શક્તિપીઠ અંબાજીમાં હવે માઈભક્તોમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે ! જાણો શું છે આ વાતની હકીકત ?

Share this story

Mohanthal prasad will not be available

  • હાલમાં પણ આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકીંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે દૂરદરાજથી આવતા યાત્રિકો હોંશેહોંશે માં અંબાને ધરાયેલા મોહનથાળનો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.

શક્તિપીઠ અંબાજીધામમાં (Shaktipeeth Ambajidham) માં અંબેના મંદિરમાં વહેંચાતો મોહનથાળના (Mohanthal) પ્રસાદ બદલે અન્ય પ્રસાદની વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવનારી હિલચાલ પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા કોઈ જ આદેશ કરાયો નથી તેવું ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજી મંદિર (Pilgrimage Ambaji Temple) પરિષરમાં 50 વર્ષ ઉપરાંતથી માં અંબેને મોહનથાળનો પ્રસાદ ધરાવીને શ્રદ્ધાળુઓ માટે વિતરણ વ્યવસ્થામાં મુકવામાં આવેલો છે.

હાલમાં પણ આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકીંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે દૂરદરાજથી આવતા યાત્રિકો હોંશેહોંશે માં અંબાને ધરાયેલા મોહનથાળનો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.

મોહનથાળની એક પરંપરા પણ એવી રહી છે કે આજદિન સુધી મોહનથાળની બનાવટમાં સ્વાદનો કોઈ ફેર પડ્યો નથી ને વર્ષોથી એક જ સ્વાદમાં શુદ્ધતાની ખરાઈ સાથે વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી આવતા યાત્રિકો એક નહીં પણ અનેક બોક્સ સાથે લઈ જતા હોય છે. આ મોહનથાળના પ્રસાદની વિતરણ વ્યવસ્થા બંધ કરી અન્યપ્રસાદ વહેંચવા બાબતે કેટલાક માધ્યમોના અહેવાલના પગલે યાત્રિકોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે.

અંબાજી મંદિરમાં વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની એક ઓળખ સમાન બની ગયું છે. જેને નાના બાળકોથી લઈ વૃદ્ધો સહીતના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. જે મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયું છે ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.

જોકે હાલ તબક્કે આ પ્રસાદ બનાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે. પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા બાબતે કોઈ પણ જાતનો આદેશ કરવામાં આવ્યો નથી. હમણાં યાત્રિકોનો ઘસારો પણ અંબાજી મંદિરમાં ઓછો હોવાથી પ્રસાદના હજારો પેકેટ સ્ટોકમાં પડ્યા છે. હાલ આ પ્રસાદનો સ્ટોક પૂરો કરવા સૂચન કરાયું છે. આ પ્રસાદના સ્ટોક પૂર્ણ થયા બાદ ઉપલા અધિકારીઓનો જે રીતે આદેશ મળશે તે રીતે આગળની કામગીરી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

આ પણ વાંચો :-