લાઈટ ચાલુ રાખીને સુવાની ભૂલ ન કરતા થઈ જશો 4 બીમારીના દર્દી, એક ઉપાય

Share this story

Don’t make the mistake of sleeping with the light on

  • રાતે લાઈટ ચાલુ રાખીને ઊંઘવાથી 4 બીમારી થઈ શકે છે તેવું એક સ્ટડીમાં જણાવાયું છે.

ઘણા લોકોને રાત્રે લાઈટ ચાલુ (Light on) રાખીને સૂવાની આદત હોય છે. આનું કારણ મોટાભાગના લોકોમાં અંધકારનો ડર છે. પરંતુ શું તમે જાણો છો કે સૂતી વખતે લાઈટ ચાલુ રાખવી તમારા સ્વાસ્થ્ય (Health) માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એક સ્ટડીમાં એવું જણાવાયું છે કે જે લોકો લાઈટ ચાલુ રાખીને સુતા હતા કે તેઓ યોગ્ય રીતે સૂઈ શક્યા નહોતા.

મગજના રેકોર્ડિંગ્સ દર્શાવે છે કે તેઓએ ખૂબ ઓછી ગાઢ નિંદ્રા લીધી હતી. આ સાથે તેના મેટાબોલિઝમ અને હાર્ટ પરની અસરો વધુ આશ્ચર્યજનક હતી. લાઈટવાળા રુમમાં સુવાથી ઈન્સ્યુલિન (Insulin) પ્રતિકારમાં પણ વધારો જોવા મળ્યો હતો.

જાડિયાપણું  :

મહિલાઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ટીવી અથવા લાઈટ ચાલુ રાખીને સૂતા હતા તેમનામાં જાડાપણાનું જોખમ વધારે થયું હતું. આના પરથી કહી શકાય કે લાઈટમાં સુવાથી શરીરમાં ચરબી ચડે છે.

ડિપ્રેશન :

રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂવાથી ડિપ્રેશનનો ખતરો વધી શકે છે. એટલું જ નહીં ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી (Electronic devices) નીકળતી બ્લુ લાઈટની (Blue light) તમારા મૂડ પર સૌથી ખરાબ અસર પડે છે. પ્રકાશનો સંબંધ ઊંઘના અભાવ સાથે છે. જે મૂડ સ્વિંગ્સ અને ચીડિયાપણું પેદા કરી શકે છે.

ડાયાબિટીસ :

સૂવાના સમયે લાંબા સમય સુધી પ્રકાશના સંપર્કમાં રહેવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધે છે અને ઈન્સ્યુલિન પ્રતિકાર અને ડાયાબિટીઝનું જોખમ વધે છે.

હૃદયરોગ :

પ્રકાશ શરીરની ઘડિયાળમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે બાયોમેકેનિકલ ફેરફારો થાય છે. જેના કારણે લાંબા ગાળે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝનો ખતરો રહે છે.

લાઈટ વગર ઊંઘ ન આવતી હોય તો શું કરવું :

જો તમે પ્રકાશ વગર સૂઈ ન શકતા હોવ તો સામાન્ય પ્રકાશને બદલે લાલ બલ્બ ચાલુ રાખવો વધારે સારો છે.
એવું જાણવા મળ્યું છે કે લાલ નાઈટ બલ્બ ઊંઘના હોર્મોન મેલાટોનિનને વધુ પ્રમાણમાં પેદા કરે છે જેનાથી ઊંઘ સારી આવે છે. તે ઉપરાંત ધીરે ધીરે લાઈટ બંધ કરીને સુવાની ટેવ પાડવી ફાયદાકારક છે.

આ પણ વાંચો :-