હાર્દિક પંડ્યા OUT નહોતો ? સોશ્યલ મીડિયામાં હાઈવોલ્ટેજ ડ્રામા, લોકો બોલ્યા- અમ્પાયરે કયો નશો કર્યો છે ?

Share this story

Hardik Pandya was not out?

  • હાર્દિક પંડ્યાને થર્ડ એમ્પાયરે ખોટો આઉટ આપ્યો. ત્યારબાદ સોશિયલ મીડિયામાં હોબાળો થયો છે.

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચ યોજાઈ. આ મેચમાં શુભમન ગિલે (Shubman Gile) આક્રમક સદી ફટકારી. તો એક સમયે હાર્દિક પંડ્યા પણ તેમને સારો સાથ આપી રહ્યાં હતા. પરંતુ થર્ડ એમ્પાયરના એક ખોટા નિર્ણય બાદ હાર્દિકને આઉટ થઈને પેવેલિયન (The pavilion) ફરવું પડ્યું.

જેનાથી મોટો હોબાળો થયો. હાર્દિક પંડ્યા આ મેચમાં સારી બેટીંગ કરી રહ્યાં હતા અને આ ખેલાડી 28 રન બનાવીને ક્રીઝ પર રમી રહ્યાં હતા. પરંતુ ત્યારે 40મી ઓવરના ચોથા બોલમાં કઈક એવું થયું જેને પગલે હોબાળો થયો છે. આ ઓવર ડેરિલ મિચેલ નાખી રહ્યાં હતા ત્યારે થર્ડ મેન તરફ એક શોટ રમવાના ચક્કરમાં હાર્દિક ચૂકી ગયા અને બોલ સીધો વિકેટ કીપર ટોમ લેથમના હાથમાં આવી ગયો.

થર્ડ એમ્પાયરે બધાને ચોંકાવતા હાર્દિકને આઉટ જાહેર કર્યો :

ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમે અપીલ કરી અને એમ્પાયરના નિર્ણયને થર્ડ એમ્પાયરની પાસે મોકલી દેવામાં આવ્યો. રીપ્લેમાં પહેલા જોવામાં આવ્યું કે શું બોલ હાર્દિકના બેટને તો વાગી નથી ને. પરંતુ આમ ન હતું અને બોલ ઘણો ઉપરથી જતો હતો. આ આખી ઘટના દરમ્યાન લેથમના મોજામાંથી સ્ટમ્પસની ઉપરથી બેલ્સ પણ પડી ગઇ હતી. રીપ્લેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી કે બોલ વિકેટની ખૂબ ઉપરથી જતી હતી. પરંતુ થર્ડ એમ્પાયરે બધાને ચોંકાવતા હાર્દિકને આઉટ જાહેર કર્યો.

પ્રશંસકો પણ આ નિર્ણયથી નાખુશ  :

થર્ડ એમ્પાયરના આ નિર્ણયથી ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકો ઘણા હેરાન જોવા મળ્યાં. એમ્પાયરના આ નિર્ણયના થોડા સમય બાદ ‘નોટઆઉટ‘ અને હાર્દિક પંડ્યા ટવિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા. લોકોએ આ મામલે પોતાની ખૂબ ભડાસ કાઢી છે અને ગુસ્સો કરવાની વાત પણ બનતી હતી કારણકે આટલી ટેકનોલોજી અને આટલી વખત રિપ્લે જોયા બાદ પણ એમ્પાયર ખોટા નિર્ણય આપે છે તો ગુસ્સો કરવાની વાત છે.

આ પણ વાંચો :-