Gold Rate Today : આજે પણ સોનાના ભાવ તૂટ્યા, જો લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Share this story

Today the price of gold has

  • Today Gold Rate : 24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. ચેક કરો લેટેસ્ટ ગોલ્ડ રેટ..

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 2 માર્ચ 2023ના રોજ સોના અને ચાંદીના (Gold and silver) ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ 56 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 63 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 શુદ્ધતાવાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 56066 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ 63911 રૂપિયે કિલો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના જણાવ્યાં મુજબ બુધવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 56140 રૂપિયા પ્રતિ ગ્રામ હતો જે આજે સવારે 56066 રૂપિયા પર આવી ગયો છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી સસ્તા થયા છે.

આજે શું છે ભાવ :

અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને 55842 રૂપિયા પર પહોંચી ગયા. જ્યારે 916 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 51356 રૂપિયા થયો છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 42049 પર આવી ગયો છે. જ્યારે 585 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે સસ્તું થઈને 32798 રૂપિયા થઈ ગયું છે. આ સિવાય 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 64407 રૂપિયા થયો છે.

ગોલ્ડનો ભાવ :

999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 74 રૂપિયા સસ્તો થઈને 56066 રૂપિયા છે. જે ગઈ કાલે 56140 રૂપિયા હતો. જ્યારે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 73 રૂપિયા સસ્તું થઈને 55842 રૂપિયાના સ્તરે છે. 916 ટચનું સોનું 68 રૂપિયા ઘટીને 51356 રૂપિયાના સ્તરે છે.

જ્યારે 750 પ્યોરિટીવાળું સોનું 56 રૂપિયા સસ્તું થઈને 42105 રૂપિયા છે. 585ની પ્યોરિટીવાળું સોનું 32842 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી એક કિલોએ 335 રૂપિયા સસ્તી થઈ અને 63911 પર પહોંચી.

આ પણ વાંચો :-