મોહમ્મદ શમીને કોર્ટનો આંચકો, પત્ની હસીન જહાંને દર મહિને ચૂકવવું પડશે આટલું ભરણપોષણ, જાણો શું છે મામલો

Share this story

Court shocks Mohammed Shami

  • મોહમ્મદ શમીથી અલગ રહેતી હસીન જહાંએ ક્રિકેટર પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાનું ભથ્થું આપવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી.

અરજીમાં હસીને કહ્યું હતું કે તેને અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને દીકરીના ઉછેર માટે 3 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ કોર્ટે તેને માત્ર 50,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને (Fast bowler Mohammad Shami) કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ઘરેલુ હિંસાના આરોપોનો સામનો કરી રહેલા આ સ્ટાર ક્રિકેટરે હવે દર મહિને તેની પત્ની હસીન જહાંને (Wife Hasin Jahan) ભરણપોષણ આપવું પડશે. આ નિર્ણય અલીપુર કોર્ટના (Alipore Court) જજ અનિંદિતા ગાંગુલીએ આપ્યો છે.

હસીન જહાંએ દર મહિને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી :

મોહમ્મદ શમીથી અલગ રહેતી હસીન જહાંએ ક્રિકેટર પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાનું ભથ્થું આપવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી. અરજીમાં હસીને કહ્યું હતું કે તેને અંગત ખર્ચ માટે 7 લાખ રૂપિયા અને દીકરીના ઉછેર માટે 3 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ કોર્ટે તેને માત્ર 50,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એવી શક્યતા છે કે હસીન જહાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, 2018માં હસીન જહાંએ પતિ મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. હસીન જહાંના આરોપ બાદ મોહમ્મદ શમીને બીસીસીઆઈએ થોડા દિવસો માટે ટીમમાંથી બહાર કરી દીધો હતો. જો કે તપાસમાં મેચ ફિક્સિંગના આરોપો સાબિત ન થતાં BCCIએ તેને ટીમમાં પાછો લીધો હતો.

ખબર છે કે મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે પાંચ વર્ષથી કાનૂની લડાઈ ચાલી રહી છે. આરોપો પર સ્પષ્ટતા આપતા શમીએ કહ્યું હતું કે તેની પત્નીને ઉશ્કેરવામાં આવી રહી છે. જ્યારે તેનો પરિવાર અને તે પોતે પણ વચ્ચે બેસીને આ મામલાને ખતમ કરવા માંગે છે. 2018થી અલગ થયા પછી પણ મોહમ્મદ શમી હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની દીકરી વિશે પોસ્ટ કરતો રહે છે.

જ્યારે મોહમ્મદ શમી રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો ત્યારે હસીન જહાં પણ તેને મળવા ગઈ હતી. જો કે તે પછી પણ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હસીન જહાંએ મોહમ્મદ શમીના મોટા ભાઈ પર પણ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો :-