અરે Rahul Gandhi તમે આ શું બોલી ગયાં ! જાણો શું કહ્યું ?

Share this story

Hey Rahul Gandhi, what did you say?

  • Rahul Gandhi at Cambridge University : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બ્રિટનની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના ભાષણને ‘સાંભળવાની કલા’ પર કેન્દ્રીત કર્યું. તેમણે પોતાના વ્યાખ્યાનમાં દુનિયામાં લોકતાંત્રિક માહોલને પ્રોત્સાહન આપવા માટે એક એવી નવી સોચનું આહ્વાન કર્યું કે જેને થોપવામાં ન આવે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Congress MP Rahul Gandhi) બ્રિટનની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં (University of Cambridge) પોતાના ભાષણને ‘સાંભળવાની કલા‘ (The art of listening) પર કેન્દ્રીત કર્યું. તેમણે પોતાના વ્યાખ્યાનમાં દુનિયામાં લોકતાંત્રિક માહોલને પ્રોત્સાહન આપવા માટે એક એવી નવી સોચનું આહ્વાન કર્યું કે જેને થોપવામાં ન આવે. અત્રે જણાવવાનું કે ગાંધી ‘કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ‘ માં વિઝિટિંગ ફેલો છે.

હાલના વર્ષોમાં ભારત અને અમેરિકા જેવા લોકતાંત્રિક દેશોમાં વિનિર્માણ ક્ષેત્રમાં ઘટાડાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ફેરફારથી મોટા પાયે અસમાનતા અને આક્રોશ સામે આવ્યો છે. જેના પર તત્કાળ ધ્યાન આપવાની અને સંવાદની જરૂર છે.

નવી સોચની જરૂરિયાત :

રાહુલ ગાંધીએ યુનિવર્સિટીમાં 21મી સદીમાં સાંભળવાનું શીખવાના વિષય પર વ્યાખ્યાન આપતા કહ્યું કે, આપણે એક એવી દુનિયાની કલ્પના ન કરી શકીએ જ્યાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ ન હોય. તેમણે કહ્યું કે આથી આપણે આ અંગે નવી સોચની જરૂરિયાત છે કે તમે બળપૂર્વક માહોલ બનાવવાની જગ્યાએ કઈ રીતે લોકતાંત્રિક માહોલ બનાવી શકો છો. તેમણે કહ્યું કે ‘સાંભળવાની કલા‘ ખુબ શક્તિશાળી હોય છે. દુનિયામાં લોકતાંત્રિક વ્યવસ્થાઓનું ખુબ મહત્વ છે.

ત્રણ ભાગમાં વહેચાયેલું હતું વ્યાખ્યાન :

વ્યાખ્યાનને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત કરાયું હતું. તેની શરૂઆત ભારત જોડો યાત્રાના ઉલ્લેખથી થઈ હતી. રાહુલ ગાંધીએ લગભગ 4000 કિલોમીટર પગપાળા યાત્રા સપ્ટેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી કરી હતી. આ યાત્રા ભારતના 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી.

દ્વિતિય વિશ્વયુદ્ધ બાદથી વિશેષ રીતે સોવિયેત સંઘના 1991ના વિઘટન બાદથી અમેરિકા અને ચીનના બે અલગ અલગ દ્રષ્ટિકોણ પર વ્યાખ્યાનનો બીજો ભાગ કેન્દ્રીત હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘વિનિર્માણથી સંબંધિત નોકરીઓને સમાપ્ત કરવા ઉપરાંત અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલાઓ બાદ પોતાના દરવાજા ઓછા ખોલ્યા જ્યારે ચીને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની આજુબાજુના સંગઠનો દ્વારા સદભાવને પ્રોત્સાહન આપ્યું છે.’

રાહુલ ગાંધીના વ્યાખ્યાનના અંતિમ તબક્કાના વિષય ‘વૈશ્વિક વાતચીતની જરૂરિયાત’ હતો. તેમણે વિભિન્ન દ્રષ્ટિકોણને અપનાવતા નવી રીતભાત માટે આહ્વાનમાં વિભિન્ન આયામોને સાંકળવાનો પ્રયત્ન કર્યો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એ પણ સમજાવ્યું કે ‘યાત્રા’ એક તીર્થયાત્રા છે જેનાથી લોકો આપોઆપ જ જોડાય છે જેથી કરીને બીજાઓને સાંભળી શકે.

આ પણ વાંચો :-