Hong Kong : આકાશમાંથી અંગારા વરસ્યા! 42 માળની ઈમારત આગની જ્વાળાઓમાં લપેટાઈ, Video જોઈને હચમચી જશો

Share this story

Hong Kong : Embers rained from the

  • Viral Video : હોંગકોંગની એક ગગનચુંબી ઈમારતમાં આગ ફાટી નીકળી. એવું કહેવાય છે કે આ ઈમારત નિર્માણધીન છે. જ્યાં અડધી રાતે આગ લાગી. ભીષણ આગની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી શેર થઈ રહી છે. જ્યાં ગગનચુંબી ઈમારતને આગની લપેટોમાં જોઈ શકાય છે. નિર્માણધીન ઈમારતની અંદરથી વિસ્ફોટોના અવાજ પણ આવી રહ્યા છે.

હોંગકોંગની (Hong Kong) એક ગગનચુંબી ઈમારતમાં આગ ફાટી નીકળી. એવું કહેવાય છે કે આ ઈમારત નિર્માણધીન છે. જ્યાં અડધી રાતે આગ લાગી. ભીષણ આગની તસવીરો સોશિયલ મીડિયામાં (Social media) ઝડપથી શેર થઈ રહી છે. જ્યાં ગગનચુંબી ઈમારતને આગની લપેટોમાં જોઈ શકાય છે. નિર્માણધીન ઈમારતની અંદરથી વિસ્ફોટોના અવાજ પણ આવી રહ્યા છે. ભીષણ આગમાં (Fierce fire) ઓછામાં ઓછા બે લોકો ઝૂલસી ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે ભીષણ આગના કારણે સમગ્ર વિસ્તાર લાલ જોવા મળી રહ્યો છે અને અંગારા અને ભભકતા કાટમાળનો વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ત્યાંના રહીશોની પરેશાની વધી  ગઈ છે. ફાયરના કર્મીઓ આગ પર કાબૂ લાવવાની કોશિશ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ નિર્માણધીન ઈમારત 1967માં હોંગકોંગના ગવર્નર રહી ચૂકેલા ડેવિડ ટ્રેન્ચ દ્વારા ખોલવામાં આવેલા મેરિનર્સ ક્લબની જૂની જગ્યા છે.

500 રૂમની બની રહી હતી હોટલ :

રિપોર્ટમાં કહેવાયું છે કે જૂની ઈમારતને 2018માં ધ્વસ્ત કરાઈ હતી અને તેને 42 માળની કિમ્પ્ટન હોટલમાં ફેરવવામાં આવી હતી. આગમાં ધ્વસ્ત થઈ ચૂકેલી નિર્માણધીન ગગનચુંબી ઈમારત 3,40,000 વર્ગ ફૂટમાં બની રહી હતી અને તેમાં ઓછામાં ઓછા 500 રૂમ બનવાના હતા.

આ પણ વાંચો :-