Home Blog Page 1186

મોલ કે હોટેલમાં કેમ કપાયેલા હોય છે ટોયલેટના દરવાજા ? જાણીને કહેશો કે ભેજાબાજોનું આ કામ છે !

0

Why are the toilet doors cut in the mall or hotel

  • તમે હોટલ કે મોલમાં ટોયલેટનો ઉપયોગ કર્યો જ હશે. ત્યાં તમે જોયું હશે કે ટોયલેટમાં દરવાજા નીચેથી થોડા કપાયેલા હોય છે. શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે ? તમને જણાવી દઈએ કે આ કામ ભૂલથી નથી થયું.

તમે હોટલ કે મોલમાં ટોયલેટનો (Toilets in hotels or malls) ઉપયોગ કર્યો જ હશે. ત્યાં તમે જોયું હશે કે ટોયલેટમાં (Toilets) દરવાજા નીચેથી થોડા કપાયેલા હોય છે. શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે? તમને જણાવી દઈએ કે આ કામ ભૂલથી નથી થયું. પરંતુ તેની પાછળ એક વ્યૂહરચના છે. તો ચાલો જાણીએ કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે.

ઈમરજન્સીમાં કામ આવે છે આ દરવાજો :

જાહેર શૌચાલયમાં અચાનક કોઈની તબિયત બગડી શકે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિની મદદ  સરળતાથી થઈ શકે છે. આ સિવાય બાળકો પણ મોલમાં જાય છે. તેઓ ભૂલથી પણ પોતાની જાતને અંદર લોક કરી દે તો આવી સ્થિતિમાં તેમને બહાર કાઢવા ​સરળ બને.

જલ્દી થાય છે સાફ-સફાઈ :

જાહેર શૌચાલયનો 24 કલાક ઉપયોગ થાય છે. તેવામાં સ્વચ્છતા શક્ય નથી. જો દરવાજા નીચેથી કાપવામાં આવે તો તેને સાફ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તેઓ સરળતાથી પોતુ કરી શકે છે અને આ શૌચાલયને સ્વચ્છ રખાશે.

અસામાજિક તત્વોને કરી શકાય છે કંટ્રોલ :

કેટલાક લોકો સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે જાહેર શૌચાલયનો પણ ઉપયોગ કરે છે. જો દરવાજા નીચેથી કાપી નાખવામાં આવે છે. તો આ લોકો આ કઈ નહીં કરી શકે.

સ્મોકિંગથી થઈ શકે છે તકલીફ :

લોકો જાહેર શૌચાલયમાં ધૂમ્રપાન કરે છે. આવી સ્થિતિમાં બંધ શૌચાલય ખૂબ જોખમી બની શકે છે.  બંધ શૌચાલયમાં ધુમાડાના કારણે નુકસાન થાય છે.

આ પણ વાંચો :-

પરણિત પુરુષો અને મહિલાઓમાં લોકપ્રિય બની આ એપ ! અફેર વધવાનું મોટું કારણ ?

This app became popular

  • આ એપ પોતાના માર્કેટિંગમાં કહે છે કે આ એપને મહિલાઓએ જ પરણિત મહિલાઓ માટે તૈયાર કરી છે. માર્કેટિંગમાં કંપની જણાવે છે કે પરણિત મહિલાઓ આ એપને કોઈ પણ ડર વગર ઉપયોગ કરી શકે છે.

તમે ટિન્ડર, આઈલ અને બંબલ જેવી ડેટિંગ એપ (Dating app) વિશે તો સાંભળ્યું હશે. આ ડેટિંગ એપ એક પ્રકારે 21મી સદીમાં છોકરાઓ અને છોકરીઓને મેળવનારી વ્યવસ્થા છે જેમાં પરિવાર સામેલ હોતો નથી. તેમાં સીધી રીતે છોકરો કે છોકરી એક બીજા તરફ મિત્રતાનો હાથ આગળ વધારે છે.

અને જો વાત જામી જાય તો લાંબા સમય સુધી સાથે રહે છે. નહીં તો આ એક FLING બનીને રહી જાય છે. જો તમે છોકરા કે છોકરીઓ વચ્ચેના આ ચલણમાં આવેલા શબ્દ FLING ને નથી સમજતા તો ચોક્કસપણે GEN Z તમને 70 કે 80ના દાયકામાં જન્મ લેનારા વ્યક્તિ તરીકે જોતો હશે.

એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ માટેની એપ :

આ વિષય પર વાત કરવી પણ આપણા સમાજના અનેક લોકોને પાપ જેવું લાગે છે. પરંતુ આજે અમે તમને આ વિશે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે આ મુદ્દે એક ચોંકાવનારી વાત સામે આવી છે. અમે તમને હમણા જ જણાવ્યું કે યુવતીઓ અને યુવકો વચ્ચે ડેટિંગ એપનું ચલણ ખુબ છે. પરંતુ હવે આપણા દેશમાં એક એવી ડેટિંગ એપ ચાલે છે જે પરણિત લોકો માટે છે. આ એપનો હેતુ એકસ્ટ્રા મેરિટલ રિલેશનશીપ છે.

લગ્નેત્તર સંબંધને મળી રહ્યું છે પ્રોત્સાહન :

વિચારો આપણઆ દેશમાં અત્યાર સુધી ડેટિંગ એપને ફક્ત યુવાઓનો જ ફુલ સપોર્ટ મળ્યો છે તેમના માતા પિતાનો નહીં. પરંતુ આ દેશમાં GLEEDEN નામની એક એવી એપ પણ છે જેના યૂઝર્સ એવા પરણિત લોકો છે જે પોતાની પત્ની કે પતિથી ખુશ નથી અને તેઓ લગ્નેત્તર સંબંધ રાખવા માટે ઈચ્છુક છે. આ ડેટિંગ એપ લગ્નથી નાખુશ હોય તેવા લોકોને એકબીજા સાથે મિલાવવા માટે બનાવવામાં આવી છે.

ફ્રાન્સમાં લોકપ્રિય છે:

આ એપ વિશે વધુ લોકો જાણતા નથી કારણ કે આ મોબાઈલ એપ્લિકેશન અત્યાર સુધી ફ્રાન્સમાં જ લોકપ્રિય હતી. ફ્રાન્સમાં GLEEDEN નામની આ એપ બનાવવામાં આવી છે. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે ફ્રાન્સમાં બનેલી આ એપ ભારતમાં કેવી રીતે આવી ગઈ અને અચાનક અમે આ એપની વાત કેમ કરી રહ્યા છીએ. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ એપ વર્ષ 2017માં ભારતમાં લોન્ચ થઈ હતી.

20 લાખ ભારતીય યૂઝર :

આજે ફ્રાન્સની આ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ GLEEDEN ના કુલ યૂઝર્સ એક કરોડ જેટલા છે. જેમાંથી 20 ટકા તો ભારતીય યૂઝર્સ છે. એટલે કે કુલ 1 કરોડ નાખુશ પરણિતોમાંથી 20 લાખ લોકો તો ભારતીય છે. કંપનીનું કહેવું છે કે સપ્ટેમ્બર 2022થી લઈને અત્યાર સુધીમાં GLEEDEN એપના યૂઝર્સ લગભગ 11 ટકા સુધી વધ્યા છે. તેનો અર્થ એ છે કે એકસ્ટ્રા મેરિટલ ડેટિંગની એપની લોકપ્રિયતા ભારતીયોમાં ઝડપથી વધી છે.

આ આંકડા જોઈને તમે સમજી ગયા હશો કે એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ GLEEDEN ભારતીયોમાં ખુબ લોકપ્રિય છે. આ ચોક્કસપણે એવા યૂઝર્સ હશે તે પોતાના લગ્નજીવનથી ખુશ નહીં હોય. આ એપ પોતાના માર્કેટિંગમાં કહે છે કે આ એપને મહિલાઓએ જ પરણિત મહિલાઓ માટે તૈયાર કરી છે. માર્કેટિંગમાં કંપની જણાવે છે કે પરણિત મહિલાઓ આ એપને કોઈ પણ ડર વગર ઉપયોગ કરી શકે છે.

પરણિત મહિલાઓના એકસ્ટ્રા મેરિટલ ડેટિંગનો ખ્યાલ રાખીને બનાવવામાં આવેલી આ એપની અસર કહો કે પછી કઈ બીજુ. પણ વર્ષ 2019માં આ કંપનીના એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી હતી. બની શકે કે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી અનેક લોકો સહમત ન પણ હોય. પરંતુ આ એપે પોતાના સર્વનો જે ડેટા બહાર પાડ્યો છે તે મુજબ મોટી સંખ્યામાં પરણિત મહિલાઓ પોતાના સાથીને દગો કરે છે.

70 ટકા મહિલાઓનું માનવું છે કે તેમણે દગો એટલા માટે કર્યો કારણ કે તેમના પતિ ઘરકામમાં સાથ આપતા નથી. 72 ટકા ભારતીયોના પતિ કે પત્નીને દગો કરવા મામલે કોઈ પસ્તાવો નથી. 40 ટકા મહિલાઓનું માનવું છે કે અજાણી વ્યક્તિ સાથે ડેટિંગ કરવાના કારણે પતિ સાથે સંબંધોમાં સુધારો થયો છે.

ભારતીય પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે વિવાહ એક પવિત્ર સંબંધ છે, જેમાં છોકરો કે છોકરી જ નહીં પરંતુ તેમના પરિવારો પણ સંબંધ સાથે જોડાય છે. આ એક એવું માધ્યમ છે જેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે. પરંતુ જે પ્રકારે સમય ક્યારેય એક જેવો રહેતો નથી બરાબર તે જ રીતે કોઈ પણ પરણિત હોય તેના લગ્નજીવનમાં પણ પ્રેમ એક જેવો રહેતો નથી.

GLEEDEN ની વાત કરીએ તો એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ ઉપલબ્ધ કરાવતી આ મોબાઈલ એપ પરણિત મહિલાઓ અને પુરુષોને તેમની દબાયેલી ઈચ્છાઓને સામે લાવવા માટે મંચ આપી રહ્યું છે. તમારામાંથી અનેક લોકો એ જાણવા માંગતા હશે કે એકસ્ટ્રા મેરિટલ રેલિશન રાખનારી વ્યક્તિઓ પર શું કાર્યવાહી થઈ શકે તો તમને જણાવી દઈએ કે 2018 સુધી લગ્નેત્તર સંબંધ રાખો તો કલમ 497 હેઠળ કેસ દાખલ થતો હતો. આ કાયદો લગભગ 158 વર્ષ જૂનો હતો. જેમાં પરણિત મહિલાની સાથે સંબધ રાખો તો પુરુષના વિરુદ્ધ કેસ દાખલ થતો હતો. પરંતુ આ કાયદાને 2018માં ખતમ કરી દેવાયો.

આજે લગ્નેત્તર સંબંધ રાખો તો કોઈ પણ પરણિત મહિલા કે પુરુષને કોઈ પણ પ્રકારની સજાની જોગવાઈ નથી. જો કે પરણિત મહિલા કે પુરુષ જો કોઈ અન્ય સાથે સંબંધ રાખે તો તે મામલો  તલાકનું મોટું કારણ બને છે. તેનો અર્થ એ કે GLEEDEN જેવી એપ જે પરણિત મહિલાઓ અને પુરુષોને એકસ્ટ્રા મેરિટલ ડેટિંગનો મંચ આપી રહી છે તે આ પ્રકારના સંબંધોને પ્રોત્સાહન આપે છે. કાયદાકીય રીતે એકસ્ટ્રા મેરિટલ સંબંધ રાખનારા    પુરુષ કે મહિલા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકાતી નથી.

આ પણ વાંચો :-

ચશ્મા પહેરવા છતાંય રસ્તા પર કેમ કંઈ દેખાતું નથી ? અમદાવાદમાં એક સાથે લાખો વાહનચાલકો અટવાયા !

0

Why can’t see anything on the road despite wearing glasses?

  • ના બહારથી કોઈ નેતા નહોતા આવી રહ્યાં કે રસ્તા બ્લોક કર્યા હોય, રસ્તા ખુલ્લા હોવા છતાંય રસ્તા બ્લોક થઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. કારણકે, વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસને કારણે સાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી. પહેલાં ધુળિયું કહેવાતું અમદાવાદ હવે ધુમ્મસને કારણે ધુંધળું થઈ ગયું છે.

આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં વહેલી સવારથી એક સાથે લાખો વાહનોના હોર્ન રણકવા લાગ્યા. એક સાથે ઠેર-ઠેર રસ્તાઓ પર ટ્રાફિકજામ (Traffic jam) થવા લાગ્યો. એક સાથે સંખ્યાબંધ રાહદારીઓને પણ રસ્તા વચ્ચે વાહનોની ભીડમાં અટવાવું પડયું. ના બહારથી કોઈ નેતા નહોતા આવી રહ્યાં કે રસ્તા બ્લોક કર્યા હોય, રસ્તા ખુલ્લા હોવા છતાંય રસ્તા બ્લોક થઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. કારણકે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસને (Fog) કારણે સાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી.

સામાન્ય રીતે ખાસ કરીને શિયાળાની સિઝનમાં વાતાવરણની અસરના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં આ પ્રકારે ઝીરો વિઝિબલિટીની સમસ્યા જોવા મળતી હોય છે. પણ હવે ગુજરાત અને આપણું અમદાવાદ પણ ધુમ્મસને કારણે ધુંધળું દેખાવા લાગ્યું છે. પહેલાં ધુળિયું કહેવાતું અમદાવાદ હવે ધુમ્મસને કારણે ધુંધળું થઈ ગયું છે.

એકબીજાને અડકીને વાહન ચલાવતા હોય છતાં આગળનું વાહન ન દેખાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એના જ કારણે એક સાથે સંખ્યાબંધ વાહનોના હોર્ન રણકવા લાગતા નોઈસ પોલ્યુશન પણ વધ્યું હતું. સાથે જ કેટલાંક ઠેકાણે લોકો અકસ્માતનો ભોગ પણ બન્યા હતાં. હાલ સ્થિતિ એવી છે કે તમે પણ ઘરેથી નીકળતો તો સાચવજો. કારણકે ઠંડીના કારણે આગમી બે થી ત્રણ દિવસ સુધી કંઈક આ જ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી જાણી લેશો તો તમને આ અંગેની વિગતો મળી જશે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ઝીરો વિઝિબલિટીની સમસ્યા વધારે જોવા મળતી હોય છે. જેને કારણે દિવસ દરમ્યાન પણ વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડે છે. એટલું જ નહીં કોર્ટની ગાઈડલાઈન અનુસાર એજ કારણસર ટુ-વ્હીલર વાહનો જે નવા બને છે એમાં હેડલાઈટ ફરજિયાત ચાલુ રહે તેવી જ બનાવવામાં આવે છે.

જો કે કંઈક આવી જ સ્થિતિ આજે ગુજરાતના શહેરોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે અમદાવાદમાં ધોળા દિવસે કંઈ દેખાતું નથી. વહેલી સવારે વિઝિબલિટી સાવ ઝીરો થઈ જતાં લાખો વાહનચાલકો અટવાયા હતાં.

 શહેરમાં ધુમ્મ્સને કારણે ઝીરો વિઝિબ્લિટી થઈ ગઈ હતી. ખાસ કરીને અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે 132 રીંગ રોડ અને એસ.પી.રિંગ રોડ જેવા મોટા દોરી માર્ગો પર સંખ્યાબંધ વાહનો ઝીરો વિઝિબિલિટીને કારણે અટવાયા હતાં.

50-100 મીટર બાદ વિઝિબ્લિટી ઝીરો થઈ જતી હતી. તેથી વહેલી સવારે ધુમ્મસને કારણે અમદાવાદમાં પણ તમને દિલ્હી જેવા વાતાવરણનો અનુભવ થતો હતો. સામાન્ય રીતે દિલ્હીમાં આ પ્રકારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ જતી હોય છે. આ તો અમદાવાદમાં પણ ઝીરો વિઝિબિલિટીને કારણે નોકરી-ધંધા પર ઉતાવળે જતા લાખો લોકોએ ફરજિયાત ધીમી ગતિએ વાહન ચલાવવા પડી રહ્યા હતાં. વાહનોની હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો :-

30 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકોને મહાદેવની અસીમ કૃપાથી પારિવારિક જીવન રહેશે સુખી

30 January 2023, Today’s Horoscope Gujarat Guardian News Paper

મેષ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરા પક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જૂની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભ
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધુરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતાં સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુન
વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્યજીવનમાં આનંદ જળવાય.

કર્ક
સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગિતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહ
નકારાત્મક વિચારો ઉપર કાબૂ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્ટમેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય.

કન્યા
મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફુર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની‌ જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલા
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિક
આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઈ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલિંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધન
માનસિક પ્રસન્‍નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર
માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભ
દિવસ દરમિયાન મન આનંદમાં રહે. જૂના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોનીકામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો.

મીન
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારું રહેશે.

 

કંગના ફરી ભડકી: કહ્યું કે 80% હિન્દુઓના દેશમાં પઠાણ હિટ જેમાં પાકિસ્તાનને…

Kangana flares up again

  • કંગના રનૌત લખ્યું કે “જે બધા લોકો માટે જેમને ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે એમને કહી દઉં કે પઠાણ માત્ર એક ફિલ્મ બની શકે છે… ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ”

શાહરુખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ પઠાણ હાલ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે અને બીજા દિવસે પણ ફિલ્મે બમ્પર કલેકશેન કર્યું છે. આ એક્શન ડ્રામા ફિલ્મ ઓડિયન્સને (Action Drama Film Audience) ખૂબ જ પસંદ આવી રહી છે. અહીં સુધી કે એક્ટ્રેસ કંગના રનૌતે પણ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’ની (Emergency) રેપ-અપ પાર્ટીમાં શાહરૂખ ખાનનું નામ લીધા વગર ફિલ્મના વખાણ કર્યા છે.

સાથે જ તેણે કહ્યું છે કે તે ઈચ્છે છે કે આ ફિલ્મ નિશ્ચિત રીતે કામ કરે અને ઓડિયન્સ તેને ખૂબ જ પસંદ કરે. પણ હવે પઠાણની બોક્સ ઓફિસ પરની સફળતા પર કંગના રનૌતનું ટ્વિટ સામે આવ્યું છે. એ ટ્વિટમાં કંગનાએ સ્પષ્ટ લખ્યું હતું કે ‘અંતે અહીં માત્ર જય શ્રી રામ ગુંજે છે.’

કંગના રનૌતે શું લખ્યું?

કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું હતું કે જેઓ પઠાણને નફરત પર જીતનો દાવો કહી રહી છે તેમની સાથે હું સંમત છું પણ કોના પ્રેમ પર નફરત? ટિકિટ કોણ ખરીદી રહ્યું છે અને કોણ તેને સફળ બનાવી રહ્યું છે? હા આ ભારતનો પ્રેમ છે જ્યાં 80 ટકા હિંદુઓ વસે છે અને છતાં પઠાણ નામની ફિલ્મ જેમાં આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને ISIને સારું દર્શાવવામાં આવ્યું છે અને એ ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે. આ ફિલ્મમાં ભારતની સ્ક્રિપ્ટ છે અને વગર કોઈ દ્વેષ કે જજમેંટ વિના દેશને મહાન બનાવે છે. આ ભારતનો પ્રેમ છે જેને દુશ્મનોની નફરત અને રાજનીતિ પર જીત મેળવી છે.

કંગનાએ કહ્યું- માત્ર શ્રીરામ જ ગુંજશે :

કંગના રનૌત આગળ લખ્યું હતું કે ‘પણ એ બધા લોકો માટે જેમને ઘણી આશાઓ છે… પઠાણ માત્ર એક ફિલ્મ બની શકે છે… ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ… જય શ્રી રામ.’ અભિનેત્રીએ તેના ટ્વીટમાં પઠાણ માટે યોગ્ય નામ પણ સૂચવ્યું હતું.  કંગનાએ લખ્યું- મને ખાતરી છે કે ભારતના મુસ્લિમો દેશભક્ત છે અને અફઘાની પઠાણોથી અલગ છે. ભારત ક્યારેય અફઘાનિસ્તાન ન બની શકે.

આપણે બધા જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે અને એ નર્કથી પણ વધુ ખરાબ છે. એટલા માટે ફિલ્મની સ્ટોરીલાઈન મુજબ ફિલ્મ પઠાણનું સાચું નામ ભારતીય પઠાણ રાખી શકાયું હોત.

આ પણ વાંચો :-

 

સરકારી કર્મચારીઓને ઘી-કેળાં ! સેલેરીમાં થઈ જશે આટલા ટકાનો વધારો

0

Ghee-bananas to government employees

  • સરકારી કર્મચારીઓને આશા છે કે સામાન્ય બજેટમાં સરકાર તેમની માંગને શામેલ કરશે. તે લાંબા સમયથી 18 મહિનાના બાકી DAની ચુકવણીની રાહ જોઈ રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) એક ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. દરેક વખતની જેમ આ વખતે પણ સરકારી કર્મચારીઓને (Government employee) બજેટમાંથી ઘણી આશા છે. જો સરકાર બજેટમાં કર્મચારીઓની ત્રણ માંગોને માની લે છે તો તેમની સેલેરીમાં વધારો થઈ શકે છે.

તેમાં કેન્દ્રીય કર્મચારીઓના (Central employee) ડીએમાં વધારો અને બાકી ડીએની ચુકવણી અને ફિટમેંટ ફેક્ટરમાં વધારો થઈ શકે છે. કર્મચારીઓને આશા છે કે સરકાર આ વસ્તુઓને આગળ બજેટમાં સામેલ કરી શકે છે.

18 મહિનાના બાકી DAની ચુકવણી :

વધતી મોંઘવારીથી નિપટવા માટે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને થોડી રાહત આપી શકે છે. કર્મચારીઓની પહેલી માંગ 18 મહિનાના બાકી ડીએની ચુકવણીની છે. કર્મચારીઓ લાંબા સમયથી તેની ચુકવણીની માંગ કરી રહ્યા છે.

કોરોના મહામારી વખતે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના DA 18 મહિના માટે હોલ્ડ કરી દિધા છે. કર્મતારી સતત બાકી ડીએ રકમની ચુકવણીની માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું DA પેંડિંગ છે.

ફિટમેન્ટ ફેક્ટર :

કેન્દ્રીય કર્મચારી લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટરને વધારવાની માંગ કરી રહ્યા છે. જો ફિટમેન્ટ ફેક્ટરને સરકાર વધારી દે છે તો કર્મચારીઓની ન્યૂનતમ સેલેરીમાં વધારો થઈ શકે છે. તેમની સેલેરી 18,000 રૂપિયા સુધી વધીને 26,000 રૂપિયા થઈ જશે.

એટલે સેલેરીમાં સીધા 8,000 રૂપિયાનો વધારો થઈ જશે. કેન્દ્રીય કર્મચારી સરકારથી ફિટમેન્ટ ફેક્ટરને 2.57થી વધીને 3.68 કરવાની માંગ કરી છે.

DAમાં વધારાની આશા :

સરકાર વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીને મોંધવારી ભથ્થામાં વધારો કરી આપે છે. જુલાઈમાં સરકાર ડીએમાં વધારો કરે છે કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે DAમાં વર્ષનો પહેલો વધારો ફેબ્રુઆરીએ રજૂ થતા બજેટની સાથે અથવા બાદમાં કરી દેવામાં આવશે. જેથી હોળીના પહેલા તેની સેલેરીમાં વધારો થઈ શકે છે.

સેલેરી સ્ટ્રક્ચરનો ભાગ હોય છે DA :

મીડિયા અહેવાલ અનુસાર સરકાર કર્મચારીઓના DAમાં સરકાર પાસેથી 3થી5 ટકા વધારો કરી શકે છે. હાલ 38 ટકાના દરથી કર્મચારીઓને ડીએ મળી રહ્યું છે.

મોંધવારી ભથ્થુ સરકારી કર્મચારીઓની સેલેરી સ્ટ્રક્ચરનો ભાગ હોય છે. સરકાર દર છ મહિનામાં ડીએમાં ફેરફાર કરે છે. સપ્ટેમ્બરના મહિનામાં સરકારે કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો. જેનાથી ડીએ 34 ટકા વધીને 38 ટકા થયો હતો.

આ પણ વાંચો :-

કેએલ રાહુલ તો ભારે કામગરો ! હજુ તો માંડ લગ્ન થયા ત્યાં શરુ કરી દીધું કામ, જુઓ શું કર્યું

0

He started work even after he got married

  • ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટસમેન કેએલ રાહુલે લગ્નના 3 દિવસ બાદ જિમમાં કસરત કરી રહેલો દેખાયો હતો.

ભારતીય ટીમના સ્ટાર બેટસમેન કેએલ રાહુલે (KL Rahul) એક્ટ્રેસ આથિયા (Actress Athiya) સાથે લગ્ન કર્યાં છે. લગ્નના 3 દિવસ બાદ રાહુલે જિમમાં જઈને કસરત કરતો જોવા મળ્યો હતો. રાહુલ 2 ફેબ્રુઆરીથી ટીમ ઈન્ડીયા સાથે જોડાશે. રાહુલ લગ્ન બાદ તરત જ ઓસ્ટ્રેલિયાના (Australia) પડકારનો સામનો કરવાની તૈયારીમાં વ્યસ્ત છે.

જિમમાં જઈને કરી કસરત  :

રાહુલે જીમમાં ખૂબ પરસેવો પાડ્યો હતો. રાહુલે પોતાની ટ્રેનિંગનો વીડિયો શેર કરતા કહ્યું કે જાન્યુઆરી જમ્પ શરૂ થયો હતો. લગ્નના કારણે તે ન્યૂઝીલેન્ડ સામે આખી સિરીઝ રમી શક્યો નહોતો.

હવે તે 2 ફેબ્રુઆરીએ ટીમ સાથે જોડાશે. તે જીમમાં ટ્રેડમિલ, વેઈટ ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. રાહુલે તેની જિમ કસરતનો વીડિયો પણ શેર કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં રમશે રાહુલ :

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 4 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. આ પહેલા તે મુંબઈમાં બાકીની ટીમમાં સામેલ થશે. શ્રેણી શરૂ થાય તે પહેલા ભારતીય ટીમનો 9 દિવસનો કેમ્પ પણ હશે. હકીકતમાં ભારતને ઘરઆંગણે ટેસ્ટ મેચ રમ્યાને લગભગ 4 મહિના જેટલો સમય થઈ ગયો છે અને કેમ્પમાંથી ખેલાડીઓને ઘરઆંગણે લાલ બોલથી પ્રેક્ટિસ કરવાની તક મળશે.

આ પણ વાંચો :-

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 2 મોટી દુર્ઘટના : સુખોઈ 30 અને મિરાજ 2000 સહિત 3 વિમાનો ક્રેશ

0

IAF Plane Crash

  • રાજસ્થાનના ભરતપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. પિંગોરા રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના સર્જાઈ છે. વિમાન ક્રેશ થતાં જ ચારેય તરફ કાટમાળ એકઠો થઈ ગયો છે. આ સમગ્ર રહેણાંક વિસ્તાર છે.

રાજસ્થાનના (Rajasthan) ભરતપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. પિંગોરા રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના સર્જાઈ છે. વિમાન ક્રેશ થતાં જ ચારેય તરફ કાટમાળ એકઠો થઈ ગયો છે. આ સમગ્ર રહેણાંક વિસ્તાર છે. પિંગા રેલવે સ્ટેશન (Pinga Railway Station) પાસે ઉચ્ચૈન પોલીસ મથકના ગામ ચક નગલા બીજા પાસે સેનાનું વિમાન ક્રેશ (Airplane crash) થવાની સૂચના મળી રહી છે.

રાજસ્થાનના ભરતપુરમાં ભારતીય સેનાનું એક ફાઈટર જેટ ક્રેશ થયું છે. ફાઈટર જેટ શનિવારે સવારે ભરતપુરના સેવર પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા વિઝામાં ક્રેશ થયું હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પાયલોટ અને વિમાનમાં સવાર અન્ય લોકો હજુ સુધી કંઈપણ શોધી શક્યા નથી.

પ્લેન ક્રેશ થતાની સાથે જ ચારે બાજુ કાટમાળ પથરાઈ ગયો છે. આ સમગ્ર વિસ્તાર રહેણાંક છે. પિંગોરા રેલ્વે સ્ટેશન નજીક ઉચૈન પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ચક નાગલા બીજ પાસે આર્મી પ્લેન ક્રેશ થવાના સમાચાર છે. જ્યાં સેનાનું આ વિમાન ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું છે. લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ પ્રશાસન લોકોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પ્લેનમાં પહેલા આગ લાગી અને પછી પ્લેન ક્રેશ થયું. પ્લેન ક્રેશ થતાની સાથે જ ઘટના સ્થળની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પ્લેન ક્રેશ થયા બાદ લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી છે.

મધ્ય પ્રદેશમાં સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ :

મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. જ્યાં ટ્રેનિંગ ચાલી રહી હતી.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ યુપીના આગ્રાથી ઉડતું હેલિકોપ્ટર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું. રહેણાંક વિસ્તારમાં આ પ્લાન ક્રેશ થયા નથી. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Pathan Movie : Z+ સિક્યુરિટી સાથે આજે ગુજરાતમાં પઠાણ રિલીઝ થઈ, પહેલો શો હાઉસફુલ

Pathan Movie

  • ભારે વિવાદ બાદ આજે 100 દેશની 2500 સ્ક્રિન પર એકસાથે રિલિઝ થઈ ફિલ્મ પઠાણ. હિંદુ સંગઠનોના વિરોધની શક્યતાના પગલે થિયેટરો પર ગોઠવાયો પોલીસનો ચાંપતો બંદોબસ્ત.

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પઠાણનો વિવાદ હજી શમ્યો નથી. ત્યારે ગુજરાતભરમાં પણ પઠાણ ફિલ્મ રિલીઝ થશે. અમદાવાદમાં (Ahmedabad) આજે થિયેટર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પઠાણ ફિલ્મ રિલીઝ થતા શહેરના તમામ થિયેટરો-મલ્ટિપ્લેક્સમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદના થલતેજ ખાતે આવેલા PVR સિનેમા બહાર પણ પોલીસનો બંદોબસ્ત મૂકાયો છે. આ વચ્ચે વહેલી સવારે લોકો આજે રિલીઝ થતી પઠાણ ફિલ્મ જોવા પહોંચ્યા છે.

પઠાણ રિલીઝ થવા પર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. આ મામલે સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ દ્વારા વોચ ગોઠવાઈ છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે.

વિવાદોમાં ફસાયા બાદ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બુધવારે રિલીઝ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ પોલીસે ફિલ્મ રીલીઝ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તૈયારીઓ કરી છે. મલ્ટીપ્લેક્સની બહાર બંદોબસ્તની સાથે પોલીસે લોકોને અફવાઓથી ન દોરાવા અપીલ કરી છે. તો બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે હવે પોતાનો વિરોધ આટોપી લીધો છે.

ટીઝર રિલીઝ થયા બાદથી જ સતત વિવાદમાં રહેલી પઠાણ ફિલ્મની રિલીઝ થવાની રાહ ખુલી ગઈ છે. સેન્સર બોર્ડે ફિલ્મના અમુક દ્રશ્યો અને સંવાદો પર કાતર ફેરવ્યા બાદ ફિલ્મ 25મી જાન્યુઆરીએ રીલીઝ થઈ છે, ત્યારે વિશ્વ હિંદુ પરિષદે ફિલ્મનો વિરોધ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

સેન્સર બોર્ડની કામગીરી બાદ VHP એ વિરોધ બંધ કર્યો છે. સાથે જ ફિલ્મ જોવી કે નહીં તે અંગે લોકોને જ નિર્ણય લેવા કહ્યું છે. જો કે VHPએ ભલે પઠાણ ફિલ્મનો વિરોધ બંધ કર્યો છે પણ ફિલ્મ નિર્માતાઓ અને સેન્સર બોર્ડ સામે તેનો વાંધો યથાવત્ છે.

તો આ તરફ ફિલ્મ રીલીઝ થતા પહેલાં જ અમદાવાદ પોલીસ સતર્ક થઈ છે. ફિલ્મ રીલીઝ થયા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ફિલ્મના બહાને કોમવાદી પરિબળો સક્રિય ન થાય તે માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે. મલ્ટિપ્લેક્સ, થિયેટર અને મોલની પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી અફવાઓથી દોરાઈ ન જવાની તેમજ ફિલ્મને માત્ર ફિલ્મ તરીકે જોવાની પણ અપીલ કરી છે.

આ પણ વાંચો :-

 

કેન્દ્ર હા પાડે એટલી જ વાર : હવે વ્હીકલ ખરીદતાની સાથે જ લાગી જશે નંબર પ્લેટ, RTOના ધક્કા બંધ

0

Center says yes as many times as possible

  • રાજ્યમાં નવા વાહનના નંબર માટે રાહ નહીં જોવી પડે. જે દિવસે વાહન ખરીદશો તે જ દિવસે વાહનમાં નંબર પ્લેટ ફીટ થઈ જશે.

નવા વાહનની (New vehicle) નંબર પ્લેટને લઈને રાજ્ય સરકાર મહત્વનું પગલુ ભરવા જઈ રહી છે. ગ્રાહકોએ નવા વાહનની ખરીદી બાદ નંબર માટે રાહ જોવી પડશે નહીં. જે દિવસે વાહન ખરીદશો તે જ દિવસે વાહનમાં નંબર પ્લેટ ફીટ થઈ જશે. કેન્દ્ર સરકારની (Central Govt) મંજૂરી મળ્યા બાદ આ નિર્ણયને અમલમાં મુકાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાહન વ્યવહાર વિભાગ (Traffic Department) 15 દિવસની અંદર જ આ ઠરાવ બહાર પાડી શકે છે.

હાલ 8થી 10 દિવસનો લાગે છે સમય :

રાજ્યમાં વર્તમાન સમયમાં નવા વાહનની ખરીદી બાદ તેના દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે ઓનલાઈ RTO કચેરી ખાતે મોકલવામાં આવે છે. જેની ચકાસણી કર્યા પછી RTO કચેરી નંબર ફાળવે છે અને આ નંબરની HSRP તૈયાર કરવા ગાંધીનગર સ્થિત નંબર પ્લેટ કંપનીમાં નંબરની યાદી મોકલી આપે છે. જે બાદ અહીં નંબર પ્લેટ તૈયાર થાય છે અને અહીંથી નંબર પ્લેટ આવ્યા બાદ વાહન માલિકોને જાણ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં 8થી 10 દિવસ જેટલો સમય લાગી જાય છે.

આ દિશામાં આગળ વધી રહ્યું છે RTO તંત્ર :

સાથે હાલ પસંદગીનો નંબર મેળવવા માટે RTOની એપ્લિકેશન કે વેબસાઈટ પર ઓનલાઈન સિસ્ટમની મદદ લેવી પડતી હોય છે અને પેમેન્ટ પણ કરવું પડતું હોય છે. ત્યારે હવે કાર ખરીદતી વખતે ગ્રાહકોને ડીલરને ત્યાં જ પસંદગીના નંબરથી લઈને ઉપલબ્ધ નંબરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જરૂરી ફી ભર્યાં બાદ તે નંબર તેમને તરત જ મળી રહેશે. RTO તંત્ર આ દિશામાં આગળ વધી રહ્યું છે. સરકાર નંબર પ્લેટ બનાવવા માટેની સુવિધા પણ વધારવા જઇ રહી છે.

રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર સાથે વાતાઘાટો ચાલુ :

આ નિર્ણય બાદ ગ્રાહકોને RTOના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આ નિયમ હેઠળ રેન્ડમાઈઝેશન ઉપરાંત પસંદગીના નંબર માટે પણ વાહનોના ખરીદારોને લાંબો સમય રાહ જોવી નહીં પડે. આ નિર્ણયના અમલ મુદ્દે રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર સાથે વાતાઘાટો ચાલી રહી છે.

આ પણ વાંચો :-