ન ઉમ્ર કી સીમા હો…75 વર્ષના બોયફ્રેન્ડે 70 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન 

Share this story

Na umr ki seema ho…75 year old boyfriend

  • 75 વર્ષના બોયફ્રેન્ડે 70 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતા વૃદ્ધાશ્રમની આ અજબ પ્રેમ કી ગજબ કહાની ચર્ચામાં આવી છે.

Weird Love Story : ન ઉમ્ર કી સીમા હો, ન જન્મો કા હો બંઘન જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન હિંદી ફિલ્મના આ ગીતની લાઇન દરેક જગ્યાએ સાર્થક થતી જોવા મળી રહી છે. દુનિયામાં એવા ઘણા કપલ્સ મળી જશે જેમની વચ્ચે ઉંમરમાં ઘણો મોટો તફાવત હોય છે. પ્રેમ ઉંમર નથી જોતો.  આજકાલ કપલ્સ વચ્ચે ઉંમરમાં તફાવત વધવા લાગ્યો છે.

બૉલીવૂ઼ડમાં મલાઈકા અરોરા-અર્જુન કપૂર (Malaika Arora-Arjun Kapoor), પ્રિયંકા ચોપરા-નિક જોનસ, પ્રીતિ ઝિન્ટા, મિલિંદ સોમન અને અંકિતા, ઉર્મિલા વગેરે કેટલાય એવા સેલેબ્સ છે જેમની ઉંમર તેમના પાર્ટનર કરતાં વધુ છે. કેટલાક તેમના પાટનર કરતા 10 વર્ષ મોટા છે તો કેટલાક પરિણીત છે અને  તેમને બાળકો પણ છે.

તેમ છતાં  તેમને પ્રેમ થયો અને તેઓ રિલેશનશિપમાં (relationship) આવ્યા. પરંતુ આ સ્ટોરી માત્ર ફિલ્મોમાં નથી હોતી.ઘણી વખત વાસ્તવિક જીવનમાં આવી સ્ટોરી જોવા મળે છે. આવી જ એક સ્ટોરી આજકાલ ચર્ચામાં છે.

આ ઘટના મહારાષ્ટ્રના (Maharashtra) કોલ્હાપુર (Kolhapur) વૃદ્ધાશ્રમની છે. જ્યાં 75 વર્ષના બાબૂરાવ પાટીલનું દિલ 70 વર્ષના અનુસાયા શિંદે પર આવી ગયું. જો તમે તેમની ઉંમર જોઈ ચોંકી રહ્યા છો તો ઉભા રહો કારણ કે તેમની લવ સ્ટોરીમાં તે બધું જ છે જે યુવાનોની લવ સ્ટોરીમાં હોય છે. બે વર્ષ પહેલા બંને જાનકી વૃદ્ધાશ્રમમાં રહેવા માટે આવ્યા હતા. તેમને એવી જગ્યાએ પ્રેમ મળ્યો કે તેમણે વિચાર્યું પણ નહી હોય.

પહેલા કર્યું પ્રપોઝ અને બાદમાં…?

વૃદ્ધાશ્રમમાં રહેવા દરમિયાન બંને એકબીજા સાથે સુખ-દુઃખની વહેંચણી કરતા હતા અને આ દરમિયાન બંનેને પ્રેમ થયો. કોલ્હાપુરના વૃદ્ધાશ્રમમાં પ્રવેશ કરવા પર બાબૂરાવે તેમના પત્નીને ગુમાવ્યા હતા. અનુસુયાના પતિનું પણ નિધન થયું હતું.

એકબીજા પ્રત્યે તેમનો લગાવ વધતો ગયો અને તેઓ વૃદ્ધાશ્રમમાં એકબીજાનો સહારો બન્યા અને આ સહારો સમય જતા  પ્રેમમાં પરિવર્તિત થયો.  બાબૂરાવ પાટીલે થોડા દિવસો પહેલા અનુસુયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જોકે શરૂઆતમાં તે સહમત ન હતા. આઠ દિવસ પછી તેમણે તેમનો આ પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો હતો.

લગ્ન જાનકી આશ્રમમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી થયા :

જ્યારે આ વાતની વૃદ્ધાશ્રમના ડાયરેક્ટર બાબાસાહેબ પૂજારીને જાણ થઈ ત્યારે તેમણે આ અંગે સહમતિ આપી હતી. ત્યારબાદ જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન જાનકી આશ્રમમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી થયા હતા. અહીંના લોકોએ અમને કહ્યું કે વૃદ્ધાવસ્થામાં એકબીજાને ટેકો આપવા માટે આપણે લગ્ન કરવા જોઈએ.

આ પણ વાંચો :-