Home Blog Page 1142

શું તમે પણ બોટલનું પાણી પીઓ છો ? જો પીતા હોવ તો થઈ જાવ સાવધાન

Do you also drink bottled water

  • Plastic Water Bottle : બોટલ્ડ વોટર કંપનીઓ સામાન્ય રીતે ખૂબ જ ઓછા ખર્ચે ભૂગર્ભ જળને ટેપ કરે છે અને પછી તેને મ્યુનિસિપલ નળના પાણીના સમાન એકમ કરતાં 150થી 1000 ગણા વધુ ભાવે વેચે છે.

” જળ એજ જીવન ” પાણીએ શરીરની અનિવાર્ય જરૂરીયાત છે. પાણીએ મહત્વનું જીવન રક્ષાક તત્વ છે. તેના વગર જીવન શકય નથી. શરીરના નિભાવ માટે પાણીની (Water) ખુબજ જરૂરીયાત છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે આપણે રોજ પાણી પીતા હોઈએ છીએ કે ઝેર? આજકાલ આપણે બોટલમાં પાણી પીએ છીએ અને તે પાણી પેક્ડ વોટર (Packed water) એટલે કે બોટલનું પાણી છે.

બોટલ્ડ વોટર વેચતી કંપનીઓ ઝડપથી વિકસી રહી છે. વિશ્વએ તમામ લોકો માટે સુરક્ષિત પાણીના ધ્યેય તરફ નોંધપાત્ર પ્રગતિ કરી છે અને વર્ષ 2020માં 74 ટકા માનવજાતને સલામત પાણીની પહોંચ હતી. આ 2 દાયકા પહેલા કરતા 10 ટકા વધુ છે. પરંતુ તે ભવિષ્ય માટે ખતરનાક છે. કારણ કે બોટલ્ડ વોટર ઈન્ડસ્ટ્રી બધા માટે ભરોસાપાત્ર પીવાનું પાણી પુરું પાડવામાં જાહેર પ્રણાલીઓની નિષ્ફળતાને છુપાવી રહી છે.

બોટલ્ડ વોટર કંપનીઓ સામાન્ય રીતે ખૂબ જ ઓછા ખર્ચે ભૂગર્ભ જળને ટેપ કરે છે અને પછી તેને મ્યુનિસિપલ નળના પાણીના સમાન એકમ કરતાં 150થી 1000 ગણા વધુ ભાવે વેચે છે. ઉત્પાદનને નળના પાણીના સંપૂર્ણ સલામત વિકલ્પ તરીકે રજૂ કરીને કિંમતને ઘણીવાર ન્યાયી ઠેરવવામાં આવે છે. જો કે બોટલમાં ભરેલું પાણી તમામ દૂષણોથી મુક્ત નથી કારણ કે તે ભાગ્યે જ જાહેર ઉપયોગિતાના નળના પાણી જેવા કડક જાહેર આરોગ્ય અને પર્યાવરણીય નિયમોને આધિન છે.

ધ કન્વર્સેશનમાં અહેવાલ થયેલા અભ્યાસ તારણ કાઢે છે કે અત્યંત નફાકારક અને ઝડપથી વધતો બોટલ્ડ વોટર ઈન્ડસ્ટ્રી બધા માટે વિશ્વસનીય પીવાનું પાણી પૂરું પાડવામાં જાહેર પ્રણાલીઓની નિષ્ફળતાને છુપાવી રહી છે. આ અભ્યાસ વિશ્વના 109 દેશોમાં કરવામાં આવ્યો હતો.

આ ઉદ્યોગ વિકાસના પ્રયત્નોને વાળીને અને ઓછા પોસાય તેવા વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરીને મોટાભાગના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સલામત પાણીના પ્રોજેક્ટ્સની પ્રગતિને નબળી બનાવી શકે છે. બોટલ્ડ વોટર ઈન્ડસ્ટ્રીમાં તેજી આવી છે. જે યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) ને પણ ઘણી રીતે અસર કરે છે.

આજકાલ આ બોટલનું પાણી એટલું વેચાય છે કે તેની ખરીદીથી ઉદ્યોગને ઘણો ફાયદો થાય છે. પરંતુ તે આપણા જીવન માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :-

30 માર્ચ 2023, આજનું રાશિફળ : આજે આ 5 રાશિના જાતકો પર વિષ્ણુજી રહેશે અસીમ કૃપા, ધંધામાં મળશે મોટી સફળતા

30 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે, આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રમે જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબૂત બનતા આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરપથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્ર‌ગતિ થથી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા, સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ
બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્નતાનો અનુવ થાય પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદનની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગનો સાથે મળતો જણાય છે.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાયછે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યવર્થઈના મતભેદો ટાળવા. ધંધાકીય વિદ્રાન વ્યકિતનો સહકાર મળી રહે. સંતાનો સાથે સાંતિથી કામ લેવું. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુકિત મળતી જણાય. હરીફો ઉપર‌ વિજય મેળવી શકાશે. આવક જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથા નો દુખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઈ બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટા ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગેમહત્તવના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય. શરદી ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકે. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળ‍વો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

Raghav Chadha સાથે લગ્નના સવાલ પર શરમાઈ ગઈ પરિણીતિ ચોપરા, VIDEOમાં જુઓ કેવું આપ્યું રિએક્શન

Parineeti Chopra got embarrassed  

  • Parineeti Chopra reaction On Marriage : બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે ડેટિંગને લઈને ચર્ચામાં આવ્યા છે.

બોલિવુડ (Bollywood) અને રાજનીતિનો (Politics) સંબંધ કંઈ નવો નથી. ઘણા સેલિબ્રિટીઝે ફિલ્મી સ્ટાર્સને છોડી નેતા સાથે લગ્ન કર્યા છે. સ્વરાભાસ્કર (Swarabhaskar) બાદ પરિણીતિ ચોપડા પણ હવે લગ્ન કરવા માટે તૈયાર છે.

અહેવાલ અનુસાર તે જલ્દી જ AAP નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથે લગ્ન કરવા જઈ રહી છે. આમ તો લગ્નની કોઈ ઓફિશ્યલ એનાઉન્સમેન્ટ નથી થઈ. પરંતુ હવે લગ્નની ખબરો પર પરિણીતીનું રિએક્શન સામે આવી રહ્યું છે.

રાઘવ ચઢ્ઢા સાથે લગ્નની ખબર પર પરિણીતિનું રિએક્શન  :

ગઈકાલે રાત્રે એટલે કે 28 માર્ચ 2023એ પરિણીતિ ચોપરાને લગ્નની ખબરોની વચ્ચે એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી હતી. આ સમયે તેની સાથે લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે રાઘવ ચઢ્ઢા સાથે પોતાના લગ્નને લઈને કોઈ નિવેદન તો નથી આપ્યું પરંતુ તેના શરમાવવા અને સ્માઈલે સવાલનો જવાબ આપી દીધો.

લગ્નનો સવાલ સાંભળીને પરિણીતિ શરમાઈ ગઈ અને કેની આંખોમાં પણ ચમક જોવા મળી. એરપોર્ટ પર એક્ટ્રેસ વ્હાઈટ હાઈનેકની સાથે બ્લેક કોટ-પેંટમાં ગોર્જિયસ લાગી રહી હતી.

આ પણ વાંચો :-

તમારા વિસ્તારના ધારાસભ્યો વિધાનસભામાં બેસીને શું કરે છે તે લાઈવ જોઈ શકશો, લોન્ચ થઈ Youtube ચેનલ

0
You can watch live what the MLAs of your area are doing while sitting in the Legislative
  • Gujarat Vidhansabha Youtube Channel : ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી. મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ-ટ્યુબ ચેનલની શરૂઆત કરાવી. વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલી લોકો સુધી પહોંચશે.

ગુજરાત વિધાનસભાએ (Gujarat Assembly) ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ (Youtube channel) શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વીડિયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વીડિયો ક્લિપમાં જોવા મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે, યુટ્યુબ ચેનલ થકી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો. હવે તમે તમારા વિસ્તારના ધારાસભ્યો વિધાનસભામાં બેસીને શું કરે છે તે લાઈવ જોઈ શકશો.

આ યુટ્યુબ ચેનલ પર તમામ ધારાસભ્યો, મંત્રીઓના નિવેદનો મૂકવામાં આવશે. જો કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનો અપલોડ કરવામાં નહિ આવે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા, રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ કરવા રજૂઆત કરાઈ રહી હતી. જો કે જીવંત પ્રસારણને લઈ હાલ કોઈ નિર્ણય કરાયો નથી. પરંતુ હવે તમામ ધારાસભ્યો, મંત્રીઓએ ગૃહમાં અપાયેલા નિવેદનોને સોશિયલ મીડિયા પર જોઈ શકાશે.

ગુજરાત વિધાનસભાને હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપ્યું છે. આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ પણ શરૂ કરાઇ છે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. ગુજરાત વિધાનસભામાં થતા તમામ પ્રશ્નોત્તરીના મહત્વના ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મૂકાશે. http://gujaratassembly.gov.in/gujaratindex.html પર જઈને વિધાનસભાની માહિતી મેળવી શકાશે.

આ પણ વાંચો :-

આ ગુજ્જુ ખેલાડીથી ઓસ્ટ્રેલિયન ટીમ થર થર કાંપે છે, કાંગારુ ખેલાડીએ કર્યો ખુલાસો

0

The Australian team is shaking  

  • Josh Hazlewood : ઓસ્ટ્રેલિયાના ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે વિરાટ કોહલી નહીં, પરંતુ ભારતના એક બેટરને ખુબ જોખમી ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મંગળવારે આરસીબી પોડકાસ્ટમાં કહ્યું કે બોલર્સ માટે તેમની વિકેટ ખુબ રોમાંચિત કરનારી છે. તેમને આઉટ કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે.

ઓસ્ટ્રેલિયાના (Australia) ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે (Josh Hazlewood) વિરાટ કોહલી (Virat Kohli) નહીં પરંતુ ભારતના એક બેટરને ખુબ જોખમી ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે (Josh Hazlewood) માન્યું છે કે આ જે બોલર છે તેની સામે બોલિંગ કરવી ખુબ મુશ્કેલ હોય છે અને તેમની વિકેટ લઈને બોલર ખુબ રોમાંચિત મહેસૂસ કરે છે.

આ ભારતીય બેટરથી કાંપે છે ઓસ્ટ્રેલિયનો :

આ ભારતીય ખેલાડી છે ચેતેશ્વર પૂજારા. ભારતીય બેટર પૂજારાએ હાલમાં જ ટેસ્ટ મેચોની સદી પૂરી કરી હતી. જો કે ઓસ્ટ્રિલન વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચાર મેચોમાં તેઓ કોઈ મોટો સ્કોર ખડો કરી શક્યા નહીં. તેમનું યોગદાન આમ છતાં ઉલ્લેખનીય રહ્યું. 35 વર્ષના પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં 102 મેચોમાં 19 સદી અને 35 અડધી સદી સહિત 7000 થી વધુ રન બનાવી ચૂક્યા છે.

કાંગારુ ખેલાડીએ પોતે કર્યો ખુલાસો :

ઓસ્ટ્રેલિયાના ખૂંખાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મંગળવારે આરસીબી પોડકાસ્ટમાં કહ્યું કે, બોલર્સ માટે તેમની વિકેટ ખુબ રોમાંચિત કરનારી છે. તેમને આઉટ કરવા માટે  ખુબ મહેનત કરવી પડે છે. આટલા વર્ષોમાં બોલિંગ કરવાની મે પૂરી મજા લીધી છે. તેઓ ઉત્કૃષ્ટ બેટર છે અને ઓસ્ટ્રેલિયન બોલર્સના નિશાના પર હંમેશા રહે છે.

આઈપીએલમાં કોઈએ ખરીદ્યા નહીં :

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 31 માર્ચથી આઈપીએલ રમશે પરંતુ ચેતેશ્વર પૂજારાને આઈપીએલમાં કોઈ ટીમે ખરીદ્યા નથી. પૂજારાએ આઈપીએલની 30 મેચોમાં 390 રન કર્યા છે. 2019મં તેમણે પોતાની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ તરફથી રમી હતી. ત્યારબાદ તેમને એક પણ મેચ રમવા મળી નથી. ચેતેશ્વર પૂજારાની ધીમી બેટિંગ વિશે હંમેશા ટીકા થતી રહી છે.

આ પણ વાંચો :-

 

Heart-Healthy Foods : ઉનાળામાં સારા સ્વાસ્થ્ય માટે સામેલ કરો આ ફ્રૂટસ, જાણો તેના અદભૂત ફાયદા

Heart-Healthy Foods 

  • આકરો તડકો શરૂ થયો છે. ત્યારે દરેક લોકોએ પોતાના આહારમાં આટલી વસ્તુઓ સામેલ કરવી જરૂરી છે કેમ કે ઉનાળામાં તબિયત વધુ ખરાબ થતી હોય છે.

જો આપણે સ્વસ્થ રહેવું હશે તો આપણે આપણાં હ્રદયને (Heart) પણ સ્વસ્થ રાખવું પડશે. મહત્વપૂર્ણ બાબત છે કે યોગ્ય ભોજન અને સારી લાઈફસ્ટાઈલથી (Lifestyle) જ તમારે તમારા હ્રદયને સ્વસ્થ રાખી શકો છો

માર્ચ મહિનામાં જ તાપમાન વધી ગયું છે તો વિચારો એપ્રિલમાં શું હાલત થશે. તાપમાન વધવાથી શરીર પર સ્ટ્રેસ પણ ઓટોમેટિક વધી જાય છે. જેના લીધે દિલને બ્લડ (Blood) સપ્લાય માટે ઝડપથી પંપ કરવુ પડે છે. હાર્ટની યોગ્ય દેખભાળ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી તો જરૂરી છે જ આ સાથે યોગ્ય ખાણીપીણી પણ જરૂરી છે.

શું કહે છે ડોક્ટર્સ :

ડોક્ટર્સનું કહેવુ છે કે ગરમીમાં ડિહાઈડ્રેશન (Dehydration) અને હીટ સ્ટ્રોકથી (Heat stroke) હ્રદયને બચાવવું જરૂરી છે. વધુ માત્રામાં સોડિયમ કે મીઠુ શરીર પર ઉંધી અસર કરે છે. તેથી મીઠું ઓછુ ખાવું જોઈએ સાથે સાથે 3થી 4 લિટર પાણી પીવો અને ફળોના જ્યુસની સાથે સાથે શાકભાજી પણ ખાવા જોઈએ. ગરમીની સીઝનમાં આ ફુડ્સને ડાયેટમાં ઉમેરો તો સ્વસ્થ રહી શકશો.

તરબુચ :

તરબુચ સીઝનલ ફ્રુટ છે. ગરમીમાં તે ઠેર ઠેર મળી આવે છે. ગરમીમાં ડિહાઇડ્રેશન રોકવાનો તે સૌથી સારો વિકલ્પ છે. તે મિનરલ્સથી પણ ભરપુર હોય છે. આ ફ્રુટમાં લગભગ 92 ટકા ભાગ પાણીનો હોય છે. આ ફ્રુટ ખાવાથી બ્લડ પ્રેશર લો થાય છે અને હ્રદય પર દબાણ ઓછુ આવે છે.

લીલા પાંદડાવાળી શાકભાજી :

ગરમીની સીઝનમાં લીલા પાંદડાવાળા શાકભાજીને ડાયેટમાં સામેલ કરો. તે વિટામીન અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા 3 હોય છે. તે આરોગ્ય સારુ રાખે છે.

પપૈયુ :

પપૈયુ એક એવું ફળ છે જે દરેક વ્યક્તિ ખાવાનું પસંદ કરે છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. તેમાં પેપિન નામનું કમ્પાઉન્ડ હોય છે. જે હાર્ટને સ્વસ્થ રાખવા અને બ્લડ વેસલ્સને ક્લીન કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

Gujarat : વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- રાજ્યની જેલમાં સતત..

0

Gujarat: Minister of State for Home Harsh Sanghvi 

  • ગુજરાત વિધાનસભા બજેટનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 17 જેલમાં પોલીસે કરેલી રેડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો.

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) બજેટનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 17 જેલમાં પોલીસે કરેલી રેડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. જાહેર તાકીદની અગત્યની બાબત અંગે ઉદય કાનગડે મુદ્દો ઉઠાવ્યો હતો. રેડ દરમિયાન કેટલી પ્રતિબંધિત વસ્તુઓ મળી. ગેરપ્રવૃતિઓમાં (Misconduct) સંડોવાયેલા લોકો સામે શું પગલાં લીધા તેવો સવાલ કરવામાં આવ્યો હતો.

રાજ્યની 17 જેલની અંદર થયેલી પોલીસ રેડ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિસ્ટમમાં રહેલા લીકેજ દૂર કરવા જરૂરી છે. સિસ્ટમમાં રહેલા લીકેજ દૂર કરવા માટેનું આ ચેકિંગનું ઓપરેશન હતું. ગુજરાતની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. કોઇને ખ્યાલ ન આવે તે રીતે દરોડા પાડવાનો મુખ્યમંત્રીનો (Chief Minister) આદેશ હતો.

હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું હતું કે રાજ્યની જેલમાં સતત ચેકિંગ ચાલુ રહેશે. એસપી અને રેન્જ આઇજી જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાશે. જેલમાં ઝામર હોવા છતાં ફોન કાર્યરત રહે છે. જેલની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી ફોન કનેક્ટ થાય છે. આગામી દિવસોમાં ટેકનોલોજીના વધુ ઉપયોગથી ખામી દૂર કરાશે.

નોંધનીય છે કે રાજ્યની ૧૭ જેલો પૈકી ૦૩ જેલોમાં મોબાઇલ ફોન સાથે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવેલ જેમાં જવાબદાર અધિકારી/કર્મચારીઓ સામે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસના અંતે જવાબદાર અધિકારી કર્મચારી સામે ખાતાકિય તપાસ હાથ ધરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ૧૭ જેલો પૈકી ૦૫ જેલોમાં કોઈ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી.

આ પણ વાંચો :-

સોનામાં રોકાણ કરતા હોય તો સાવધાન, વધુ રિટર્નની લાલચમાં તમારી સાથે આવું ન થાય તે જોજો

Be careful if investing in gold

  • Gold Trading Fraud : ભરુચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એવા આરોપીઓને પકડવામા આવ્યા છે. જેઓ ભારતના 15 રાજ્યોમાં ગોલ્ડ ટ્રેડિંગ કરાવવાના બહાને લોકોને છેતરતા હતા.

દેશના કુલ 15 રાજ્યમાં ગોલ્ડમાં ટ્રેડિંગ (Trading in Gold) કરાવવાના બહાને છેતરપિંડી (Fraud) કરતી ગેંગ ઝડપાઈ. ગોલ્ડ ટ્રેડિંગમાં વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઈટ, ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઈન્ટરનેશનલ દુબઈ કનેક્શન (International Dubai Connection) રેકેટનો પર્દાફાશ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે કર્યો છે. પોલીસે બેંકના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે.

ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે ભારત દેશના કુલ ૧૫ રાજ્યમાં ગોલ્ડ ટ્રેડિંગ માં વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઈટ, ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઈન્ટરનેશનલ દુબઈ કનેક્શન રેકેટનો પર્દાફાશ કરી બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભરૂચમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલ સોનાના ટ્રેડિંગમાં વધુ રિટર્ન મેળવવાની લાલચ આપી રૂ.૩૭ લાખની ફ્રોડના ગુનાની તપાસ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ એનાલિસીસ તેમજ હ્યુમન રીસોર્સ તથા બેંક એકાઉન્ટોની માહિતી મેળવાઈ હતી. જેનું એનાલીસીસ કરી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બેંક એકાઉન્ટ ઓપન કરનાર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા સિમકાર્ડ એકટીવ કરતા ઈસમોને સુરત ખાતેથી ધરપકડ કરી છે.

આ આરોપીઓ દ્વારા મજૂરોને લોન અપાવવાની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લેવાતા હતા. તેનાથી લોન ઈચ્છુક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલ્યા બાદ તેઓ પાસેથી બેંકની કીટ જેમાં એ.ટી.એમ.કાર્ડ, ચેક બુક, પાસબુક વિગેરે મેળવી લઇ બેંક એકાઉન્ટની માહીતીની PDF ફાઇલ બનાવી દુબઈ ખાતે મોકલી આપતા હતા.

આરોપીઓ પોલીસ પકડથી દુર રહેવા માટે ડમી સીમકાર્ડ પ્રી-એક્ટીવ નો જથ્થો મેળવી અમુક નંબરો પોતે રાખી વારંવાર બદલતા રહેતા હતા. તેમજ કેટલાક નંબરોનો જથ્થો દુબઈ ખાતે મોકલી આપતા. ભારતના 15 રાજ્યોમાં છેતરપીંડી કરેલ હોવાનું જેમાં સાયબર ક્રાઈમની ફરીયાદ માટે કાર્યરત કરવામાં આવેલ ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ NCRP (૧૯૩૦) પોર્ટલ ઉપર સર્ચ કરતા કુલ -૮૬ તેમજ અન્ય ૧૦ મળી કુલ – ૯૬ ફરીયાદ હોવાનું બહાર આવવા સાથે જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી રૂ.32 કરોડના વ્યવહાર પણ બહાર આવ્યા છે.

આ પણ વાંચો :-

અમદાવાદીઓ તમારી સોસાયટીની બહાર કચરો હશે તો ચેતી જજો… 

0

Ahmedabadites

  • Ahmedabad AMC News : સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલ આંખ. સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10,000 રૂપિયાનો દંડ થશે. ઝૂંબેશના ભાગરૂપે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ.

હવેથી અમદાવાદમાં (Ahmedabad) જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અમદાવાદના (Ahmedabad) રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે.

ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (Solid Waste Management) વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ થશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે.

અમદાવાદ જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો ચેતી જજો. કેમ કે, ગંદકી ફેલવાતી સોસાયટીઓ પર AMCની નજર છે. ગંદકી કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજથી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે મુજબ આજથી કચરો કરનારા પાસેથી દંડ વસૂલવામાં આવશે.

સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. જો આજથી અમદાવાદની કોઈ પણ સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10,000 રૂપિયાનો દંડ થશે. ઝુંબેશના ભાગરૂપે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે. તેમજ ખાદ્ય પદાર્થોના પ્લાસ્ટિક પેકેટ જે-તે ઉદ્યોગે પાછા લેવા પડશે.

શહેરમાં રોજના 20 લાખ ચાના કપ કચરામાં ઠલવાય છે. તેથી પ્લાસ્ટિકના આ કપ સામે મોટી ઝુંબેશ હાથ ધરાશે. સાથે જ પ્લાસ્ટિકની થેલી સામે પણ પગલા લેવાશે. જો અમદાવાદીઓ આ મામલે ગંભીર નહિ બને તો તેમનું આવી બનશે. એએમસી દ્વારા દંડાત્મક પગલા લેવામાં આવનાર છે.

આ પણ વાંચો :-

આ કોઈ સ્કૂલ નથી પણ IAS-IPSની છે ખાણ, CBIના ડાયરેક્ટર પણ અહીં રહી ચૂક્યા છે વિદ્યાર્થી

0

This is not a school but mine of IAS-IPS

  • Netarhat Residential School, Jharkhand : નેતરહાટ રેસિડેન્શિયલ સ્કૂલ, ઝારખંડમાંથી ભણેલા 3000 થી વધુ વિદ્યાર્થીઓ IAS-IPS અને સિવિલ સર્વન્ટ્સ તરીકે દેશની સેવા કરી રહ્યા છે.

ઘણીવાર એવી ચર્ચા થાય છે કે ખાનગી શાળાઓ સારી છે કે સરકારી શાળાઓ. જો કે જ્યારે પણ નામાંકિત શાળાઓની વાત આવે છે. ત્યારે ફક્ત ખાનગી શાળાઓ જ લોકોના મગજમાં આવે છે. પરંતુ જાણી લો કે આપણા દેશમાં ઘણી એવી સરકારી શાળાઓ છે.

જેનો રેકોર્ડ ઘણી મોટી ખાનગી શાળાઓ કરતા ઘણો સારો છે. તેથી જ આજે અમે તમને એક એવી સરકારી શાળા વિશે જણાવીશું જેને IAS-IPSની ફેક્ટરી કહેવામાં આવે છે. કારણ કે દેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ અહીંથી અભ્યાસ કરીને મોટા અધિકારીઓના હોદ્દા હાંસલ કર્યા છે.

દરેક વિદ્યાર્થી લેવા માગે છે અહીં એડમિશન :

વાસ્તવમાં અમે ઝારખંડની નેતરહાટ રેસિડેન્શિયલ સ્કૂલ (Netarhat Residential School, Jharkhand) વિશે વાત કરી રહ્યા છીએ. તે દેશની જાણીતી અને ખૂબ જ પ્રતિષ્ઠિત શાળા છે. ઝારખંડ અને તેની આસપાસના રાજ્યોના માતાપિતાનું સપનું છે કે તેમના બાળકોને કોઈપણ રીતે આ શાળામાં પ્રવેશ મળે. કારણ કે આ શાળામાંથી ઘણા IAS, IPS, વહીવટી અધિકારીઓ સહિત ઘણા ડોકટરો અને એન્જિનિયરો બહાર આવ્યા છે.

વિદ્યાર્થીઓએ વિદેશોમાં પણ નામના મેળવી  :

આ શાળા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજે દેશમાં અનેક મહત્વના પદો પર સેવા આપી રહ્યા છે. ઝારખંડ રાજ્યમાં કામ કરતા ઘણા IAS અને IPS અધિકારીઓ પોતે આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. વિશ્વના ઘણા દેશોમાં પણ અહીંના વિદ્યાર્થીઓએ પોતાનો ધ્વજ ફરકાવ્યો છે.

સીબીઆઈ ડાયરેક્ટર પણ અહીં ભણ્યા છે :

તમને જણાવી દઈએ કે આ સ્કૂલની શરૂઆતથી જ નેતરહાટ સ્કૂલના વિદ્યાર્થીઓએ જ એકીકૃત બિહાર અને બાદમાં ઝારખંડમાં યોજાનારી બોર્ડની પરીક્ષામાં પ્રથમ દસ સ્થાન મેળવ્યા છે. અત્યાર સુધીમાં અહીંથી ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ IAS–IPS અને અન્ય સિવિલ સર્વિસ સર્વિસ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય મહાન ગણિતશાસ્ત્રી વશિષ્ઠ નારાયણ અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર ડો.ત્રિનાથ મિશ્રા અને ડો.રાકેશ અસ્થાના પણ આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

આ પણ વાંચો :-