Home Blog Page 1164

Hong Kong : આકાશમાંથી અંગારા વરસ્યા! 42 માળની ઈમારત આગની જ્વાળાઓમાં લપેટાઈ, Video જોઈને હચમચી જશો

Hong Kong : Embers rained from the

  • Viral Video : હોંગકોંગની એક ગગનચુંબી ઈમારતમાં આગ ફાટી નીકળી. એવું કહેવાય છે કે આ ઈમારત નિર્માણધીન છે. જ્યાં અડધી રાતે આગ લાગી. ભીષણ આગની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી શેર થઈ રહી છે. જ્યાં ગગનચુંબી ઈમારતને આગની લપેટોમાં જોઈ શકાય છે. નિર્માણધીન ઈમારતની અંદરથી વિસ્ફોટોના અવાજ પણ આવી રહ્યા છે.

હોંગકોંગની (Hong Kong) એક ગગનચુંબી ઈમારતમાં આગ ફાટી નીકળી. એવું કહેવાય છે કે આ ઈમારત નિર્માણધીન છે. જ્યાં અડધી રાતે આગ લાગી. ભીષણ આગની તસવીરો સોશિયલ મીડિયામાં (Social media) ઝડપથી શેર થઈ રહી છે. જ્યાં ગગનચુંબી ઈમારતને આગની લપેટોમાં જોઈ શકાય છે. નિર્માણધીન ઈમારતની અંદરથી વિસ્ફોટોના અવાજ પણ આવી રહ્યા છે. ભીષણ આગમાં (Fierce fire) ઓછામાં ઓછા બે લોકો ઝૂલસી ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે ભીષણ આગના કારણે સમગ્ર વિસ્તાર લાલ જોવા મળી રહ્યો છે અને અંગારા અને ભભકતા કાટમાળનો વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ત્યાંના રહીશોની પરેશાની વધી  ગઈ છે. ફાયરના કર્મીઓ આગ પર કાબૂ લાવવાની કોશિશ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ નિર્માણધીન ઈમારત 1967માં હોંગકોંગના ગવર્નર રહી ચૂકેલા ડેવિડ ટ્રેન્ચ દ્વારા ખોલવામાં આવેલા મેરિનર્સ ક્લબની જૂની જગ્યા છે.

500 રૂમની બની રહી હતી હોટલ :

રિપોર્ટમાં કહેવાયું છે કે જૂની ઈમારતને 2018માં ધ્વસ્ત કરાઈ હતી અને તેને 42 માળની કિમ્પ્ટન હોટલમાં ફેરવવામાં આવી હતી. આગમાં ધ્વસ્ત થઈ ચૂકેલી નિર્માણધીન ગગનચુંબી ઈમારત 3,40,000 વર્ગ ફૂટમાં બની રહી હતી અને તેમાં ઓછામાં ઓછા 500 રૂમ બનવાના હતા.

આ પણ વાંચો :-

શું પંજાબમાં થશે નવાજૂની ? ખૂબ મોટી સંખ્યામાં સશસ્ત્ર દળને કરાશે તૈનાત

0

Will Nawajuni happen in Punjab?

  • પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી છે તેનાથી રાજ્યની સુરક્ષા પર સવાલો વચ્ચે હવે પંજાબમાં કંઈક મોટું થવાનું અનુમાન.

ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) હવે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 50 કંપનીઓ પંજાબ (Punjab) મોકલવા જઈ રહ્યું છે. પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી છે તેનાથી રાજ્યની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પંજાબમાં કંઈક મોટું થવાનું છે. આર્મ્ડ પોલીસ ફોર્સની (Armed Police Force) આ કંપનીઓને ‘હોલા મોહલ્લા’ પહેલા તૈનાત કરવામાં આવશે.

અહેવાલો અનુસાર, સશસ્ત્ર પોલીસ દળની એક કંપનીમાં લગભગ 120 સુરક્ષા કર્મચારીઓ હોય છે. સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલી કેન્દ્રીય દળની આ કંપનીઓ 6 થી 16 માર્ચ સુધી પંજાબમાં રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 50 કંપનીઓમાંથી સીઆરપીએફની 10, રેપિડ એક્શન ફોર્સની 8, બોર્ડર સિક્યુરિટી ફોર્સની 12, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની 10 અને સશસ્ત્ર સીમા બળની 10 કંપનીઓ મોકલવાની તૈયારી ચાલી રહી છે.

સરકારે લખ્યો હતો પત્ર :

ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે 23 ફેબ્રુઆરીએ અજનાલામાં અને 8 ફેબ્રુઆરીએ મોહાલીમાં કેટલાક કટ્ટરપંથીઓ અને પોલીસ વચ્ચે હિંસા પછી 28 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. પત્રમાં માન સરકારે કેન્દ્રીય દળોની 120 કંપનીઓ પંજાબ મોકલવાની વિનંતી કરી હતી. ગુરુવારે સીએમ માન દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા.

જાણો શું હતો સમગ્ર મામલો :

વાસ્તવમાં 23 ફેબ્રુઆરીએ પંજાબની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. તસ્વીરમાં કટ્ટરપંથી શીખ સંગઠન ‘વારિસ પંજાબ દે‘ના વડા અમૃતપાલ સિંહ તેના સેંકડો સમર્થકો સાથે હથિયારોથી સજ્જ થઈને અજનલા પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. સમર્થકો અને પોલીસકર્મીઓ વચ્ચેની અથડામણમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ જ પંજાબની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો :-

ન ઉમ્ર કી સીમા હો…75 વર્ષના બોયફ્રેન્ડે 70 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન 

0

Na umr ki seema ho…75 year old boyfriend

  • 75 વર્ષના બોયફ્રેન્ડે 70 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતા વૃદ્ધાશ્રમની આ અજબ પ્રેમ કી ગજબ કહાની ચર્ચામાં આવી છે.

Weird Love Story : ન ઉમ્ર કી સીમા હો, ન જન્મો કા હો બંઘન જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન હિંદી ફિલ્મના આ ગીતની લાઇન દરેક જગ્યાએ સાર્થક થતી જોવા મળી રહી છે. દુનિયામાં એવા ઘણા કપલ્સ મળી જશે જેમની વચ્ચે ઉંમરમાં ઘણો મોટો તફાવત હોય છે. પ્રેમ ઉંમર નથી જોતો.  આજકાલ કપલ્સ વચ્ચે ઉંમરમાં તફાવત વધવા લાગ્યો છે.

બૉલીવૂ઼ડમાં મલાઈકા અરોરા-અર્જુન કપૂર (Malaika Arora-Arjun Kapoor), પ્રિયંકા ચોપરા-નિક જોનસ, પ્રીતિ ઝિન્ટા, મિલિંદ સોમન અને અંકિતા, ઉર્મિલા વગેરે કેટલાય એવા સેલેબ્સ છે જેમની ઉંમર તેમના પાર્ટનર કરતાં વધુ છે. કેટલાક તેમના પાટનર કરતા 10 વર્ષ મોટા છે તો કેટલાક પરિણીત છે અને  તેમને બાળકો પણ છે.

તેમ છતાં  તેમને પ્રેમ થયો અને તેઓ રિલેશનશિપમાં (relationship) આવ્યા. પરંતુ આ સ્ટોરી માત્ર ફિલ્મોમાં નથી હોતી.ઘણી વખત વાસ્તવિક જીવનમાં આવી સ્ટોરી જોવા મળે છે. આવી જ એક સ્ટોરી આજકાલ ચર્ચામાં છે.

આ ઘટના મહારાષ્ટ્રના (Maharashtra) કોલ્હાપુર (Kolhapur) વૃદ્ધાશ્રમની છે. જ્યાં 75 વર્ષના બાબૂરાવ પાટીલનું દિલ 70 વર્ષના અનુસાયા શિંદે પર આવી ગયું. જો તમે તેમની ઉંમર જોઈ ચોંકી રહ્યા છો તો ઉભા રહો કારણ કે તેમની લવ સ્ટોરીમાં તે બધું જ છે જે યુવાનોની લવ સ્ટોરીમાં હોય છે. બે વર્ષ પહેલા બંને જાનકી વૃદ્ધાશ્રમમાં રહેવા માટે આવ્યા હતા. તેમને એવી જગ્યાએ પ્રેમ મળ્યો કે તેમણે વિચાર્યું પણ નહી હોય.

પહેલા કર્યું પ્રપોઝ અને બાદમાં…?

વૃદ્ધાશ્રમમાં રહેવા દરમિયાન બંને એકબીજા સાથે સુખ-દુઃખની વહેંચણી કરતા હતા અને આ દરમિયાન બંનેને પ્રેમ થયો. કોલ્હાપુરના વૃદ્ધાશ્રમમાં પ્રવેશ કરવા પર બાબૂરાવે તેમના પત્નીને ગુમાવ્યા હતા. અનુસુયાના પતિનું પણ નિધન થયું હતું.

એકબીજા પ્રત્યે તેમનો લગાવ વધતો ગયો અને તેઓ વૃદ્ધાશ્રમમાં એકબીજાનો સહારો બન્યા અને આ સહારો સમય જતા  પ્રેમમાં પરિવર્તિત થયો.  બાબૂરાવ પાટીલે થોડા દિવસો પહેલા અનુસુયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જોકે શરૂઆતમાં તે સહમત ન હતા. આઠ દિવસ પછી તેમણે તેમનો આ પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો હતો.

લગ્ન જાનકી આશ્રમમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી થયા :

જ્યારે આ વાતની વૃદ્ધાશ્રમના ડાયરેક્ટર બાબાસાહેબ પૂજારીને જાણ થઈ ત્યારે તેમણે આ અંગે સહમતિ આપી હતી. ત્યારબાદ જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન જાનકી આશ્રમમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી થયા હતા. અહીંના લોકોએ અમને કહ્યું કે વૃદ્ધાવસ્થામાં એકબીજાને ટેકો આપવા માટે આપણે લગ્ન કરવા જોઈએ.

આ પણ વાંચો :-

શક્તિપીઠ અંબાજીમાં હવે માઈભક્તોમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે ! જાણો શું છે આ વાતની હકીકત ?

0

Mohanthal prasad will not be available

  • હાલમાં પણ આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકીંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે દૂરદરાજથી આવતા યાત્રિકો હોંશેહોંશે માં અંબાને ધરાયેલા મોહનથાળનો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.

શક્તિપીઠ અંબાજીધામમાં (Shaktipeeth Ambajidham) માં અંબેના મંદિરમાં વહેંચાતો મોહનથાળના (Mohanthal) પ્રસાદ બદલે અન્ય પ્રસાદની વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવનારી હિલચાલ પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા કોઈ જ આદેશ કરાયો નથી તેવું ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજી મંદિર (Pilgrimage Ambaji Temple) પરિષરમાં 50 વર્ષ ઉપરાંતથી માં અંબેને મોહનથાળનો પ્રસાદ ધરાવીને શ્રદ્ધાળુઓ માટે વિતરણ વ્યવસ્થામાં મુકવામાં આવેલો છે.

હાલમાં પણ આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકીંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે દૂરદરાજથી આવતા યાત્રિકો હોંશેહોંશે માં અંબાને ધરાયેલા મોહનથાળનો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.

મોહનથાળની એક પરંપરા પણ એવી રહી છે કે આજદિન સુધી મોહનથાળની બનાવટમાં સ્વાદનો કોઈ ફેર પડ્યો નથી ને વર્ષોથી એક જ સ્વાદમાં શુદ્ધતાની ખરાઈ સાથે વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી આવતા યાત્રિકો એક નહીં પણ અનેક બોક્સ સાથે લઈ જતા હોય છે. આ મોહનથાળના પ્રસાદની વિતરણ વ્યવસ્થા બંધ કરી અન્યપ્રસાદ વહેંચવા બાબતે કેટલાક માધ્યમોના અહેવાલના પગલે યાત્રિકોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે.

અંબાજી મંદિરમાં વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની એક ઓળખ સમાન બની ગયું છે. જેને નાના બાળકોથી લઈ વૃદ્ધો સહીતના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. જે મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયું છે ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.

જોકે હાલ તબક્કે આ પ્રસાદ બનાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે. પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા બાબતે કોઈ પણ જાતનો આદેશ કરવામાં આવ્યો નથી. હમણાં યાત્રિકોનો ઘસારો પણ અંબાજી મંદિરમાં ઓછો હોવાથી પ્રસાદના હજારો પેકેટ સ્ટોકમાં પડ્યા છે. હાલ આ પ્રસાદનો સ્ટોક પૂરો કરવા સૂચન કરાયું છે. આ પ્રસાદના સ્ટોક પૂર્ણ થયા બાદ ઉપલા અધિકારીઓનો જે રીતે આદેશ મળશે તે રીતે આગળની કામગીરી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

આ પણ વાંચો :-

Allu Arjun : Instagram પર પબ્લિક ભેગી કરી ‘પુષ્પા’એ બૂમ પડાવી ! કહ્યું, એ બિટ્ટા…યે મેરા અડ્ડા

Allu Arjun: ‘Pushpa’ made a noise by gathering the

  • Allu Arjun બન્યો ઈન્સ્ટાનો એક્કો ! 20 મિલિયન ફોલોઅર્સ ભેગા કરી ‘પુષ્પા’એ બૂમ પડાવી. સુપરસ્ટાર અલ્લુ અર્જુન ઈન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ સાઉથ ઈન્ડિયન એક્ટર બન્યો.

અલ્લુ અર્જુન (Allu Arjun) એક ફેમસ ભારતીય અભિનેતા અને ડાન્સર છે. તે પોતાની અનોખી સ્ટાઇલ, અસાધારણ ડાન્સ મૂવ્સ અને અભિનયને કારણે જાણીતો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ તેનો વિશાળ ચાહક વર્ગ છે. ફિલ્મ ‘પુષ્પા’ની સફળતા બાદ તેના ચાહક વર્ગમાં નોંધપાત્ર વધારો થયો છે.

અભિનેતાને તેના ફેન્સ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફોલો કરે છે. તાજેતરમાં જ આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ વટાવીને એક નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો છે. તે આ માઇલસ્ટોન પૂર્ણ કરનાર દક્ષિણ ભારતનો પ્રથમ અભિનેતા બન્યો છે.

સોશિયલ મીડિયા અભિનેતાઓ માટે તેમના ફેન્સ સાથે જોડાવવાનું અને તેમના કામ વિશેની માહિતી આપવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેની ફિલ્મો અને પર્સનલ લાઇફ વિશે વાતો શેર કરતો રહો છે.

મોટાભાગે તે ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચવું અલ્લુ અર્જુનના ચાહકો માટે એક ગર્વની ક્ષણ છે.

આ પણ વાંચો :-

કારમાં સર્જાઈ છે આ 5 પ્રકારની સમસ્યાઓ, લોંગ ડ્રાઈવ પર જતાં પહેલાં કરી લો ચેક

These 5 types of problems that have

  • long drive tips : જો તમે એક કારના માલિક છો તો આ સમાચાર તમારા માટે અત્યંત કામમાં આવે તેવા છે. જેમ-જેમ કાર જૂની થાય છે તેમ તેમ કારમાં અલગ-અલગ સમસ્યા આવવા લાગે છે.

Car driving: જો તમે એક કારના માલિક છો તો આ સમાચાર તમારા માટે અત્યંત કામમાં આવે તેવા છે. જેમ-જેમ કાર જૂની થાય છે તેમ તેમ કારમાં અલગ-અલગ સમસ્યા આવવા લાગે છે. જેના કારણે કારને મિકેનિક પાસે લઈ જવી પડે છે. આજે અમે તમને કારમાં થનારી મુશ્કેલીઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જે એક કારમાં સામાન્ય રીતે હોય છે. અને તેને દૂર કરવાનું અત્યંત જરૂરી હોય છે.

Engine Misfiring :

જેમ કે તમે જાણો છો કે કારમાં એન્જિન મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે તમે ગાડીનો સેલ મારો છો ત્યારે ગાડીનું  એન્જિન મિસફાયર થઈ જાય છે. તેના કારણે એન્જિન ખરાબ થઈ જાય છે. અને તેમાં મિસફાયરની સમસ્યા પણ આવી શકે છે.

Dead Battery :

આ તે સમસ્યમાંથી એક છે જે તમારી કારને ચાલવા દેતી નથી. જ્યારે પણ તમે કારને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તે સ્ટાર્ટ થતી નથી. તેની પાછળ બેટરી ખરાબ હોવાનું લક્ષણ હોય છે.

Tight Clutch પેડલ :

વાહનમાં ક્લચની ભૂમિકા મહત્વની હોય છે. જ્યારે તમને લાગે કે ક્લચ પેડલને પુશ કરવામાં મુશ્કેલી આવી રહી છે તો તમારે તે સમયે સમજી લેવું જોઈએ કે ક્લચમાં કોઈ મુશ્કેલી છે.

Shrieking Sound From એન્જિન :

જો તમે ગાડીને ચાલુ કરી છે અને તેના એન્જિનમાંથી અવાજ આવી રહ્યો છે તો તમારે સમજી લેવું જોઈએ કે એન્જિનમાં કોઈ સમસ્યા છે. તમારી કારમાં બેટરી ચાર્જિંગ, સ્ટીયરિંગ કંટ્રોલ અને ક્લાઈમેટ કંટ્રોલના કારણે પણ અવાજ આવી શકે છે. તેને તમારે ઝડપથી મિકેનિક પાસે જઈને બદલી શકો છો.

overheating engine :

એન્જિન ઓવરહિટીંગ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. અનેકાર એન્જિન સમયથી વધારે ચાલે છે તો તેન કારણે એન્જિન ઓવરહીટ થવા લાગે છે. વાહનમાં સામાન્ય રીતે એન્જિનનો ખ્યાલ રાખવો જોઈએ. નહીં તો અધવચ્ચે તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો :-

Ambalal Patel Forecast : હોળી પહેલા અંબાલાલ પટેલની આગાહી, આ તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢશે !

0

Ambalal Patel Forecast

  • Ambalal Patel Forecast : આંબાલાલ પટેલે હોળી પહેલા આગાહી કરી છે કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

રાજ્યમાં ગરમી વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કમોસમી વરસાદની (Unseasonal rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 4,5,6 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. પવનોનો દિશા બદલાતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારી, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી :

આંબાલાલ પટેલે હોળી પહેલા આગાહી કરી છે કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળછાયું વાતાવરણ રહેશે અને હિમ વર્ષા થશે.

હરીયાણા, રાજસ્થાનના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. જ્યારે 4 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે.

સમી હારીજ, મહેસાણા, કડી, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લાના અમુક ભાગો તેમજ ગીરના ભાગો,આહવા, ડાંગ, સુરત, ગાધીધામ, નખત્રાણા ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે.

દેશભરમાં પડી શકે છે આકરી ગરમી  :

હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે અલ-નિનોની અસરને પગલે આ વખતે દેશભરમાં આકરી ગરમી પડી શકે છે.

ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણમાંથી તેલંગાણામાં આ વખતે રેકોર્ડ ગરમી પડી શકે છે. આ પૈકીના મોટાભાગના સ્થળોએ માર્ચના મોટાભાગના દિવસોમાં જ 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે. ભૂજમાં ફેબ્રુઆરીમાં જ તાપમાન 40ને પાર થઇ ચૂક્યું છે અને તેવું જવલ્લે જ જોવા મળતું હોય છે.

આ પણ વાંચો :-

હોળી પર શનિ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ 4 રાશિના લોકોના જીવનમાં વધશે મુસીબતો -જાણો બચવાના ઉપાય

Planet Saturn will change its course on Holi

મેષઃ આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારું રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારું રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઈ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્ત્વના નિર્ણયો. યોગ્ય રીતે લઈ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ શારીરિક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

પતિને પડતો મૂકી પરપુરૂષ સાથે ગુટરગૂ કરી રહી છે આ અભિનેત્રીઓ

These actresses are cheating

  • Relationship : આજની આ સ્ટોરીમાં અમે એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગ્યો. લિસ્ટમાં અનેક પોપ્યુલર ચહેરાઓ છે જેમાં મલાઈકા અરોરાથી લઈને નિશા રાવલનું પણ નામ છે.

Extra Marital Affairs : બોલીવુડ હોય કે ટીવી સ્ટાર્સ, તેમની પર્સનલ લાઈપ અને ખાસ કરીને તેમને લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. વાત જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેરની આવે ત્યારે લોકોને ખૂબ જ મસાલો મળતો હોય છે. અનેક વાર અભિનેત્રીઓના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તે પતિની સિવાય બીજા પુરુષથી એટલી આકર્ષાઈ જાય છે કે તે અભિનેત્રીનું (actress) ચક્કર ચાલુ થઈ જાય છે. આજે અમે તમને એવી હિરોઈનો (heroine) વિશે બતાવીશું જે પોતાના આવા અફેરને કારણે ચર્ચામાં રહી.

આજની આ સ્ટોરીમાં અમે એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગ્યો. લિસ્ટમાં અનેક પોપ્યુલર ચહેરાઓ છે જેમાં મલાઈકા અરોરાથી લઈને નિશા રાવલનું પણ નામ છે.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર મલાઈકા અરોરા વિશે એવું કહેવામાં આવે છે કે અરબાઝ ખાન સાથેના તેના છૂટાછેડાનું કારણ અર્જુન કપૂર સાથેની તેની નિકટતા હતું. જ્યાં મલાઈકા અત્યારે અર્જુન કપૂરની સાથે પોતાની પર્સનલ લાઈફને માણી રહી છે તો અરબાઝ પણ જૉર્જિયા એન્ડ્રિયાની સાથે સંબંધમાં છે.

આ લિસ્ટમાં કામ્યા પંજાબીનું નામ પણ સામે છે. એક્ટ્રેસના એક્સ હસબન્ડ બંટી નેગીએ કામ્યા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કામ્યાનું ચક્કર બોલીવુડ સ્ટાર સંજય દત્તના કઝિન નિમાઈ બાલી સાથે છે.

ટીવીના મશહૂર એક્ટર આમિર અલી અને સંજિદા શેખ પણ અલગ થઈ ચુક્યા છે. જો કે સંજિદા શેખ પર પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગી ચુક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજિદા અને આમિરના છૂટાછેડાનું કારણ હર્ષવર્ધન રાણે છે.

ટીવી એક્ટર નિશા રાવલ અને કરણ મહેરાનું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું. કરણે નિશા પર આરોપ લગાવ્યો કે તેનું અફેર તેના માનેલા ભાઈ રિતેશ સાથે રહ્યું.

પહેલા પતિ રૌનક સાથે છૂટાછેડા બાદ ટીવીની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કડ પર પણ આવો આરોપ લાગી ચૂક્યો છે. પરિણીત હોવા છતાં વર્ષ 2011માં દીપિકા શોએબ ઈબ્રાહિમને મળી હતી. જેના પછીના વર્ષે દીપિકા રૌનકથી અલગ થઈ ગઈ હતી. શોએબ અને દીપિકાના લગ્ન થઈ ચુક્યા છે અને બંને ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો :-

Gold Rate Today : આજે પણ સોનાના ભાવ તૂટ્યા, જો લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0

Today the price of gold has

  • Today Gold Rate : 24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. ચેક કરો લેટેસ્ટ ગોલ્ડ રેટ..

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 2 માર્ચ 2023ના રોજ સોના અને ચાંદીના (Gold and silver) ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ 56 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 63 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 શુદ્ધતાવાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 56066 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ 63911 રૂપિયે કિલો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના જણાવ્યાં મુજબ બુધવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 56140 રૂપિયા પ્રતિ ગ્રામ હતો જે આજે સવારે 56066 રૂપિયા પર આવી ગયો છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી સસ્તા થયા છે.

આજે શું છે ભાવ :

અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને 55842 રૂપિયા પર પહોંચી ગયા. જ્યારે 916 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 51356 રૂપિયા થયો છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 42049 પર આવી ગયો છે. જ્યારે 585 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે સસ્તું થઈને 32798 રૂપિયા થઈ ગયું છે. આ સિવાય 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 64407 રૂપિયા થયો છે.

ગોલ્ડનો ભાવ :

999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 74 રૂપિયા સસ્તો થઈને 56066 રૂપિયા છે. જે ગઈ કાલે 56140 રૂપિયા હતો. જ્યારે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 73 રૂપિયા સસ્તું થઈને 55842 રૂપિયાના સ્તરે છે. 916 ટચનું સોનું 68 રૂપિયા ઘટીને 51356 રૂપિયાના સ્તરે છે.

જ્યારે 750 પ્યોરિટીવાળું સોનું 56 રૂપિયા સસ્તું થઈને 42105 રૂપિયા છે. 585ની પ્યોરિટીવાળું સોનું 32842 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી એક કિલોએ 335 રૂપિયા સસ્તી થઈ અને 63911 પર પહોંચી.

આ પણ વાંચો :-