He started work even after he got married
- ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટસમેન કેએલ રાહુલે લગ્નના 3 દિવસ બાદ જિમમાં કસરત કરી રહેલો દેખાયો હતો.
ભારતીય ટીમના સ્ટાર બેટસમેન કેએલ રાહુલે (KL Rahul) એક્ટ્રેસ આથિયા (Actress Athiya) સાથે લગ્ન કર્યાં છે. લગ્નના 3 દિવસ બાદ રાહુલે જિમમાં જઈને કસરત કરતો જોવા મળ્યો હતો. રાહુલ 2 ફેબ્રુઆરીથી ટીમ ઈન્ડીયા સાથે જોડાશે. રાહુલ લગ્ન બાદ તરત જ ઓસ્ટ્રેલિયાના (Australia) પડકારનો સામનો કરવાની તૈયારીમાં વ્યસ્ત છે.
જિમમાં જઈને કરી કસરત :
રાહુલે જીમમાં ખૂબ પરસેવો પાડ્યો હતો. રાહુલે પોતાની ટ્રેનિંગનો વીડિયો શેર કરતા કહ્યું કે જાન્યુઆરી જમ્પ શરૂ થયો હતો. લગ્નના કારણે તે ન્યૂઝીલેન્ડ સામે આખી સિરીઝ રમી શક્યો નહોતો.
હવે તે 2 ફેબ્રુઆરીએ ટીમ સાથે જોડાશે. તે જીમમાં ટ્રેડમિલ, વેઈટ ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. રાહુલે તેની જિમ કસરતનો વીડિયો પણ શેર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં રમશે રાહુલ :
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 4 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. આ પહેલા તે મુંબઈમાં બાકીની ટીમમાં સામેલ થશે. શ્રેણી શરૂ થાય તે પહેલા ભારતીય ટીમનો 9 દિવસનો કેમ્પ પણ હશે. હકીકતમાં ભારતને ઘરઆંગણે ટેસ્ટ મેચ રમ્યાને લગભગ 4 મહિના જેટલો સમય થઈ ગયો છે અને કેમ્પમાંથી ખેલાડીઓને ઘરઆંગણે લાલ બોલથી પ્રેક્ટિસ કરવાની તક મળશે.
આ પણ વાંચો :-