Home Blog Page 1172

INDvsAUS: રવિન્દ્ર જાડેજા હવે સચિનનો આ રેકોર્ડ તોડવાની નજીક, ઓસ્ટ્રેલિયા સામે મારી શકે છે બાજી

0

INDvsAUS

  • ભારતીય ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ. જાડેજાએ બંને ઈનિંગમાં કુલ 10 વિકેટ લીધી.

ભારત અને ઓસ્ટ્રેલિયા (INDvsAUS) વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેની બીજી મેચ દિલ્હીમાં રમાઈ. જેને ભારતે 6 વિકેટથી જીતી લીધી. ટીમ ઈન્ડિયા માટે બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) શાનદાર પ્રદર્શન કર્યુ. તેમણે પહેલી ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધી. તેમને આ મેચ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી. જાડેજા શાનદાર પર્ફોમન્સના કારણે સચિન તેંડુલકરનો (Sachin Tendulkar) એક રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયા છે.

જાડેજા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બીજા સ્થાને :

જાડેજા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવા મામલે સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગયા. તેમણે આ મામલે ચેતેશ્વર પૂજારાની બરાબરી કરી લીધી છે. જાડેજા સચિનનો રેકોર્ડ તોડવાની ખૂબ સમીપ પહોંચી ગયા છે. આ ટુર્નામેન્ટમાં જાડેજા અને પૂજારાએ ચાર-ચાર વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે. જ્યારે સચિન આ મામલે ટોપ પર છે. તેમણે 5 વખત આ ખિતાબ જીત્યો છે. સ્ટીવ સ્મિથ ત્રણ એવોર્ડ્સની સાથે ત્રીજા સ્થાને છે.

સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા નંબરે રવિચંદ્રન અશ્વિન :

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાએ આ સીરીઝની પ્રારંભિક બે મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. તેમણે બે ઈનિંગમાં 96 રન બનાવ્યાં છે. જેની સાથે-સાથે 17 વિકેટ પણ લીધી છે. જાડેજા આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે ટોપ પર છે.

તેમણે 67.1 ઓવરમાં 191 રન આપ્યાં છે. જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં કુલ 10 વિકેટ લીધી હતી. આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા નંબરે રવિચંદ્રન અશ્વિન છે. તેમણે 2 મેચમાં 14 વિકેટ લીધી છે.

આ પણ વાંચો :-

17 વર્ષીય કિશોરી બની દેશની સૌથી નાની ઉંમરની અંગદાતા, પિતાને કર્યું લીવરદાન

0

17-year-old girl becomes country’s youngest organ

  • 17 વર્ષીય આ દીકરીએ પોતાની ખોરાકીમાં બદલાવ કરી અને નિયમિત વ્યાયામ કરીને સુનિશ્ચિત કરાવ્યું કે તેનું લિવર પિતાને દાન કરવા માટે સૌથી સારી સ્થિતિમાં છે.

કેરળની (Kerala) 17 વર્ષીય છોકરીએ પોતાના પિતાને પોતાના લીવરનો એક ભાગ ડોનેટ કર્યો. આ ડોનેશન બાદ તે દેશની સૌથી ઓછી ઉંમરની અંગદાતા બની ગઈ છે. 12માં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા દેવાનંદે (Chhatra Devanande) આ દાન માટે ખાસ કેરળનાં (Kerala) ઉચ્ચ ન્યાયાલયમાંથી છૂટ માગી કારણકે દેશનાં કાયદાનુસાર નાબાલિગોને (Minors) અંગદાન કરવાની અનૂમતિ નથી. કોર્ટની મંજૂરી મળ્યાં બાદ દેવાનંદે 9 ફેબ્રુઆરીનાં રોજ પોતાના બિમાર પિતાને બચાવવા માટે પોતાના લીવરનો હિસ્સો દાન કર્યો.

48 વર્ષીય પિતાને દિકરીએ આપ્યું જીવનદાન :

48 વર્ષનાં પ્રતીશ ત્રિશૂરમાં એક કેફે ચલાવે છે. દેવાનંદે ખાસ પોતાનામાં ફેરફારો કર્યાં અને નિયમિત વ્યાયામની સાથે એક સ્થાનિય જીમ પણ જોઈન કર્યું જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેનું લીવર દાન માટે સૌથી સારી કન્ડીશનમાં છે. સર્જરી અલુવાની રાજગીરિ હોસ્પિટલમાં કરવામાં આવી. દેવાનંદની વીરતાને જોઈને હોસ્પિટલે સર્જરીનાં તમામ ખર્ચાઓને પણ માફ કરી દીધાં.

પિતાનાં જીવનમાં આવ્યો બદલાવ :

એક સપ્તાહ હોસ્પિટલમાં રહ્યાં બાદ દેવાનંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેનું કહેવું છે કે તે ગર્વ-ખુશ અને રાહતનો અનુભવ કરી રહી છે. પ્રતીશનું જીવન એકાએક બદલાઈ ગયું જ્યારે ખબર પડી કે તેને લીવરની બીમારીની સાથે-સાથે Cancerous Lesion પણ છે. પરિવારને જરૂરી ડોનર ન મળવાને કારણે બાદમાં દેવાનંદે પોતાના લીવરનો એક હિસ્સો પોતાના પિતાને દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

હાઈકોર્ટે આપી મંજૂરી :

માનવ અંગ પ્રત્યારોપણ અધિનિયમ 1994 અનુસાર નાબાલિગને અંગ દાનની અનૂમતિ આપવામાં આવતી નથી. દેવાનંદે તમામ સંભાવનાઓની જાણકારી મેળવી અને ઉચ્ચ ન્યાયાલયનાં દ્વાર ખટખટાવ્યાં. મોટી વાત તો એ છે કે આ ઉચ્ચ ન્યાયાલયે આ પ્રકારનાં મામલામાં એક નાબાલિગ બાળકીને અંગદાન કરવાની અનૂમતિ આપી.

આ પણ વાંચો :-

રાત્રે રૂમમાં સૂવા ગયેલી યુવતીનો સવારે ઘર પાછળ તળાવમાંથી મૃતદેહ મળ્યો, 4 દિવસ પછી લગ્ન હતા

0

The girl who went to sleep in the room at night was found

  • નવસારીના ચીખલીમાં તલાવચોરા ગામના લગ્નના 5 દિવસ પહેલા યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

આગામી 23મી એપ્રિલે આહીર પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી. પરંતુ તેના પહેલા જ દીકરીની લાશ મળતા હવે પરિવાર શોકમાં ડૂબી ગયો છે. રાત્રે રૂમમાં સૂવા માટે ગયેલી યુવતીનો બીજા દિવસે ઘર પાછળ તળાવમાંથી મૃતદેહ મળતા પરિવાર પણ કંઈક અઘટિત થયું હોવાની શંકા સેવી રહ્યો છે.

Bsc ભણેલી પ્રિયંકાના 23મીએ લગ્ન હતા :

વિગતો મુજબ ચીખલી તાલુકાના તલાવચોરા ગામે 22 વર્ષની પ્રિયંકા આહીર નામની યુવતીના ધરમપુરના યોગેશ સાથે 23મી ફેબ્રુઆરીએ લગ્ન નક્કી થયા હતા. Bsc ભણેલી પ્રિયંકાના લગ્ન નજીક હોવાથી પરિવાર તેની તૈયારીમાં વ્યસ્ત હતો. શનિવારે રાત્રે પ્રિયંકા પોતાના રૂમમાં સૂવા માટે ગઈ પરંતુ સવાર પડતા તે રૂમમાં કે ઘરમાં ન દેખાતા પરિવાર ચિંતામાં હતો. ગામમાં દીકરીને શોઘખોળ કરી પણ કોઈ પતો ન લાગ્યો. જ્યારે ઘરની પાછળ આવેલા તળાવમાં જોતા દીકરીનો પાણીમાં તરતો મૃતદેહ દેખાયો જે જોતા જ પરિવારના હોંશ ઉડી ગયા.

તળાવ પાસેથી ફોર્મેટ કરેલો ફોન મળ્યો :

પરિવારે દીકરીનો મૃતદેહ બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી. જેથી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને ચીખલી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી. તળાવના કીનારેથી પ્રિંયકાનો ફોન મળી આવ્યો હતો, જે ફોર્મેટ કરેલો હતો. ઉપરાંત તેના શરીર પર પણ બચકુ ભર્યું હોય એમ દાંતના નિશાન હતા. એવામાં પ્રિયંકાએ છેલ્લે કોની સાથે વાત કરી હતી કે ફોનમાં અન્ય કોઈ ફોટો-વીડિયોની માહિતી છુપાવવા ફોર્મેટ કરાયો હોવાની શંકા છે.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો :

હાલ તો પરિવારને દીકરીની હત્યા થઈ કે પછી તેણે આ પ્રકારનું કોઈ પગલું ભર્યું તે વિશે કોઈ જાણકારી નથી અને કોઈના પર શંકા પણ નથી. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ભાજપમાં રહો અને મલામાલ બનો, આ શહેરની 625 બસો ભાજપના મળતિયાઓને પધરાવી દેવાઈ

0

Stay in BJP and be rich, 625 buses of this city

  • અમદાવાદમાં ખાનગી ઓપરેટરો માટે જ એએમટીએસ ચલાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. એએમસી તંત્ર આ મામલે બચાવ કરી રહી છે પણ આ આક્ષેપોએ અમદાવાદમાં ચર્ચા જગાવી.

ભાજપ સાથે રહો તો માલામાલ થઈ જશો. એટલે જ ઘણા લોકો કેસરિયો છોડતા નથી. ગુજરાતમાં (Gujarat) ધંધો કરવો હોય તો ભાજપનું પીઠબળ હોવું એ જરૂરી છે. અમદાવાદમાં (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની (Ahmedabad Municipal Transport Service) ૬૨૫ જેટલી બસ ભાજપના મળતીયા ઓપરેટરોને પધરાવી દેવામાં આવી હોવાનો મ્યુનિ.બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આટલેથી પણ કોંગ્રેસે તો એવો આક્ષેપ કર્યો છે કે જે બજારમાં દસ બસ લઈ આવ્યા હતા એ આજે પાંચસો બસોના ગુજરાતમાં માલિક થઈ ગયા છે.

કોન્ટ્રાકટરોને વર્ષે ૨૨૫ કરોડની રકમ ચૂકવવામાં આવે છે. એ.એમ.ટી.એસ.ના બજેટ ઉપરની ચર્ચા દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હીતેશ બારોટે એક તબક્કે કહ્યું હતું કે, એ.એમ.ટી.એસ.ના ૯૦૦ જેટલા કર્મચારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગમાં ફરજ ઉપર મુકવામાં આવ્યા છે. જેમના પગારના દર મહિને ૩૬ કરોડનો ખર્ચ પણ મ્યુનિ.તંત્ર ઉપાડે છે.

એ.એમ.ટી.એસ.ની બસ જે ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપવામા આવી છે. એ ઓપરેટરોને વર્ષે રૂપિયા ૨૨૫ કરોડ જેટલી રકમ એ.એમ.ટી.એસ.દ્વારા ચુકવવામા આવી રહી છે. આ પરિસ્થિતિમાં જે આપણે મ્યુનિસિપલ બસો ચલાવવીએ તો બીજે વધારાનો રુપિયા 1500 કરોડનો ખર્ચ થાય એમ હોવાથી એ.એમ.ટી.એસ.ની બસો ખાનગી ઓપરેટરને ચલાવવા આપીએ છીએ.

ખરેખર આ આક્ષેપો સાચા હોય તો આ મામલો તપાસનો વિષય છે. કોંગ્રેસ પક્ષના જગદીશ રાઠોડે તો સુધારા પરની ચર્ચા દરમિયાન અમદાવાદ મ્યુન્સિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બદલીને ભારતીય જનતા પાર્ટી ટ્રાન્સપોર્ટ સર્વિસ રાખવાનો સમય થઈ ગયો હોવાનો બળાપો કાઢ્યો છે. હાલમાં એએમસી પર 3962 કરોડનું જંગી દેવું છે. કોંગ્રેસે આટલેથી પણ ન અટકી બળાપો કાઢ્યો હતો કે, થોડા સમય પહેલાં એએમસીએ 118 જેટલી સીએનજી બસો લેવામાં આવી હતી.

એક બસ દીઠ 25.44 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. આ બસો ખાનગી ઓપરેટરોને પધરાવી દેવામાં આવી છે. હજુ કંગાળ એએમસી બીજી 300 બસો લેવાનું આયોજન કરી રહી છે. એ બસો પણ લઈને ખાનગી ઓપરેટરોને પધરાવી દો એટલે એમને નવી બસો મળી જાય. અમદાવાદમાં ખાનગી ઓપરેટરો માટે જ એએમટીએસ ચલાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. એએમસી તંત્ર આ મામલે બચાવ કરી રહી છે પણ આ આક્ષેપોએ અમદાવાદમાં ચર્ચા જગાવી છે.

એ.એમ.ટી.એસ.માં કોની કેટલી બસ? 

ઓપરેટર               ઓનર       બસ

અર્હમ ટ્રાન્સપોર્ટ      ઉમેદ જૈન  –      109
ટાંક ઓપરેશન્સ      યશવંતભાઈ  –    164
આદીનાથબલ્ક        નરેન્દ્રજૈન  –       115
મારુતી ટ્રાવેલ્સ       એચ.એ.ડાગા  –   144
શ્રી મારુતી ટ્રાવેલ્સ   હસમુખ પટેલ  –    43
શ્રી મારુતી ટ્રાવેલ્સ   એચ.એ.ડાગા  –   100
માતેશ્વરી બસ        બલવંત ટાંક –      50
ટાંક બસ              યશવંત ટાંક   –    50
અહર્મ ટ્રાન્સપોર્ટ     ઉમેદ જૈન –          65
આદીનાથ બ્લેક     નરેન્દ્ર જૈન –          65
ટાંક બસ             યશવંતભાઈ –        70

અમદાવાદીઓને બસો મળતી નથી, પણ સરકારી કાર્યક્રમો હોય તો તુરંત બસો ફાળવાઈ જાય છે. ભલે કોઈ પણ રૂટ કેન્સલ કરી દેવો પડે. જેના પગલે છેલ્લા એક વર્ષમાં સરકારી કાર્યક્રમમાં 6399 બસો ફાળવાઈ છે. પણ તંત્ર તરફથી 5.52 કરોડથી વધુનો ખર્ચ થયો છે. AMTS દ્વારા સરકારી કાર્યક્રમો માટે બસ ફાળવણીની સામે ૧,૫૯,૧૮,૮૯૫ જેટલી રકમ બસની માંગણી કરનાર સંસ્થા દ્વારા ચૂકવવામાં આવ્યા છે.

હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવેલી ૩૭૧૭ બસોની રુપિયા ૩,૩૫,૪૫,૬૭૫ જેટલી રકમ જમા ખર્ચીની પ્રક્રીયા કરી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વસૂલ કરવામા આવશે. કોંગ્રેસના અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટરને આપવામા આવેલા લેખિત જવાબમાં આ ખુલાસો કરાયો છે.

જોકે, ખરેખર ભાજપના મળતિયાઓને આ બસો પધરાવી દેવાઈ હોય તો આ મામલો અતિ ગંભીર છે. સત્તાધિશો ખર્ચ બચાવવાને બહાને ખાનગી ઓપરેટરોને ફાયદો કરાવાઈ રહ્યાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

આ પણ વાંચો :-

 

બાળકોને એકલા મૂકતાં પહેલા વિચારજો ! સુરતમાં રખડતા શ્વાનનો આતંક

0

Think before leaving children alone

  • રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી.

સુરત (Surat) શહેરમાં ફરી એક વખત રખડતા કૂતરાંનો આતંક સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતના ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ત્રણ જેટલાં શ્વાનોએ (Dog) એકસાથે હુમલો કર્યો હતો. વિગતો મુજબ રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર માટે ખસેડવામાં આવી છે.

સુરતના ખજોદ વિસ્તારમાં (Khajod area) દોઢ વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. દોઢ વર્ષની બાળકી ઉપર અચાનક કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ તરફ બાળકીને ખૂબ જ ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ સાથે એક્સ-રે કર્યા બાદ તેને સર્જરી માટે મોકલી દેવાઈ હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના? 

સુરતના ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી એક પરિવારની બાળકી ઘર પાસે એકલી જ ઊભી હતી. આ દરમિયાન ઘર પાસે ઊભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોએ ઉપર હુમલો કરી દીધો હતો. બાળકીને 40 કરતાં વધુ બચકાં ભરી લેવાતાં માસૂમની હાલત ગંભીર થઈ ગઈ હતી.

શું કહ્યું ડોકટરે ? 

સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે જણાવ્યું હતું કે, ખજોદ વિસ્તારમાંથી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ઈમર્જન્સી વિભાગમાં તેની માતા લઈ આવી હતી. કૂતરાઓએ બાળકીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ સાથે શરીર ઉપર 30થી 40 જેટલાં ઈજાનાં નિશાનની સાથે માથાના ભાગે, છાતીના ભાગે અને કમરના ભાગે ઈજા વધુ થઈ છે. જેને લઈ બાળકીને ઈમર્જન્સી વિભાગમાં કૂતરા કરડવાનાં ઈન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી હતી. આ સાથે તેને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

માતા-પુત્રની આ જોડી જોઈને તમારું લોહી ઉકળી જશે, રોમેન્ટિક વીડિયોના કારણે ધરપકડની માગણી ઉઠી

0

This mother-son duo will make your blood boil

  • Mother And Son Viral Video : સોશિયલ મીડિયા પર રચનાના વીડિયો સામે ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેને આ બધું તરત જ બંધ કરવાની સલાહ આપી હતી.

સોશિયલ મીડિયા (Social media) પર હાલમાં એક મહિલા અને છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળતી મહિલા તેના કરતા નાના છોકરા સાથે રોમેન્ટિક કન્ટેન્ટ (Romantic content) બનાવતી જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ છોકરો બીજું કોઈ નહીં પણ વીડિયોમાં દેખાતી મહિલાનો પુત્ર છે.

મા-દીકરાની જોડીએ હવે ઈન્ટરનેટ યુઝર્સને પોતાના વીડિયોથી નારાજ કરી દીધા છે. હાલમાં સામે આવેલી ક્લિપમાં દેખાતી મહિલાનું નામ રચના છે. તે પોતાના પુત્ર સાથે ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવે છે. કેટલીકવાર આ વીડિયો એટલા રોમેન્ટિક હોય છે કે તે જોઈને લોકો અસહજ અનુભવવા લાગે છે.

આ જ કારણ છે કે સોશિયલ મીડિયા યુઝર્સે હવે રચના વિરુદ્ધ કાર્યવાહી અને ધરપકડની માગણી કરી છે. આ પહેલા પણ લોકોએ મહિલા આયોગને ફરિયાદ કરી હતી અને રચનાની ધરપકડની માગણી કરી હતી. હાલમાં અનેક મીડિયા રિપોર્ટ્સમાં છોકરાને મહિલાનો સાવકો પુત્ર ગણાવવામાં આવી રહ્યો છે.

લોકો ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘બંને મા-દીકરો છે, ખૂબ જ વિચિત્ર છે.’ રચનાનો વીડિયો સામે અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેને આ બધુ તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી હતી. જોકે માતા અને પુત્ર સતત તેમના નવા વીડિયો બનાવી રહ્યા છે.

સૌથી વધુ હંગામો એ વીડિયો પર થઈ રહ્યો છે જેમાં રચના તેના પુત્રને કિસ કરતી જોવા મળી રહી છે. અન્ય વીડિયોમાં બંને અલગ-અલગ રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. છોકરો રચનાને ગળે લગાડે છે. તેને ચુંબન કરે છે અને તેને પોતાના ખોળામાં ઉઠાવતો જોવા મળે છે.

આ બધી હરકતો જોઈને લોકોનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો છે. એક વીડિયોમાં રચના સાથે એક નાની છોકરી પણ જોવા મળે છે. જે તેની પુત્રી હોવાનું કહેવાય છે. ઈન્સ્ટાગ્રામ પર રચનાના લગભગ 2 લાખ ફોલોઅર્સ છે. ચાહકોને વીડિયોના કોમેન્ટ બોક્સમાં નફરત અને પ્રેમ બંને મળે છે. લોકો તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

Aadhaar Card : જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા હોય તો જલદી થી કરો આ કામ

0

Aadhaar Card: If your Aadhaar card has completed 10 years

  • હાલના સમયમાં દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ તો હોવું જ જોઈએ. બીજી તરફ તો તમારા આધારકાર્ડને 10 વર્ષની વધુ સમય થઈ ગયો છે. તો તમારા તરત જ આ કામ કરવું જોઈએ.

આધારકાર્ડને (aadhar card) 10 વર્ષની વધુ સમય થઈ ગયુ હોય તો આધાર કાર્ડને અપડેટ કરવું છે જરૂરી. જો તમારું  આધારકાર્ડ 10 વર્ષ પહેલા બન્યું છે. તો તમારે આધારકાર્ડને માર્ચના અંત સુધીમાં તમારું આધારકાર્ડ અપડેટ કરવું જોઈએ. જેથી કરીને આગળના દસ્તાવેજો માટે કોઈ મુશ્કેલી ન પડે. અને હાલના સમયમાં આધારકાર્ડ તે દરેક જગ્યા પર કામ કરવા માટે હોય છે જરૂરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેપ્યુટી કમિશનર ડીસી રાણાએ કહ્યું કે લોકો આધારકાર્ડને અપડેટ કરવા માટે તેમના નજીકના આધાર કેન્દ્રોની લઈ શકે છે મુલાકાત. અથવા તમે જાતે જ આધાર ઓનલાઈન અપડેટ કરી શકો છો. ડેપ્યુટી કમિશનરે લોકોને તેમના 0થી 5  વર્ષના બાળકોની નોંધણી કરાવવા માટે પણ અપીલ કરી હતી. સાથે જ તેમણે બાળકો માટે બાયોમેટ્રિક અપડેટના મહત્વ પર ભાર મૂક્યો હતો.

બાયોમેટ્રિક અપડેટ માટે થાય નહીં કોઈ ખર્ચ :

તમને જણાવી દઈએ કે જો તમારે તમારું બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે કોઈ વધારાના પૈસા ખર્ચવા પડશે નહીં. 10 વર્ષ આધારકાર્ડને થઈ ગયા હોય તો તેને અપડેટ કરવું જરૂરી હોય છે. જો તમારું આધારકાર્ડ હજુ સુધી બન્યું નથી. તો તમારે તેને નવુ કઢાવવું પડશે.

આ પણ વાંચો :-

UPIથી પેમેન્ટ કરવાનો બદલાઈ ગયો પ્રકાર, લાંબા સમયથી સુવિધા માંગી રહ્યા હતા યૂઝર

UPI has changed the mode of payment

  • પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટિડે નાની કિંમતના યૂપીઆઈ ટ્રાન્જેક્શન માટે યૂપીઆઈ લાઈટ ફીચરની શરૂઆત કરી છે. તેનાથી તમે યૂપીઆઈ પીન નાંખ્યા વિના યૂપીઆઈ પેમેન્ટ કરી શકો છો.

યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (Unified Payment Inte) એટલે યૂપીઆઈ હાલના વર્ષોમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતા ડિજિટલ પેમેન્ટ (Digital Payment) મોડના રૂપમાં વિકસિત થયું છે. નાના-નાના યૂપીઆઈ પેમેન્ટને વધારે સરળ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2022માં યૂપીઆઈ લાઈટ ફીચર રજૂ કર્યુ હતું.

હવે આ ફીચરને પેટીએમે પણ પોતાના યૂઝર્સ માટે રજૂ કરી દીધા છે. આ ફીચરની ખાસ વાત એ છે કે તમારે 200 રૂપિયા સુધીના યૂપીઆઈ પેમેન્ટ માટે 4 કે 6 આંકડાનો પિન નહીં નાંખવો પડે.

પેટીએમ પેમેન્ટ્સ બેક લિમિટેડે નાની કિંમતવાળા યૂપીઆઈ ટ્રાન્જેક્શન માટે યૂપીઆઈ લાઈટ ફીચરની શરૂઆત કરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે આ ફીચર દ્વારા યૂઝર્સ સિંગલ ક્લિકમાં ઝડપથી રિયલ ટાઈમ ટ્રાન્જેક્શન કરી શકશે. પીપીબીએલ યૂપીઆઈ લાઈટ ફીચર લોન્ચ કરનારી પહેલી પેમેન્ટ્સ બેંક છે.

હવે નાના-નાના ટ્રાન્જેક્શનથી પાસબુક નહીં ભરાય :

આ ફીચરની ખાસ વાત એ છેકે હવે રોજ થનારા નાના-નાના ટ્રાન્જેક્શનથી બેંકની પાસબુક નહીં ભરાય. આ ટ્રાન્જેક્શન હવે માત્ર પેટીએમ બેલેન્સ અને હિસ્ટ્રી સેક્શનમાં જ જોવા મળશે.

200 રૂપિયા સુધીના પેમેન્ટ માટે પિન નહીં નાંખવો પડે :

પેટીએમ પેમેન્ટ્સ બેંકના જણાવ્યા પ્રમાણે એકવાર લોડ થઈ ગયા પછી યૂપીઆઈ લાઈટ વોલેટ યૂઝર્સને 200 રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન પર પિન નાંખવાની જરૂર નહીં રહે. તેમાં પેમેન્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બની જશે. યૂપીઆઈ લાઈટમાં મહત્તમ 2000 રૂપિયા 2 દિવસમાં 2 વખત એડ કરી શકાશે. આ ફીચરનો ઉપયોગ વીતેલા દિવસમાં મહત્તમ 4000 રૂપિયાનું પેમેન્ટ કરી શકો છો. જોકે આ ફીચર્સ બધા યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો :-

ગુજરાતમાં જુવાનિયાઓને આવી રહ્યું છે હાર્ટએટેકથી મોત, રાજકોટમાં 5 અને સુરતમાં..

Youths are dying of heart attacks in Gujarat

  • યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક વધારો. રાજકોટમાં ક્રિકેટ રમતા યુવકનું હાર્ટ એટેકથી થયું મોત. તો સુરતમાં પણ એન્જિનિરિંગના વિદ્યાર્થીનું છાતીમાં દુખાવા બાદ નિપજ્યું મોત.

બદલાતી લાઈફસ્ટાઈલ અને ફૂડ સ્ટાઈલ (Food style) વચ્ચે હવે જુવાનિયાની જિંદગી બદલાઈ રહી છે. આ જિંદગી મોતને દસ્તક આપી રહી છે. ગુજરાતમાં હાર્ટએટેક (Heart attack) યુવાનો માટે મોટો ખતરો બનીને આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટ રમતા, ફૂટબોલ રમતા યુવકોને મોત આમંત્રણ આપી રહ્યું છે. આ માટે જવાબદાર છે તેમની લાઈફસ્ટાઈલ.

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટએટેકથી યુવાનોના મોત સૌથી વધુ થયા છે. છેલ્લા એક મહિનામાં રમત રમતા પાંચ યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં ક્રિકેટ રમતા ચાર અને ફૂટબોલ રમતા એક યુવાન મળી કુલ પાંચનું મૃત્યુ થયું છે. તો સુરતમાં પણ ત્રણ યુવકોના મોત થયા છે.

આજે રાજકોટ અને સુરતમાં મોત :

આજે રાજકોટના રેસકોર્સ ખાતે ક્રિકેટ રમી રહ્યા હતા તે સમયે એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. રાજકોટની માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી ત્યારે જિગ્નેશ ચોહાણ નામના યુવકને ક્રિકેટ રમતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તેને હોસ્પિટલ ખસેડાતા તેનુ મોત નિપજ્યું છે. સુરતમાં ક્રિકેટ રમીને આવેલા વરાછાના યુવકનું મોત નિપજ્યું છે.

27 વર્ષીય પ્રશાંત ભરોલીયાને ક્રિકેટ રમ્યા બાદ છાતીમાં બળતરા સાથે દુઃખાવો ઉપડ્યો હતો. સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. યુવક કેનેડામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ત્યારે યુવકના મોતને લઈ પરિવારમાં શોક ડૂબ્યો છે.

રાજકોટમાં એક મહિનામાં પાંચ મોત :

યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં એક મહિનામાં પાંચ લોકોના મોત હાર્ટએટેકથી થયા છે. આ તમામ યુવકો સ્પોર્ટસ રમતા સમયે ઢળી પડ્યા હતા. તો સુરતમાં એક મહિનામાં ત્રણ યુવકોના મોતનો આંકડો સામે આવ્યો છે. આ આંકડો હવે ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

રાજકોટમાં સૌથી વધુ મોત :

હાર્ટએટેકથી યુવાનોના મોત થવામાં રાજકોટ હાલ આગળ છે. પ્રથમ મોતમાં એક 21 વર્ષીય ફૂટબોલરનું મોત નિપજ્યું છે. ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત થયું હતું. ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થયુ હતું. બીજુ મોત, રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત નિપજ્યુ હતું. ક્રિકેટ મેચ દરમિયાન ટેનિસનો દડો વાગ્યો હતો, જેથી તેણે રનર રાખીને 22 રન ફટાકાર્યા હતા.

પરંતુ બાદનું તેનુ હાર્ટ ફેઈલ થયુ હતું. આમ, યુવકનો પળવારમાં જીવ ગયો હતો. રેસકોર્સમાં રમતી વખતે જીંદગીની ઇનિંગ પૂરી થતા યુવકના પરિવાર અને મિત્રોમાં કાળો કલપાંત સર્જાયો છે. તો તેના થોડા દિવસો બાદ ત્રીજું મોત થયુ હતં.  પાલનપુરના ડીસાના રહેવાસી ભરત બારીયા નામનો યુવાન તેના પરિવારજનો સાથે રાજકોટમાં તેની બહેનને ત્યાં દીકરાના લગ્ન હોવાથી તેઓ સહ પરિવાર સાથે લગ્નમાં આવ્યા હતા તે દરમિયાન આ યુવાન રાજકોટના શાસ્ત્રીમેદાન માં ક્રિકેટ રમી પરત જઈ રહ્યા હતા.

ત્યારે ભરતભાઈને એકાએક છાતીમાં દુખાવો તેમજ ચક્કર આવી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેની સાથે ક્રિકેટ રમી રહેલા તેના મિત્રો તેમજ સગા સંબંધી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની જાણ તેના પરિવારને થતા તેઓ તાત્કાલિક સિવિલ ખાતે દોડી આવ્યા હતા. ભરતભાઈ ની ઉંમર 40 વર્ષની હતી અને તેઓને અગાઉ એક પણ પ્રકારની બીમારી ન હતી. તેમજ તેમને સંતાન પણ ન હતું.

આ પણ વાંચો :-