Video: Alya Zarak To Be Mindful
- દિલ્હીથી હૈદરાબાદ જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં એરહોસ્ટેસ સાથે માથાકૂટ કરનાર બે પ્રવાસીઓને ઉતારી મૂકાયા હતા.
સ્પાઈસ જેટની (Spice Jet) ફ્લાઈટમાં કેબિન ક્રૂ સાથે એક મુસાફરે અયોગ્ય વર્તન (inappropriate behavior) કર્યું છે. ત્યારબાદ આરોપી મુસાફર અને તેના સહ-મુસાફરને ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા હતા. સ્પાઈસ જેટ એરલાઈન્સે (Spice Jet Airlines) સોમવારે જણાવ્યું હતું કે આ ઘટના 23 જાન્યુઆરીએ દિલ્હી-હૈદરાબાદ ફ્લાઈટમાં બની હતી.
દિલ્હી એરપોર્ટ પર બનેલી આ ઘટનામાં એક મુસાફરે કેબિન ક્રૂને પરેશાન કરીને તેની સાથે ખોટું વર્તન કર્યું હતું. સ્પાઈસ જેટે જણાવ્યું હતું કે કેબિન ક્રૂએ પીઆઇસી અને સુરક્ષા સ્ટાફને આ ઘટના અંગે જાણ કરી હતી. ઉપરોક્ત મુસાફર અને સહ-મુસાફર જે એક સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમને ઉતારીને સુરક્ષા ટુકડીને સોંપવામાં આવ્યા હતા. હાલમાં જ ફ્લાઈટમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે.
#WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the Delhi-Hyderabad SpiceJet flight at Delhi airport today
The passenger and & a co-passenger were deboarded and handed over to the security team at the airport pic.twitter.com/H090cPKjWV
— ANI (@ANI) January 23, 2023
ગો ફર્સ્ટ ફ્લાઈટમાં પણ બની ચૂકી છે આવી ઘટના :
આ પહેલા 5 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ગોવા જતી ગો ફર્સ્ટ ફ્લાઈટમાં એક મહિલા ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે બે વિદેશી મુસાફરોએ કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો. વિદેશી મુસાફરોએ કથિત રીતે એક એર હોસ્ટેસને બેસવાનું કહ્યું હતું અને બીજી એર હોસ્ટેસને અશ્લીલ વાતો કહી હતી. બંને મુસાફરોને એરપોર્ટ સુરક્ષા એજન્સી સીઆઈએસએફને સોંપવામાં આવ્યા હતા.
એર ઈન્ડીયાની ફ્લાઈટમાં નશેડીએ મહિલા પર કર્યો હતો પેશાબ :
એર ઇન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે મહિલા સહ-મુસાફર પર પેશાબ કર્યો હોવાની પણ ઘટના બની હતી. 26 નવેમ્બરના રોજ શંકર મિશ્રા નામના એક વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં એક વૃદ્ધ મહિલા મુસાફર પર નશાની હાલતમાં પેશાબ કર્યો હતો. કેસ નોંધાયા બાદ આરોપીની દિલ્હી પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :-