે શૂટિંગમાં લઈ જશે. તેમનો એક નાનો અને હસતો પરિવાર હશે. દીપિકાએ એમ પણ કહ્યું હતું કે ‘તે પોતાનું અભિનય કરવાનું ચાલુ રાખશે’.

તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ (Deepika Padukone on Pregnancy) એ વર્ષ 2013માં રાજીવ મસંદના રાઉન્ડ ટેબલ શોમાં પોતાના 10-વર્ષના પ્લાન વિશે વાત કરી હતી. ‘પઠાણ‘ અભિનેત્રી (Pathaan Actress Deepika) એ પછી 3 બાળકોની ઈચ્છા અને ગર્ભાવસ્થા વિશે પોતાના વિચારો જણાવ્યા. આ જ સમયે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બેબીના લગ્નને પણ 4 વર્ષ પૂરા થઈ ગયા છે. દીપિકા-રણવીરના લગ્ન 2018 માં થયા હતા. જ્યારે આલિયા-રણબીર (Alia Ranbir Baby Name) માતા પિતા બન્યા ત્યારથી દીપિકાના ચાહકો પણ સારા સમાચાર વિશે અનુમાન લગાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

ઉસૈન બોલ્ટના ખાતામાંથી 103 કરોડ રૂપિયા ગાયબ, આ વ્યક્તિ પર લાગ્યો આરોપ

103 crore rupees missing from Usain Bolt’s account

  • આઠ વાર ઓલિમ્પિક પદક જીતી ચૂકેલા ઉસૈન બોલ્ટને આટલા પૈસા ગાયબ થઈ જતા મોટો ઝટકો લાગ્યો છે. તેનું આ રોકાણનું ખાતું જમૈકાની એક ખાનગી કંપનીમાં હતું. જેની જાણકારી તેના વકીલે આપી છે. અને કંપનીને 10 દિવસનો સમય ઉસૈન બોલ્ટના નાણાં પાછા આપવા માટે અપાયો છે. નહીં તો કાયદાકીય પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.

ઓલિમ્પિક ચેમ્પિયન ઉસૈન બોલ્ટના (Olympic champion Usain Bolt) ખાતામાંથી 103 કરોડ રૂપિયા એટલે કે લગભગ 12.7 મિલિયન ડોલર ગાયબ થઈ ગયા છે. તેણે રોકાણ ફર્મમાંથી (Investment Firm) પોતાના ખાતામાંથી ગાયબ થયેલા 103 કરોડ રૂપિયા પાછા આપવાની માંગણી કરી છે.

બોલ્ટના વકીલ લિટન ગાર્ડને કહ્યું કે ગયા અઠવાડિયે બોલ્ટને સૂચના આપવામાં આવી કે તેના કિંગ્સ્ટન સ્થિતિ સ્ટોક્સ (Kingston Position Stocks) અને સિક્યોરિટી લિમિટેડ ફર્મના ખાતામાં માત્ર 9.77 લાખ રૂપિયા (12 હજાર ડોલર) જ બચ્યા છે. તો કંપની પૈસા પાછા નહીં આપે તો તે કોર્ટમાં કેસ કરશે.

આઠ વાર ઓલિમ્પિક પદક જીતી ચૂકેલા ઉસૈન બોલ્ટને આટલા પૈસા ગાયબ થઈ જતા મોટો ઝટકો લાગ્યો છે. તેનું આ રોકાણનું ખાતું જમૈકાની એક ખાનગી કંપનીમાં હતું. જેની જાણકારી તેના વકીલે આપી છે. અને કંપનીને 10 દિવસનો સમય ઉસૈન બોલ્ટના નાણાં પાછા આપવા માટે અપાયો છે. નહીં તો કાયદાકીય પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.

36 વર્ષના ઉસૈન બોલ્ટને ધરતી પરના સૌથી ફાસ્ટ દોડતા લોકોમાંથી એક માનવામાં આવે છે. 2008માં બેઈજિંગ ઓલિમ્પિકમાં જીતીને તેમણે દુનિયામાં સનસનાટી મચાવી દીધી હતી. તેઓ 100 મીટર અને 200 મીટર એમ બંને દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. સાથે જ 100 મીટર રીલેમાં તેમની ટીમને ગોલ્ડ મળ્યો હતો. જો કે બાદમાં તેમની ટીમના એક સભ્યનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મેડલ છીનવાયો હતો. બાદમાં તેને લંડન ઓલિમ્પિકમાં 3 અને 2016 ઓલિમ્પિકમાં અન્ય 3 મેડલ મળ્યા હતા.

આ પણ વાંચો :-

લકી છે લકી કરીને ઘર આગળ જૂની ગાડી મુકી રાખી હોય તો સાવધાન જઈ શકે છે ભંગારમાં..

0

Lucky is lucky, if an old car is left in front of the house

  • આવા વાહનો ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. જો ફિટનેસ સેન્ટરમાં ફેઈલ થશે તો તે વાહનન ભંગારવાડામાં જશે. વાહન વ્યવહાર વિભાગના સુત્રોના મતે જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતમાં ખાનગી ફિટનેસ સેન્ટરો શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ૪૫ લાખથી વધુ વાહનો ૧૫ વર્ષ જૂના છે. આ તમામ વાહનો ભંગારમાં નાખવાનો ખતરો છે.

નીતિન ગડકરીએ (Nitin Gadkari) નવા નિયમો જાહેર કર્યા છે. જેને કારણે 15 વર્ષ જૂના તમામ વાહનો ભંગારવાડામાં ન જાય એ માટે તમારે ફિટનેસ પોલીસી (Fitness Policy) કરાવવી પડશે. રિન્યુઅલ થયેલા વાહનો સામે પણ કાર્યવાહી થશે. 15 વર્ષ જૂના તમામ વાહનો માટે 1 એપ્રિલથી નવા નિયમો આવી રહ્યાં છે. સ્ક્રેપિંગ પોલીસીનો અમલ કરવા રાજ્ય વાહન વ્યવહાર (State Transport) વિભાગે તૈયારી આદરી છે. ૧૫ વર્ષ જુનું વાહન હશે તો તે માર્ગ પર દોડી શકશે નહી.

આવા વાહનો ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. જો ફિટનેસ સેન્ટરમાં ફેઈલ થશે તો તે વાહનન ભંગારવાડામાં જશે. વાહન વ્યવહાર વિભાગના સુત્રોના મતે જાન્યુઆરીના અંત  સુધીમાં ગુજરાતમાં ખાનગી ફિટનેસ સેન્ટરો શરૂ થઇ જશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ૪૫ લાખથી વધુ વાહનો ૧૫ વર્ષ જૂના છે. આ તમામ વાહનો ભંગારમાં નાખવાનો ખતરો છે. વાહનોની ફિટનેસ જાણવા માટે કમ્પ્યુરાઈઝ્ડ ફિટનેસ સેન્ટર શરૂ કરવા ગુજરાતમાં તૈયારીઓ આરંભાઈ છે.

વાહન વ્યવહાર વિભાગે નિયત ધારાધોરણો આધારે અત્યાર સુધીમાં કુલ ૨૪૦ ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી આપી છે. આ ખાનગી ફિટનેસ સેન્ટરોમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગે ફિટનેસ સેન્ટરના સંચાલકો અને વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે.

ખાનગી કંપનીઓને વધુમાં વધુ ૧૦ ખાનગી ફિટનેસ સેન્ટર ખોલવા મંજૂરી અપાય છે. સૂત્રોના મતે, ખાનગી ફિટનેસ સેન્ટરમાં રૂા.૨૦૦ ફી ચૂકવીને ૧૫ વર્ષ જૂના વાહનનું ફિટનેસ જાણી શકાશે. વાહન માલિકને બે વાર તક અપાશે. જો બીજી વાર વાહન ફિટનેસમાં ફેલ થશે તો વાહનને ભંગારવાડામાં મોકલાશે.

એટલું જ નહીં નવું વાહન ખરીદવા માટે રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં મુક્તિ આપવા પ્રોત્સાહન આપવા વિચારણા ચાલી રહી છે. સ્ક્રેપિંગ પોલીસી હેઠળ સમગ્ર દેશમાં પહેલીવાર ગુજરાતમાં ખાનગી ફિટનેસ સેન્ટર શરૂ થઈ જશે.

ફિટનેસ સેન્ટર માટે કેન્દ્ર સરકાર દ્વારા આ સપ્તાહમાં જ મંજૂરી મળી જાય તેવી સંભાવના છે. સુરતમાં સૌથી પહેલું ફિટનેસ સેન્ટર પણ શરૂ કરાશે. ખાનગી ફિટનેસ સેન્ટરમાં વાહન ફિટનેસ જાણીને વાહનમાલિકને ફિટને પ્રમાણપત્ર આપવામાં આવશે. ખાનગ ફિટનેસ સેન્ટરમાં ગેરરીતી થવાની શક્યતા રહેલી છે તે જોતા રાજ્ય વાહન વ્યવહાર વિભાગે સરકારી ફિટનેસ સેન્ટર શરૂ કરવા નક્કી કર્યુ છે.

જો તમને એમ લાગે કે તમારું વાહન ફીટ છે અને પ્રામણપત્ર નથી મળી રહ્યું તો તમે સરકારી ફિટનેસ સેન્ટરમાં પણ અરજી કરો શકો છે. આ માટે સરકાર બાવળા અને અંજારમાં સરકારી ફિટનેસ સેન્ટર ખોલવા જઈ રહી છે.

આ પણ વાંચો :-