ડુંગળીના ખેડૂતનું વધુ એક બિલ સોશિયલ મીડિયામાં થયું વાયરલ, વેપારી પાસેથી રૂપિયા લેવાના બદલે થયા ચૂકવવાના

Share this story

Another bill of an onion farmer went viral

  • Agriculture News : કાલાવડના ધુતારપુર ગામના ખેડૂતે રાજકોટ પહોંચીને 472 કિલો ડુંગળીનો એક પણ રૂપિયો ન મળ્યો અને સામે 131 રૂપિયા ચૂકવવાના થયા હતા.

રાજ્યમાં ડબલ એન્જિન સરકારથી ભાવનગરના (Bhavnagar) ખેડૂતો ભારે નારાજ થયા છે. ખેડૂતોને ડુંગળીના પ્રતિ કિલો અઢીથી ત્રણ રૂપિયા ભાવ સતત બે મહિનાથી મળી રહ્યો છે. જેના કારણે ધરતી પુત્ર ખેડૂત (Farmer) દિવસેને દિવસે આર્થિક દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે. આ દરમિયાન કાલાવાડના ખેડૂતે ડુંગળી વેચી તો વેપારી પાસેથી રૂપિયા લેવાના બદલે ચૂકવવાના થયા છે. જેનું બિલ સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયું છે.

અન્ય ખેડૂતને મળ્યાં માત્ર 10 રૂપિયા :

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડનું 25 ફેબ્રુઆરીનું એક બિલ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે. કાલાવડના બજરંગપુર ગામના સવજી મોહન દોમડીયા નામના ખેડૂતે યાર્ડમાં 8 મણ અને 6 કિલો ડુંગળી વેચી તો બિલમાં ખેડૂતના ભાગે માત્ર 10 રૂપિયા મળ્યા હતા. બજરંગપુર ગામથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ 100 કિલોમીટર દૂર આવેલું છે. એટલે કે 100 કિલોમીટર દૂર ડુંગળી વેચવા આવેલા ખેડૂતને માત્ર 10 રૂપિયા મળ્યા હતા.

માર્કેટ યાર્ડના વેપારી મુજબ ખેડૂતે 166 કિલો ડુંગળી વેચી હતી. ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી અને મજૂરી ખર્ચ વગેરેનો ખર્ચ 247 રૂપિયા થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આવ્યા હતા. હાલમાં બજારનો ભાવ તળિયે છે જેથી ખેડૂતોને આ ભોગવવું પડી રહ્યું છે.

કાલાવાડના બજરંગપુરા ગામના ખેડૂતે 166 કિલો ડુંગળી વેચી હતી જેમાં એક મણના તેમને 31 રૂપિયા લેખે ખેડૂતને ભાવ મળ્યો હતો અને ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી. પરંતુ ડુંગળી યાર્ડ સુધી પહોંચાડવાનો તેમજ અન્ય મજૂરી ખર્ચ વગેરેના રૂપિયા 247 થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આવ્યા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી લસણ, ડુંગળી, ઘઉં, કપાસ,જીરું, ધાણા જેવી વિવિધ પાકોનો મબલખ ઉત્પાદન થતા યાર્ડમાં ભરાવો જોવા મળે છે. જેમાં ડુંગળીની આવક વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. હાલ તો ખેડૂતોને ડુંગળીના પોષણ ક્ષમ ભાવ મળી રહ્યા નથી અને ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા રોવાનો વારો આવ્યો છે.

બજરંગપુરા ગામના ખેડૂતે 166 કિલો ડુંગળી ગોંડલની સાવલિયા એન્ટરપ્રાઈઝ નામની પેઢીને વેચી હતી. ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી અને મજૂરી ખર્ચ વગેરેના રૂપિયા 247 થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા. હાલ આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-