ગુજરાત કોંગ્રેસમાં પડ્યો મોટો ડખો, વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાને જાહેર કરતાં દિગ્ગજ ધારાસભ્ય નારાજ, પડી આટી

Share this story

A big scandal in Gujarat Congress

  • ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ યથાવત. અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવતા શૈલેષ પરમાર હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ.

ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) લઈને મહત્વના સમાચાર આવ્યા છે કે અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવાતા શૈલેષ પરમાર નારાજ થયા છે. કોંગ્રેસમાં એક તરફ પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડની (Suspend) કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ દિગ્ગજનેતઓની નારજગી સામે આવી રહી છે.

કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર નારાજ :

કોંગ્રેમાં અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવાતા શૈલેષ પરમાર નારાજ થયા છે. વિગતો અનુસાર શૈલેષ પરમાર હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ થયા છે તેમજ કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઈને અસમંજસમાં છે. તમને જણાવી દઈએ કે અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે પદગ્રહણ કરશે અને વિપક્ષ નેતાના કાર્યાલયને બદલે હાલ કોંગ્રેસ પક્ષની ઓફિસમાંથી કામગીરી કરશે.

કોંગ્રેસે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 નેતાઓને સસ્પેન્ડ કર્યો :

વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસની કાર્યવાહી દોર ચાલી રહ્યો છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 4 નેતાઓ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવત્તિના આરોપ મુદ્દે સસ્પેન્ડ કરાયાં છે. જેમાં જૂનાગઢ શહેર કોંગ્રેસના અમિત પટેલ, રાવણ પરમારને તેમજ માજી કોર્પોરેટર રાજુ સોલંકીને પણ સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસના અંગત નિરીક્ષકના રિપોર્ટ બાદ પાર્ટીએ આ મોટો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :-