HomeGujaratસ્પીડમાં BMW હંકારીને અકસ્માત કરનાર નબીરાની ગાડીમાંથી ભાજપનો ખેસ મળ્યો

સ્પીડમાં BMW હંકારીને અકસ્માત કરનાર નબીરાની ગાડીમાંથી ભાજપનો ખેસ મળ્યો

Date:

Related stories

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...

આજનું રાશિફળ: નવી તકથી લઈને અટકેલા પૈસા સુધી, કોના પક્ષમાં રહેશે દિવસ?

🌟જાણો ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નું રાશિફળ: ♈ મેષ: આજે કામકાજમાં...

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...
spot_img

BJP’s case was found in the car of Nabira

  • BMW Hit And Run : અમદાવાદમાં દારૂના નશામાં BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત. બેફામ રીતે કાર ચલાવી સિમ્સ હોસ્પિટલ પાસે દંપતિને મારી ટક્કર. અકસ્માત કર્યા બાદ કાર ચાલક થયો ફરાર.

અમદાવાદમાં (Ahmedabad) હિટ એન્ડ રનની વધુ એક ઘટનાએ અમદાવાદ પોલીસના નાકે દમ કર્યો છે. BMW કાર ચાલકે દારૂના નશામાં દંપતીને અડફેટે લીધા હતા. સિમ્સ હોસ્પિટલથી (Sims Hospital) ઝાયડસ જવાના રસ્તે આ અકસ્માત સર્જીને BMW કાર ચાલક દોઢ કિ.મી. દૂર કાર મૂકીને ફરાર થયો હતો.

આ યુવક અમદાવાદના વગદાર પરિવારનો નબીરો હોવાનું સામે આવ્યું છે. કાર સત્યમ શર્મા નામનો માલેતુજાર પરિવારનો દીકરો ચલાવતો હતો. જેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. તો અકસ્માત પહેલાં સ્પીડનો વીડિયો પણ બનાવ્યો હતો.

કારમાંથી સત્યમ શર્મા નામના વ્યક્તિની પાસબુક મળી આવી હતી. તો સાથે જ ચોંકવનારી વાત એ છે કે તેની કારમાંથી ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે. આ ઘટના બાદથી માલેતુજાર પરિવાર રાતોરાત ગાયબ થઈ ગયો છે.

ઝાડના હિસાબે દંપતી બચ્યું, BMW એ ચાર લોકોને અડફેટે લીધા  :

બન્યું એમ હતું કે બુધવારે રાતે 9.45 વાગ્યાના સુમારે બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં સીમ્સ હોસ્પિટલ રોડ સોલા વિસ્તારમાં યુવકે પોતાની કાર નંબર GJ-01-KV-1008 ની પુરઝડપે બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી હતી.

બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં ચાલીને પસાર થતા તેણે અમીતભાઈ દેવકીનંદન સિંઘલ (ઉ.વ.૪૪ ધંધો વેપાર રહેવાસી) અને તેમના પત્ની સાહેદ મેઘાબેન (ઉ.વ.૪૦) ને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે અમીતભાઈને જમણા પગે ઘુટીના ભાગે ફ્રેક્ચર થયું છે. તો સાહેદ મેઘાબેનને ડાબા પગે ઘુટણના ભાગે ફ્રેક્ચર થયું છે. તેમજ તેમના થાપાના ભાગે ઈજાઓ પહોચી છે.

ગાડીમાંથી ભાજપનો ખેસ અને દારૂની બોટલ મળી :

BMW કારમાંથી પોલીસને દારૂની બોટલો પણ મળી આવી હતી. તેમજ કારની ફ્રન્ટ સીટ પર ભાજપનો ખેસ મળી આવ્યો હતો. ત્યારે શુ આ માલેતુજાર પરિવારનો ભાજપ સાથે કોઈ નાતો છે કે નહિ તે પણ ચર્ચામાં આવ્યું છે.

અકસ્માતના જાણ થતા બાદ પોલીસ કાર માલિકના ઘરે પહોંચી હતી. જ્યાં અકસ્માત બાદ કાર માલિક પરિવાર સાથે ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું. BMW કારનો માલિક શ્રીક્રિષ્ના શર્મા છે. શ્રીક્રિષ્ના શર્માનો પુત્ર સત્યમ શર્મા છે. આ BMW કાર સત્યમ શર્મા ચલાવે છે.

ઘરમાં કામ કરતા કુકે જણાવ્યું કે કાર માલિક પરિવાર બિઝનેસમેન છે. શર્મા પરિવાર મૂળ ગ્વાલિયાનો છે. તેમની આનંદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે. પુત્ર સત્યમે સોશિયલ મીડિયા પર પુરઝડપે કાર હંકારતો અને પૈસા સાથેના રિલ અપલોડ કર્યા છે.

આ પણ વાંચો :-

 

 

Subscribe

Latest stories

spot_img